અમે અમારા વલણને ચકાસી રહ્યા છીએ.
અમે સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ.
હાલની પ્રવાહી પરિસ્થિતિમાં
કશું પણ કહેવું વહેલું ગણાશે.
જે ખરબચડાં કવચ પહેરી લેશે,
માર્યા જશે.
જેઓ મહોરાં નહીં પહેરે,
ઓળખાઈ જશે.
જે જેટલાં ખુલ્લાં બનશે,
એટલાં જ બનશે વધ્ય.
શબ્દોમાં સમાઈ શકે એટલી
ગીચોગીચ અસ્પષ્ટતાઓથી જ શોભે
ખરેખરું નિવેદન.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2022; પૃ. 02