ભીતરમાં પોઢ્યા સૌ જાગો, જુઓ, દેશ આ ક્યાં છે?
મસ્તમુલાયમ સુખ સૌ ત્યાગો જુઓ આ દેશ ક્યાં છે!
હતો સમય તે, દેશદાઝના
ઘોષ ગગનમાં ગાજે
તકવાદી સરકારોથી
કેવી બરબાદી આજે!
કેટકેટલી જલતી આગો જુઓ, દેશ આ ક્યાં છે!
ભીતરમાં પોઢ્યા સૌ જાગો, જુઓ, દેશ આ ક્યાં છે!
યાદ કરો નેતાઓની તે
ઇન્કિલાબની હાકલ !
શ્વાસોમાં તોફાન ભરીને
આગળ ને આગળ ચલ.
ખુદની કાયરતાથી ભાગો જુઓ, દેશ આ ક્યાં છે
ભીતરમાં પોઢ્યા સૌ જાગો જુઓ, દેશ આ ક્યાં છે
બલિદાનોનાં શબની
અગણિત જ્વાળાના અજવાળે
રાહ પામવી નવઘડતરની
નાનકડાં સૌ બાળે!
મત આપ્યાનો હક સૌ માગો જુઓ, દેશ આ ક્યાં છે !
ભીતરમાં પોઢ્યા સૌ જાગો જુઓ, દેશ આ ક્યાં છે !
સૌજન્ય : “નિરીક્ષક” 01 ઑગસ્ટ 2021; પૃ. 16
![]()


અખંડ ભારતમાંના પંજાબના પેશાવરમાં આવેલો કિસ્સા ખાવાની બજારનો વિસ્તાર. આ તે જગ્યા છે કે જ્યાંની એક હવેલીમાં આયેશા બેગમની કૂખે મોહંમદ યૂસુફનો ૧૯રરમાં જન્મ થાય છે. તે સમયે બાજુની હવેલીમાં પૃથ્વીરાજ કપૂરનો પરિવાર વસતો હતો. જે બંને હવેલીઓ હવે પાકિસ્તાન સરકાર કદાચ મ્યૂઝિયમમાં તબદીલ કરશે. દાદા-દાદી, માતા-પિતા, કાકા-કાકી ઉપરાંત ૧ર ભાઈ-બહેનોથી ભર્યાભર્યા સંયુક્ત કુટુંબમાં બાળક યૂસુફનો ઉછેર થાય છે. તે સમયે શેરી-મહોલ્લામાં સાથે રમતો બાળમિત્ર રાજ કપૂર યૂસુફખાનને જ્યારે નાસિકની બાર્નેસ સ્કૂલમાં ભણવા મૂકવામાં આવે છે, ત્યારે એમનો સહાધ્યાયી મિત્ર પણ બને છે. જગજાહેર છે કે આગળ જતાં બાળપણના આ બંને મિત્રો ફિલ્મ-અભિનય ક્ષેત્રે વિકાસની દિશામાં પ્રગતિ માટેના પુરુષાર્થપંથની સફરના પણ વૃદ્ધાવસ્થા સુધી સાથીદાર રહ્યા. ફળોના જથ્થાબંધ વેપારી પિતા લાલા સરવરખાને ૧૯ર૬માં પેશાવર છોડીને કુટુંબ સાથે ધંધો જમાવવા મુંબઈ આવવું પડે છે. ત્યાર બાદ ક્રાફર્ડ માર્કેટમાં તે ફળોની દુકાન શરૂ કરે છે. યૂસુફને આ ધંધામાં રસ ન હોવા છતાં ય નાછૂટકે પિતાશ્રીને ધંધામાં મદદ કરતા રહે છે.
ફિલ્મફેરથી માંડીને ફાળકે સુધીના બધા જ ઍવૉડ્ર્ઝ એમની ઊંચાઈ આગળ વામણા પુરવાર થયા. ક્વૉલિટેટિવ હાઇટની લૅન્થની રેન્જ પણ એમના અનુગામી અભિનેતાઓની ત્રણ પેઢી સુધી વિસ્તરતી ચાલી.
ગત ૨૫મી ફેબ્રુઆરી, રવિવારનો રવિ રોજ કરતાં જુદા અચાનક આશ્ચર્યની ચમક અને ભડક સાથે ઊગ્યો. સક્ષમ અને સુવિખ્યાત ફિલ્મ-અભિનેત્રી શ્રીદેવીબહેનના શનિવાર, તા. ૨૪મી ફેબ્રુઆરીએ મધરાતે કાર્ડિયાક અરેસ્ટથી દુબઈમાં ૫૪ વર્ષની વયે અવસાન થયાના સમાચાર દેશભરની ન્યૂઝચૅનલો અને મોબાઇલ વોટ્સએપમાં વહેતા થયા. ‘શ્રીદેવીબહેન’ એવું આદરપૂર્વક બહુવચન એટલા માટે વાપરું છું કે તે મારા કરતાં એક વર્ષ અને બે મહિના મોટાં હતાં. અભિનય-શક્તિની સ્વાનુભવબળે સમૃદ્ધિને જોતાં તે અનેક સમવયસ્ક અભિનેતાઓ-અભિનેત્રીઓ કરતાં પણ મોટાં હતાં.