
રજૂ થાય છે
પ્રધાનમંત્રીના દીર્ઘદર્શન મસાલાથી તરબતર
નવી જ તળેલી યોજના,
‘પકોડા રોજગાર યોજના’… ઢેન ટેણણ …
‘હમારી સરકાર, પકોડા સરકાર’
‘ઘોડા હોય કે ગધેડાં, બેચો રોજ પકોડાં’ …
ટાઢાબોળ થઈ ગયેલાં જુવાનિયાઓ માટે
ખાસ ગરમાગરમ યોજના …
જાહેરાત મોટી છે, અક્ષરો નાના છે, ધ્યાનથી વાંચો,
વિવિધ પકોડાં માટે વિવિધ ડિગ્રીગિરિધારીઓની તાકીદે જરૂર છે.
બહુસાંસ્કૃતિક બહુધાર્મિક આ યોજનામાં
માસ્ટર્સડિગ્રી ફરજિયાત છે
પણ બેચલર હશે તો બેચલર ચાલશે!
વચ્ચેવાળાઓની સ્થિતિ હાલ તુરત વિચારણા હેઠળ છે!
તમને નોટબંધીની લાઇનમાં, જી.એસ.ટી.ની લહાયમાં, મોંઘવારીના મારમાં,
અમારા સ્વયંસેવકોએ પકોડાં પહોંચાડેલા જ છે!
ડૉક્ટર હો કે હો એમ.બી.એ.
પકોડાં રોજગારયોજનાનો લાભ લો, લોન લો, ફ્રૅન્ચાઈઝી ખોલો,
‘શરતો લાગુ’ બરાબર વાંચી લેવું
પકોડાં બનાવનારે બનાવતાં-બનાવતાં,
વેચનારે વેચતાં-વેચતાં, ખાનારાઓએ ખાતાં-ખાતાં
પ્રધાનમંત્રીનો હસતો ફોટો નિહાળવો ફરજિયાત છે!
બીફ પકોડાં ખાવાં હોય કે શીખવાં હોય, તો
ગોવા કે પૂર્વોત્તરમાં અમારી જ શાખા છે!
કોઈ પણ પક્ષમાંથી કૂદી આવો,
‘પકોડે પકોડે પે લિખા હૈ હમને ખાનેવાલે કા નામ!’
સાવ જ ચિલ્લર છે એમના માટે
કારકિર્દી ઘડવાની સોનેરી તક છે
અમારી ‘પકોડાં શિશુ કૌશલ કેન્દ્ર યોજના’
તત્કાળ નામ નોંધાવી દો. રજિસ્ટ્રેશન બંધ પણ થઈ શકે!
શું કહ્યું ? ડિગ્રી જ ખોવાઈ ગઈ છે? પ્રધાનમંત્રીની જેમ સ્મૃતિમાં નથી?
ગભરાવ નહીં, તમારી ખાસ અલગ-અલગ જોગવાઈ છે.
કલમ ચારસો ઓગણીસ ને એક પ્રમાણે તમને
‘પ્રધાનમંત્રી વિશેષ પકોડા યોજના’ હેઠળ સમાવાશે!
વિશ્વગુરુ ભારતના, વિશ્વસમસ્તને પહોંચાડવાનાં પકોડાઓ
નીરવ-વિજય-લલિતની જેમ ખોવાઈ ન જાય તે માટે
તમને ચોકીદાર બનવાનો પૂરો ચાન્સ છે.
સરદારની કરોડીમલ મૂર્તિ પછી
વિશ્વનું સૌથી મોટું પકોડું બનાવવાનો દૃઢસંકલ્પ
નવા ઘોષણાપત્રનો એકમાત્ર અને અનન્ય ઉમેરો છે!
ઓહ્હ! વાઉઉ! કવિ છો? પ્રધાનમંત્રીની જેમ જ!
તો આવી જાવ મેદાનમાં :
માત્ર મહામાત્રને પકડો, ‘પકોડાં રાષ્ટ્રગીત યોજના’ અંતર્ગત ભાગ લો!
અકાદમી આવાગમન વત્તા પાંચહજાર પુરસ્કાર તો આપશે જ
પણ પ્રમુખશ્રીના ક્રાંતિકારી સૂચનથી
પ્રત્યેક કવિનું પકોડાંના પડીકાથી સ્વાગત કરવું એ નવા બંધારણમાં ઉમેર્યું છે!
શું? પકોડામાં રસ જ નથી?
‘ઝખ મારવા ભણ્યો’ એમ ન બોલો.
ક્યાંક તમે દેશદ્રોહી, પાકિસ્તાની કે અડબંગ નક્સલ તો નથીને?
તમે ભણેલાં છો એ નેહરુનો ગુનો છે.
પણ ઠીક છે, તમે ચટણી બનાવો, પકોડાંની સાથે પાત્રામાં કામ લાગે,
ચૅનલે-ચૅનલે તીખી, તમતમતી, ગળચટ્ટી, ખટમધુરી, લાલ, લીલી, ભગવી
ચટણીની જાહેરાત કરીશું!
તમને બરાબર વાટતાં આવડે તો પાક્કું!
ચટણી-અધિકારીની જોગવાઈ અલગ છે ને
ઇન્ક્રિમેન્ટ ખાસ્સું છે!
E-mail :bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2019; પૃ. 09
 


 મને  આશ્ચર્ય થાય છે કે આસ્તિક હોવા છતાં ગાંધીજી કદી કોઈ મંદિરમાં નથી ગયા! મંદિર-મસ્જિદ-ચર્ચના આંટાફેરા માર્યા કરતા આજના રાજકારણીઓના સંદર્ભે પણ આ જોઈ શકાય. આત્મકથામાં એમણે લખ્યું છે કે એમનો પારિવારિક સંપ્રદાય તો વૈષ્ણવ સંપ્રદાય હતો. પરંતુ એમાં એમને વિલાસ જ દેખાતો અને તેથી તેઓ હવેલીઓથી દૂર રહ્યા. ગાંધીને જોઈને ઘણા સંન્યાસીઓ સામાજિક કાર્યકરો બન્યાના દાખલાઓ તો જાણીતા જ છે. ઉદાહરણસ્વરૂપે આપણે તો સ્વામી આનંદને લઈ શકીએ.
મને  આશ્ચર્ય થાય છે કે આસ્તિક હોવા છતાં ગાંધીજી કદી કોઈ મંદિરમાં નથી ગયા! મંદિર-મસ્જિદ-ચર્ચના આંટાફેરા માર્યા કરતા આજના રાજકારણીઓના સંદર્ભે પણ આ જોઈ શકાય. આત્મકથામાં એમણે લખ્યું છે કે એમનો પારિવારિક સંપ્રદાય તો વૈષ્ણવ સંપ્રદાય હતો. પરંતુ એમાં એમને વિલાસ જ દેખાતો અને તેથી તેઓ હવેલીઓથી દૂર રહ્યા. ગાંધીને જોઈને ઘણા સંન્યાસીઓ સામાજિક કાર્યકરો બન્યાના દાખલાઓ તો જાણીતા જ છે. ઉદાહરણસ્વરૂપે આપણે તો સ્વામી આનંદને લઈ શકીએ. આવા વાતાવરણમાં બાબા ગાડગેએ ૩૧ શિક્ષણસંસ્થાઓ સ્થાપી હતી, જેમાં દલિતો અને નિમ્ન જાતિને અગ્રિમતા હતી! સો જેટલાં સામાજિક સંગઠનો તેમણે બનાવ્યાં હતાં. બાબાસાહેબ અને બાબા ગાડગેની મૈત્રી વિશે યુ.પી.એસ.સી.ના પ્રથમ દલિત અધ્યક્ષ ડૉ. એમ.એલ. શહારેએ તેમની આત્મકથા ‘યાદોં કે ઝરોંખો’માં લખ્યું છે. એ જમાનામાં શિક્ષિત દલિતોના ઘરમાં બાબાસાહેબ અને બાબા ગાડગેની સાથે ખેંચાયેલી તસ્વીર તેમને અવશ્ય જોવા મળતી! બેઉ ઘણી વાર મળેલા અને આજે પણ બેઉની તસ્વીર દલિત સમુદાયમાં જોવા મળે છે. બાબાસાહેબે જ્યારે પંઢરપુરમાં પીપલ્સ એજ્યુકેશન સોસાયટી સ્થાપી, ત્યારે એમને હોસ્ટેલ માટે જગ્યા નહોતી મળી. બાબા ગાડગેએ પંઢરપુરમાં એક ધર્મશાળા બનાવેલી તે તાત્કાલિક કાયમી ધોરણે બાબાસાહેબને હૉસ્ટેલ માટે આપી દીધી! બંને વચ્ચે આ પ્રકારનો સંબંધ હતો.
આવા વાતાવરણમાં બાબા ગાડગેએ ૩૧ શિક્ષણસંસ્થાઓ સ્થાપી હતી, જેમાં દલિતો અને નિમ્ન જાતિને અગ્રિમતા હતી! સો જેટલાં સામાજિક સંગઠનો તેમણે બનાવ્યાં હતાં. બાબાસાહેબ અને બાબા ગાડગેની મૈત્રી વિશે યુ.પી.એસ.સી.ના પ્રથમ દલિત અધ્યક્ષ ડૉ. એમ.એલ. શહારેએ તેમની આત્મકથા ‘યાદોં કે ઝરોંખો’માં લખ્યું છે. એ જમાનામાં શિક્ષિત દલિતોના ઘરમાં બાબાસાહેબ અને બાબા ગાડગેની સાથે ખેંચાયેલી તસ્વીર તેમને અવશ્ય જોવા મળતી! બેઉ ઘણી વાર મળેલા અને આજે પણ બેઉની તસ્વીર દલિત સમુદાયમાં જોવા મળે છે. બાબાસાહેબે જ્યારે પંઢરપુરમાં પીપલ્સ એજ્યુકેશન સોસાયટી સ્થાપી, ત્યારે એમને હોસ્ટેલ માટે જગ્યા નહોતી મળી. બાબા ગાડગેએ પંઢરપુરમાં એક ધર્મશાળા બનાવેલી તે તાત્કાલિક કાયમી ધોરણે બાબાસાહેબને હૉસ્ટેલ માટે આપી દીધી! બંને વચ્ચે આ પ્રકારનો સંબંધ હતો.