આ લખી રહ્યો છું, ત્યારે ૧૯૩૨ના સપ્ટેમ્બર, ૧૬થી લંડનમાં શરૂ થયેલી રાઉન્ડટેબલ કૉન્ફરન્સની યાદ તાજી થઈ આવે છે. ભારતને થોડા સમયમાં આઝાદી મળશે તેવી પ્રસ્તાવના અને આશા સાથે આ કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે ગાંધીજી અને સર પ્રભાશંકર પટ્ટણી, મહાદેવભાઈ દેસાઈ તથા અનેક મહાનુભાવો અને રાજકીય નેતાઓ એસ.એસ. રાજપૂતાના નામની સ્ટીમરમાં મુંબઈથી લંડન જવા નીકળેલા.
આ સમયે તેમને વિદાય આપવા મારા દાદાજી સ્વ. વિજયશંકર કાનજી પટ્ટણી કે, જેઓ પ્રભાશંકરના કાકાના દીકરા ભાઈ થતા હતા, તેઓ પણ ગયેલા. સ્ટીમરમાં સામાન ચડી ગયેલો. ગાંધીજી અને તેમના સાથીઓનો પણ ખૂબ જ સામાન હતો. આટલો બધો સામાન જોઈને અકળાઈને ગાંધીજી બોલ્યા કે “મહાદેવ, આટલો બધો સામાન સપ્રુ અને જયકરને શોભે, આપણને ન શોભે”. સપ્રુ અને જયકર એ સરકાર તરફથી જનારા અધિકારીઓ પૈકીના નામાંકિત ધારાશાસ્ત્રીઓ હતા. ગાંધીજીનું આ વાક્ય સાંભળીને મારા દાદાજીથી નારાજગીભર્યું હસાઈ ગયું એ તરફ ગાંધીજીનું ધ્યાન ગયું અને તેમણે પ્રભાશંકરને પૂછ્યું કે, હું આમ બોલ્યો, ત્યારે આ ભાઈ કેમ હસ્યા? કોણ છે એ? પ્રભાશંકરે કહ્યું, “મારો નાનો ભાઈ છે અને એમને આપ જ પૂછોને ? “પૂ. ગાંધીજીએ વિજયશંકર પાસે આવીને પૂછ્યું કે હું આમ બોલ્યો, ત્યારે તમે કેમ નારાજગીભર્યું હસ્યા? વિજયશંકરે નમ્રતાથી જવાબ આપ્યો કે સાદગીની કોઈ સરખામણી ન હોઈ શકે. સહુ કોઈ પોતપોતાની રીતે સાદગી અપનાવતા જ હોય છે પણ આપ આ રીતે બોલ્યા અને મારાથી હસાઈ ગયું, મારી નારાજગી અભિવ્યક્ત થઈ ગઈ એ મારી અંગત મર્યાદા માટે માફી માગું છું.”
 ગાંધીજીને બીજી ગોળમેજી પરિષદમાં જવા માટે તૈયાર કરનાર સર પ્રભાશંકર હતા, તેમણે ગાંધીજીને સમજાવેલું કે, ભારતમાં તમે જે કંઈ કહો છો તે સમાચાર ચળાઈને બ્રિટનના લોકો સુધી પહોંચે છે. આપ બ્રિટનની પ્રજા વચ્ચે જઈને કહો તો તેની ઘેરી અસર પડશે. ગાંધીજી સંમત થયા અને માન્ચેસ્ટર મિલના કામદારો વચ્ચે જઈ વાતો કરી. આંદોલનનું આ એક મોટું પગલું હતું. આ સમય દરમિયાન પ્રભાશંકરે એક મોટું પગલું ભર્યું, જે એક મોટા સંસ્મરણરૂપે આપણી સામે આજે ય છે. તેમણે પૂ. ગાંધીજીને કહ્યું કે, અમને ન ગમે તેવાં અનેક કામ કરવાનું તમે અમને કહો છો, તો તમને ન ગમે તેવું અમારું એક કામ આપશ્રી કરો. મારા અંગત સંગ્રહ માટે આપનું એક તૈલચિત્ર તૈયાર કરવું છે, તે માટે આપ અનુમતિ આપો. પૂ. ગાંધીજી સહમત થયા અને જે માણસ ફોટોગ્રાફ પડાવવા માટે પણ સહમત ન થાય તેણે એક તૈલચિત્ર બનાવવા માટે બે-બે કલાકના ચારેક સીટિંગ આપેલા. બ્રિટનના જગવિખ્યાત પોટ્ર્રેઇટ આર્ટિસ્ટ ઓસ્વાલ્ડ બિર્લી પાસે આ તૈલચિત્ર તૈયાર કરાવ્યું. ઓસ્વાલ્ડ બિર્લીને પછીથી ‘સર’નો ઇલ્કાબ મળેલો!

આ તૈલચિત્ર લઈને પ્રભાશંકર ભાવનગર આવ્યા અને એક પેટીમાં રાખી મૂક્યું. પોતાનો અંત નજીક આવતો જોઈને તેમના પુત્રરત્ન અનંતરાય પટ્ટણી, જેઓ ત્યારે જૂના ભાવનગર રાજ્યના દીવાન બની ગયા હતા, એમને બોલાવીને કહ્યું કે, દેશ સ્વતંત્ર થાય, ત્યારે હું નહીં હોઉં, પણ તું હોઈશ. હું ઇચ્છું છું કે, આ પેટીમાં આ એક એવી વ્યક્તિનું ચિત્ર છે કે, જેણે દેશની સ્વતંત્રતા મેળવવા માટે સહુથી મોટું કામ કર્યું છે. અને તે તૈલચિત્ર દેશના પાર્લમેન્ટ હાઉસમાં મુકાય. અનંતરાયને ખબર હતી કે, આમાં પૂ. ગાંધીજીનું તૈલચિત્ર છે. પ્રભાશંકરનું તા. ૧૬-૨-૧૯૩૮ના દિવસે અવસાન થયું કે, જ્યારે તેઓ ૧૭-૨-૧૯૩૮થી હરિપુરામાં યોજાયેલા કાઁગ્રેસ-અધિવેશનમાં હાજરી આપવા જવાના હતા. તેમની અનુપસ્થિતિમાં પછીથી ભાવનગર રાજ્ય તરફથી દુલાભાયા કાગ અને અંગત લોકો ગયેલા.
તા. ૧૫-૮-૧૯૪૭ના દિવસે દેશ આઝાદ થયો અને અનંતરાયે રાજેન્દ્રપ્રસાદને પોતાના સ્વર્ગસ્થ પિતાની ઇચ્છાની જાણ કરી. આ સમયે બંધારણસભાની કાર્યવાહી રોજ ચાલતી હતી. એ દરમિયાન તા. ૨૮-૮-૧૯૪૭ના દિવસે (જ્યારે પૂ. ગાંધીજી હજી આપણી વચ્ચે હતા) બંધારણીય સભાના પ્રમુખ ડૉ. રાજેન્દ્રપ્રસાદના વરદ્દ હસ્તે આ તૈલચિત્રનું અનાવરણ થયેલું. પ્રભાશંકરની જેમ તેના પુત્રરત્ન અનંતરાય પણ અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યના અભ્યાસી હતા અને તેમની પણ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ સાથે સારી મૈત્રી હતી. આ પોર્ટેઇટની સાથે અનંતરાયે ડૉ. રાધાકૃષ્ણન્ સાથે પડાવેલી તસવીર અમારા પરિવારના સંગ્રહમાં છે. ગાંધીજીએ તૈલચિત્રમાં આપેલો પોઝ એક સિગ્નેચર પોઝ બની ગયેલો છે. એ ફોટોગ્રાફની એક કૉપી અનંતરાયે મારા પિતાશ્રી સ્વ. મુકુન્દ પારાશર્યને તા. ૩૦-૧-૧૯૪૮ના દિવસે સવારમાં આપેલી, જેમાં લખેલું છે. “ચિ. મુકુન્દને – અનંતરાય”. અને એ સાંજે પૂ. ગાંધીજીની હત્યા થઈ. બંધારણસભાની દૈનિક કાર્યવાહીના તા. ૧૫-૮-૧૯૪૭થી ૩૧-૮-૪૮નાં પાનાંઓ મારી પાસે છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 07
 
 પારેખ્સમાં એ પરત કરતા. આ ફિલ્મોને ગુજરાત સર્કીટમાં બતાવ્યા પછી તેને પછીના કેન્દ્રમાં પહોંચાડવામાં આવતી. અદ્ભુત ફિલ્મો જોયાનું યાદ આવે છે, જેમાં ઈન્ગમાર બર્ગમેન, ઝ્યાં રેનવા, રોમન પોલાન્સ્કી વ.નો સમાવેશ થાય છે. ઈરાન જેવા દેશમાંથી પણ એક આર્ટ ફિલ્મ આવેલી. વર્ષ હતું ૧૯૮૦.
પારેખ્સમાં એ પરત કરતા. આ ફિલ્મોને ગુજરાત સર્કીટમાં બતાવ્યા પછી તેને પછીના કેન્દ્રમાં પહોંચાડવામાં આવતી. અદ્ભુત ફિલ્મો જોયાનું યાદ આવે છે, જેમાં ઈન્ગમાર બર્ગમેન, ઝ્યાં રેનવા, રોમન પોલાન્સ્કી વ.નો સમાવેશ થાય છે. ઈરાન જેવા દેશમાંથી પણ એક આર્ટ ફિલ્મ આવેલી. વર્ષ હતું ૧૯૮૦. આ જ રીતે ફિલ્મ અભિનેતા ઓમ પુરી ભાવનગરમાં એક ડૉક્યુમેન્ટરી ફિલ્મના શુટિંગ માટે આવેલા. ગ્રોફેડ માટે ગોવિંદ નિહલાની તેનું શુટીંગ કરી રહ્યા હતા. ઓમ પુરીએ મારી પિતરાઈ બહેન દીપ્તિ ભટ્ટ સાથે આરોહણ ફિલ્મમાં કામ કરેલું. આવી જ એક ફિલ્મ જોવા માટે અમે ઓમ પુરીને આમંત્રણ આપ્યું. ‘અર્ધસત્ય’ એ તેમના હિંદી ચલચિત્રથી ચાહકો પરિચિત હતા. કોઈ ફિલ્મના સ્ક્રીનિંગ પહેલાં તે ફિલ્મોના ટૂંક પરિચય ચાર-પાંચ મિનિટમાં કોઈ આપી દેતું. ઓમ પુરી સાથે હસ્તધૂનન કરતાં એક આત્મીય પરિચય થયો. ઓમ પુરીના કલકત્તાનિવાસ દરમિયાન એ ગમે ત્યારે દીપ્તિના પિતાશ્રી અત્રિકુમાર ભટ્ટને ત્યાં આવતા, જમતા અને આરામ કરતા. ૧૬ એમ.એમ.ની ફિલ્મ શરૂ થતા પહેલાં ઓમ પુરીના વ્યક્તિત્વનો સુપેરે પરિચય કોઈએ આપેલો. બિમલ રોયના પુત્રરત્ન પણ સાથે આવેલા ઓમ પુરી સાથે થોડી વાતચીત થયા પછી શો શરૂ થયો એટલે પોતાની ખુરશીઓ દીવાલ પાસે ગોઠવીને અમારી સાથે પલાંઠી વાળીને ફિલ્મ જોવા તે બેસી ગયા. તેમણે કહ્યું “ફિલ્મ સાથે બેસીને જોવાથી વધારે આનંદ આવે છે” જે હોટેલમાં તેઓ ઊતર્યા હતા તેની બહારથી એક ટોળું પસાર થયું. ઓમ પુરીએ પૂછ્યું તો જવાબ મળ્યો કે એક સનિષ્ઠ મ્યુનિસિપલ કમિશનરની સરકાર બદલી કરી રહી છે તેનો વિરોધ પ્રદર્શિત કરવા નગરજનોએ આ સરઘસ કાઢ્યું છે. જાહેર સેવાના કોઈ વરિષ્ઠ અધિકારી અંગે આ પ્રકારની લોકોની સંવેદના જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થયેલા. પીડિતો અને વંચિતોના ઉત્કર્ષના હિમાયતી હતા. ઈન્દિરા ગાંધીના સમયમાં જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી સિદ્ધાર્થશંકર રે હતા ત્યારે ‘આરોહણ’ ફિલ્મને તેમણે પ્રદર્શિત કરવા ન હોતી દીધી. કટોકટી પાછી ખેંચી લીધેલી તે પછીના સમયની આ વાત છે.
આ જ રીતે ફિલ્મ અભિનેતા ઓમ પુરી ભાવનગરમાં એક ડૉક્યુમેન્ટરી ફિલ્મના શુટિંગ માટે આવેલા. ગ્રોફેડ માટે ગોવિંદ નિહલાની તેનું શુટીંગ કરી રહ્યા હતા. ઓમ પુરીએ મારી પિતરાઈ બહેન દીપ્તિ ભટ્ટ સાથે આરોહણ ફિલ્મમાં કામ કરેલું. આવી જ એક ફિલ્મ જોવા માટે અમે ઓમ પુરીને આમંત્રણ આપ્યું. ‘અર્ધસત્ય’ એ તેમના હિંદી ચલચિત્રથી ચાહકો પરિચિત હતા. કોઈ ફિલ્મના સ્ક્રીનિંગ પહેલાં તે ફિલ્મોના ટૂંક પરિચય ચાર-પાંચ મિનિટમાં કોઈ આપી દેતું. ઓમ પુરી સાથે હસ્તધૂનન કરતાં એક આત્મીય પરિચય થયો. ઓમ પુરીના કલકત્તાનિવાસ દરમિયાન એ ગમે ત્યારે દીપ્તિના પિતાશ્રી અત્રિકુમાર ભટ્ટને ત્યાં આવતા, જમતા અને આરામ કરતા. ૧૬ એમ.એમ.ની ફિલ્મ શરૂ થતા પહેલાં ઓમ પુરીના વ્યક્તિત્વનો સુપેરે પરિચય કોઈએ આપેલો. બિમલ રોયના પુત્રરત્ન પણ સાથે આવેલા ઓમ પુરી સાથે થોડી વાતચીત થયા પછી શો શરૂ થયો એટલે પોતાની ખુરશીઓ દીવાલ પાસે ગોઠવીને અમારી સાથે પલાંઠી વાળીને ફિલ્મ જોવા તે બેસી ગયા. તેમણે કહ્યું “ફિલ્મ સાથે બેસીને જોવાથી વધારે આનંદ આવે છે” જે હોટેલમાં તેઓ ઊતર્યા હતા તેની બહારથી એક ટોળું પસાર થયું. ઓમ પુરીએ પૂછ્યું તો જવાબ મળ્યો કે એક સનિષ્ઠ મ્યુનિસિપલ કમિશનરની સરકાર બદલી કરી રહી છે તેનો વિરોધ પ્રદર્શિત કરવા નગરજનોએ આ સરઘસ કાઢ્યું છે. જાહેર સેવાના કોઈ વરિષ્ઠ અધિકારી અંગે આ પ્રકારની લોકોની સંવેદના જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થયેલા. પીડિતો અને વંચિતોના ઉત્કર્ષના હિમાયતી હતા. ઈન્દિરા ગાંધીના સમયમાં જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી સિદ્ધાર્થશંકર રે હતા ત્યારે ‘આરોહણ’ ફિલ્મને તેમણે પ્રદર્શિત કરવા ન હોતી દીધી. કટોકટી પાછી ખેંચી લીધેલી તે પછીના સમયની આ વાત છે.
 અવસાન થયું, ત્યાં સુધી આ જ નામ રહ્યું. સ્ટ્રેન્ડની દુકાનમાં વારંવાર જવાનું સદ્ભાગ્ય મને મળ્યું છે અને પૅંગ્વિનના પ્રકાશિત અનેક પેપરબૅક ત્યાંથી ખરીદ્યાં છે. જ્યાં પોલ સ્પોટ્ર્સ, આબ્બર્તો મોરાવિયા, અને બીજાં અનેક અને તેમાં ખાસ કરીને નોબેલ પ્રાઇઝ- વિજેતા લેખક સોલબેલોની નવલકથાઓ ‘હર્ઝોગ’ (જેના વિષે સ્વ. ડૉ. દિગીશ મહેતાએ ગ્રંથમાં આસ્વાદ કરાવેલો અને જે લેખક ઉપર ઉમાશંકર જોશીનાં પુત્રી સ્વાતિ જોશીએ ડૉક્ટરેટ કરેલું) અને ‘સીઝ ધડે’ શાન લાગે મારા હાથમાં મૂકેલાં ત્યારે ખૂબ જ રોમાંચ અનુભવેલો, અનેક વિદ્યાર્થીઓ, વિદ્વાનો, ગ્રંથસંગ્રાહકો, લેખકો અને અનેક રાજદ્વારી વ્યક્તિઓએ આ શોપમાંથી પુસ્તકો ખરીદ્યાં છે, જે પૈકી જવાહરલાલ નેહરુ, મનમોહનસિંહ, (જેઓ ત્યારે બાજુમાં જ આવેલી રિઝર્વબૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર હતા, એ.પી.જે. અબ્દુલ કલામ, વિક્રમ સારાભાઈ અને બીજા અનેકોએ અહીંથી પુસ્તકો ખરીદ્યાનું નોંધાયું છે. જાણવા પ્રમાણે તો સ્ટ્રેન્ડમાં રહેલું દરેક પુસ્તક શાનબાગે વાંચેલું જ હોય અથવા તો એ પુસ્તક વિશે તેઓ વાત કરી શકતા અને તેમને જાણકારી તો હોય જ. તમને બીજે ક્યાં ય ન મળે પણ તમને જોઈતું પુસ્તક સ્ટ્રેન્ડમાંથી તો મળી જ રહે. તાત્કાલિક ન મળે, તો મેળવી આપશું, એ આશ્વાસન તો મળે જ.