ટપકાંના દેશમાં જો ઊપસી રહ્યો છે ડાઘો,
કોઈ શાહીચૂસ જિહ્વા કાઢીને એને નાથો.
સરહદના ન્હોર લાંબા થઈથઈને આભ અડતાં,
ફાટી રહ્યું છે અંબર, થીગડું ક્યાં દેવા જશો?
ઊભા છે લાખો ઘેટાં પથ્થર થઈ કતારે,
બેધારો સજિયો પીઠે બેફામ ના ચલાવો.
તારા ખરી રહ્યા છે, રાત્રિ ખીલી રહી છે,
ક્ષય પામતો સુધાંશુ છે વાદળીથી આછો.
કહેતાં નહીં કે કીધું ન્હોતું અમે ત્વરાથી,
વીજળી પડ્યા પછી બસ ઊડતી રહે છે ખાકો!
૬/૨/૨૦૧૭