છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રવાદના નામે દેશમાં જે થઈ રહ્યું છે તેની અસર વિપરીત દેખાઈ રહી છે. આપણી આસપાસની શાંતિ હણાઈ છે, અનિશ્ચિતતા વધી છે અને સ્થિરતા જોખમાઈ છે. સમાજમાં એક વર્ગની સુરક્ષિતતાથી શાંતિ ન સ્થપાઈ શકે. સૌને તેની અનુભૂતિ થવી જોઈએ. સંકુચિત ખ્યાલનો રાષ્ટ્રવાદ અત્યારે હાવી થઈ રહ્યો છે ત્યારે રવીન્દ્રનાથ ટાગોર રાષ્ટ્રવાદને સંદર્ભે આપેલું દર્શન પર નજર કરીએ તો રાષ્ટ્રવાદના ખોટા ખ્યાલની અસ્પષ્ટતા દૂર થાય અને સાચી દૃષ્ટિ કેળવાઈ શકે. ટાગોરનો 7મી મેના રોજ જન્મતિથિ આવે છે અને આ સંદર્ભે તેમનો રાષ્ટ્રવાદ સંદર્ભેના વિચારો જાણીએ. …
 ‘રાષ્ટ્રવાદ’ નામનું રવીન્દ્રનાથ ટાગોરનું પુસ્તક હિંદીમાં ડૉ. પરિતોષ માલવીયે કર્યું છે. અને તે પુસ્તકમાં પ્રસ્તાવનામાં જ અનુવાદકે રાષ્ટ્રવાદને મૂલવ્યો છે. તેઓ લખે છે : “’દેશભક્તિ બદમાશોનું અંતિમ શરણસ્થળ છે.’ જાહેર વિમર્શમાં આજકાલ આ કથનનો ઉપયોગ રાષ્ટ્રવાદ રાજનીતિના વિરોધમાં કરવામાં આવે છે. બલકે ખરેખર તો સૂક્ષ્મ રીતે જોઈએ તો રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રવાદ મૂળતઃ અલગ-અલગ વિચાર દેખાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સમગ્ર વિશ્વની રાજનીતિમાં વ્યાપક સ્તરે સત્તા પરિવર્તન જોવા મળ્યું છે. અને રાષ્ટ્રવાદને પોતાનો મુખ્ય ધ્યેય માનીને ચાલનારાં પક્ષો અનેક દેશોમાં સત્તા હાંસલ કરી છે. તેનાથી વિપરીત કેટલાંક એવાં પણ રાજનેતા અને વિદ્વાન છે, જે રાષ્ટ્રવાદની ભાવના આધારિત રાજનીતિના પક્ષમાં નથી અને રાષ્ટ્રવાદને સર્વોચ્ચ વિચાર માનવાથી ઇન્કાર કરે છે. પરંતુ એ પણ વક્રોક્તિ છે કે આ દુનિયામાં જ્યાં સુધી રાષ્ટ્રોનું ભૌગોલિક વિભાજન છે, ત્યાં સુધી રાષ્ટ્રવાદનું અસ્તિત્વ રહેશે.”

ઑક્સફોર્ડ ડિક્ષનરીમાં રાષ્ટ્રવાદને બે રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. એક – સમાન જાતિ, સંસ્કૃતિ અને ભાષાનું આદાનપ્રદાન કરનારાં લોકોનો સમૂહની સ્વતંત્ર્ય રાષ્ટ્ર નિર્માણ કરવાની ઇચ્છા. અને બીજી – પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને ગર્વની ભાવના, અને એવી ભાવના રાખવી કે પોતાનો દેશ અન્ય દેશોથી શ્રેષ્ઠ છે. તે પછી પ્રસ્તાવનામાં અનુવાદક આ સંદર્ભે વધુ પ્રશ્નો ઉઠાવતાં લખે છે કે, “શું ‘રાષ્ટ્રવાદ’ અને ‘દેશપ્રેમ’ અથવા તો ‘દેશભક્તિ’ શબ્દમાં કોઈ અંતર છે? વર્તમાન રાજકીય વ્યવસ્થામાં રાષ્ટ્રવાદથી વધુ સારો કે શ્રેષ્ઠ કોઈ વિકલ્પ છે? રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ હોવો અને રાષ્ટ્રવાદી હોવું એ એક જ બાબત છે? રાષ્ટ્રવાદ રાજકીય સાધન માત્ર છે? રાષ્ટ્રવાદ અને માનવતાવાદમાં કઈ બાબત શ્રેષ્ઠ કહી શકાય? રાષ્ટ્રવાદી અન્ય દેશો પ્રત્યે આપણને વધુ નિષ્ઠુર બનાવે છે?…” આવાં અનેક પ્રશ્નોનાં સંદર્ભે ટાગોરના ભાષણોમાં તેના ઉત્તર મળે છે.
પશ્ચિમી જગતને પહેલાં તો એ સંદેશો આપતાં કહે છે : “પશ્ચિમે પોતાના સ્વાર્થ ખાતર શક્તિનો ઉપયોગ કરીને પોતાને પૂરા વિશ્વ માટે અભિશાપ ન બનવું જોઈએ. બલકે અશિક્ષિતોને શિક્ષણ આપીને, અને નબળાઓની મદદ કરીને તેમને ભવિષ્યના જોખમથી સુરક્ષિત કરવા જોઈએ. કારણ કે નહીંતર શક્તિશાળી જ નબળાઓને એ માટે મજબૂર કરે છે કે તેઓ જ એક થઈને પોતાનો બચાવ કરે. અને પોતાના ભૌતિક સુખસગવડને જ અંતિમ સત્ય ન માનવું, બલકે તેનાથી મુક્તિ મેળવીને જ તેની સેવા વ્યાપક બનાવવી જોઈએ.” પછી તેઓ રાષ્ટ્રની વાત રજૂ કરે છે અને કહે છે : “હું કોઈ રાષ્ટ્રના વિરોધી નથી. બલકે તમામ રાષ્ટ્રોની વિચારનો હું વિરોધી છું. રાષ્ટ્ર ખરેખર છે શું?” એને લઈને તેઓ કહે છે : “રાષ્ટ્રનો અર્થ છે – તમામ લોકોની સંગઠિત શક્તિ. સંગઠનનું જોર હંમેશાં એ વાત પર રહે છે કે તમામ લોકો શક્તિશાળી અને સમર્થ બને. શક્તિ અને સામર્થ્ય પ્રાપ્ત કર્યા પછી આ અતિ ઉત્સાહ મનુષ્યની ઉર્જાને સારી પેઠે નિચોવી કાઢે છે અને પછી તે સમૂહને નૈતિક  સ્તરથી નીચે લઈ આવે છે.” પછી તેનું પરિણામ શું આવી શકે તે વિશે ટાગોર જણાવે છે : “આ રીતે મનુષ્યની ત્યાગ કરવાની શક્તિ, નૈતિક શક્તિ અને ઉદ્દેશ્યથી તે ભટકી જાય છે. અને આ સંગઠન યાંત્રિક રીતે તેનાં સારસંભાળમાં શક્તિ ઝોંકી દે છે. તે પછી આ સંગઠનમાં જ નૈતિક ઉત્કર્ષનો અનુભવ કરવા માંડે છે અને માનવતા માટે તે ખૂબ ખતરનાક બની જાય છે. પછી તે પોતાના અંતરાત્માની અવાજ સાંભળી શકતો નથી. તે પોતાની જવાબદારીઓને એક એવી મશીનને સોંપી દે છે જે તેની બુદ્ધિમત્તાની ઉપજ છે. તેમાં કોઈ જ નૈતિકતા હોતી નથી. આ વિચારથી જ સ્વતંત્રતાને પસંદ કરનારાં લોકો પણ ગુલામી પ્રથાને પ્રોત્સાહિત કરવામાં એક ભાગ બની જાય છે.”
સ્તરથી નીચે લઈ આવે છે.” પછી તેનું પરિણામ શું આવી શકે તે વિશે ટાગોર જણાવે છે : “આ રીતે મનુષ્યની ત્યાગ કરવાની શક્તિ, નૈતિક શક્તિ અને ઉદ્દેશ્યથી તે ભટકી જાય છે. અને આ સંગઠન યાંત્રિક રીતે તેનાં સારસંભાળમાં શક્તિ ઝોંકી દે છે. તે પછી આ સંગઠનમાં જ નૈતિક ઉત્કર્ષનો અનુભવ કરવા માંડે છે અને માનવતા માટે તે ખૂબ ખતરનાક બની જાય છે. પછી તે પોતાના અંતરાત્માની અવાજ સાંભળી શકતો નથી. તે પોતાની જવાબદારીઓને એક એવી મશીનને સોંપી દે છે જે તેની બુદ્ધિમત્તાની ઉપજ છે. તેમાં કોઈ જ નૈતિકતા હોતી નથી. આ વિચારથી જ સ્વતંત્રતાને પસંદ કરનારાં લોકો પણ ગુલામી પ્રથાને પ્રોત્સાહિત કરવામાં એક ભાગ બની જાય છે.”
વિશ્વનું કોઈ પણ મસમોટું સંગઠન લો, તેનું સ્વરૂપ ટાગોરે જે આલેખ્યું આપ્યું છે તેનાથી વેગળું હોતું નથી. તેમણે કહ્યું છે તે જ રીતે મશીનની જેમ તે ચાલે છે અને તેમાં માનવતાના જ કચ્ચરધાણ નીકળે છે. રાષ્ટ્રવાદ કે અન્ય સંગઠનનાં નામે આ પૂરી વ્યવસ્થા કેમ ટકે છે તેનું પણ કારણ આગળ ટાગોર આપે છે : “આ રીતે વ્યવસ્થામાં એક અહંકાર પણ જન્મે છે અને આ અહંકાર તેમને કર્તવ્યનો અમલ કરવાનું હોય છે. સ્વભાવથી ન્યાયપ્રિય અને સારાં લોકો પણ કર્મ અને વિચારોથી નિર્દયી અને અન્યાયી હોઈ શકે છે. અને વધુમાં તેઓ એવો પણ વિચાર કરે છે કે આ રીતે તે દુનિયાને કર્મફળ પ્રાપ્ત કરવામાં મદદ કરી રહ્યા છે. સ્વભાવ અને કર્મથી પ્રામાણિક લોકો આત્મોત્કર્ષ માટે બીજાના માનવઅધિકારોને છીનવી શકે છે. અને ગરીબો પર દોષારોપણ કરીને એવું ઠસાવી શકે છે કે આનાથી વધુ સારો વ્યવહાર માટે તે યોગ્યતા નથી ધરાવતા.”
માણસના સ્વભાવ અને વ્યવહારને ટાગોરે સચોટ રીતે આલેખિત કરી આપ્યો છે અને તેમાં તેમણે તમામ પાસાંને ખોલી આપ્યા છે. જેમ કે આગળ તેઓનું કહેવું છે કે, “આપણાં રોજિંદા જીવનમાં આપણે જોયું છે કે વેપાર અને ઉદ્યોગ સાથે જોડાયેલા નાનાં નાનાં સંગઠન પણ લોકોમાં કઠોર ભાવનાઓ રોપે છે. આપણે સરળતાથી અનુમાન કરી શકીએ છીએ કે જ્યારે દુનિયાના તમામ લોકો રૂપિયા અને સત્તાને મેળવવા દોટ લગાવશે ત્યારે વિશ્વમાં કેવું નૈતિક પતન થશે.”
દુનિયાના કેટલાંક વ્યવહાર-નિયમ શાશ્વત છે અને તેને ટાગોરે બખૂબી દાખવી આપ્યા છે. તેમના આ દર્શનને એક સદીથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આપણી આસપાસનું વાતાવરણમાં આજે પણ તેમના દર્શનનાં વિશ્વને જોઈ શકીએ છીએ. વિશેષ કરીને તેમણે દાખવેલી રાષ્ટ્રવાદીની બદીઓ આજે વધુ નજરે પડી રહી છે. અને એટલે જ તે વખતે ય તેમણે કહ્યું હતું : “રાષ્ટ્રવાદ એક મોટું સંકટ છે. આ વર્ષોથી ભારતની અનેક સમસ્યાઓનું કારણ છે.” આ વિધાન ભારત આઝાદ નહોતું ત્યારનું છે અને તેમાં તેમણે શાસકોના રાષ્ટ્રવાદની વાત કહી છે, પરંતુ આજે તે જ માર્ગે વર્તમાન ભારત આગળ ધપી રહ્યું છે.
ટાગોરના વિચારોનું આલેખન નોબલ સન્માન મેળવનારાં અમર્ત્ય સેને પણ ‘અર્થતંત્ર ઇતિહાસ અને સંસ્કૃતિ’ પુસ્તકમાં કર્યું છે. તેઓ લખે છે : “ટાગોર આઝાદીના આંદોલનમાં ઉગ્ર રાષ્ટ્રવાદના પણ વિરોધી હતા. એ જ કારણે તેમણે સમકાલિન રાજકીય કાર્યક્રમોમાં ભાગ ન લીધો. તેઓ ભારતની આઝાદી ઇચ્છતા હતા પરંતુ વિશ્વના અન્ય હિસ્સામાંથી જે શીખી શકાય તે શીખવા પણ ઇચ્છુક હતા. તેમને ભય હતો કે પશ્ચિમને નકારીને આપણે પૂર્ણ રીતે ભારતીય પરંપરાનો અમલ કરીને પોતાને ખૂબ સંકુચિત બનાવી દઈશું. ટાગોરનો આવા રાષ્ટ્રવાદ પ્રત્યે વિરોધ સતત વધતો રહ્યો. વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝની પત્ની અબલા બોઝને 1908માં લખેલાં એક પત્રમાં ટાગોર લખે છે : ‘દેશભક્તિ એ આપણો અંતિમ આધ્યાત્મિક આશ્રય ન હોઈ શકે – મારો આશ્રય તો માનવતા હશે. હું હીરાના કિંમતમાં ચમકતાં પથ્થર નહીં ખરીદું. અને જ્યાં સુધી જીવિત છું ત્યાં સુધી દેશભક્તિનો માનવતા પર વિજય નહીં થવા દવું.’” અને ‘ઘરે બાઈરે’ નામની તેમની નવલકથાના પાત્ર નિખિલ પણ અંત સુધી જે કહે છે તેમાં ટાગોરના દૃષ્ટિબિંદુને વિવેચકોએ જોયો છે. તેમાં નિખિલ કહે છે : “હું મારા દેશની સેવા કરવા તૈયાર છું. પરંતુ હું પૂજારી તો સત્યનો જ રહીશ. તેને દેશથી પણ હું મૂકું છું. પોતાના દેશને ઈશ્વર બનાવીને પૂજવો તે તેને અભિશાપ આપવા બરાબર છે.”
e.mail : kirankapure@gmail.com
 
 જાણીતાં પબ્લિક ઇન્ટેલેક્ચૂઅલ યુવાલ નોઆહ હરારીના પુસ્તક ‘21વી સદી કે લિએ 21 સબક’ના પ્રસ્તાવનાનો આરંભિક ભાગ અહીં ટાંક્યો છે. યુવાલ નોઆહ હરારી વર્તમાન વિચારની દુનિયાને અતિક્રમી ગયા છે. તેમનાં વિચારો દુનિયામાં હવે પછી જે ચક્ર ગોઠવાઈ રહ્યું છે તે મૂકી આપે છે. ટેક્નોલોજી અને ઇન્ફોર્મેશનનો ધોધ આપણાં જીવન પર કેવી અસર કરશે તે ઠીક ઠીક રીતે બતાવી આપે છે. જે રીતે આપણી આસપાસનું વાતાવરણ ધૂંધળું બની ચૂક્યું છે અને તે સમજવા માટે સામાન્ય સમજણ આપણને કામ નથી આવતી ત્યારે યુવાલ નોઆહ હરારીનું આ પુસ્તક ઉપયોગી થાય એવું છે. સૌથી અગત્યની બાબત તો એ છે કે આ સદીથી જે શીખ આપણે લેવાની છે તેના પર જ પુસ્તક ફોકસ કર્યું છે.

 આવી રહેલાં પરિવર્તનોથી માત્ર આપણી અર્થવ્યવસ્થા કે સમાજ જ નહીં બદલાય, બલકે તેની અસર આપણી શરીર અને મસ્તિષ્કની સંરચના પર પણ થશે. આ અંગે યુવાલ કહે છે : “ભૂતકાળમાં આપણે મનુષ્યો પોતાની બહારની દુનિયાને નિયંત્રિત કરવાનું શીખી ચૂક્યા હતા. પરંતુ આપણી અંદરની દુનિયા પર નિયંત્રણ ઓછું રહેતું. આપણને એવું તો આવડે છે કે ડેમ કેવી રીતે નિર્માણ કરી શકાય અથવા તો નદીના વહેણને કેવી રીતે રોકી શકાય. પરંતુ આપણે શરીરને વૃદ્ધ થવાથી અટકાવી શકતા નથી. આપણી કાનની આસપાસ જ્યારે કોઈ મચ્છર ગણગણે અને આપણી ઊંઘમાં ખલેલ પહોંચાડે ત્યારે તેને કેવી રીતે મારવો જોઈએ તે આપણને ખબર છે. પરંતુ કોઈ વિચાર આપણા દિમાગને ખલેલ પહોંચાડતો હોય તો તે આપણી રાતની ઉંઘ હરામ કરી દે છે. તો આપણામાંથી મોટા ભાગના લોકો એ નથી જાણતા કે તે વિચારને કેવી રીતે મારી શકાય.” આવી તો અસંખ્ય આંખ ઉઘાડનારી બાબતો યુવાલે આપણી સમક્ષ મૂકે છે. તેણે આ બધી બાબતો પર ખૂબ વિચાર કર્યો છે અને તેની સાથેનો વર્તમાન સંદર્ભ તેણે જોડ્યો છે જેથી તેના વિચારોને સહેલાઈથી સમજી શકાય છે. અને એટલે જ યુવાલ એક ઠેકાણે ટાંકે છે : “પરિવર્તન હંમેશાં તનાવપૂર્ણ હોય છે, અને એકવીસમી સદીની આરંભે ભાગમભાગ ભરી દુનિયામાં તનાવની વિશ્વસ્તરીય મહામારીને જન્મ આપ્યો છે.” આ બધું જ તેઓ રોજગાર સંદર્ભે ચર્ચામાં જણાવે છે. આ રોજગારી કેવી રીતે મશીન આધારિત થઈ રહી છે તે વિશે પોતાનો અનુભવ જ યુવાલ લખે છે કે, “જ્યારે હું પુસ્તક પ્રકાશિત કરું છું ત્યાર પ્રકાશકો તેનો સંક્ષિપ્ત વિવરણ લખવાનો આગ્રહ કરે છે અને તેમાં એ પ્રકારના શબ્દોનો આગ્રહ રાખે છે જે શબ્દોને ગૂગલ અલ્ગોરિથમમાં વધુ મહત્ત્વ મળતું હોય. આ પ્રકારનું એલ્ગોરિથમથી આપણે મનુષ્યોની પરવા કરવાનું છોડી શકીએ છીએ.” આમ અનેક આશ્ચર્યકારક લાગે તેવી ઘટનાઓ, વિચારો અને માહિતીથી યુવાલ હરારીએ વર્તમાન દુનિયાનું એક ચિત્ર આલેખી આપ્યું છે. તેના પર ચાલીએ તો આપણે થોડા હળવા રહીએ અને દુનિયાને પણ હળવાશથી લઈ શકીએ.
આવી રહેલાં પરિવર્તનોથી માત્ર આપણી અર્થવ્યવસ્થા કે સમાજ જ નહીં બદલાય, બલકે તેની અસર આપણી શરીર અને મસ્તિષ્કની સંરચના પર પણ થશે. આ અંગે યુવાલ કહે છે : “ભૂતકાળમાં આપણે મનુષ્યો પોતાની બહારની દુનિયાને નિયંત્રિત કરવાનું શીખી ચૂક્યા હતા. પરંતુ આપણી અંદરની દુનિયા પર નિયંત્રણ ઓછું રહેતું. આપણને એવું તો આવડે છે કે ડેમ કેવી રીતે નિર્માણ કરી શકાય અથવા તો નદીના વહેણને કેવી રીતે રોકી શકાય. પરંતુ આપણે શરીરને વૃદ્ધ થવાથી અટકાવી શકતા નથી. આપણી કાનની આસપાસ જ્યારે કોઈ મચ્છર ગણગણે અને આપણી ઊંઘમાં ખલેલ પહોંચાડે ત્યારે તેને કેવી રીતે મારવો જોઈએ તે આપણને ખબર છે. પરંતુ કોઈ વિચાર આપણા દિમાગને ખલેલ પહોંચાડતો હોય તો તે આપણી રાતની ઉંઘ હરામ કરી દે છે. તો આપણામાંથી મોટા ભાગના લોકો એ નથી જાણતા કે તે વિચારને કેવી રીતે મારી શકાય.” આવી તો અસંખ્ય આંખ ઉઘાડનારી બાબતો યુવાલે આપણી સમક્ષ મૂકે છે. તેણે આ બધી બાબતો પર ખૂબ વિચાર કર્યો છે અને તેની સાથેનો વર્તમાન સંદર્ભ તેણે જોડ્યો છે જેથી તેના વિચારોને સહેલાઈથી સમજી શકાય છે. અને એટલે જ યુવાલ એક ઠેકાણે ટાંકે છે : “પરિવર્તન હંમેશાં તનાવપૂર્ણ હોય છે, અને એકવીસમી સદીની આરંભે ભાગમભાગ ભરી દુનિયામાં તનાવની વિશ્વસ્તરીય મહામારીને જન્મ આપ્યો છે.” આ બધું જ તેઓ રોજગાર સંદર્ભે ચર્ચામાં જણાવે છે. આ રોજગારી કેવી રીતે મશીન આધારિત થઈ રહી છે તે વિશે પોતાનો અનુભવ જ યુવાલ લખે છે કે, “જ્યારે હું પુસ્તક પ્રકાશિત કરું છું ત્યાર પ્રકાશકો તેનો સંક્ષિપ્ત વિવરણ લખવાનો આગ્રહ કરે છે અને તેમાં એ પ્રકારના શબ્દોનો આગ્રહ રાખે છે જે શબ્દોને ગૂગલ અલ્ગોરિથમમાં વધુ મહત્ત્વ મળતું હોય. આ પ્રકારનું એલ્ગોરિથમથી આપણે મનુષ્યોની પરવા કરવાનું છોડી શકીએ છીએ.” આમ અનેક આશ્ચર્યકારક લાગે તેવી ઘટનાઓ, વિચારો અને માહિતીથી યુવાલ હરારીએ વર્તમાન દુનિયાનું એક ચિત્ર આલેખી આપ્યું છે. તેના પર ચાલીએ તો આપણે થોડા હળવા રહીએ અને દુનિયાને પણ હળવાશથી લઈ શકીએ. દેશવાસીઓ ગૌરવ લઈ શકે તેવું પુલિત્ઝર સન્માન આ વખતે ભારતના ચાર ફોટોગ્રાફરોને મળ્યું છે. પુલિત્ઝર પ્રતિષ્ઠિત સન્માન છે અને ફોટોજર્નાલિઝમ ક્ષેત્રે આ સન્માન મૂઠી ઊંચેરું છે. તેમાં એક નામ ગુજરાતના અમિત દવેનું પણ છે. અન્ય ત્રણ ફોટોગ્રાફરોમાં દાનિશ સિદ્દીકી, અદનાન આબિદી અને સન્ના અર્શાદ મટ્ટૂ છે. વિશ્વભરમાં થતી ન્યૂઝ ફોટોગ્રાફીની સ્પર્ધામાં ભારતીય ફોટોગ્રાફરોની પસંદગી થાય તે આનંદની વાત છે. આ ચારે ય ફોટોગ્રાફરોને ફિચર કેટેગરીમાં સન્માન મળ્યું છે. તેમણે કોવિડ મહામારી દરમિયાન દેશમાં સર્જાયેલી કટોકટીને તસવીરમાં કેદ કરી છે અને તે તસવીરો આજે પણ મહામારીનો ખોફ દર્શાવે છે.
દેશવાસીઓ ગૌરવ લઈ શકે તેવું પુલિત્ઝર સન્માન આ વખતે ભારતના ચાર ફોટોગ્રાફરોને મળ્યું છે. પુલિત્ઝર પ્રતિષ્ઠિત સન્માન છે અને ફોટોજર્નાલિઝમ ક્ષેત્રે આ સન્માન મૂઠી ઊંચેરું છે. તેમાં એક નામ ગુજરાતના અમિત દવેનું પણ છે. અન્ય ત્રણ ફોટોગ્રાફરોમાં દાનિશ સિદ્દીકી, અદનાન આબિદી અને સન્ના અર્શાદ મટ્ટૂ છે. વિશ્વભરમાં થતી ન્યૂઝ ફોટોગ્રાફીની સ્પર્ધામાં ભારતીય ફોટોગ્રાફરોની પસંદગી થાય તે આનંદની વાત છે. આ ચારે ય ફોટોગ્રાફરોને ફિચર કેટેગરીમાં સન્માન મળ્યું છે. તેમણે કોવિડ મહામારી દરમિયાન દેશમાં સર્જાયેલી કટોકટીને તસવીરમાં કેદ કરી છે અને તે તસવીરો આજે પણ મહામારીનો ખોફ દર્શાવે છે. પુલિત્ઝર સન્માન પત્રકારત્વ ક્ષેત્ર ઉપરાંત સંગીત અને જુદીજુદી લેખન કેટેગરીમાં પણ આપવામાં આવે છે. છેલ્લાં સો વર્ષથી આ સન્માન વિશ્વભરની પ્રતિભાને સન્માને છે અને તે પણ કોઈ વિવાદ વિના. પુલિત્ઝર સન્માનને લઈને એક સદી જેટલા સમયમાં વિવાદોની સંખ્યા નજીવી રહી છે. આજે પણ આ સન્માનની શાખ અકબંધ છે. જે ભારતીય ફોટોગ્રાફરોને આ એવોર્ડ માટે પસંદગી થઈ છે તે તમામ ‘રોઇટર્સ ન્યૂઝ એજન્સી’ માટે કાર્યરત છે. તેમાંથી દાનિશ સિદ્દીકી આજે હયાત નથી. અફઘાનિસ્તાનમાં જુલાઈ, 2021માં ફોટોગ્રાફી કરતી વખતે જ તેમનું અવસાન થયું. અફઘાન સુરક્ષા બળ અને તાલિબાનો વચ્ચે આમને સામને ગોળીબાર થઈ રહ્યો હતો, ત્યારે ત્યારે દાનિશને એકથી વધુ ગોળીઓ વાગી અને તેઓ ત્યાં જ મૃત્યુ પામ્યા. વિદાય લેતાં પહેલાં 38 વર્ષીય દાનિશ સિદ્દીકી વિશ્વભરમાં નોંધ લેવાય તેવી ફોટોગ્રાફી કરી છે.
પુલિત્ઝર સન્માન પત્રકારત્વ ક્ષેત્ર ઉપરાંત સંગીત અને જુદીજુદી લેખન કેટેગરીમાં પણ આપવામાં આવે છે. છેલ્લાં સો વર્ષથી આ સન્માન વિશ્વભરની પ્રતિભાને સન્માને છે અને તે પણ કોઈ વિવાદ વિના. પુલિત્ઝર સન્માનને લઈને એક સદી જેટલા સમયમાં વિવાદોની સંખ્યા નજીવી રહી છે. આજે પણ આ સન્માનની શાખ અકબંધ છે. જે ભારતીય ફોટોગ્રાફરોને આ એવોર્ડ માટે પસંદગી થઈ છે તે તમામ ‘રોઇટર્સ ન્યૂઝ એજન્સી’ માટે કાર્યરત છે. તેમાંથી દાનિશ સિદ્દીકી આજે હયાત નથી. અફઘાનિસ્તાનમાં જુલાઈ, 2021માં ફોટોગ્રાફી કરતી વખતે જ તેમનું અવસાન થયું. અફઘાન સુરક્ષા બળ અને તાલિબાનો વચ્ચે આમને સામને ગોળીબાર થઈ રહ્યો હતો, ત્યારે ત્યારે દાનિશને એકથી વધુ ગોળીઓ વાગી અને તેઓ ત્યાં જ મૃત્યુ પામ્યા. વિદાય લેતાં પહેલાં 38 વર્ષીય દાનિશ સિદ્દીકી વિશ્વભરમાં નોંધ લેવાય તેવી ફોટોગ્રાફી કરી છે.
 આ સિરીઝની બીજી એક તસવીર નવી દિલ્હીની છે. તે પણ સ્મશાનની તસવીર છે. અદનાન આબિદીએ આ તસવીર લીધી છે. અદનાન મૂળ દિલ્હીના છે, પણ તેમણે રોઇટર્સ વતી નેપાળ ભૂકંપ, ભારતીય વિમાનનું કંદહાર અપહરણ, 2004ની સુનામી અને કાશ્મીર ભૂકંપમાં નોંધનીય કામ કર્યું છે. અદનાને કોરાના દરમિયાન પણ આપણી આસપાસ પ્રસરેલા ડર અને મજબૂરીને પોતાના તસવીરમાં કેદ કરી છે. દિલ્હીના સ્મશાનની આ તસવીરમાં કોવિડથી મૃત્યુ પામેલી એક વ્યક્તિનો અગ્નિસંસ્કાર અર્થે મૃતદેહ છે. આ મૃતદેહની આસપાસ કોઈ નજર આવી રહ્યું નથી. બસ, તેની પાછળ સ્મશાનમાં પ્રગટી રહેલી ચિતાઓ દેખાય છે. આબિદના આ ફોટો જોઈને આપણે અનુભવેલી કોરોનાની કરુણાંતિકા સ્મૃતિમાં દસ્તક દે છે.

 પુલિત્ઝર સન્માનમાં અદનાન આબિદી અને સિદ્દીકી સાથે કાશ્મીરની એક મહિલા ફોટોગ્રાફર સન્ના ઇરશાદ મટ્ટૂનું નામ પણ છે. સન્નાની એક તસવીર રસીકરણ કાર્યક્રમની છે. આ કાર્યક્રમ કાશ્મીરની ઘાટીઓમાં કેવી રીતે થયો તે બયાન કરે છે, જેમાં પાછળ દુર્ગમ પહાડીઓ વચ્ચે પણ હેલ્થકેર વર્કર્સ રસીકરણ કરી છે. આ રીતે કોવિડમાં તાવનાં લક્ષણો તપાસવા અર્થે ‘ગનકલ્ચર’ વિકસ્યું હતું. જ્યાં જઈએ ત્યાં તમારાં કપાળ કે હાથ પર ગન મૂકી દેવામાં આવે. અમદાવાદની થોડે અંતરે આવેલા કવેઠા ગામમાં આવી રીતે જ હેલ્થકેર વર્કરે એક બહેનના કપાળે ગન મૂકી છે અને તે તસવીર અમિત દવેએ લીધી છે. આ તસવીરની ખૂબી તેની પાછળનું દૃશ્ય છે અને તેનાથી ઉપસતો કોરોનાકાળનો માહોલ છે. આ તસવીર કોવિડ મહામારીની લાક્ષણિકતાને ઝડપથી રૂબરૂ કરાવે છે. આ તસીવરે અમિત દવેને પુલિત્ઝરના સન્માન મેળવનારાંઓની ટીમમાં જગ્યા અપાવી.