ચિંતા ન કર
આમ જ હોય
ફૂલો ડાળી પર હોય ત્યારે
કોઈ ન જુએ તો પણ
ખીલે તો છે જ
સૂર્ય ડૂબે ત્યારે જ
સાંજ સરસ લાગે છે
શોકસભા સજાવી શકાય એટલે
જગત ચૂપ રહેતું હોય છે
ને દેવામાં તો ગાળ જ
દેતું હોય છે
હતો
ત્યારે ગાળ જ ખાધી છે
ને દેનારે શાપ જ દીધા છે
પણ તીર ખાઈને
તીરે આવ્યો છું
આમ જ હોય
ચિંતા …
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
![]()


જેમ માને અને ભગવાનને તું કહું છું, એમ તને પણ હું તુંકારે જ બોલાવું છું. હું એક સામાન્ય માણસ છું. મારામાં અક્કલ નથી એવું તું તો માને જ છે, એટલે હું પણ માનતો થઈ ગયો છું કે મારી અક્કલ ઘાસ ચરવા ગઈ છે. મને ઘણું નથી સમજાતું ને જે સમજાય છે એમાં છેવટે તો સંતાપ કરવાનો જ રહે છે. એ ખરું કે આખું વર્ષ કોરોનાને નામે ચડ્યું. એણે આવતાંવેંત જ આખા જગતની પથારી ફેરવી કાઢી. લાખો માણસો મર્યાં, એમાં ભારત પણ બાકાત ના રહ્યું. એમાં વળી મહિનાઓ સુધી લોકડાઉન રહેતાં કામધંધો ઠપ્પ થઈ ગયો. નોકરીઓ ગઈ. આવક, ઝેર ખાવા જેટલી પણ ન રહી. ઘણાં પંખે લટકી ગયાં તો ઘણાં અટકી પણ પડ્યાં. સરકાર તરીકે તેં લાખોકરોડોના પેકેજ જાહેર કર્યાં. એ પેકેજ ક્યાંના પેકેટ બન્યા તે તો નથી ખબર, એમાં વળી ખાતર પર દિવેલની જેમ ચીન – પાકિસ્તાનનો ઉપદ્રવ પણ ચાલુ જ રહ્યો. એના ન ઘૂસેલા સૈનિકોને આપણે મારી હટાવ્યા તો આપણા ન ઘૂસેલા સૈનિકોનો ધુમાડો પણ થયો. એની વે, અનેક ઉપાધિઓ વચ્ચે તેં ને મેં ટકી બતાવ્યું તે માટે હું તને અભિનંદન આપું છું ને તારે મને આપવાં હોય તો તું પણ આપી શકે, આફ્ટર ઓલ, ઈટ ઈઝ અપ ટુ યુ –