ચલો ચલો, ચલે ચલો
ના તુમ્હારે લિએ બસ હૈ,
ના તુમ્હારે લિએ રેલવે હૈ,
હવાઈ જહાજ તો કતઈ નહીં હૈ.
જો યહાંકે હૈં
ઉન સબકે લિએ સડકોંકા જાલ ફૈલા હુઆ હૈ
ચલો, ચલે ચલો ઉસ પર
ઔર પહૂઁચ સકતે હો તો પહૂંચો અપને ઘર
હમને તો સુની આપકી અરજી
અબ આપકી મરજી
કિરાયા ના દે સકો
તો કૈસે બૈઠ સકતે હો રેલવે મેં!
યહ હિન્દુસ્તાનકી રેલવે હૈ
ઉસ પર દેશકી પ્રજાકા હક હૈ,
બગૈર કિરાયા જાના, હૈ પ્રજાકા દ્રોહ
ના હમ ઔર ના આપ કર સકતે હૈં ઐસા દ્રોહ
કૌન કરના ચાહેગા દેશ દ્રોહ?
ચલો, ચલે ચલો
આગે આગે ઔર હૈં રાસ્તે
જા સકતે હો કહીં ભી
પર સોચો જરા
પાંવ, પાંવ હૈ, પહિયા નહીં,
ગાઁવ ગાઁવ હૈ, નગર નહીં,
ફિર ના કહેના
કામ દો, રોજી રોટી દો!
આપ ડિજિટલ બનના નહીં ચાહતે તો
આપ આત્મનિર્ભર બનના નહીં ચાહતે તો
ક્યા કર સકતે હૈં હમ?
વિકાસ તો જારી રખના હી પડેગા,
જગદ્ગુરુ બનના હી પડેગા।
ચલો, ચલે ચલો આગે ઔર આગે
મરતે મરતે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 21 મે 2020
![]()


નવો નાગરિક ધારો (સિટિઝન ઍમેન્ડમેન્ટ બિલ/ધારો – CAB – CAA) જે રીતે આખા ભારતભરમાં ફેલાઈ રહ્યો છે એ જોતાં એમ કહી શકાય કે લોકો સાવ સૂતેલાં હોતા નથી. લોકો પૂરેપૂરા જાગે છે અને બધું નોંધતા રહે છે તેમ જ ઉપર ઝળુંબેલી આફત કળાય ત્યારે એમણે કરવાનું હોય તે કરે જ છે, એની પ્રતીતિ થઈ રહી છે. હવે ધીમે ધીમે પ્રજાને એ વસ્તુ અસર કરી રહી છે કે કેન્દ્ર સરકાર કહે છે કંઈક અને કરે છે કંઈક. બે મોઢાવાળી નેતાગીરીને અનેક મોં છે તેમ જ એ તમામ મોં ક્યારે કયું મહોરું પહેરે છે એ પ્રગટ થાય ત્યારે જ સમજાય છે. એનો સ્પષ્ટ અર્થ એ છે કે મહોરાં બદલીને ચલાતી જુદી જુદી ચાલ કોઈક ને કોઈક વસ્તુ છુપાવવા માટે ચલાય છે અને જે પ્રગટ થતું આવે છે તે પ્રજાકીય હિતથી વિપરીત છે.