નાઇટ લેમ્પનાં આછા પ્રકાશનાં સાનિધ્યમાં,
ઓગળતાં અંધકારની કાળી ડીબાંગ
રાતોની રાતો,
કશા જ સ્પંદનો અને રતિક્રીડાની
ગેરહાજરીમાં વિતાવવાનું
હવે બની ગઇ મારા માટે જાણો
રોજની વાત …
બિલકુલ સળ પડ્યા વિનાની
ચોખ્ખી ચટ મારી પથારી
આ બઘું તે બઘું
બનવાનું રોજની બાબત
મારા માટે જાણે નિત્ય ક્રમ.
પ્રિયતમની રાહમાં ને રાહમાં
અનેક રાતો આમ જ વિતાવતી
જાતને મારી ઓગળાવતી
પીડાતી વલોવાતી
નિસ્તેજ બની જતી હું
અંધકારનાં ઓગળતાં આવરણ પર
દરરોજ ઊગતી સવારની
હાજરીમાં એક ખૂણે,
કશા જ સ્પંદનો વિના
યાદમાં ને યાદમાં તેની
જીવ્યા કરું છું.
દિવેલ વગરની પેલી
પ્રગટ્યા વગરની દિવાબત્તી જેવી,
રાહમાં ને રાહમાં, બસ તેની
સમાઇ જતી પરંપરામાં,
છતાં એક શ્વાસે,
જીવી જતી પેલી એ મુગ્ધા
હું બસ હું બસ હું
એક રતિ પેલી સંપૂર્ણ રતિની હાજરીમાં,
કરી દઉં માફ તેને
હંમેશને માટે, અને આવકારું ઉમળકાભેર તેને
પછી ભલે એક વાર વર્ષો પછી મળવા આવે
મારો એ પ્રિયતમ …
તા. ૧૦/૦૮/૨૦૧૦
e.mail : koza7024@gmail.com