Opinion Magazine
Number of visits: 9447124
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દ્વેષની ઘેાડીએ ચઢી સત્તાનાં પોંખણાં લગી

રોહિત શુકલ, રોહિત શુકલ|Opinion - Opinion|3 March 2017

ચેાથિયાને આમે ય તે સૂરજમુખીનાં ફૂલ તરફ ભારે ભાવ. દા’ડો ઊગે ત્યારથી ટકટકી લગાવીને સૂરજ દેવતાની સામે મીટ માંડીને બેસી જ જવાનું. લેાક ભલે કહે આ પૂરબ અને આ પચ્છમ – પણ સૂરજમુખીને તો આવો કોઈ વેરોઆંતરો નહીં. એના ડોકાના શા હાલ છે – ખબર નહીં; મૂળિયાંને સોવાય છે કે નહીં; ખબર નહીં. પંાદડાં લીલાંછમ રહે છે કે નહીં – ખબર નહીં. બસ કબીરજીની જેમ – જો ફૂંકે ઘર આપનો સો ચલે હમારે સાથ. પણ હવે તો ફોર-જીનો જમાનો હોવાથી ચોથિયાની આ તરંગલીલાનો અણસાર ચોથેશ્વરી-જીને વધારે ઝડપથી આવતો થયો હતો. અને ચોથેશ્વરી-જી જેમનું નામ – જરાય ડિપ્લોમેટિક થયા વગર જ તેમણે પૂછી નાંખ્યું – કે’તો ભલા, તને આ સૂરજમુખી તરફ વ્હાલ શેં ઊપજ્યુ?

આમ તો તેમના ઘરમાં ચોથેશ્વરી હોમ મેકર તરીકે સ્થાપિત હતાં અને ચોથિયો ય જાણતો કે પોતાની સાવ અંગત ગણાય તેવી તરંગલીલાની લકઝરીની પાછળ ચોથેશ્વરીનાં ત્યાગ અને નિષ્ઠા છુપાયેલાં હતાં. તેથી એણે પણ – કમ સે કમ પોતાના દાંત અને પેટને ખાતર ચોથેશ્વરી સાથે હંમેશાં સીધા ઊતરવાનું પણ લીધું હતું. વાત જાણે એમ છે, તેણે કથાનો શુભ આરંભ કરતાં કહ્યું, ‘આપણા જગતના મહાન દેશ અમેરિકામાં પણ કેવી નવી જાહોજલાલી શરૂ થઈ. પેલા ટ્રમ્પ સાહેબ તો ઘોડે ચઢીને માંડવા સુધી આવી જ પહોંચ્યા. હિલેરીબહેનને એમ કે આવા મહાન દેશમંા આટલા ભણેલા અને સમજુ લોકો વસે છે; લોકશાહી પણ હૃષ્ટપુષ્ટ છે; પોતે તો જગતભરમાં જાણીતાં છે – દુનિયા ઘૂમી વળેલાં છે અને વિદેશમંત્રી તરીકેનો અનુભવ પણ ધરાવે છે. વળી ઓબામા સાહેબ પણ પોતાના જ પક્ષના છે અને તેેમના વહીવટની સારી છાપ પણ પડી છે. સામે પક્ષે પેલા ટ્રમ્પને તો વહીવટનો નામે અનુભવ પણ નથી. હા, વળી વ્હાર્ટન સ્કૂલમાં અર્થશાસ્ત્ર ભણેલા છે તે ખરું – પણ બે બે વખત તો ઘોડે ચઢું ચઢું કરતા ઊતરી ગયા છે. પૈસે ટકે સુખી ખરા. તેમની સંપત્તિ સાડા ચાર અબજ ડોલરની હોવાથી અમેરિકામા ધનિકોમાં તેમનો ક્રમ ૧૧૩મો અને સમગ્ર વિશ્વમાં ૩૨૪મો આવે છે. પણ કામધંધા તો બિલ્ડર અને જુગારખાનાંના ખરા કે ? તબિયત અને મિજાજે – બીજું તો શું કહીએ – સાવ નોખા ખરા.જગતમાં સૌંદર્યની સ્પર્ધા થાય તેમાં તેમને સવિશેષ રસ – એમાં ય નારી દેહના દર્શન-પ્રદર્શનમાં વળી અદકેરો અને ઊલટભર્યો રસ – તમે કહો તો શોખ પણ ખરો. એટલે તો છેક ૧૯૯૬થી ૨૦૧૫ સુધી મિસ યુ.એસ.એ. અને મિસ યુનિવર્સના બ્યુટી પિજન્ટના માલિક પણ હતા. આવી સર્વશ્રેષ્ઠ વૈશ્વિક અને સ્વદેશી અપ્સરાઓ સાથે ફોટા પડાવીને ધન્ય થવાની લગભગ વીસ વરસ સુધી તેમને સેવા સાંપડી. ૧૯૪૬માં આ ધરતી માથે અવતરેલા આ મહાનુભાવે લગભગ પચાસ વરસની ઉંમરથી આ સેવાનો આરંભ કર્યો તે છેક પ્રમુખપદની દોડમાં ઊતરવાના વારા સુધી ચલાવ્યો. હા, કેટલીક અપ્સરાઓ વળી વધુ પડતી ચોખલિયણ ખરી તે આવીઓએ શારીરિક અડપલાંની વાતો પણ કરી.’

‘લે તો ય આ અમેરિકનોએ તેને મત આલીને શ્વેતઘર ભેગો કર્યો ? હું એમ કહું છું ચોથિયા કે ત્યાં તો નારી સન્માન અને સ્વતંત્રતાની આટઆટલી વાતો થતી રહે છે – આપણાં જેવાં તો કંઈક તેમની વાતો ઉપરથી પ્રેરણા લે છે અને તો ય અમેરિકનોએ તેને ચૂંટી કાઢયો ? કોઈ સ્ત્રીઓએ ગોકીરો ય ના કીધો ?’ ચોથેશ્વરીએ ભારે આક્રોશ સાથે નારીવાદી અવાજ બુલંદ કર્યો.

‘એ જ તો વિચારવા જેવું છે – સ્ત્રીઓ વિષે તે જે જાહેરમાં બોલ્યા છે તે સાંભળવું છે ? જુઓ ત્યારેઃ

૧. સ્ત્રીઓ જાડાં ડુક્કર અને કૂતરાં જેવી હોય છે.

૨. એમના દેહમાંથી કોણ જાણે કયાંથી લોહી આવતું રહે છે.

૩. પેતાના પક્ષની પોતાની સામેની ઉમેદવાર ફયોરિન નામની મહિલા માટે કહ્યું – તેનું મોઢું જોઈને ય કોઇ તેને મત ના આપે.

૪. ગર્ભપાત કરાવનારી સ્ત્રીઓને સજા કરો.

૫. સ્ત્રીઓ જો લશ્કરમાં જોડાય તો તેમની સાથે શારીરિક અડપલાં તો થાય જ ને.

૬. હિલેરી ક્લિન્ટન ઉપર તો આ સાહેબ જે ગાજ્યા અને વરસ્યા છે તેની આગળ તો આપણા ‘બાથરુમને રેઈનકોટ’ના ચણા ય ના આવે. હિલેરીબહેનને માટે તેમણે કહ્યું, ‘તેમનું મોઢું જ પ્રમુખ જેવું નથી.’

૭. કોઈક તેમને ગોળી મારીને મારી નાંખશે.

૮. તેમનું તો દિમાગ જ કામ કરતું નથી.

૯. તેની પાસે તે એક સ્ત્રી છે તે સિવાય કશું નથી.

૧૦. એકવાર પોતાની સાથેની જાહેર ચર્ચાસભામાં હિલેરી સહેજ મોડા પડ્યાં તો આ સાહેબે કહ્યું -તમને બાથરુમ જવાનું થાય છે તે કેટલું બધું ડિસગસ્ટિંગ છે.

ચોથેશ્વરીને તો રોમે રોમ વળ ચઢી ગયા – ‘અલ્યા ચોથિયા, આવડા મોટા દેશનો વડો આવા હીન વિચારોવાળો છે ?’ ભારે ખેદ અને વિષાદમાં ગરક થયા પછી મૂર્છા વળે ને બહાર આવે તેમ થોડીવાર રહીને તેમણે સવાલ કર્યો, ‘આવડા મોટા દેશના આટલા બધા જ્ઞાની અને સમજુ અને વિચક્ષણ લોકોના દેશમાં આવો નપાવટ ચૂંટાયો જ શી રીતે?’

પણ કાળની ગતિને કોણ પામ્યું છે તે સાબિત કરવા મથતો હોય તેમ આપણો યપ્પી ત્યાં અચાનક જ આવી ભરાણો. તેની ખાસ કાળજીપૂર્વક ઘડાયેલી ઢબે તેણે આવતા વેંત જ છવાઈ જવાનો ઉપક્રમ આરંભ્યો : ‘તમે બધા કૂપમંડૂક છો તે ટ્રમ્પને ભાંડવા બેઠા છો. વીસવીસ વરસ સુધી જગતભરની સુંદરીઓ વચ્ચે તે મહાલતો રહ્યો – અસ્સલ મરદ જ ને. અને સ્ત્રીઓ માટે તે આધિપત્યથી માંડીને તિરસ્કારનો ભાવ રાખે તેેમાં તમને વાંધો હતો તો મત જ શું કામ આપ્યા ? તેણે છાનગપતિયાં તો નથી કર્યા ને. અને તેના બાકીના વિચારો તો ધ્યાને લેશો કે પછી એમ જ ઉખડેલા ફરતા રહેશો ?’ યપ્પીનો આજીફેરાનો જુસ્સો તેની ફાટફાટ થતી છાતીમંા સમાતો નો’તો. આ તો અમારા ટ્રમ્પ સાહેબ જેવા કોક જ કરી શકે તેેવી વાતો છે. તેમણે કહ્યું છે તે જુઓ :

૧. ચીન સાથેના સબંધોનું પુનર્મૂલ્યાંકન કરીશું.

૨. નાફ્ટા અને ટી.પી.પી. બાબતમાં સ્વાવલંબન હાંસલ કરીશું.

૪. પર્યાવરણ બાબતના પારિસ કરારોનું પાલન નહીં કરીએ.

૫. બહારના લોકોના હાથમાં નોકરીઓ જવા નહીં દઈએ.

૬. બધી જ બાબતોમાં ‘અમેરિકા ફર્સ્ટ’ના રાષ્ટ્રવાદી વિચારોનું જ પાલન થશે.

૭. આતંકવાદનો ખાત્મો બોલાવી દઈશું અને સાત મુસ્લિમ બહુલ દેશોના નાગરિકોને તો દેશમાં પ્રવેશવા પણ નહીં દઈએ. 

શકય છે કે અમેરિકનોને સ્ત્રીઓને ભાંડવામાં આવ્યું તે ન પણ ગમ્યું હોય પણ આતંકવાદની સામે અને મુસ્લિમોની સામે આવી વાત કરનાર આ દુનિયામાં કદાચ એકાદ અપવાદ તમારી પાસે હોય તો ભલે. બાકી, અમારા ટ્રમ્પ સાહેબની જોડે કોઈ ઊભી શકે તેમ જ નથી. ઉત્તર કોરિયા, ચીન અને ઈરાન જેવા દેશો સામે રોકડી ભાષામાં અને આવા બળ સાથે કોઈ માઈનો લાલ બોલી શકયો છે ?’ યપ્પીએ સમગ્ર વાનરજાત ઉપર કલ્યાણના વાદળ ફેલાવવાનાં હોય તેવી અદામાં શ્રીમાન ટ્રમ્પનો બચાવ કર્યો.

પણ ચોથેશ્વરીએ પડમાં આવીને વાતનો દોર હાથમાં લીધો ત્યારે ચોથિયા સહિત સૌને આશ્ચર્ય થયું. ચોથિયાના મોંઢાની અધખુલી દાબડીના કારણે તો ઠીક પણ શ્વેતકેશી પણ ઝબકીને જાગી ગયાં હોય તેમ જોતાં થયાં તેથી પણ સૌને ખાતરી થઈ કે હવે કોઇ નવાજૂની બનશે ખરી. ચેાથેશ્વરીએ ગળું સાફ કરીનેે વાત માંડી :

‘તે હેં ભઈલા, આ તારા ટ્રમ્પ સાહેબનાં વખાણ કરતાં તો તું થાકવાનો જ નહીં; ખરું કે ? પણ તને કાંઈ સમાજ અને ન્યાય અને નીતિ અને માનવતા એવા કોઈ મુદ્દાઓની ભાળ મળે ખરી ? આ ટ્રમ્પ સાહેબને જો તું ત્રાજવામાં એક પલ્લે મૂકે તો સામે બીજા પલ્લામાં કાટલાં ક્યાં મૂકીશ?’ યપ્પીને પહેલે જ ધડાકે મૌનવ્રતના ફાયદા જણાવા માંડયા. મરક મરક હસતાં ચોથેશ્વરીએ ખુલાસા ચાલુ કર્યા ‘જો બકા, સત્ય, અહિંસા અને ન્યાય – એમ ત્રણ ત્રાજવે તો આખો મલક તોળાય છે. એમાં તારા પચ્છમ દેશના લિબર્ટી, ઈકવાલિટી અને ફ્રેટરનિટીને ઉમેર એટલે આ જગતનાં સનાતન મૂલ્યો જાગે. આ જગતના ધરમના કાંટે એક પા તારા ઓલા ટ્રમ્પ સાહેબને ગોઠવ અને બીજી પા આ જાગતિક મૂલ્યોને ગોઠવ. તારા ટ્રમ્પ સાહેબ તો કયાં ય અધ્ધર પધ્ધર થઈ જશે તે તું જાણે છે ? સમાજના જે જાગનારા લોક છે તે શું કહે છે તે તો સાંભળ – હટિંગ્ટન પોસ્ટના સંપાદક કહે છે,  “Trump is a serial liar, (and) incites political violence, social xenopobhia.” અને તમે તો બધ્ધેબધ્ધા આખો દાડો અમ્મેિરકા – અમારું અમ્મેિરકાની લવરીએ ચઢ્યા રહો છો. પણ તમને પૈસાના ઢગલા કરવા સિવાય કયારેક કશું સૂઝતું હોય તો જરાક વિચારો તો ખરા – આ તમારા ટ્રમ્પસાહેબનાં વિધાનોને કારણે અને પછી આવી પડનારા પડકારોની સામે તમે ઊભી શકશો ? તમારા સાહેબનાં આવાં વલણ અને રુખ ઉપરથી જોવા મળે તેવી બાબતો નોંધતો જા.

૧. પેરિસ સમજૂતીનો ભંગ કરવાથી આ જગતના પર્યાવરણનો ખુરદો બોલી જવાનો.

૨. ઉત્તર કોરિયા અને ચીનની સામે શિંગડા ભરાવતા રહેવાથી જગતમાં તણાવ વધવાનો અને તમારાં શસ્ત્રો અને સરંજામોની દોડ વધવાની.

૩. મલક આખાના લોકને ‘વાઘ આવ્યો’ની માનસિકતામાં સંડોવી દઈ ચારે બાજુ ચિંતા અને અવિશ્વાસનું વાતાવરણ પેદા થવાનું.

૪. કાયમ માટે યુદ્ધ અને સમરાંગણનાં ડાકલાં વાગતાં રહેવાનાં અને તેથી સામાન્ય લોકજીવનની શાંતિ અને સર્જકતા ઓઝપાવાનાં.

૫. લેાક આખું કોક તારણહારની શોધમાં લાગેલું રહેવાનું. એટલે પ્રચાર અને પડઘમ પીટનારા મહાન લોકનેતા તરીકે ઉભરી આવવાના. જ્ગત લોકકેન્દ્રી નહીં પણ નેતાકેન્દ્રી બનતું જવાનું. આવા નેતાઓ તારણહાર અને મસીહા બનીને લોકહૃદયમાં ગોઠવાઈ જાય તે માટે પ્રચારતંત્રો ભરપેટ કોશિશ કરતા રહેવાનાં.’

આ જ તો તમારા જેવાનું દુઃખ છે ને, ‘યપ્પીએ થોડીક વ્યથા અને ઘણા બધા અણગમા સાથે કહ્યું. હજુ તો આતંકવાદીઓ સામે લડવાની વાત જ શરૂ કરી અને તેમાં તો તમે શું શું ખરાબ બનવાનું તેની સાંકળ અને અંકોડા જોડવા માંડ્યા. હજુ તો ટ્રમ્પસાહેબને ગાદીએ ગોઠવાયે ચાર મહિના પણ થયા નથી અને તમને તો જાણે જગત રસાતાળ જવાનું હોય તેમ દેખાવા માંડ્‌યું. ખરેખર તો તમે બધા સ્થગિત જીવનજળના કીડાઓ છો. સહેજ પાણી વલોવાય તો તેમાં તમને સુનામી દેખાય છે. જગતમાં હવે તો ચોથી ઔદ્યોગિક ક્રાંતિ પ્રગટી છે અને તેની સાથે ઠેરઠેર પરિવર્તનો શરૂ થઈ ચૂક્યાં છે. કુટુંબજીવન હોય કે સમાજજીવન, સંસ્થાઓ હોય કે વ્યવહારો- બધું જ ઝડપથી બદલાવા માંડ્યું છે તે તમને ભળાય છે ખરું ? આર્થિક અને સામાજિક વ્યવહારો બદલાવાની સાથોસાથ રાજકીય રીત અને રસમ બદલાયા વગર શેં કરીને રહેશે ? ‘થર્ડ વેવ’માં ઓલ્વિન ટોફલર કહે છે તેમ આ નવા સર્જાતા યુગમાં અનુકૂલન સાધી નહીં શકે તે પ્રજાતિઓ લુપ્ત થઈ જશે.

‘તે હેં ભઈલા, જરાક ફોડ પાડીને કે’તો જા કે આ નોહાના વારાનો જે તરાપો લઈને તું આવ્યો છું અને તેમાં અમ જેવા અબુધોને બચાવવા નીકળ્યો છું તો તેમાં સવાર થવા વાસ્તે અમારે કયા ધોળ અને મંગળ ગાવાનાં છે? હળવેકથી પોતાની બેઠક જમાવતાં શ્વેતકેશીએ મમરા વેર્યા.

તમે તો સાવ ઘરડાં થયાં અને નથી માચો મેલતાં કે નથી ચોરો છોડતાં. જ્યાં ને ત્યાં ગુડાતાં ફરો છેા. પણ તમારી જૂનીપુરાણી વાતો હવે તો સાવ વાસી રોટલાના ટુકડા જેવી થઈ ગઈ છે. હવે યપ્પીના બોલવામાં અગાઉની વ્યથાની છાંટને સ્થાને શુદ્ધ તિરસ્કારનો જ ભાવ હતો : તમે બધા લોકશાહી અને અભિવ્યકિત અને સમાનતા કે સામાજિક ન્યાયની વાતો ઝૂડે રાખો છો તેનો હવે કોઈ મતલબ જ નથી રહ્યો. અમારે યુદ્ધ માટેનાં શસ્ત્રાસ્ત્રો બનાવવાં છે અને તમે જમીન છોડવા માંગતા નથી. તે હવે અમે યુદ્ધનો ભય ઊભો કરી રાષ્ટ્રવાદ અને ભવ્ય ભૂતકાળની વાતો કરી જનમાનસને ભેરવી-ભોળવીને જમીનો પડાવી લઈશું. ‘તુમ હમેં ખૂન દો, હમ તુમ્હેં આઝાદી દેંગે’ના ગગનચુંબી નારા લગાવીને તમારી પાસેથી તમારી લોકશાહી જ છીનવી લઈશું અને રહી જશો જંતર વગાડતા – શું સમજ્યા. યપ્પીના બોલવામાં જે ઉકળાટ, ઉતાવળ અને આક્રમકતા ડોકાતાં હતાં તે સાંભળીને લીમડે ટિંગાતાં વાનરબાળ પણ સહેમી ગયા. શ્વેતકેશીને પણ થયું, આ નવી વાણી સાવ અજાણી પણ નો’તી. છેક હિટલરના વખતમાં – છેક ૧૯૩૩માં પેલા શ્રીમાન ગોબલ્સે જે પ્રચારલીલા આરંભી હતી તેમાં આવા જ કાંઈક અંશો હતા. આશ્ચર્ય હોય તો તે એટલું કે આટઆટલા નારકીય અનુભવો દુનિયાને કરાવ્યા પછી પણ આ વિચારો છેક ૨૦૧૭માં પડઘાતા અને પુર્નજીવીત થવા માંડયા હતા. પેલા રિશ્ટાગ ફાયર કેસમાં સામ્યવાદીઓનો હાથ હોવાના કોઈ પુરાવા ના મળ્યા તો હિટલરે પેરેલલ સિસ્ટમ ઓફ જસ્ટિસ અને પીપલ્સ કોટ્ર્સ શરૂ કરાવીને ન્યાયના નામે એવું તાંડવ મચાવ્યું કે સાઠ-સિત્તેર લાખને તો નારકીય ક્રૂરતાથી રહેંસી નાંખ્યા; અને આ બધું ન્યાયના નામે અને ન્યાયને ખાતર. આટલું અપ્રગટ વિચારીને પછી પ્રગટભાવે તેણે કહ્યું : ‘જો દીકરા, તારા આ સૂકા અને જડ બનતા જતા દિમાગમાં પ્રેમ નામના રોપાને જરાક તો પાણી પા. માણસમાત્રને સમાનભાવે જો તો ખરો. કોઈ પણ ધરમના થોડાક વંઠેલાને આધારે આખેઆખા સમાજને હડધૂત કેમ કરીને કરાય ? અને જરાક વિચાર તો ખરો – ઈરાક, સીરિયા કે તેથી ય પહેલાં વિયેતનામમાં તમે કેવા જઘન્ય અત્યાચારો કરી ચૂકયા છો. ન્યાય અને ધર્મનાં નામે માણસ જેવા માણસને તમે મારતા જ જાવ છો તે હવે તો અટકો.’

બેાલવાનો પણ હાંફ ચડયો હોય તેમ શ્વેતકેશીએ થોડોક પોરો ખાઈને વાતને આગળ ચલાવી : ‘પેલા જર્મન છાપા – દર શ્પિગલે જે કાર્ટુન દોર્યુ હતું તે યાદ તો કર. તેમાં તમારા આ ટ્રમ્પ સાહેબને સ્ટેચ્યુ ઑફ લિબર્ટીનું માથું કાપીને તેને લોહી નીગળતા સ્વરૂપે હાથમાં સાહીને ઊભેલા બતાવ્યા છે. ઈગ્લેંડના કેટલા ય સાંસદોએ ટ્રમ્પની પોતાના દેશની મુલાકાતની સામે જોરદાર વિરોધ વ્યકત કર્યો છે.’

વળી પાછા ચારે તરફ જોઈને શ્વેતકેશીએ આગળ ચલાવ્યું : ‘ભાઈલા મારા, તારા આ ટ્રમ્પ સાહેબ તારા જેવા ત્રણેક લાખ ભારતીયો સહિત લાખોને કાઢી મૂકવાના છે તે માટે કેવી પ્રક્રિયા થશે કે કેવાં પગલાં ભરાશે તેનો કોઈ વિચાર તને આવ્યો છે ? કુલ સવા કરોડ વિદેશી વસવાટીઓ ઉપર ભારે તવાઈ આવવાની છે. આ માટે ઠેરઠેર અને ઘેરઘેર દરોડા પડાવા મંડ્યા છે. આ દરોડા પાડનારાની ફોજને વધુ મોટી બનાવવા હાલમાં જ દસ હજારની ભરતી કરવામાં આવી છે. એવું પણ બને કે છોકરાં ત્યાંના વતની થઈ ગયા હોય અને ઘરડાં મા-બાપની વિધિ હજુ ચાલુ હોય કે મા-બાપ ત્યાંનાં થઈ ગયા હોય પણ છોકરાંની વિધિ ચાલતી હોય – આવાં કુટુંબોના શા હાલ થશે ? આ બધાં આતંકવાદીઓ તો નથી ને. જે શહેરો તેમના આ આદેશને અવગણે અને પોતાના શહેરમાં વસતા વિદેશી કુળ કે મૂળના લોકો સામે પગલાં ન ભરે તેવાં શહેરોને સૅંકચ્યુઅરી સિટીઝ ગણાશે અને તેમને મળતા ફેડરલ નાણાંમાં કાપ મૂકાશે. અમેરિકાનાં દસ મોટાં શહેરોના આવા અઢી અબજ ડોલરની સહાય કપાઈ શકે છે.’

આ વખતે તો ગુચ્છપુચ્છ પણ ઊભી પૂંછડીએ દોડી આવ્યો. તેમણે કહ્યું, તારા જેવા જાણકારની નજરમાં હોય જ કે ટ્રમ્પના પ્રધાન મંડળના એક મહત્ત્વના સભ્ય માઈકલ ફ્લીને અચાનક જ રાજીનામું શીદ આપ્યું. તેમનો રશિયા સાથેનો ઘરોબો જાહેર થઈ ગયો અને ટ્રમ્પની ચૂંટણીમાં રશિયાએ કોઈક અકળ મૈત્રી દાખવી હશે તેવી ગંધ વધારે ના ફેલાય તેની આ તકેદારી જ હશેે ને.

અને ઘા ભેગો ઘસરકો કરવાનો હોય તેમ એકદંતગૂમે પણ શબ્દે શબ્દે સિસોટી મારતા ઉમેર્યું, ‘બેટા, યાદ રાખ – આ તારો ટ્રમ્પ – is an existential threat to America. He will dominate and then defeat and destroy what you all call America. આખરે તો ચોથેશ્વરીએ જ મૌનના આ ભારને હડસેલ્યો અને કહ્યું, ‘બકા, તારી પાસે નોહાનો તરાપો છે તેમ માનતો નહીં. સ્વર્ગની સીડી કાંઈ બહુ વેગળી પણ નથી. સત્ય, ન્યાય અને અહિંસા તથા લિબર્ટી, ઈકવાલિટી અને ફ્રેટરનિટીનાં છ જ પગથિયાં ચઢીશને એટલે સૌ સારાં વાનાં થશે.

શિયાળાની આથમતી સાંજે કાલે ઊગનારા નવા સૂર્યની આશાએ સૌ ઝંપી ગયા.

e.mail : shuklaswayam345@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2017; પૃ. 07-09

Loading

3 March 2017 admin
← … અને ગાંધીજીએ શંકરને લખ્યું, તમારી ઠઠ્ઠા મશ્કરી કોઈને ડંખવી ના જોઇએ
રાષ્ટ્ર કોઈ પક્ષ સંપ્રદાયનો ઇજારો નથી →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved