Opinion Magazine
Number of visits: 9741585
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જવાબદારી તમારી, હરામખોરી અમારી…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 June 2024

રવીન્દ્ર પારેખ

રાજકોટમાં અગ્નિકાંડ થયો ને જેના કોલસા પડવાના હતા તેના પડી ગયા. હવે તંત્રો જાગ્યા છે ને એ સાથે જ આખું ગુજરાત ‘હેઈસો હેઈસો’ કરતું ધંધે લાગી ગયું છે. બધાં ઘોડા ગયા પછી તબેલો બંધ કરવા નીકળ્યાં છે. એ પણ ધૂળ નાખી, પણ આડેધડ બધું સીલ કરી દેવાથી રાતોરાત આખું રાજ્ય ફાયર સેફ્ટીમાં પહેલું તો નહીં આવેને? તો, 9 શહેરોમાં 2,901 યુનિટ સીલ કરી દેવાનો અર્થ ખરો? આ સીલબંધીને કારણે કેટલા ય વેપારીઓ નવરા ધૂપ થઈ ગયા છે. એ સાચું છે કે સલામતીનાં સાધનો દરેકે અગાઉથી જ રાખવાં જોઈએ, પણ એવું થયું હોત તો રાજકોટ અગ્નિકાંડ થયો જ ન હોતને ! અગમચેતીની બાબતમાં સરકાર, તંત્રો ને પ્રજા સરખાં જ બેદરકાર છે. હવે જ્યારે તંત્રો મોડાં મોડાં જાગ્યાં છે, તો જેટલો સમય તંત્રોએ લીધો છે એટલો સમય પ્રજા પણ લેશેને ! હજી SOPનાં ઠેકાણાં નથી. તંત્રો પોતાની ભૂલ જોતાં નથી ને પસ્તાળ લોકો પર પાડે છે. જો તંત્રોને સમય લાગતો હોય તો લોકોને પણ વ્યવસ્થા ઊભી કરવામાં સમય લાગી શકે છે. ઘણા વેપારીઓ ફાયર સેફ્ટીની બધી સુવિધાઓ ઊભી કરવા તૈયાર છે, તો તેને વાજબી સમય આપવો જોઈએ.

13મીથી સ્કૂલો ચાલુ થઈ ગઈ છે ને ઘણી સ્કૂલોને સીલ લાગેલાં છે. એને કારણે ઘણી સ્કૂલો ચાલુ ન થઈ હોય એમ બને. તંત્રોએ એવી સ્કૂલોને કડક ચેતવણી આપીને અને સાધનો વસાવવાની તાકીદ કરીને સીલ ખોલવાં જોઈએ. કેટલીક જગ્યાએ શરતી સીલ ખૂલ્યાં પણ છે, તો સંબંધિતોએ ઘટતી વ્યવસ્થાઓ વહેલી તકે ઊભી કરવી જોઈએ ને તંત્રોએ પણ પછી ‘ફોલો અપ’નું ધ્યાન રાખવાનું રહે. મુશ્કેલી શું છે કે અત્યાર સુધી ફાયર સેફ્ટીનાં સાધનોની ચિંતા ખાસ થઈ જ ન હતી, હવે તેનું આયોજન કરવાની જરૂર ઊભી થઈ છે, પણ તેટલાં સાધનો બજારમાં ઉપલબ્ધ નથી. ઉપાડ વધ્યો છે ને સાધનો ટાંચાં છે, એટલે છે તેનાં બ્લેક બોલાય છે. શું છે કે ધંધો તો લોહીમાં છેને ! પાવડા મારીને લૂંટનારાઓ તો ક્યારે દૂર હતા?

બીજી તરફ સરકાર કે તંત્રો ગેમ ઝોનનાં નિયમો ઘડવામાં પડ્યાં છે. એનો સીધો અર્થ એ થાય કે આજ સુધી બધું લોલે લોલ જ ચાલતું હતું. અગાઉની આવી જ ઘટનાઓ પછી પણ આપણી જાતમાં કોઈ ફરક પડ્યો નથી. હવે થોડો વખત નિયમો નિયમોનું ચાલશે ને વળી કોઈ ઘટના બનશે કે ફરી પાછા એ જ લવારા ચાલશે કે કોઈને છોડવામાં નહીં આવે. એનો પડઘો એવો પડે છે કે કોઈને પકડવામાં નહીં આવે. સરકારને તો એમ જ છે કે પ્રજા મૂર્ખ છે. તેને તો જે કહો તે સાચું માની લે છે, એટલે કોઈને નહીં છોડવાનો બકવાસ ચાલે છે ને ચાલશે. હવેથી આ લાઇસન્સ આપશે ને હવેથી તે કાર્યવાહી થશે ને કૈં થશે તો કોઇની જવાબદારી રહેશે નહીં … જેવા લવારા થતા રહે છે. ખરેખર તો જેનું જાય છે તેનું જાય છે, બાકીનાને કોઈ ફેર પડતો નથી.

તંત્રોએ પસ્તાળ પાડી તો તવાઈ સ્કૂલ રિક્ષા ને સ્કૂલ વાન પર આવી. વાનની પાછળ મુકાયેલાં સી.એન.જી. સિલિન્ડર પર બેસીને હજારો વિદ્યાર્થીઓ સ્કૂલે જતાં આવતાં હતાં. હવે સ્કૂલ-રિક્ષા કે વાને ફાયર સેફટીની વ્યવસ્થા ઊભી કરવાની આવી છે, તો એના ખર્ચનો બોજ વાલીઓ પર નખાયો છે. સ્કૂલવાનનું ભાડું 1થી 5 કિલોમીટર સુધીમાં મહિને 150થી 200 રૂપિયા વધારી દેવાયું છે. સ્કૂલ વાન એસોસિયેશનનો બચાવ એવો છે કે આર.ટી.ઓ. અને ટ્રાફિક પોલીસ તપાસ કરશે તો ફાયર સેફટી, વીમો અને 12 વિદ્યાર્થીઓને વાનમાં બેસાડવાનો નિયમ લાગુ થતાં ખર્ચ વધશે એટલે ભાડું વધાર્યે જ છૂટકો છે. ભાડું વધારવાનું કારણ નિયમોની જાળવણી છે, જે સ્કૂલ વાન એસોસિયેશનની નૈતિક જવાબદારી છે, પણ એ નિભાવવી હોય તો એનો બોજ વાલીએ જ ઉઠાવવાનો આવે. એ રીતે સુરતના જ અઢી લાખ વાલીઓએ મહિને ત્રણથી પાંચ કરોડનો બોજો ઉપાડવાનો આવ્યો છે. વાલી એવી નબળી બોરડી છે કે તેને સ્કૂલો, સ્કૂલવાનો અને સ્કૂલ રિક્ષાઓ ઝૂડતી જ રહે છે.

આમ તો સલામતીની કાળજી સ્કૂલોએ, તેની સાથે જોડાયેલાં વાહનોએ લેવાની રહે. જે તે સાધનો વસાવવા અંગે વાહનોની ફીમાં વધારો સુદ્ધાં જાહેર થઈ ચૂક્યો છે, પણ વાનમાં બધું બરાબર છે કે નહીં, તેની કાળજી વાલીઓએ લેવાની છે, એવો આદેશ શિક્ષણ વિભાગે કર્યો છે. ટૂંકમાં, કોઈ કહેતાં કોઈ જ જવાબદારી લેવા તૈયાર નથી. તેને લગતી ઉઘરાણીઓની કોઈને છોછ નથી, પણ કૈં થાય તો હાથ ઊંચા કરી દેવા બધાં જ તૈયાર છે. એ શરમજનક છે કે રિક્ષા, વાન કે બસમાં આવતા વિદ્યાર્થીઓનું વાહન બરાબર છે ને તે ચેક કરી લીધું છે ને તે સેઇફ છે ને કૈં થશે તો તેની જવાબદારી મારી રહેશે, એવું ડેક્લેરેશન સ્કૂલના સંચાલકોએ વાલીઓ પાસેથી લીધું છે ને વાલીઓએ તે આપ્યું પણ છે. વાલીઓએ જે બધું ચેક કરવાનું છે, તેની યાદી પણ આપવામાં આવી છે. એ બધું RTOએ ચેક કરવાનું છે, પણ વાલીઓ નવરા છે એટલે હવેથી એ કામ તેઓ કરશે. નિયમો કડક થયા તે સારી વાત છે, પણ તે પ્રમાણે બધું છે કે નહીં, તે તપાસવાનું વાલીઓને માથે નાખવાનો કોઈ અર્થ નથી.

કૈં ખોટું ચાલે તો તેમાં સુધારો કરવાનું ઓછું જ બને છે, પણ તે સ્વીકારી લઈને તેને અનુરૂપ ફેરફારો કરવાનો કોઈને વાંધો નથી આવતો. હમણાં થોડા વખતથી શહેરોમાં સિગ્નલ દર્શનનો વિશેષ ઉપક્રમ યોજવામાં આવ્યો છે. ખાસ કરીને સુરતમાં ટ્રાફિક જામની સમસ્યાનું બહુ સંભળાતું નથી. હા, મેટ્રોને કારણે જામ થવાના ઘણા પ્રસંગો પડે છે, પણ તેમાં સિગ્નલ આગળ તો ભાગ્યે જ કોઈ મુશ્કેલીઓ સામે આવી છે, પણ તંત્રો અત્યારે એલર્ટ મોડ પર છે, એટલે સુરતમાં 62 કરોડના ખર્ચે 118 ટ્રાફિક જંકશન પર ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ શરૂ કરી દેવામાં આવી છે. એને લીધે ચાર રસ્તા આવે ત્યાં સિગ્નલ પર લગભગ 90થી 120 સેકન્ડ વાહનોએ ઊભાં રહેવાનું અનિવાર્ય થઈ ગયું છે. ટ્રાફિક હોય કે ન હોય, લાલ સિગ્નલ લીલું ન થાય ત્યાં સુધી તાપમાં ને સંતાપમાં ઊભાં રહેવાનું ફરજિયાત થઈ ગયું છે. ટ્રાફિક સાચવવા સિગ્નલો લગાવાયાં, પણ હવે સિગ્નલોને કારણે ટ્રાફિક જામ થવા લાગ્યો છે. એથી જે તે જગ્યાએ પહોંચવામાં મોડું થવા લાગ્યું છે, કારણ સિગ્નલોની સેકંડો ઉમેરવાની રહી જતી હતી. થતું હતું એવું કે એક લાલ સિગ્નલને લીલું કરવામાં જે સેકંડો જાય તેમાં તે પછીનાં લાલ સિગ્નલોની લીલાશ જોવામાં બીજી સેકંડો ઉમેરવાની થાય ને એવું તો ઘણાં સિગ્નલો વટાવવા જતાં થયું. ઘણી જગ્યાએ તો એક સિગ્નલ વટાવો કે ચારસો-પાંચસો મીટરમાં વળી સિગ્નલ લાલ આંખો કાઢવા લાગે ને થોભ્યે જ છૂટકો થાય. એથી ઓફિસોમાં, સ્કૂલોમાં, કોર્ટમાં, નાની મોટી સંસ્થાઓમાં પહોંચવામાં સમય બમણો થવા લાગ્યો ને ઈંધણ પણ બમણું ફૂંકાવા લાગ્યું. તેમાં જો કોઈ સિગ્નલ તોડવાની કોશિશ કરે તો એને માથે મેમો ફાટવાનું જોખમ તો ખરું જ, એટલે ચુમાઈને સિગ્નલ પર સમાધિસ્થ થયા વગર છૂટકો જ નહીં ! ગાય કૂતરાનું જુદું કાઢીએ, એમ સિગ્નલ માટે વાહનમાં વધારાનું ઈંધણ નખાવવાનું થયું.

આ બધું સાહેબોને નવો તુક્કો ન આવે ત્યાં સુધી ચાલશે. હેતુ સારો – શહેરની ટ્રાફિક સેન્સ સુધારવાનો, પણ વ્યવહારુ ઓછો. એમાં ફેરફારને અવકાશ છે. એવા ઘણા વિસ્તારો છે, જ્યાં રાત્રે અગિયાર પછી ટ્રાફિક નામનો જ હોય છે, ત્યાં ઓરેન્જ કલરનું સિગ્નલ જીવતું કરી શકાય. ત્યાં પણ ‘લાલ’, ઘણાંને ટાલ પાડે એમ બને. આ વ્યવસ્થા સુધાર માંગે છે, તે સૂચવવાને બદલે DEO નવું ફરમાન બહાર પાડે છે કે સિગ્નલ પર થોભવાને કારણે વિદ્યાર્થીઓ સ્કૂલે 15 મિનિટ મોડા પડે તો તેમને સ્કૂલમાં પ્રવેશ આપવો. એટલું સારું છે કે DEO સાહેબે બધી સ્કૂલોનો સમય પંદર મિનિટ મોડો નથી કર્યો.

સાવચેતી તરીકે આમ કોઈને કૈં કરવાનું સૂઝતું નથી, પણ આગ લાગે છે કે કૂવો ખોદવા બધાં જ લાગી પડે છે ને એમાં નક્કર તો કૈં થતું જ નથી, કૈં કર્યાનું નાટક ચાલે છે ને થોડા વખત પછી બધાં ફરી દરમાં ભરાઈ જાય છે. રાજકોટનો જ દાખલો લઈએ તો અગ્નિકાંડમાં SIT કૈં ઉકાળી શકી નથી. તે કોઈ ખાતાકીય તપાસ કરતી નથી. 20થી વધુ દિવસ થવા છતાં કોઈ નક્કર કામગીરી થઈ નથી. હાઇકોર્ટે સુઓમોટો પર ચોથી વાર સુનાવણી કરતાં કહેવું પડ્યું છે કે સરકાર આમ સુષુપ્ત જ રહે છે, કોઈ ઘટના બને પછી જ તે પગલાં ભરે છે. પછી તો ઘણાં અળસિયાં દોડાદોડી કરવા લાગે છે. કોઈ સીલ કરવા લાગે છે, કોઈ ફાયર સેફટીની તપાસમાં લાગે છે, કોઈ સ્કૂલનાં વાહનોનાં ભાડાં વધારી દે છે, કોઈ કૈં થાય તો અમારી જવાબદારી નહીં, કહીને હાથ ઊંચા કરી દે છે ને ગાળિયો વાલીઓનાં ગળામાં ફસાવી દેવાય છે. જાણે કહેતાં હોય કે જવાબદારી તમારી, હરામખોરી અમારી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 જૂન 2024

Loading

કૂવો ગળી ગયો

રૂપાલી બર્ક|Poetry|14 June 2024

ગઈકાલે વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસે

નાની શી ત્રણ બાળકીઓ

કિલોલ કરતી નીકળી પડી

પંચમહાલના પીપળિયા ગામના

જંગલમાં એમના બકરા ચરાવવા.

પાંચ વર્ષની કીર્તિ વનરાજભાઈ બારીઆ,

દસ વર્ષની સરસ્વતી અજબભાઈ બારીઆ

અને બાર વર્ષની લલિતા છગનભાઈ બારીઆ.

બકરા ચરાવતાં પાણીની તરસ લાગતાં 

નજીક એક ખેતરના કાચા કૂવામાં એક ઉતરી

પગ લપસ્યો ને બીજી એને બચાવવા ઉતરી

પછી ત્રીજી મદદ માટે ઉતરી

માનવ ધર્મ બજાવવામાં 

ધૂળનાં ફૂલ અકાળે ખરી પડ્યાં.

ખોટું થયું, ખૂબ જ ખોટું, 

પણ જીવી હોત તો ય મોટી થઈને આવા

અવેતન ઢસરડા જ કરવાના આવતને?

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

एनडीए सरकार में हिन्दू राष्ट्रवाद की दिशा

राम पुनियानी|Opinion - Opinion|14 June 2024

राम पुनियानी

लोकसभा आमचुनाव में भाजपा के 272 सीटें हासिल करने में विफल रहने के बाद एनडीए एक बार फिर नेपथ्य से मंच के केंद्र में आ गया है.

सन 1998 में अटलबिहारी वाजपेई एनडीए सरकार के प्रधानमंत्री बने थे. उस सरकार के कार्यकलापों पर भी भाजपा की राजनीति का ठप्पा था. उस सरकार ने हिंदुत्व के एजेंडे के अनुरूप संविधान की समीक्षा के लिए वेंकटचलैया आयोग नियुक्त किया, पाठ्यपुस्तकों का भगवाकरण किया और ज्योतिषशास्त्र व पौरोहित्य को विषय के रूप में पाठ्यक्रम में जोड़ा. सन 2014 और 2019 में बनी मोदी सरकारें तकनीकी दृष्टि से भले ही एनडीए की सरकारें रही हों मगर चूँकि भाजपा को अपने दम पर बहुमत हासिल था इसलिए अन्य घटक दल साइलेंट मोड में बने रहे और भाजपा ने बिना रोकटोक अपना आक्रामक हिन्दू राष्ट्रवादी एजेंडा लागू किया. इसमें शामिल था राममंदिर का निर्माण और अनुच्छेद 370 का कश्मीर से हटाया जाना. इसके अलावा सरकार की मौन सहमति से गाय और बीफ के नाम पर मुसलमानों की लिंचिंग की गयी और लव जिहाद और न जाने कितने अन्य किस्मों के जिहादों की बातें की गईं.

मोदी सरकार का तानाशाहीपूर्ण नजरिया संवैधानिक संस्थाओं की स्वायत्ता समाप्त होने और मीडिया के गोदी मीडिया में बदलने के रूप में भी अभिव्यक्त हुआ. हालात इतने ख़राब हो गए कि विपक्ष को एक होकर इंडिया गठबंधन बनाना पड़ा ताकि मोदी सरकार को हराया जा सके. मोदी और भाजपा का चुनाव अभियान मुस्लिम-विरोध पर केन्द्रित रहा. पहले यह कहा गया कि कांग्रेस के चुनाव घोषणापत्र पर मुस्लिम लीग की छाप है. कांग्रेस के अधिकांश नारों और वायदों को मुसलमानों के तुष्टिकरण से जोड़ा गया. मुसलमानों को घुसपैठिया और ज्यादा बच्चे पैदा करने वाले बताया गया. घटिया दर्जे के चुनाव प्रचार का नया रिकॉर्ड कायम करते हुए मोदी ने कहा कि कांग्रेस मुसलमानों के लिए मुजरा करेगी. यह भी कहा गया कि अगर कांग्रेस सत्ता में आई तो आतंकवादियों को जेलों से रिहा कर दिया जाएगा, उन्हें बिरयानी की दावत दी जाएगी और भारत में तालिबान का शासन स्थापित हो जाएगा.

हमारे तंत्र को इस तरह तोड़मरोड़ दिया गया है कि मुसलमानों के नाम मतदाता सूचियों से गायब कर दिए जाते हैं. कई बार पुलिसकर्मी मुसलमानों को मतदान केन्द्रों से भगा देते हैं. दरअसल, मुसलमानों को दूसरे दर्जे का नागरिक बना दिया गया है. वे राजनीति से गायब हो गए हैं. इस सबसे इस असहाय समुदाय के खिलाफ नफरत और गहरी हुई है.

भाजपा का दावा था कि उसे 370 से ज्यादा सीटें हासिल होंगी और एनडीए 400 पार हो जाएगा. यह नहीं हुआ और इससे मुसलमानों की जान में जान आई. परिणाम आने के बाद मोदी ने खुद को प्रधानमंत्री तो घोषित कर दिया पर उनकी भाषा बदल गई. अब उन्हें ‘सर्वधर्म समभाव’ याद आने लगा है. पिछले दस सालों में मुसलमानों (और ईसाईयों) के साथ जो हुआ, उसके बाद मोदी का ‘सर्वधर्म समभाव’ की बात करना पाखंड की इंतेहा नज़र आती है.

मुसलमानों के लिए आने वाले दिन कैसे होंगे? उन्हें कुछ राहत तो मिलेगी क्योंकि गुंडों को जो छूट दी गई है, उसमें कुछ कमी आ सकती है. हालाँकि ऐसा होना पक्का नहीं है क्योंकि सांप्रदायिक गुंडे व्यवस्था का हिस्सा बन चुके हैं. मुसलमानों के खिलाफ हिंसा के विरोध में नीतीश और नायडू जैसे भाजपा के गठबंधन साथी आवाज़ उठाते है या नहीं यह कुछ समय बाद ही पता चलेगा. और मोदी की पार्टी की दादागिरी के आगे उनकी कितनी चलेगी, यह भी अभी साफ़ नहीं है. हिन्दू राष्ट्रवादियों द्वारा फैलाई गई नफरत इतनी व्यापक है और उसकी पैठ इतनी गहरी है कि उससे मुकाबला करना आसान नहीं है.

यह हो सकता है कि हिंदुत्व की राजनीति के तीसरे चरण – सामान नागरिक संहिता (यूसीसी) – को लागू करने का इरादा छोड़ दिया जाए. मुसलमानों के साथ भेदभाव करने वाले नागरिकता संशोधन अधिनियम (सीएए) की तलवार अल्पसंख्यक समुदाय पर लटक रही है और यह आगे ही पता चलेगा कि भाजपा उसके कार्यान्वयन के लिए कितना दबाव बनाती है.

ऐतिहासिक शाहीन बाग़ आन्दोलन की जबरदस्त सफलता के बाद सांप्रदायिक भाजपा शायद सीएए लागू करने पर जोर नहीं देगी जब तक कि उसे अपने अनुभव के आधार पर यह नहीं लगने लगेगा कि वह नायडू और नीतीश – जिनकी इस मामले में सोच अलग है – की आवाज़ को कुचल कर अपनी चला सकती है. ज्ञातव्य है कि नायडू ने मुसलमानों को चार प्रतिशत आरक्षण देने की शुरुआत की थी.

इसके अलावा, भाजपा को जातिगत जनगणना के अपने विरोध पर भी पुनर्विचार करना पड़ सकता है. बिहार के मुख्यमंत्री के रूप में नीतीश कुमार ने इसकी शुरुआत की थी और देश में काफी लोग इसके पक्ष में हैं. मोदी के इस दावे पर किसी ने भरोसा नहीं किया कि इंडिया गठबंधन, एससी, एसटी और ओबीसी से आरक्षण कोटा छीन कर उसे मुसलमानों को दे देगा.

आने वाले समय में मुसलमानों की सामाजिक, राजनैतिक और आर्थिक स्थिति कैसी रहेगी? संघ परिवार द्वारा मुसलमानों के खिलाफ फैलाई गयी नफरत, सामूहिक सामाजिक सोच में गहरे तक पैठ कर गयी है. एक औसत हिन्दू मुसलमानों में कुछ भी अच्छा नहीं देखता. इस स्थिति के लिए संघ परिवार तो ज़िम्मेदार है ही उसके साथी संगठनों, परिवर्तित पाठ्यपुस्तकों, मीडिया और मुंहजुबानी प्रचार ने भी इसमें भूमिका निभाई है.

दुष्प्रचार और मिथक नफरत के महल की नींव हैं. मुसलमानों के प्रति नफरत उनके खिलाफ हिंसा और समाज के धार्मिक आधार पर ध्रुवीकरण का कारण है. आरएसएस की 2024 के चुनाव में क्या भूमिका रही, इसके और विश्लेषण की ज़रुरत है मगर इसमें कोई संदेह नहीं कि संघ ही मुसलमानों के खिलाफ नफरत फैलता आ रहा है और पिछले दो दशकों से उसने ईसाईयों के खिलाफ भी नफरत फैलानी शुरू कर दी है. मोदी राज के दस सालों में आरएसएस की शाखाओं की संख्या दो गुनी हो गयी है. ओडिशा के कंधमाल में व्यापक ईसाई-विरोधी हिंसा हुई थी और पास्टर स्टेंस और उनके दो लड़कों को जिंदा जला दिया गया था. उसी समय जो बीज बोए गए थे वे अब फल दे रहे हैं. ओडिशा में भाजपा की सरकार बन गई है.

केरल में कई कारणों के चलते भाजपा ने भले ही ईसाईयों के एक तबके में अपनी पैठ बना ली हो मगर ईसाई आज भी हिन्दू राष्ट्रवादी राजनीति के निशाने पर हैं और यह ईसाईयों की प्रार्थना सभाओं पर होने वाले हमलों से जाहिर है.

कुल मिलाकर, मुसलमानों का हाशियाकरण जारी रहेगा. आरएसएस ने हमारे समाज को इस हद तक ध्रुवीकृत कर दिया है कि उसे पलटना आसान नहीं है. आरएसएस जो कर रहा है उसका अत्यंत सारगर्भित वर्णन सरदार पटेल ने किया था. सन 1948 में आरएसएस पर प्रतिबंध लगाने के बाद उन्होंने लिखा, “उनके सारे भाषण सांप्रदायिक ज़हर से भरे रहते थे. और उसी ज़हर के नतीजे में देश को गाँधीजी के अनमोल जीवन की बलि देखनी पड़ी.” नफरत को फैलने से नहीं रोका गया और नतीजे में आज वह एक कई सिर वाला सांप बन गई है. हम इस नफरत को ख़त्म किये बिना उस भारत का निर्माण नहीं कर सकते जिसका सपना हमारे स्वाधीनता संग्राम सेनानियों ने देखा था.

11 जून 2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)  

Loading

...102030...702703704705...710720730...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved