ચપટી વગાડતાં જ ચોખા ખર્યા, ખર્યું તાબોટા પાડતા જ કંકુ!
ઘંટનાદો ખીણ મહીં ખૂંપી ગયા છતાંય ટેકરીઓ પર તણાયા તંબુ;
આભેથી મીઠું મીઠું મલક્યા કરે છે, મારી સામે મઝાનું, ત્રિશંકુ!
ખેંચી-ખેંચીને પછી વાળી-વાળીને કરી જીભનીય ખમતીધર ખાંડવી,
બાજઠ પર લોટો ને લોટામાં શ્રીફળ ને શ્રીફળ પર માયાવી માંડવી;
ડોળીમાં બેસીને આવેલાં દડબાંઓ ખાટેથી પાટે ને પાટેથી ખાટે – જેમ પરસોત્તમ મહિનાના પંગુ!
આભેથી મીઠું મીઠું મલક્યા કરે છે, મારી સામે મઝાનું, ત્રિશંકુ!
ગામને તળાવ-'છાબ', થોક-થોક પાનફૂટી વચ્ચાળે રમતી જળકૂકડીઓ મૂંગી,
કાંઠે, 'ગફ્ફાર'ના લક્કડ-ગરાજમાં, રબ્બરના ટાયરને ગજગજ ફુલાવતી પૂંગી;
સાધુનું વાણિયામાં- વાણિયાનું સાધુમાં- સહુનું નવાણિયામાં- થાતાં રૂપાંતર, હું કંપું!
આભેથી મીઠું મીઠું મલક્યા કરે છે, મારી સામે મઝાનું, ત્રિશંકુ!
4/4/2013
છાબ તળાવ : કિંવદંતિ મુજબ, સિદ્ધરાજ જયસિંહના જમાનામાં વિશાળ સૈન્યના સૈનિકો દ્વારા માત્ર એક એક છાબ માટી ઉલેચવાથી ઉત્પન્ન થયેલું દાહોદ નગરનું તળાવ.
પાનફૂટી : પાણી બગાડનાર એક જાતની વનસ્પતિ
ગફ્ફાર : ક્ષમાશીલ, ઈશ્વર
પૂંગી : વાંસળી, જાદુગરની મોરલી
નવાણિયું : બોલ્યા વિના સહન કરનાર; વાંક વિનાનું; નવાણિયું કુટાવું = નિર્દોષ માર્યું જવું.
![]()


In June 1989, the military fired upon her and several students during a memorial service, resulting in the death of a student. This led Suu Kyi to cancel a memorial service planned for July 7. However, she still wanted to go ahead with the July 19 memorial service, the day her father had been killed. The military regime wanted her to be part of their events marking her father's death anniversary, which she forthrightly refused. As there was a lot of tension building up, Suu Kyi cancelled her proposed visit to the memorial, so as to prevent any bloodshed. But the very next day, she was put under house arrest and not allowed to communicate with anybody. Other leaders of the NLD were also put under house arrest.