… ઘણાં વર્ષો પહેલાંની વાત છે. એક વૃદ્ધ સજ્જન પોતાના જુવાન દીકરા સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. આ પિતા-પુત્ર તેમના વર્તનને કારણે અન્ય મુસાફરોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ટ્રેન સ્ટેશનેથી રવાના થવાની તૈયારીમાં જ હતી. યુવાન દીકરો બારીની પાસે બેઠો હતો અને બહુ ખુશ દેખાતો હતો. તેનો ઉલ્લાસ અને ઉત્સુકતા ચહેરા પર સ્પષ્ટ વર્તાતાં હતાં. બીજા મુસાફરો પોતપો…તાની સીટ ઉપર આરામથી બેઠા હતા. જેવી ટ્રેન ચાલી યુવાને હાથ બહાર કાઢ્યો અને હવાને હાથમાં મહેસૂસ કરવા લાગ્યો. એ ખુશ થઈ બૂમો પાડીને કહેવા લાગ્યો, ‘પિતાજી, જુઓ કેટલી ઝડપથી બધાં ઝાડ પાછળની તરફ ભાગી રહ્યાં છે.’
પિતા પુત્રની ભાવનાઓને સમજી હસતાં હસતાં માથું હલાવી તેની વાતને સમર્થન આપી રહ્યા હતા. તેમની સામે બેઠેલું એક દંપતી પિતા-પુત્રની વાતચીત અને વર્તનને જોઈ રહ્યું હતું. તેમને આશ્ચર્ય થઈ રહ્યું હતું કે, ૨૫ વર્ષનો યુવાન કેવું બાળક જેવું વર્તન કરી રહ્યો છે. અચાનક પેલો યુવાન ફરી બૂમો પાડવા લાગ્યો, ‘પિતાજી જુઓ, તળાવ, જાનવર અને વાદળો બધાં ટ્રેનથી દૂર ભાગી રહ્યાં છે.’ અચાનક વરસાદ શરૂ થઈ ગયો અને પાણીનાં ટીપાં યુવકના હાથ ઉપર પડ્યાં. તેની ખુશીની કોઈ સીમા ન રહી. તે ફરીથી મોટેથી બોલવા લાગ્યો, ‘પિતાજી, જુઓ, વરસાદનાં ટીપાંએ મારા હાથનો સ્પર્શ કર્યો.’
હવે પેલા દંપતીથી સહન ન થયું. તેમણે વૃદ્ધને પૂછ્યું, તમારો યુવાન દીકરો સાવ નાના બાળક જેવું વર્તન કરે છે. તેને હોસ્પિટલમાં લઈ જઈને તેનો ઇલાજ કેમ નથી કરાવતા? વૃદ્ધે કહ્યું,‘ અમે હોસ્પિટલમાંથી જ આવી રહ્યા છીએ. મારો દીકરો જન્મજાત અંધ હતો. આજે તેને નવી આંખો મળી છે.’ વૃદ્ધનો જવાબ સાંભળી દંપતીનું મસ્તક શરમથી ઝૂકી ગયું.
બોધ :
કોઈના વિશે બહુ જલદી અનુમાન લગાવવું ના જોઇએ. જાણ્યાં સમજ્યાં વગર કોઈ પ્રતિક્રિયા ના આપવી જોઇએ. કોઇપણ ટીકાટિપ્પણી કરતા પહેલાં આખી વાત સમજી લેવી જોઇએ.
https://www.facebook.com/alka.majmudar.5
![]()


અકાદમી પ્રમુખ વિપુલભાઈ કલ્યાણીએ એમની આગવી છટામાં કાર્યક્રમનાં સંચાલનનું સૂકાન સંભાળ્યું. સમયાંતરે તે કાર્યક્રમનો દોરી સંચાર કરતા રહ્યા, વાત કરતા રહ્યા એ ગુજરાતની – ગુજરાતીની ગરિમાની, આપણી ઓળખની. આવાં જ એક વ્યક્તિત્વની – ભોળાભાઈ પટેલની – યાદ તાજી કરાવવા એમણે અનિલભાઈ વ્યાસને મંચ ઉપર નિમંત્ર્યા.
ત્યારબાદ, ગુજરાતી સાહિત્યનું ગૌરવ અને ખુદ જાણે ડાયસ્પોરિક કવિતા એવાં પન્નાબહેન નાયકનો ટૂંકો પરિચય આપવાનું અને એમનાં સર્જનોની થોડીઘણી ઝાંખી કરાવવાનું બીડું નીરજભાઈ શાહ અને ભદ્રાબહેન વડગામાએ ઉપાડ્યું. એમનો પરિચય આપતા નીરજભાઈ કહે છે કે આ તો સૂરજને દીવો બતાવવા જેવી વાત. એમનાં જન્મ અને કારકિર્દીની સફર તથા ચાર દાયકા લાંબી એમની સાહિત્યયાત્રાનાં જુદાં જુદાં પાસાઓ, એમનાં સાહિત્યિક ખેડાણો અને તેમનાં કાવ્યમય મિજાજને નીરજભાઈએ બ-ખૂબી વર્ણવ્યો. ભદ્રાબહેને પન્નાબહેનનાં ખુમારી અને નારી સંવેદનને પ્રગટ કરતાં કાવ્યોની રજૂઆત કરી. સાથે સાથે એમણે અન્ય લેખકોનાં આ વિષયો ઉપર લખાયેલાં અનુરૂપ થોડાં કાવ્યો, ઘટનાઓ પણ ટાંક્યાં.