Opinion Magazine
Number of visits: 9456089
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજ્યમાં મહિલા નીતિની વ્યાપક ચર્ચા જરૂરી

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|2 November 2012

વૈખરી છુટાં વિધાનો & હસવા પૂરતું ઠીક માનો તોપણ એમાંથી ડોકાતી માનસિકતા બેલાશક ચિંતાજનક છે

બોલવાની ફાવટ, રજૂઆતની છટા અને ભીડનો પ્રતિસાદ ! ચૂંટણીસભાઓમાં અને ગર્જનતર્જનની રાજનીતિમાં આવાં વૈખરીછુટાં વિધાનોની નવાઈ નથી, પણ કેટલીક વાર એ ધાયું નિશાન પાડે છે તો કેટલીક વાર કંઈક અણચિંતવ્યું બની આવે છે. ગઇ સદીના બ્રિટનમાં મજૂર પક્ષના નેતા બેવનની ‘વર્મિન સ્પીચ’ બહુ ગાજી હતી જેમ આપણે ત્યાં થોડાં વરસ ઉપર સોનિયા ગાંધીએ ‘મોતના સોદાગર’ જેવા પ્રયોગથી લગભગ એક કચ જ આપી દીધો હતો.

વૈખરીછુટાં વિધાનો ચર્ચવાનું તત્કાળ નિમિત્ત અલબત્ત મુખ્યમંત્રી મોદીના હિમાચલ પ્રદેશની ચૂંટણીઝુંબેશમાં શશી થરુરનાં પત્ની (અને આઈપીએલ વિવાદકાળે વાગ્દત્તા) સુનંદા પુષ્કર વિષયક ‘પચાસ કરોડ રૂપિયાની ગર્લફ્રેન્ડ’ એ ઉદ્દગારનું છે. તે વખતે ક્રિકેટ મેચોની ફાળવણીમાં જે રકમોની હેરાફેરી થયાનું મનાતું હતું, એ આ ઉદ્દગારના મૂળમાં હતું. પાકિસ્તાનમાં, જેમ કે, બેનઝીરના વડાપ્રધાનકાળે એમના પતિ ઝરદારી ‘મિસ્ટર ટેન પરસેન્ટ’ તરીકે ઓળખાતા હતા. પણ ઝરદારીના કિસ્સામાં સહજ હતું એ ધોરણ સુનંદા પુષ્કરના કિસ્સામાં આ પ્રયોગને કેવળ સંભવિત ભ્રષ્ટાચાર નિર્દેશક તરીકે જ ખતવી શકાય એમ નથી. મરદજાત બાઈમાણસને પૈસા ખરચીને ફેરવી શકે છે, એવો જ કિસ્સો આ પણ છે એવી બૂ એમાંથી સોડાય છે.

૧૯૭૭-૭૮નાં વરસોનું એક સ્મરણ આ સંદર્ભમાં થઈ આવે છે. કટોકટી હળવી કરાઈ અને ચૂંટણી અપાઈ એમાં ઇન્દિરાજી ગયાં તે પછી આ નજીકના ઇતિહાસને અનુલક્ષીને જે બધી ખાટી-મીઠી-કડવી ચોપડીઓ બહાર આવી એ પૈકી ત્યારે ખાસી ગાજેલી કિતાબ જનાર્દન ઠાકુર કૃત ‘ઓલ ધ પ્રાઇમ મિનસ્ટિર્સ મેન’ હતી. (ચેનલો પરની ચર્ચામાં અને કટારલેખનમાં કવચિત ઝળકતા સંકર્ષણ ઠાકુર, આ જનાર્દનના પુત્ર છે.) જનાર્દન ઠાકુરને એ વરસોમાં એક વાર મળવાનું થયું ત્યારે એમણે કહેલું કે વડાપ્રધાન ઇન્દિરાજીની આસપાસના ખાસખાસ માણસોને નિરૂપતી આ કિતાબનું મૂળ નામ મે ‘ઓલ હર મેન’ વિચારેલું; પણ પછી લાગ્યું કે ‘તેણીનાં માણસો’ કહેતાં એક એવો સ્ત્રીપુરુષ સંબંધોનો સંકેત જશે જે મને અભીષ્ટ નથી.

જનાર્દન ઠાકુરની ચિંતા (બલકે નિસબત) લક્ષમાં રાખી ચોક્કસ વૈખરીછુટા વિધાનની ચર્ચા કરીએ તો ઊપસી રહેતો મુદ્દો પુરુષપ્રધાન માનસિકતાની સામાજિક અભિવ્યક્તિનો છે અને ચૂંટણી જો લોકશાહીનું પર્વ હોય તો વ્યાપક જનમત જાગરણ અને લોકશિક્ષણની દ્રષ્ટિએ તે તલાવગાહી તપાસ માંગી લે છે. હકીકતે, થોડા વખત પર એક વિદેશી પત્રકાર સાથેની સત્તાવાર મુલાકાતમાં મોદીએ જે કહ્યું હતું કે તે પણ આ સંદર્ભમાં સાથે મૂકીને જોવા જેવું છે. ગુજરાતી કન્યાઓના કુપોષણ અને અપોષણની પરિસ્થિતિ વિષયક હોઈ શકતી સહાનુભૂતિયુકત અને ચોક્કસ કારવાઈની અપેક્ષાયુકત ચર્ચામાં કોણ જાણે ક્યાંથી પણ મોદીમુખે આવી પડેલો પ્રતિભાવ એ હતો સૌંદર્યસભાન (ફગિર-કોન્શ્ય્સ) કન્યકાઓ જાણીકરીને ઓછું ખાયપીએ છે.

અધૂરામાં પૂરુ, ગુજરાતમાં માંસાહાર પૂરતો ચલણી નથી એ વાતે પણ એમણે ફરિયાદલાગણી પ્રગટ કરી હતી. શાકાહારમાંથી પોષણ ન જ મળે એ અલબત્ત સુવાંગ એમનું સંશોધન હશે. પણ સૌંદર્યભાને કરીને ઓછું ખાતીપીતી ફિગર કોન્શ્યસ કન્યકાઓ તો હોય તોપણ છ કરોડ ગુજરાતીઓ પૈકી સુખી ઉપલા મધ્યમ વર્ગની અગર કથિત હાઈ સોસાયટીની કન્યકાઓ હોઈ હોઈને કેટલી હોઈ શકે? લઘુમતી તો શું અણુમતીમાં હોય તોપણ હાંઉં.

પ્રશ્ર એ છે કે નરેન્દ્ર મોદીનું ગુજરાત શું કથિત ‘હાઈ સોસાયટી’નું જ બનેલું છે! ભંયકર ટીવી સિરિયલોએ જે એક મેટ્રોસેકયુઅલ સ્ત્રીપુરુષ સૃષ્ટિ પરબારી ઊભી કરી છે એને ધોરણે આપણે શશી-સુનંદાને જોવાનાં છે ? સ્ત્રી વિષયક પુરુષપ્રધાન માનસિકતા જો ગુજરાતમાં સત્તાપક્ષને અપેક્ષિત હોય તો ચૂંટણીમાં જગોજગ ઠામોઠામ આ સંદર્ભમાં પ્રજાએ શા માટે પ્રશ્ર ઉપસ્થિત ન કરવો જોઈએ, કહો જોઉં.

૧૯૮૪માં એમસીપી કહેતાં મોસ્ટ ચામિગ પરસન તરીકે ઉભરેલા રાજીવ ગાંધીની બાબાલોગ સરકાર એમના સ્વયંનિયુકત સલાહકારોની કૃપાએ શાહબાનુ મુદ્દે કેવી બચકાના હરક્ત કરી બેઠી હતી, એ સાંભરે છે ? રાજીવ ગાંધી ત્યારે ‘મેલ શોવિનસ્ટિ પિગ’ ખાનામાં એમસીપી તરીકે મુકાઈ ગયા હતાં. આ બધી ચર્ચા પાછળનો આશય અલબત્ત આ ચૂંટણીમાં સંબંધિત પક્ષો એમની મહિલા નીતિ વિશે અસંદિગ્ધ શબ્દોમાં પેશ આવે એ છે.

જ્યાં સુધી મહિલા છેડેથી વિચારવાનો સવાલ છે, સાંભરે છે કે ગઈ સદીના ઉપાન્ત્ય દાયકાનો અંતભાગમાં ગુજરાતનાં અગ્રણી મહિલા મંડળોએ રાજકીય પક્ષો પાસે પચાસ ટકા બેઠકો માગી હતી. પક્ષો અલબત્ત આ મુદ્દે નામકર જવા સારુ જાણીતા છે.

રાષ્ટ્રીયસ્તરે મહિલા અનામત વિધેયકના સતત જે હાલહવાલ થતા રહે છે તે આનો જ નાદર નમૂનો છે. પણ આ પ્રશ્નને એક બીજી રીતે પણ જોવા જોઈએ; માત્ર મહિલા પ્રતિનિધિત્વથી શું વળે ? હા, ચોક્કસ નીતિ વિષયક નિર્ણયો અને કાર્યાન્વોયનની ખોળાધરી હોય તો વાત બને. એ રીતે ગુજરાત મહિલા ફેડરેશને આ વખતે ભાજપ અને કાંગ્રેસ સહિત વિવિધ પક્ષોને નિમંત્રીને રાજ્યસ્તરે અપેક્ષિત મહિલા નીતિ વિશે નક્કર પગલાંનાં સૂચનોની ચર્ચાનો ઉપક્રમ હાથ ધર્યો એ રૂડું થયું. જોકે, સત્તાપક્ષે આ ચર્ચામાં સામેલ થવાપણું જોયું નહોતું. શું કહીશું આને? મહિલા મતો ગજવામાં છે એવો ખયાલ કે પછી સત્તારૂઢ હોવાને નાતે બેતમા માનસ!

(સદ્દભાવ : "દિવ્ય ભાસ્કર" 02.11.2012)

Loading

ભોમકાના ભમનાર પ્રવાસી

વિપુલ કલ્યાણી|Diaspora - History|26 October 2012

ગુજરાતીઓના સ્થળાન્તરોનો સમય અને સંજોગ

આપણે તે દેશ કેવા ?
આપણે વિદેશ કેવા ?
આપણે પ્રવાસી પારાવારના હે …જી.

(પારાવારના પ્રવાસી)                                       − બાલમુકુન્દ દવે

માઇગ્રેશન માટે નરહરિ કે. ભટ્ટકૃત ‘વિનયન શબ્દકોશ’, ‘સ્થળાંતર, દેશાંતર, પ્રવાસ, પ્રવ્રજન, દેશાંતરગમન’ જેવા જેવા અર્થ આ પે છે. પરંતુ ‘સ્થળાંતર’ અને ‘દેશાંતરગમન’ સિવાયના શબ્દો, કદાચ, નબળા છે અને સ્વાભાવિકપણે ‘માઇગ્રેશન’ને જરૂરી સ્ફુટ કરી શકતા નથી.

લાંબા અંતર સુધી, અને કેટલીક વખત, ટોળાઓમાં વિચરતો સમૂહ એક જગ્યાએથી બીજા પ્રદેશ કે દેશ ભણી સ્થળાંતર કરતો આ વ્યો છે. આ વો ભ્રમણશીલ પ્રજાસમૂહ આ પણી વિરાસતને ય મળ્યો છે. ‘ઇન્ટરનેશનલ અૉર્ગનાઇઝેશન ફૉર માઈગ્રેશન્સ’ના 2010માં બહાર પડેલા ‘વિશ્વ સ્થળાન્તર અહેવાલ’ અનુસાર, આ શરે 214 મિલિયન (બે કરોડ ચૌદ લાખ) લોકો આ ભ્રમણશીલ પ્રજાસમૂહમાં હતા. અને જો આ વું ને આ વું રહેવા પામે, તો ઇ.સ. 2050 સુધીમાં, આ આ ંક 405 મિલિયન (ચાર કરોડ પાંચ લાખ) થઈ શકે, તેવું ય આ હેવાલના તારણમાં કહેવાયું છે.

ભારતમાંથી સૌથી મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક દેશાંતર રોમાની લોકોનું હતું. પારંપરિક રીતે તેઓ ‘જિપ્સીઓ’ શબ્દ દ્વારા ઓળખાય છે. વિકિપીડિયા અનુસાર, ભાષાકીય અને આનુવંશિક પુરાવાઓ દર્શાવે છે કે રોમાનીઓ ભારતીય ઉપખંડમાં જન્મ્યા હતા, અને ભારતથી ઉત્તર-પશ્ચિમ દિશા તરફ તેમણે 11મી સદી કરતાં પહેલાં દેશાન્તર નહોતું કર્યું. સામાન્ય રીતે એમ મનાય છે કે રોમાની મધ્ય ભારતમાં જન્મ્યા હતા, શક્યપણે અર્વાચીન ભારતીય રાજ્ય રાજસ્થાનમાં, ઇસુના જન્મના 250 વર્ષ પહેલાંની આસપાસના સમયમાં, તેમણે ઉત્તર-પશ્ચિમ ભારત (પંજાબ પ્રાંત) તરફ સ્થળાંતર કર્યું હતું. અહીં પસાર કરેલી સદીઓમાં, રાજપૂતો અને જાટો જેવા સ્થાપિત સમૂહો સાથે તેમનો નજીકનો અરસપરસનો વ્યવહાર રહ્યો હોઈ શકે છે. પાછળથી પશ્ચિમ તરફ તેમનું સ્થળાંતર, શક્યપણે મોટી સંખ્યામાં, ઇસુના મૃત્યુના 500 અને 1000 વર્ષ બાદના સમય દરમિયાન, થયું હોવાનું મનાય છે. ક્યારેક રોમાની સાથે નજીકના સંબંધમાં ભાગીદાર તરીકે સૂચવાયેલી સમકાલીન વસ્તીઓ મધ્ય એશિયાના ડોમ લોકો અને ભારતના બંજારા છે.

ઉપખંડમાંથી અન્ય એક મુખ્ય દેશાંતર દક્ષિણ પૂર્વ એશિયા તરફનું હતું, તેમ વિદ્વાનો જણાવે છે. તે હિન્દુ અને દક્ષિણના બૌદ્ધ રાજાઓના સૈન્ય અભિયાનના કારણે હિન્દુઓ દ્વારા શરૂ થયું હતું, અને બાદમાં સ્થાનિક સમાજ દેશાન્તર વસાહતીમાં પરિણમ્યો. ચોલા, કે જેઓ તેમની નૌસૈનિક શક્તિઓ માટે જાણીતા હતા, તેમણે સુમાત્રા અને મલય દ્વીપકલ્પ પર જીત મેળવી. ભારતીય સંસ્કૃિતનો પ્રભાવ હજુ દક્ષિણ પૂર્વ એશિયામાં, ખાસ કરીને બાલી જેવા સ્થળોમાં (ઈન્ડોનેશિયામાં) દૃઢપણે અનુભવી શકાય છે. 16મી સદીના મધ્યમાં, મધ્ય એશિયા અને પર્સિયામાં ભારતીય વેપારીઓ ફેલાઈ ગયા અને ચાર સદીઓ સુધી સક્રીય રહ્યા. ત્સારદોમ ઓફ રશિયામાં વોલ્ગા(એક નદીનું નામ છે)ના મુખ પર આવેલું અસ્ત્રખાન પ્રથમ સ્થળ હતું, જ્યાં 1610 જેટલી વહેલી ભારતીય વેપારી વસ્તી સ્થપાઈ હતી. રશિયન ઇતિહાસકારોએ હિંદુ વેપારીઓની હાજરી મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગમાં 18મી સદીમાં નોંધી હતી.

19મી સદી દરમિયાન, અને ભારત પર બ્રિટિશ રાજના અંત સુધીમાં, મોટા ભાગની હિજરત કરારબદ્ધ પદ્ધતિ અંતર્ગત, (ગિરમીટિયા કરારપત્ર) ગરીબ શ્રમિકોની, અન્ય બ્રિટિશ વસાહતોમાં હતી. ક્રમાનુસાર, મુખ્ય સ્થળો, મોરેશિયસ, ગાયાના, કેરેબિયન, ફિજી અને પૂર્વ આફ્રિકા હતા. આમાંના કેટલાક દેશોમાં ઓછી સંખ્યામાં પણ કુશળ મજૂરો અને વ્યવસાયીઓ, 20મી સદીમાં, પોતે ખૂદ હિજરત કરી ગયા હતા. આ ફેલાવાના મૂળમાં સન 1834નો બ્રિટિશ કાયદો હોય તેમ લેખાય છે. બ્રિટિશ સંસદ દ્વારા 1 ઑગસ્ટ, 1834ના રોજ મંજૂર કરાયેલા ગુલામી નાબૂદી કાયદા લીધૈ તમામ બ્રિટિશ વસાહતોમાંથી ગુલામ મજૂરોને ય  આઝાદી મળી. પરિણામે ઘણી ખેતીવાડી વસાહતોમાં કામ કરનારા લોકોની અછત સર્જાઈ, કેમ કે પહેલાના મજૂરો હવે આ ઝાદી અનુભવતા હતા.  જેથી ઘણી બ્રિટિશ વસાહતો મજૂરોની આત્યંતિક અછતમાં પરિણમી. શ્રીલંકા અને બર્માની પાડોશી બ્રિટિશ વસાહતોમાં, ચાના બગીચાઓ અને બ્રિટિશ મલય(હવે મલેશિયા અને સિંગાપુર)ના રબરના બગીચાઓ માટે, કામદારોની ભરતીમાં એક અસંબંધિત પદ્ધતિ સામેલ હતી. મધ્ય પૂર્વમાં 1970ની તેલની તેજી બાદ, સંખ્યાબંધ ભારતીયો ખાડી દેશોમાં કામ કરવા માટે સ્થળાંતરિત થયા. આધુનિક પરિવહન અને અપેક્ષાઓ સાથે, 19મી સદીના કિસ્સાઓની જેમ આ કાયમી હોવાને બદલે કરાર આધારિત હતું. તેઓ જો ત્યાં જન્મ્યા હોય તો પણ, આ ખાડી દેશોની બિન-આરબોને નાગરિક હકો ન આપવાની એક સમાન નીતિ છે. યુએસએ(USA)ની 1990ની સોફ્ટવેર તેજી અને ચઢતી અર્થવ્યસ્થાએ સંખ્યાબંધ ભારતીયોને આકર્ષ્યા, જેઓ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં સ્થળાંતરિત થયા. આજે, યુએસએ (USA)માં ભારતીયોની ત્રીજી સૌથી મોટી સંખ્યા લેખવામાં આ વે છે.

શિરીન અને મકરન્દ મહેતા દંપતી નોંધે છે મુજબ, ‘ગુજરાતીઓએ હજારો વર્ષોથી શાંતિ, સહકાર અને અહિંસાનાં મૂલ્યો પર આ ધારિત વ્યાપારી સંસ્કૃિત ખીલવી છે. ગુજરાતીઓ સેંકડો વર્ષોથી વિદેશોમાં વસાહતો સ્થાપતા આ વ્યા છે. વ્વહારકુશળ પ્રજાને શોભે તેવી મીઠાશભરી ગુજરાતી ભાષાનું પણ ઘડતર થયું છે. આ જે ગુજરાતીઓ બ્રિટન, યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, ઓસ્ટૃલિયા, ટાન્ઝાનિયા, કેનિયા, યુગાન્ડા, દક્ષિણ આ ફ્રિકા, ઓમાન, ગલ્ફ દેશો અને ફિજી જેવા વિશ્વના 125 દેશોમાં વસવાટ કરે છે. તેની પાછળ વેપાર અને વહાણવટાની ગુજરાતની પરંપરા છે.’

‘છપનિયો’ નામે દુકાળ કેટલાને સાંભરે ? વિક્રમ સંવંત 1956 યાને કે ઇ.સ. 1900ના અરસાની આ વાત છે. જાણીતા લોકસાહિત્યકાર, લેખક અને કટારચી દોલતભાઈ ભટ્ટ લખે છે તેમ, છપનિયો દુકાળ ખાબક્યો. પરહિતકારીઓએ અન્નના દેગડા ચડાવ્યા.  … ‘દેશમાં દુકાળનાં ડાકલાં વાગ્યાં. કડૂહલો બોલાવતો છપ્પનિયો ખાબક્યો. ચારેય સીમાડા સળગાવતો માણસ અને પશુનો સોથ વાળતો છપ્પનિયો … પૂગ્યો. ધરતી તરડાઈ ગઈ, ઊભાં ઝાડવાં સુકાણાં, પંખીઓના માળા પીંખાણા, ઢોરનાં મડદાં ચૂંથાણાં, દૂબળા-દૂબળા માણસો દુકાળના ડાચામાં ઓરાણાં. … માણસ માતર મૂંઝાણાં. રૈયતને ઉગારવા રાજારજવાડાઓએ દાખડો કર્યો. પણ છપ્પનના સપાટા ખમ્યા ખમાતા નથી. આવા વહમા વખતમાં… ‘ દલિત સમેતની ગુજરાતની ઠીકઠીક પ્રજાએ દેશાવરનો માર્ગ લીધો. એમાંના ઘણાંએ આ ફ્રિકા તેમ જ ફિજી તરફ પેટિયું રળવાની ખેપ આ દરી. પરિણામે ગુજરાતમાં શહેરીકરણને સાદ મળ્યો. અને સાથોસાથ ગુજરાતી ડાયસ્પોરા સમાજની આ ર્થિક વગ વધવા લાગી.  

અમદાવાદ ખ્યાત ‘સેન્ટર ફૉર સોશિયલ નોલેજ અૅન્ડ એક્શન’ના સ્થાપક મંત્રી અને જાણીતા સમાજશાસ્ત્રી અચ્યુત યાજ્ઞિકના કહેવા મુજબ, મધ્ય વીસમી સદીમાં, ભૂમિસુધારના પગલાં સરકારે હાથ લીધા. તેને કારણે ગામડાંઓની વસ્તી ઘટવી શરૂ થયેલી અને ગુજરાતમાં શહેરો તગડા થવા લાગેલાં. સદીઓથી ચોમેર પ્રભાવક બની રહેલી, એક તરફ કાઠિયાવાડી સામંતશાહી સમાજવાળી વિરાસત, અને બીજી પા, મહાજન પરંપરાને હળવે હળવે અસર પહોંચી. તેમના સાંચા ઢીલા પડવા લાગ્યા. ભારતના અન્ય પ્રદેશો તરફનું વહન જેમ જેમ ઓસરવા લાગ્યું, તેમ તેમ પરદેશ ભણીનું દેશાન્તરગમન વિસ્તરવા લાગ્યું.

અને તે પછી, 2001નો ધરતીકંપ અને 2002ના કોમી તોફાનો જબ્બર કારણભૂત બની રહ્યા છે. આ બંનેને પ્રતાપે, અનેક વિસ્થાપિતોએ પરદેશની વાટ લીધી. આ ફ્રિકાના અનેક મુલકો ઉપરાંત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા ઉપરાંત યૂરપના વિવિધ દેશોમાં ય આ વસાહતી પ્રસરી જવા પામી છે.

‘લોકો એક જ જગ્યાએ પડ્યા પાથર્યા રહે તો તેથી વિકાસ સંભવી શકતો નથી.’ − આ વું એમ્મા ક્ર્યૂ અને ઉમા કોઠારી સરીખાં તજજ્ઞોએ લખ્યું છે. દેશાન્તર માટેનાં કારણો ઘણી બધી રીતે જટિલ છે. અને દરેક વેળા તેને સારુ આ ર્થિક કારણો કેન્દ્રમાં રહ્યાં હોય તેમ બનતું નથી. બ્રિટનમાં અને અંગ્રેજ સંસ્થાનોમાં, ગુજરાતીઓની જમાત વસ્તી ગઈ, તેમાં તો મજૂર બજારની દેણગી મુખ્ય હતી. પરંતુ સંસ્થાનોમાંથી બ્રિટન આ વેલી વસાહતના પાયામાં રાજકારણ, હકાલપટ્ટી તેમ જ આ ંતરરાષ્ટૃીય ગતિવિધિ શાં કારણો જોવાં મળે છે. વળી, ઇ.સ. 1980ના અરસાથી, વિશ્વ સ્તરે અમેરિકા તથા યૂરપની વર્ચસવાળી આ ર્થિક નીતિ અપનાવાતી ગઈ, તેમ જ ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ જે રીતે અત્રતત્રસર્વત્ર પાથરણ કર્યું છે, તેને કારણે પણ વિકસિત દેશો ભણીનું દેશાન્તરગમન થતું આ વ્યું છે. પરિણામે, ગુજરાતીઓનું યુવાધન, આ મુલકોમાં, અગ્રગામી ફાળો આ પતું આ વ્યું હોવાનું નોંધાયું છે.

મજૂર, ગિરમીટિયા કામદારો, વેપારવણજ, ઉદ્યોગધંધાથી માંડીને, દાક્તરી તથા ઈજનેરી ક્ષેત્રો તેમ જ હવે ‘આ ઈ.ટી.’ ક્ષેત્રે ય ગુજરાતીઓ ડંકો મારતા થઈ ગયા છે. ડાયસ્પોરા જગતમાં, તેના વિકાસમાં, તેમ જ જે તે મુલકના અર્થતંત્રમાં, ગુજરાતીઓની દેણગી મજબૂતપણે જામી છે, વિસ્તરી છે અને કાયમી બનવાને આ રે આ વી ખડી છે.    

પાનબીડું :

આવી ચડ્યાં અમે દૂરનાં વાસી,

પ્રથમીની અમે પ્રીતનાં પ્યાસી;

મનખે મનખે ધામ ધણીનું –

એ જ મથુરાં ને એ જ રે કાશી;

ભોમકાનાં ભમનાર પ્રવાસી.

(પરકમ્માવાસી)                           − બાલમુકુન્દ દવે

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

Loading

ગુર્જરી વ્યવહાર શોધું છું

'અદમ' ટંકારવી|Poetry|15 October 2012

ગુર્જરી વ્યવહાર શોધું છું,
ધાણીફૂટ બોલનાર શોધું છું.

લાવે પરભાતિયાં પાલવમાં ભરી,
ખુશનુમા એ સવાર શોધું છું.

તેંય અંગ્રેજી મૂઠ મારી છે,
હુંય એનો ઉતાર શોધું છું.
ક, ખ, ગ – ના ગળે શોષ પડે,
પહેલાં ધાવણની ધાર શોધું છું.

લખી છે ગુજરાતીમાં એક ગઝલ,
ને હવે વાંચનાર શોધું છું.

જડી છે એક લાવારીસ ભાષા,
હું એનો દાવેદાર શોધું છું.

જામ ભાષાનો છલોછલ છે ‘અદમ’,
સાથે બેસી પીનાર શોધું છું.

− 'અદમ' ટંકારવી

Loading

...102030...4,1344,1354,1364,137...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved