જાપાનમાં શરુ થયેલી ‘સુડોકુ ‘રમત ખૂબ રસપ્રદ છે. તેના ૧થી ૯ નંબરવાળા અઘરા કે ‘ચેલેન્જીંગ લેવલ’ પર રમતા ખૂબ જ થાકી જવાય. મગજને અતિશય તસ્દી પડે. ઘણી વખત તો અડધી રમી બાજુ પર મૂકી દેવી પડે. પણ એકવાર જો બરાબર બની જાય તો ખૂબ જ આનંદ આવે. આ અનુભૂતિ જેને થાય તેને જ સમજાય. તો આ અનુભવને આધારે લખાયેલ એક ગઝલ.
_____________________________
છંદવિધાનઃ રજઝ છંદ … ગાગાલગા* ૪=૨૮ માત્રા.
‘સુડોકુ’ના ખાના સમી પડકાર છે આ જિંદગી.
હર ક્ષણ સમયની જાળમાં, ચક્ચાર છે આ જિંદગી.
નિશ્ચિત નંબર લઈને બેઠી છે રમત મેદાનમાં
આવો, પધારો, ખેલ જો, સત્કાર છે આ જિંદગી.
નક્કી જ છે નિર્માણ પળપળ, આદિ હો કે અંત હો.
દિમાગ ને દિલની છતાં, તકરાર છે આ જિંદગી.
અહીં ભેરુ ના કોઈ મળે, કાયા કદી સામે પડે.
નોખી રમત, સંઘર્ષ પણ, દમદાર છે આ જિંદગી.
કુનેહ ને સમજણ જરી જો હોય તો તો ચાલશે.
આનંદ જીત્યાનો મળે, વટદાર છે આ જિંદગી.
http://devikadhruva.wordpress.com
![]()


પરિષદની ૨૮-૦૧-૨૦૧૮ની મધ્યસ્થ સમિતિની બેઠક હવે પૂરી થઈ ગઈ હશે એવી ખાતરી સાથે મેં સાંજે ૭ વાગે પ્રવીણ પંડ્યાને ફોન કર્યો. અને સામેથી જે અવાજ અને લયમાં એમણે કહ્યું, ‘બારીન, મૂલ્યનિષ્ઠા માટે ભગતસાહેબ શહીદીને આરે પહોંચી ગયા. એમને ચાલુ બેઠકે બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. હું હોસ્પિટલમાં છું, પછી વાત કરું છું …’ તે પછી મેં યાંત્રિક રીતે ફોન મૂકી દીધો અને ‘મૂલ્યનિષ્ઠા માટે ભગતસાહેબ શહીદીને આરે પહોંચી ગયા …’ એ શબ્દો સાંભળતો તાકી રહ્યો અવકાશને અને પછી … 
Debating India : Essays on Indian Political Discourse (ડિબેટીંગ ઇન્ડિયા : ભારતીય મીમાંસા અંગેનાં નિબંધો) : ભીખુ પારેખ :ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ન્યુ દિલ્હી, 2015
મોટી-મોટી થીઅરિને ક્યાં ય વચ્ચે લાવ્યા વગર (જો કે વ્યાવસાયિક રીતે તો પારેખ એક નામી રાજકીય ફિલોસોફર છે અને તેમણે વિદ્વદ્ભોગ્ય થીઅરિ પર પણ લખ્યું છે); સ્પષ્ટ અને પોતાની વિદ્વત્તાનો ક્યાંય દેખાડો કર્યા વગર હળવાશથી વાત કરી છે. તેઓ (જેક્સ લેકનની જેમ) એવું નથી માનતા કે લેખક અસાધ્ય હોવો જોઈએ, થીઅરિનું હાર્દ શબ્દોની સરળતા અને અભિવ્યક્તિમાં છે. પારેખ માને છે કે કોઈપણ ગંભીર લાગતી વાતચીતની શરૂઆત પહેલાં વિશ્લેષણાત્મક (ઍનલિટિકલ) રીતે સ્પષ્ટ હોવું જરૂરી છે, જો કે ઘણીવાર આટલું પણ પૂરતું નથી. તેઓ માને છે કે જો કોઈ ગલત હોય તો, તેમાં (તમે વૈચારિક) ચોક્કસ સ્પષ્ટ હોવા જોઈએ, નહીં કે આડાંદોઢાં કરી (તમે) સાચા ઠરો.