Opinion Magazine
Number of visits: 9576539
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જાનકીને માટે

મૂળ હિન્દી : રાજેશ્વર વશિષ્ઠ / ગુજરાતી અનુવાદ : બકુલા ઘાસવાલા|Poetry|9 October 2019

મૂળ હિન્દીમાં લખાયેલી રાજેશ્વર વશિષ્ઠની કવિતા जानकी के लियेનો ગુજરાતી ભાવાનુવાદ/અનુવાદ પ્રસ્તુત છે. આ કાવ્ય મિત્રા માયાના કારણે મને મળ્યું. અનુવાદની અનુમતિ માટે રાજેશ્વરજીનો સહ્યદય આભાર. મૂળ કૃતિ પણ સામેલ છે.

— બકુલા ઘાસવાલા

મૃત્યુ શરણ થઈ ચૂક્યો છે રાવણ.
સ્તબ્ધ થઈ ગઈ છે લંકા.
સૂમસામ થઈ ગયો છે કિલ્લો અને નગર.
ઘોર અંધકારથી છવાઈ ગયું છે નગર.
ફક્ત વિભીષણના ઘરે દીવા જલે છે.
સમુદ્ર કિનારે વિજેતા રામ બિરાજ્યા છે.
વિભીષણને લંકાનું રાજ સોંપી રહ્યા છે.
જેથી સવારે એનો રાજ્યાભિષેક થઈ શકે.
વારેવારે લક્ષ્મણને પૂછે છે કે બધાં સહીસલામત છે ને?
એમના ચરણે હનુમાનજી બેઠા છે.
લક્ષ્મણ મનથી વિચલિત છે.
એમને પ્રશ્ન છે કે કેમ રામજી અશોક વાટિકામાં સીતાજીને લેવા જતા નથી?
પરંતુ કશું બોલી શકતા નથી.
ધીમે ધીમે બધાં કામ પતી જાય છે.
વિભીષણનો રાજ્યાભિષેક સંપન્ન થાય છે.
પરંતુ રામ લંકાપ્રવેશ કરતા નથી.
કિલ્લાની ટોચે ઊભા રહી જાય છે.
હનુમાનજીને અશોકવાટિકામાં સંદેશો લઈ મોકલે છે કે રાવણનું મૃત્યુ થયું છે
અને હવે લંકાધિપતિ તરીકે વિભીષણ  છે.
સીતા સાંભળી લે છે આ સમાચાર. 
અને થઈ જાય છે ખામોશ . 
અવાક!
કોરીધાકોર નજરે જોઈ રહે છે,
રસ્તો વિચારી રહી છે કે રાવણનો વધ કરતા જ
વનવાસી રામ બની ગયા સમ્રાટ?
લંકા પહોંચતા જ પોતાના  દૂતને મોકલી દીધો !
એને જાણવાની તમા નથી કે વર્ષભર કયાં રહી સીતા?
કેવી રીતે રહી?
નયનો અનરાધાર વરસી રહ્યાં છે.
હનુમાનજીની સમજ બહાર છે આ વાત!
વાલ્મીકિ વર્ણવી નથી શકતા એ ભાવનાઓ!
જો રામ આવતે તો હું એમની મુલાકાત કરાવત —
એ પરિચારિકાઓની જેમણે મને ડરાવીને પણ
સ્ત્રીની ગરિમાનું જતન કર્યું.
તેઓ રાવણની અનુચરી હતી પરંતુ
મારી તો માતા સમાન બની રહી હતી!
રામ જો આવતે તો હું એમની મુલાકાત
અશોક વૃક્ષો અને
માધવીલતાઓ સાથે કરાવતે,
જેમણે મારાં આંસુઓને ઝાકળની જેમ ઝીલ્યા.
પરંતુ રામ તો હવે રાજા છે,
તે વળી કયાંથી સીતાને લેવા આવે?
વિભીષણ સીતાના શણગાર સજાવડાવી
એને પાલખીમાં રામના નિવાસે વદા કરે છે.
પાલખીમાં બેઠેલાં સીતા વિચારે છે.
જનકે પણ જાનકીને આમ જ વિદાય આપી હતી!
ત્યાં રોકો પાલખીને.
રામનો આદેશ ગૂંજે છે.
સીતાને કહો કે ચાલીને મારી સામે આવે.
જમીન પર ચાલતાં, કાંપતાં, ધૂજતાં ધરતીપુત્રી વિચારે છે
શું જોવા માંગે છે મર્યાદા પુરુષોત્તમ,
કે કારાવાસમાં રહીને સ્ત્રીઓ ચાલવાનું ભૂલી જાય છે?
અપમાન અને ઉપેક્ષાના ભારથી ત્રસ્ત સીતા
ભૂલી ગયાં છે પતિ મિલનનો ઉત્સાહ
ઊભાં રહી ગયાં છે એક યુદ્ધ હારેલી બંદિનીની જેમ !
કુઠરાઘાત કરતા રામ કહે છે—આવી રીતે,
એવો કયો પુરુષ હશે
જે વર્ષભર પરપુરુષના ઘરમાં રહેલી સ્ત્રીને સ્વીકારશે?
હું તને મુક્ત કરું છું.
તારે જયાં જવું હોય ત્યાં જા.
એણે તને બાહુપાશમાં ઊઠાવી હશે.
મૃત્યુ પર્યંત તને જોઈને એ જીવી રહ્યો હશે. 
તને મુક્ત કરવાની મારી ફરજ હતી.
પરંતુ હવે હું તને પત્ની તરીકે સ્વીકારી ન શકું.
વાલ્મીકિના નાયક તો રામ હતા
સીતાની મનોદશા અને રૂદનની વાત એ શું કામ લખે?
એ ક્ષણે સીતાએ શું શું વિચાર્યું હશે?
શું આ એ જ પુરુષ છે
જેને સ્વયંવરમાં મેં પસંદ કર્યા હતા!
શું આ એ જ પુરુષ છે જેના પ્રેમને ખાતર હું અયોધ્યા છોડી વને વને ભટકી હતી !
હા, રાવણે મને ગોદમાં ઉઠાવી હતી,
મારી પાસે પ્રેમ નિવેદન કર્યું હતું.
એ રાજા હતો, ઈચ્છતે તો મને બળજબરીથી મહેલમાં લઈ જતે.
પરંતુ એ પુરુષ હતો,
જેણે મારા સ્ત્રીત્વનું અપમાન ન કર્યું
ભલે ઇતિહાસમાં એની નોંધ મર્યાદા પુરુષોત્તમ તરીકે ન લેવાય! 
આ બધું વાલ્મીકિ કહી શકતા ન હતા
કારણ કે એમને તો રામકથા લખવી હતી!
આગળની વાત તો તમે જાણો છો.
સીતાએ અગ્નિપરીક્ષા આપી.
કવિને કથા પૂરી કરવાની ઉતાવળ હતી.
રામ, સીતા, લક્ષ્મણ અયોધ્યા પાછા ફર્યાં.
નગરજનોએ દિવાળીની ઉજવણી કરી.
જેનો નગરના ધોબીઓએ બહિષ્કાર કર્યો.
આજે એ દશેરાની રાત છે જ્યારે હું ઉદાસ છું,
એ રાવણ માટે
જેની મર્યાદા કોઈ મર્યાદા પુરુષોત્તમની ઓછી ન હતી.
હું ઉદાસ છું કવિ વાલ્મીકિ માટે,
જેઓ રામની સામે  સીતાની વેદના વર્ણવી ન શક્યા.
આજે આ દશેરાની રાતે
હું ઉદાસ છું સ્ત્રી અસ્મિતા માટે, 
અને એની શાશ્વત પ્રતીક જેવી જાનકી માટે ……

°°°°°°°°°°°°°°°

यह कविता 2014 में लिखी गई थी और 'हरियाणा साहित्य अकादमी द्वारा सम्मानित-पुरस्कृत, मेरे कविता संग्रह "सुनो वाल्मीकि" में संकलित है। मजेदार बात यह है कि यह कविता हर दशहरे के आसपास बिना मेरे नाम के व्हाट्स एप्प समूहों में वायरल हो जाती है। मित्र शिकायत करते हैं, सूचना देते हैं पर कुछ हो नहीं पाता। इस बार मुझे लगा, चलिए इसे दशहरे से पहले मैं खुद ही पोस्ट कर दूँ। सादर।

जानकी के लिए

मर चुका है रावण का शरीर
स्तब्ध है सारी लंका
सुनसान है किले का परकोटा
कहीं कोई उत्साह नहीं
किसी घर में नहीं जल रहा है दिया
विभीषण के घर को छोड़ कर।

सागर के किनारे बैठे हैं विजयी राम
विभीषण को लंका का राज्य सौंपते हुए
ताकि सुबह हो सके उनका राज्याभिषेक
बार बार लक्ष्मण से पूछते हैं
अपने सहयोगियों की कुशल क्षेम
चरणों के निकट बैठे हैं हनुमान!

मन में क्षुब्ध हैं लक्ष्मण
कि राम क्यों नहीं लेने जाते हैं सीता को
अशोक वाटिका से
पर कुछ कह नहीं पाते हैं।

धीरे धीरे सिमट जाते हैं सभी काम
हो जाता है विभीषण का राज्याभिषेक
किंतु राम प्रवेश नहीं करते लंका में
बाहर ही ठहरते हैं एक ऊँचे टीले पर।

भेजते हैं हनुमान को अशोक-वाटिका
यह समाचार देने के लिए
कि मारा गया है रावण
और अब लंकाधिपति हैं विभीषण।

सीता सुनती हैं इस समाचार को
और रहती हैं खामोश
कुछ नहीं कहती
बस निहारती है रास्ता
रावण का वध करते ही
वनवासी राम बन गए हैं सम्राट?

लंका तक पहुँच कर भी भेजते हैं अपना दूत
नहीं जानना चाहते एक वर्ष कहाँ रही सीता
कैसे रही सीता?
नयनों से बहती है अश्रुधार
जिसे समझ नहीं पाते हनुमान
कह नहीं पाते वाल्मीकि।

राम अगर आते तो मैं उन्हें मिलवाती
इन परिचारिकाओं से
जिन्होंने मुझे भयभीत करते हुए भी
स्त्री की पूर्ण गरिमा प्रदान की
वे रावण की अनुचरी तो थीं
पर मेरे लिए माताओं के समान थीं।

राम अगर आते तो मैं उन्हें मिलवाती
इन अशोक वृक्षों से
इन माधवी लताओं से
जिन्होंने मेरे आँसुओं को
ओस के कणों की तरह सहेजा अपने शरीर पर
पर राम तो अब राजा हैं
वह कैसे आते सीता को लेने?

विभीषण करवाते हैं सीता का शृंगार
और पालकी में बिठा कर पहुँचाते है राम के भवन पर
पालकी में बैठे हुए सीता सोचती है
जनक ने भी तो उसे विदा किया था इसी तरह!

वहीं रोक दो पालकी,
गूँजता है राम का स्वर
सीता को पैदल चल कर आने दो मेरे समीप!
ज़मीन पर चलते हुए काँपती है भूमिसुता
क्या देखना चाहते हैं
मर्यादा पुरुषोत्तम, कारावास में रह कर
चलना भी भूल जाती हैं स्त्रियाँ?

अपमान और उपेक्षा के बोझ से दबी सीता
भूल जाती है पति मिलन का उत्साह
खड़ी हो जाती है किसी युद्ध-बंदिनी की तरह!

कुठाराघात करते हैं राम —- सीते, कौन होगा वह पुरुष
जो वर्ष भर पर-पुरुष के घर में रही स्त्री को
करेगा स्वीकार ?
मैं तुम्हें मुक्त करता हूँ, तुम चाहे जहाँ जा सकती हो।

उसने तुम्हें अंक में भर कर उठाया
और मृत्यु पर्यंत तुम्हें देख कर जीता रहा
मेरा दायित्व था तुम्हें मुक्त कराना
पर अब नहीं स्वीकार कर सकता तुम्हें पत्नी की तरह!

वाल्मीकि के नायक तो राम थे
वे क्यों लिखते सीता का रुदन
और उसकी मनोदशा?
उन क्षणों में क्या नहीं सोचा होगा सीता ने
कि क्या यह वही पुरुष है
जिसका किया था मैंने स्वयंवर में वरण
क्या यह वही पुरुष है जिसके प्रेम में
मैं छोड़ आई थी अयोध्या का महल
और भटकी थी वन, वन!

हाँ, रावण ने उठाया था मुझे गोद में
हाँ, रावण ने किया था मुझसे प्रणय निवेदन
वह राजा था चाहता तो बलात ले जाता अपने रनिवास में
पर रावण पुरुष था,
उसने मेरे स्त्रीत्व का अपमान कभी नहीं किया
भले ही वह मर्यादा पुरुषोत्तम न कहलाए इतिहास में!

यह सब कहला नहीं सकते थे वाल्मीकि
क्योंकि उन्हें तो रामकथा ही कहनी थी!

आगे की कथा आप जानते हैं
सीता ने अग्नि-परीक्षा दी
कवि को कथा समेटने की जल्दी थी
राम, सीता और लक्ष्मण अयोध्या लौट आए
नगर वासियों ने दीपावली मनाई
जिसमें शहर के धोबी शामिल नहीं हुए।

आज इस दशहरे की रात
मैं उदास हूँ उस रावण के लिए
जिसकी मर्यादा
किसी मर्यादा पुरुषोत्तम से कम नहीं थी।

मैं उदास हूँ कवि वाल्मीकि के लिए
जो राम के समक्ष सीता के भाव लिख न सके।

आज इस दशहरे की रात
मैं उदास हूँ स्त्री अस्मिता के लिए
उसकी शाश्वत प्रतीक जानकी के लिए!

                                                        — राजेश्वर वशिष्ठ

Loading

Kwame Nkrumah – ક્વામે નકૃમાહ

આશા બૂચ|Opinion - Opinion|8 October 2019

ગાંધી – એક વિશ્વ માનવ શ્રેણી મણકો – 11

“પહેલાં હું સમજી નહોતો શકતો કે ગાંધીની અહિંસાની ફિલસૂફી કેવી રીતે અસરકારક બની શકે. એ એક અત્યંત નબળી અને જીતવાની અપેક્ષા ન રાખી શકાય, તેવી પદ્ધતિ લાગતી હતી. સંસ્થાનવાદના પ્રશ્નનો હલ તે વખતે મને સશસ્ત્ર બળવામાં જ ભળાતો હતો. મહિનાઓ સુધી ગાંધીની નીતિઓ અને તેની અસરોનો અભ્યાસ કર્યા બાદ પ્રતીતિ થઇ કે જો એક મજબૂત રાજકીય સંગઠનનું પીઠબળ હોય તો અહિંસક લડત સંસ્થાનવાદની સમસ્યાનો હલ આપી શકે.”

આ વિધાન ઘાનાના રાષ્ટૃનાયક ને 1962ના લેનિન શાંતિ પુરસ્કાર વિજેતા ક્વામે નકૃમાહ દ્વારા કરવામાં આવેલું.

Guinea – ગિનીના અખાત પર સહારાના રણની દક્ષિણે આવેલા આફ્રિકન દેશ ઘાના 06 માર્ચ 1957ના દિવસે સ્વતંત્ર થયો. તેની સ્વાતંત્ર્ય ચળવળની આગેવાની કરનાર ક્વામે નકૃમાહ સંયુક્ત આફ્રિકાના સમર્થક, આફ્રિકન યુનિટી સંગઠનના સ્થાપક અને ઘાનાના પ્રથમ રાષ્ટૃપ્રમુખ હતા. તેમના મતે ઘાનાની આઝાદી માત્ર એ દેશ માટે જ નહીં, પરંતુ સારાયે આફ્રિકા માટે મહત્ત્વની હતી, તેથી તેમણે કહેલું, “અમારી સ્વતંત્રતા પૂરા આફ્રિકા ખંડની પૂર્ણ સ્વતંત્રતા સાથે જોડાયેલી ન હોય તો તેનો કશો અર્થ નથી રહેતો.”

અને ખરેખર, ઘાનાએ આઝાદી મેળવ્યા બાદના દસકામાં આફ્રિકાના લગભગ ત્રીસ દેશોએ વિદેશી શાસનની ધુરા ફગાવી દીધી. ગાંધીજીની માફક તેમને પણ પોતાના જાતભાઈઓ પર જાતિ આધારિત ભેદભાવ ભર્યા વર્તનને કારણે માનહાનિ કરવામાં આવી રહી હતી, તે અસહ્ય લાગતી હતી. એથી જ તો તેમણે આફ્રિકામાંથી સંસ્થાનોની સત્તાને ઉથલાવી પાડવાની યોજનાઓ ઘડી. આફ્રિકન પ્રજા પાસે દુનિયા સમક્ષ અશ્વેત લોકોનું આદરભર્યું સ્થાન ઊભું કરવાની, રાજકીય સ્વાયત્તતા અને સ્વમાનને પુનઃસ્થાપિત કરવાની ક્ષમતા છે, એવું તેમનું દ્રઢ માનવું હતું. ક્વામે નકૃમાહ પોતાનો ઘણો સમય ક્રાંતિકારીઓએ અપનાવેલ પદ્ધતિઓનો અભ્યાસ કરતા રહ્યા અને તેમને પ્રભાવિત કરી જનારામાંના એક તે મહાત્મા ગાંધી.

બ્રિટનના શાસન હેઠળના પશ્ચિમ આફ્રિકાના ગોલ્ડ કોસ્ટમાં આવેલ એક નાનકડા ગામ નક્રોફુલ ખાતે એક સોની પિતા અને પરચૂરણ વસ્તુઓનો વેપાર કરતી માતાને ઘેર જન્મેલા ક્વામેને ગાંધીજીના આદર્શોનો પાસ કેવી રીતે લાગ્યો હશે? રોમન કેથલિક ધર્મની દીક્ષા મેળવેલા ક્વામેએ રોમન કેથલિક શાળામાં અભ્યાસ કરીને શિક્ષક બનવાની તાલીમ લીધી. ત્યાર બાદ અમેરિકા જઈ અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રમાં ઉપાધિ મેળવી શિક્ષણમાં અનુસ્નાતક થયા, બેચલર ઓફ સેક્રેડ થિયોલોજી અને ફિલોસોફીમાં પણ અનુસ્નાતકની પદવીઓ મેળવી. આમ ઉચ્ચ શૈક્ષણિક પદવીઓ મેળવવાની તમન્ના ધરાવતા ક્વામે આફ્રિકન સ્ટુડન્ટ એસોસિયેશનમાં પણ સક્રિયપણે આગેવાની લેતા રહ્યા. આફ્રિકા ખંડના દેશોને વિકાસની દિશામાં કૂચ કરતા કરવા અને વિદેશી ધૂંસરીમાંથી મુક્ત કરવાની તેમની હિલચાલ અમેરિકામાંના તેમના દસ વર્ષના વસવાટ દરમ્યાન જ શરૂ થઇ ગયેલી. બીજા વિશ્વ યુદ્ધ બાદ ન્યુયોર્કમાં ભરાયેલ Pan-African પરિષદમાં આફ્રિકન દેશોને મદદરૂપ થવા તેમણે અમેરિકાને અરજ કરેલી.

ગાંધી એક માત્ર મહાન વ્યક્તિ નહોતા, તેઓ એક શાશ્વત વિચારધારાનું મૂર્ત સ્વરૂપ હતા, એ હકીકત જ્યારે દુનિયાના વિવિધ દેશોમાં તેમના વિચારોને અનુસરતી હસ્તીઓ અને તેમના કાર્યો વિષે જાણવા મળે છે, ત્યારે એ સિદ્ધાંતની પરિપૂર્તિ થયેલી જોવા મળે છે. 1954માં મળેલી પાંચમી પાન આફિકાની – સમસ્ત આફ્રિકી દેશોની કૉન્ગ્રેસમાં ગાંધીજીની સત્યાગ્રહની નીતિ વિષે ચર્ચા થયેલી અને વિદેશી સત્તા નિઃશસ્ત્ર પ્રજાની માગણીઓને માન્ય કરે તે માટેનો એક માત્ર અસરકારક માર્ગ અસહકાર અને સત્યાગ્રહનો જ છે તે વિષે હાજર રહેલા સહુ સહમત થયેલા. અહીં એ પણ નોંધ લેવી ઘટે કે કેનિયાના વડાપ્રધાન (1963-64) અને સંસ્થાનવાદ વિરોધી જોમો કેન્યાટા પણ એ પરિષદમાં હાજર હતા. ભારતમાં અમલમાં મુકાયેલી અહિંસક ચળવળને નાઈજિરિયાના ચીફ સોયેમી કોકર તરફથી પણ માન્યતા મળી. નાઈજિરિયાના નનામદી આઝીકીવે ગાંધીજીના ચાહક હતા, જેમણે પરિષદના એ ઠરાવને પૂરેપૂરો ટેકો આપ્યો. આમ એક કરતાં વધુ દેશના આગેવાનોએ પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પોતાના દેશોને ભારતીય સ્વતંત્રતા સંગ્રામનાં પગલે અહિંસક માર્ગે ગતિશીલ કરવાની પ્રતિજ્ઞા લીધી.

મોટા પાયા પર રચાયેલ સંગઠનોના ગઠબંધનો અને ચળવળોમાં બને છે તેમ નાના મોટા મતભેદો થવાને કારણે છેવટ કવામે નકૃમાહને યુમાઈટેડ ગોલ્ડ કોસ્ટ કન્વેનશનથી છુટ્ટા પડીને કન્વેનશન ઓફ પિપલ્સ પાર્ટી સ્થાપવાની ફરજ પડી. તેમણે જાહેર કર્યું કે બ્રિટિશ સરકારને ઘાનાને સ્વતંત્ર વહીવટ આપવા ફરજ પાડવા જરૂર પડશે તો તેઓ રચનાત્મક પગલાં – તેમની તરાહનો સત્યાગ્રહ – પણ લેશે. રચનાત્મક પગલાંમાં કાયદેસર અને બંધારણીય રીતે માન્ય હોય તેવાં પગલાં કે જેના દ્વારા તેઓ સામ્રાજ્યવાદના બળની સામે લડત લડી શકે, તેનો સમાવેશ થતો હતો. તેઓના શસ્ત્રોમાં કાયદાથી માન્ય રાજકીય ચળવળ, છાપાં અને શિક્ષણ મારફત કરાતો પ્રચાર અને છેવટના પગલાં તરીકે હડતાલો, બહિષ્કાર અને અસહકારના પગલાંનો સમાવેશ થતો હતો, જે ગાંધીજીએ ભારતમાં અમલમાં મુકેલાં તેવાં બિલકુલ અહિંસક પગલાં હશે તેમ જણાવેલું.

ક્વામે નકૃમાહની સફળતા સીધી કે આડકતરી રીતે મહાત્મા ગાંધીને આભારી છે. તેમણે સત્યાગ્રહની રણનીતિને ‘પોઝિટિવ એક્શન’ના નામે ઓળખાવી. તેઓને એ હકીકત પર પૂરેપૂરો વિશ્વાસ હતો કે આફ્રિકા ખંડના ઘણા દેશોની મુક્તિ હાંસલ કરવા માટે પોઝિટિવ એક્શને અદ્દભુત સફળતા મેળવી છે તેવી જ રીતે અણુશસ્રોની દોડ પાછળ અંધ બનીને માનવ જાતને નષ્ટ કરવા ઇચ્છતા ઘમંડી સત્તાધારીઓની ચેષ્ટા સામે પણ રક્ષા કવચ આપી શકશે. નકૃમાહનું માનવું હતું કે આફ્રિકાના જુદા જુદા ભાગમાં ડાયરેક્ટ એક્શનનો સામૂહિક ઉપયોગ કરવામાં આવે તો મીઠાના સત્યાગ્રહ જેવી સફળતા જરૂર મળી શકે. તેઓએ દક્ષિણ આફ્રિકાની રંગભેદી નીતિ સામે પ્રથમ વખત સત્યાગ્રહ અને અસહકારનો ઉપયોગ કરવા બદલ ગાંધીજીને હંમેશ સલામ કરી છે. ઘાના અને અન્ય દેશોને સ્વત્રંત્રતા મળી એ એક દમનકારી વિદેશી શાસન સામે મળેલ વિજય જરૂર છે, છતાં હજુ પણ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ તદ્દન નાબૂદ નથી થયો અને શસ્ત્ર વિહીન સ્ત્રીઓ અને બાળકોના જાન લેવાઈ રહ્યા છે તે પણ એક દુઃખદ હકીકત છે; છતાં ક્વામેને ભરોસો છે કે બહુમતી જનના ઈચ્છાબળનો આખર વિજય થશે. કોઈ સરકાર તેની પ્રજાની ઈચ્છા વિરુદ્ધ લાંબો સમય સત્તા ટકાવી ન શકે. એકતાના સૂત્રે બંધાયેલી મક્કમ નિર્ધારવાળી પ્રજાને ગમે તેવું અભેદ્ય બળ પણ હરાવી ન શકે. પોઝિટિવ એક્શન જાહેર કર્યા બાદ અર્ધી સદી બાદ પણ ક્વામે નકૃમાહે કહેલું, “પોઝિટિવ એક્શન (સત્યાગ્રહને તેમણે આપેલ નામ) સાબિત કરે છે કે અહિંસક સાધનોથી દમનકારી સરકારો સામે લડાઈ લડવી સંભવ છે અને તે દબાયેલી પ્રજાને વિજય પણ અપાવે છે.” અહીં તેમની અહિંસા પ્રત્યે સ્વતંત્ર પણે કેળવાયેલી શ્રદ્ધાનો પુરાવો મળે છે.

8 જાન્યુઆરી 1950ને દિવસે શરૂ કરેલ પોઝિટિવ એક્શનની ચળવળ માત્ર ઘાના જ નહીં, બાકીના આફ્રિકન દેશોને પણ બ્રિટિશ રાજમાંથી મુક્ત કરાવવાનું નિમિત્ત બની. ભારતમાં જેનો સામનો કરવો પડેલો તેવા જ અહિંસક અને અસહકારના દીર્ઘ પગલાંઓનો બ્રિટિશ સરકારે સામનો કરવો પડેલો. લોકશક્તિનું બળ એટલું હતું કે દોઢ વર્ષની અંદર સી.પી.પી પાર્ટીના નેતાઓને કેદમાં પૂરેલા તેમને છોડવા પડ્યા, અને તેના નેતા બ્લેક આફ્રિકાની પ્રથમ સ્થાનીય સરકારના વડા બન્યા! જેમ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને પગલે પગલે સમગ્ર ચેતના જાગૃત થઇ ગયેલી, તેમ જ ઘાનામાં લેવાયેલ પોઝિટિવ એક્શનને કારણે સામાન્ય જનતામાં પોતે પોતાના નસીબની બાગડોર પોતાના જ હાથમાં સંભાળી શકે તેમ છે તેવી જાગૃતિ આવી જેને પરિણામે પોતાના અધિકારોની માગ માટે અવાજ ઉઠાવવાનો આત્મવિશ્વાસ કેળવાયો. દબાયેલી અને કચડાયેલી ઘાનાની પ્રજા સંસ્થાનવાદના સમયના મૂડીવાદને ખતમ કરવા અને સામાજિક ન્યાય અને લોકશાહીના પાયા પર રચાયેલ દેશ ઊભો કરવા માટે લોકોને ગતિશીલ બનાવવા સક્ષમ છે એવો તેમને અહેસાસ થયો.

અહિંસક લડતનો માર્ગ હંમેશ લાંબો અને કઠિન હોય છે. છેવટ ઘાનાની પ્રજાનું સ્વપ્ન સાકાર થયું. 06 માર્ચ 1957 − ઘાના બ્રિટિશ રાજથી સ્વત્રંત્ર થયું. માર્ટિન લ્યુથર કિંગ અને તેમના પત્ની લોરેટ્ટા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં હાજર રહેલાં, તેઓ નકૃમાહની નેતાગીરીથી ખૂબ પ્રભાવિત થયા અને નોંધ્યું કે ઘાનાની આઝાદીની લડત અને અમેરિકન નાગરિક અધિકારોની લડતમાં ઘણું સામ્ય છે અને અમેરિકા પરત થયા બાદ એમ.એલ.કે.એ પોતાના પ્રવચનોમાં પોતે નકૃમાહ અને તેમની આગેવાની હેઠળ ચાલેલી લડતમાંથી તેઓ શું પાઠ શીખ્યા તે વિષે વાત પણ કરી. બંને નેતાઓને ગાંધીજીની અહિંસક લડત પરથી પ્રેરણા મળેલી અને માર્ટિન લ્યુથર કિંગે કહ્યું, “ઘાનાની અહિંસક માર્ગે મળેલી આઝાદી આપણને યાદ અપાવે છે કે પ્રજા અને કોઈ પણ દેશ દમનથી પોતાની જાતને હિંસા આચર્યા વિના મુક્ત કરી શકે છે.”   

ભારતની આઝાદી બીજા કેટલા દેશોની ગુલામીની બેડી તોડવામાં નિમિત્ત બની એ સમજવા જેવું છે. બંગાળના કેટલાક રાજકારણમાં અગ્રેસર એવા લોકો સાથે વાત કરતાં ગાંધીજીએ કહેલું, “જો ભારતને સત્ય અને અહિંસાને પગલે સ્વરાજ મળશે તો તે એશિયાના તમામ શોષિત દેશોને માર્ગ બતાવશે, એટલું જ નહીં પરંતુ આફ્રિકા ખંડના રહેવાસીઓ નિગ્રો અને યુરોપને પણ રસ્તો બતાવનાર મશાલ બની શકશે.”

ક્વામે નકૃમાહે ભારતમાં બ્રિટિશ રાજ દરમ્યાન સરકાર દ્વારા આચરાયેલા દમન અને તેનો સામનો કરવા લેવાયેલા અહિંસક પ્રતિકારનો પૂરેપૂરો ઝીણવટભર્યો અભ્યાસ કરલો એમ પ્રતીત થાય છે, આથી જ તો તેમણે નાઈજિરિયાની મહિલાઓ સરકારે લાદેલા ભારે કરવેરા સામે શાંતિપૂર્ણ દેખાવો કરી રહી હતી તેમના પર મશીનગનનો મારો ચાલવેલ તેની સરખામણી 1919ના અમૃતસરના જલિયાંવાલા બાગની સામૂહિક હત્યા સાથે કરેલી, તેમ જાણવા મળે છે.

ક્વામે નકૃમાહ તેમના વિદ્યાર્થી કાળથી શરૂ કરીને મૃત્યુ સુધી આફ્રિકાની મુક્તિ માટે લડત ચલાવવા પ્રતિબદ્ધ રહ્યા. સ્વતંત્રતા, સમાનતા, સ્વાયત્તતા અને સામાજિક ન્યાયના ખ્યાલોએ તેમને ઘાના અને તે દ્વારા આફ્રિકા ખંડના તમામ ગુલામ દેશોની સ્વતંત્તા માટે લડત લડવા પ્રેર્યા. તેમણે ગાંધીજીની માફક બહિષ્કાર, હડતાળ, ચોપાનિયાં વેંચવા, અને લોકશિક્ષણના માધ્યમથી પ્રજાના મૂળભૂત અધિકારોની માગણી કરી. એ ચળવળમાં મહિલાઓ, ખેડૂતો અને વેપારી સંગઠનો જોડાયાં. સૈકાઓથી થતા આવતા દમનથી પીડિત આફ્રિકાની પ્રજા માટે ઐક્ય સાધવું એ જ એક માર્ગ હતો જેનાથી પોતાનાં સ્વમાન અને ગૌરવ પાછાં મેળવી શકે અને દુનિયા સાથે સમકક્ષ બનીને ઊભા રહી શકે.

ક્વામે નકૃમાહની સરકાનો વહીવટ ઓછામાં ઓછી લંચ-રુશ્વતથી ચાલ્યો. અલબત્ત તેમને માર્ક્સિસ્ટ વિચારો તરફ આકર્ષણ થયું હતું, અને તેઓ રશિયન પ્રણાલી મુજબની સમાજવાદી સમાજરચનાનું સમર્થન કરતા હતા, અને તેથી જ કદાચ ઘાનાના લેનિન તરીકેની ઓળખ પામેલા. જો કે 1962માં લેનિન શાંતિ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું તે તેમના અહિંસક આંદોલનનું જ મૂલ્યાંકન હતું.

કોઈ રાજકીય નેતા વિવાદોથી પર નથી હોતા. ક્વામે નકૃમાહ પર દેશની આર્થિક સ્થિતિને પાયમાલ કરવાના, વાણી સ્વાતંત્ર્ય છીનવીને અખબારોને મોઢે તાળાં દેવાના અને એકહથ્થુ સત્તા ભોગવવાના તહોમત મુકવામાં આવેલા, જેને કારણે 1966માં તેમને પદભ્રષ્ટ કરવામાં આવેલા. શેષ જીવન તેમણે ગિનીમાં વિતાવ્યું.

ઇતિહાસનાં પાને ઘાના અને આફ્રિકાના ઘણા દેશોના વિદેશી શાસનથી છુટકારો અપાવનાર એક મુક્તિદાતા તરીકે ક્વામે નકૃમાહનું નામ કોતરાઈ ગયું. ગાંધીનાં વિચારો અને કાર્યો હજારો માઈલ દૂર બેઠેલા આફ્રિકાના કર્મવીરોને જગાડી ગયા એ આજે આપણે યાદ કરીએ.

(મુખ્ય સ્ત્રોત : mkgandhi.orgમાં પ્રગટ થયેલ રામ પોન્નુના લેખ પર આધારિત)

e.mail : 71abuch@gmail.com

Loading

જાતીય ભોગ : શોષણ કે શોષણને માટેની સમ્મતિ?

સુમન શાહ|Opinion - Opinion|8 October 2019

એક નવલકથા પરથી બનેલી ફિલ્મે એક વેશ્યાને સમાજ સામે તીવ્ર પ્રશ્નો કરતી કરી, એ ઘટના નૉંધપાત્ર છે

આપણે વેશ્યાકર્મને અન્ય કર્મોના જેટલું જ સહજ અને ઉમદા કર્મ શું કામ નથી ગણતા?

વ્લાડિમીર નબોકોવની જગવિખ્યાત નવલકથા ‘લોલિટા’ 1955-માં પ્રકાશિત થઈ હતી. તે પરથી પહેલી વાર ફિલ્મ બનેલી 1962-માં. પછી બનાવી 1997-માં એડ્રિએન લેને. બન્ને વખતે શીર્ષક અપાયેલું, ’લોલિટા’.

ઈન્ગ્લૅન્ડમાં સ્થાયી સૅક્સવર્કર (વેશ્યા) પરન્તુ ઍક્ટિવિસ્ટ ફ્રીલાન્સ સ્ત્રીલેખકે ‘તમૅરા મૅકલાઉડ’-ના છદ્મનામથી લેનની ‘લોલિટા’ સંદર્ભે એક વિચારોત્તેજક લેખ કર્યો છે.

એક નવલકથા પરથી બનેલી ફિલ્મે એક વેશ્યાને સમાજ સામે તીવ્ર પ્રશ્નો કરતી કરી, એ ઘટના મારે મન ઘણી નૉંધપાત્ર છે. મેં લેખ વાંચ્યો; ફિલ્મ પણ જોઈ.

તમૅરાએ ’લોલિટા’ ૧૨ વર્ષની વયે ટેલિવિઝન પર જોયેલી. એણે જોયું કે ૧૨-ની લોલિટા અને ૩૭ વર્ષનો એનો પ્રેમી પાલક હમ્બર્ટ, બન્ને જણાં, બદનામ મૉટેલોમાં ભમતાં ફરતાં રહે છે. એક વાર અંધારિયા રૂમમાં બન્ને જણાં શરીરોને ભોગવતાં’તાં, ને એમ કરતાં કરતાં મજાક-મસ્તીએ ચડી ગયેલાં. તમૅરા જણાવે છે કે ત્યાંલગીનું એ ‘રોમૅન્ટિક ઍસ્થેટિક્સ’ ધીમે ધીમે કરીને આછરી જાય છે. પછી પથારી સિક્કાઓથી છવાઈ ગઈ હોય છે. લોલિટા એ પૈસા સમેટતી હોય છે. હમ્બર્ટને થાય છે -અરે, આ તો મને છોડીને ભાગી જવાની ! ફિલ્મમાં દર્શાવાયું છે, દરેક ‘પ્લે’ માટે લોલિટાએ 2 ડૉલર માગેલા અને હમ્બર્ટે આપેલા. પછીના દૃશ્યમાં ખુલ્લા અને લડાલડીભર્યા આઘાતક શૉટ્સ હતા. લોલિટા બરાડી ઊઠે છે – મારી કમાણીના છે એ પૈસા !

તમૅરા પોતાની વાત કરતાં કહે છે, હું વલ્નરેબલ – આક્રમણભોગ્ય – હતી. મને ભોગવી ગયેલા પુરુષોને હમ્બર્ટની જેમ જ ભાન ન્હૉતું કે તેઓ મારા વિષયમાં શું કરી ગયા’તા. ગરીબ છોકરી અને એને પૈસાથી ભોળવનારા પુરુષો વચ્ચેની એ એક ‘પાવર સ્ટ્રગલ’ હતી – કોણ જીતે છે, કોણ હારે છે. ‘મારી કમાણીના છે એ પૈસા’ – વચનથી હમ્બર્ટને થયું, એમની વચ્ચેનો પ્રેમ-સમ્બન્ધ લેવડદેવડનો છે, કૉમોડિટી-ઍક્સચૅન્જ છે. એ તો દુરાચાર ! એ એટલો તો બેબાકળો થઇ જાય છે કે લોલિટાને લાફો મારે છે. ફિલ્મમાં દર્શાવાયું છે, લોલિટા હમ્બર્ટને બરાડો પાડીને કહે છે : તમે મારી મા-ને મારી નાખી ! હવે મને મારો ! મને મારો ! મારો ! : ક્રોધાવેશમાં વરસતા વરસાદમાં એ સાઇકલ પર નીકળી પડે છે. હમ્બર્ટ એને શોધી કાઢે છે; પસ્તાવો કરે છે; લોલિટા માની જાય છે …

કમાણીની વાતે હમ્બર્ટને લોલિટા શું લાગી? હલકટ. કદાચ વેશ્યા. તમૅરા કહે છે, વગેરે જે થયું એમાં કશી નવાઈ નથી. વેશ્યાકર્મને ધર્મચુસ્ત કટ્ટરપન્થીઓથી માંડીને ઉગ્ર નારીવાદીઓ પણ હલકું ને હીણપતભર્યું ગણતા આવ્યા છે. પરન્તુ હકીકતો જુદી છે. કદીક વેશ્યાકર્મ હીણ નથી પણ હોતું, કદીક ગેરકાયદેસરનું હોય છે, પણ મોટે ભાગે તો કાયદાને કારણે જ ગૂંચવાતું જતું …

આટલું કહ્યા પછી તમૅરા તાતો સવાલ એ કરે છે કે – વેશ્યાકર્મને એક કર્મ ગણવામાં શી તકલીફ છે? હું કરું છું ને એ કર્મ ! પણ વિવેચકો ઇચ્છે છે કે આપણે એ બાબતે બાયનરી ડિસિઝન્સ લઈએ : લોલિટા વેશ્યા કે પરિસ્થતિનો શિકાર? : હમ્બર્ટ દયાપાત્ર કે હેવાન? : તમૅરા પૂછે છે, બન્ને જણાં બન્ને વાતે એમ ન હોઈ શકે? કહે છે – હું એવી દુનિયામાં મોટી થઈ, મેં જોયું, જેમાં મારી કમનીય કાયાનો જ મહિમા હતો. પહેલી વાર એક પીઢ પુરુષે મને કામવાસનાથી જોઈ ત્યારે હું માત્ર ૧૧-ની હતી. એ દિવસથી મારામાં કશુંક એવું જાગ્યું જેથી મને પુરુષોને પટાવતાં-રમાડતાં આવડી ગયું. થોડાંક વર્ષોમાં સમજી ગઈ કે મારી પાસે સૌન્દર્ય છે, યૌવન પણ છે. બદલામાં પુરુષજાત મને પૈસા, મૉજશૉખની ચીજો, વગેરે બધું આપવાને તલસે છે. શરમ-બરમને ભૂલીને હું જો ઠસ્સો રાખીશ કે મારી પાસે ભોગ્ય શરીર છે, ઘણું પામીશ. હું ગરીબાઈમાં જીવતી’તી … મને ટીકી-ટીકીને જોતી દરેક પુરુષનજર, દરેક કૅટકૉલ – વ્હિસલ – મારા માટે સુવર્ણ તક હતી …

જો કે, એ મારું એક જાતનું પલાયન હતું. પિતા હોત, નક્કી ઘર હોત, તો એ બધું કરવાની મને જરૂર પડી હોત? ના. સંજોગોએ મને આકર્ષક કામિની બનાવી દીધી. મારી કામુકતા પર મને બહુ ભરોસો બેઠો. અને, કામેચ્છાઓ મને પોતાને પણ હતી જ ને વળી ! ફાયદો મારે બે વાતે હતો – કામ સંતોષાય ને નાણાં ય મળે …

હમ્બર્ટ (37) અને લોલિટા (12)

જણાવે છે, વેશ્યાકર્મની નાનમ મને અંદરથી કોરી ખાતી’તી. જો કે, જાતીય વ્યવહારોને સમ-દૃષ્ટિએ જોતા ‘સૅક્સ-પોઝિટિવ ફૅમિનિઝમ’-થી મને એ દરમ્યાન સારું પણ લાગતું’તું. તેમ છતાં, શરીરને વેચવા હું જે ‘સ્ટ્રક્ચરલ રીઝન્સ’-થી દોરવાયેલી, ભુલાતાં ન્હૉતાં. એ કારણો ન હોત તો આદર્શોમઢી આ દુનિયામાં મારે બીજું જે કરવું હોત, ખુશીથી કરી શકી હોત !

તમૅરાનો આ લેખ, મારા મતે, બે પ્રશ્ન આગળ કરે છે – આપણે વેશ્યાકર્મને અન્ય કર્મોના જેટલું જ સહજ અને ઉમદા કર્મ શું કામ નથી ગણતા? – વેશ્યાકર્મ પાછળનાં ‘સ્ટ્રક્ચરલ રીઝન્સ’ માટે શું સમાજ અને સંસ્કૃતિ જવાબદાર નથી?

તમૅરા દાખલા આપે છે : ધન ખાતર શ્રીમન્તને પરણેલી ગૃહિણી સમાગમની ચરમ સીમા નથી અનુભવતી; ઢૉંગ કરે છે. ભોગ અને ફરજ વચ્ચેના ફર્કનું શું? : કોઇ પુરુષ સાથે સિન્ગલ મધર સમ્ભોગ કરે છે, પણ ખરેખર એ માટે એ સમ્મત ન્હૉતી ને એને ગમ્યું પણ ન્હૉતું અને પેલાએ તો એને એટલા સમય પૂરતી જ રાહત આપેલી. પત્ની જો પતિ સાથે જાતીય આનન્દ નથી માણી શકતી, તો એ પ્રશ્ન લગ્નનો છે. ઘરાક સાથે વેશ્યા જાતીય આનન્દ નથી માણી શકતી, એનો અર્થ એ કે એ કામ એણે કચવાઈને સ્વીકાર્યું છે, કહો કે, પોતાના જાતીય શોષણ માટે એણે સમ્મતિ નથી આપી : સમ્મતિ અને શોષણ વચ્ચેના ફર્કનું શું?

આમ, કાં તો શોષણ અથવા તે માટેની સમ્મતિ; કાં તો કામ આને કહેવાય અથવા આને ન કહેવાય; વાત એ રીતે થાળે પડેલી છે. તમૅરા તરત ઉમેરે છે – ના, વાસ્તવિકતા ઘેરી અને ગંદી છે. કેમ કે એમાં માનવસમ્બન્ધોની સંકુલતા અતિશયિત હોય છે અને એ કોઈને દેખાતી નથી. એ અંધાપો સુવિકસિત મનોવિજ્ઞાને પણ સેવ્યો છે. જણાવે છે, આર્થિક અને લૈંગિક અસમાનતાઓ વેશ્યાકર્મનાં મૂળ કારણો છે. એ વિશે ઊંડેથી વિચારવાની, જરૂરી ટીકા કરવાની અને ખાસ તો વેશ્યાકર્મીઓનો પક્ષ કરવાની જરૂરત છે. તમૅરા આપણા ‘કૉગ્નિટિવ ડિસ્સોનન્સ’-ની સખત ટીકા કરે છે. એટલે એમ કે આપણે આપણાં સદ્વર્તનો માટે આવશ્યક પણ હકીકતે અસંગત ને જૂઠાં મનોવલણોથી ગ્રસ્ત છીએ અને તેનો કદી નિકાલ નથી કરતા. તમૅરા ચૂંટલી ખણે છે : આ વાત કબૂલવા આપણે આપણાં ભૉંડાં ‘હા’-માં નમાવવાની જરૂર છે …

કરુણતાથી કહે છે, પોતે તો ભૌતિક સગવડો માટે જાતને વેચી. લોલિટા તો બાળકી હતી ને ભોગવાઈ. એને ખબર પડી ગયેલી કે આ પિતૃસત્તાક સમાજના અર્થકારણ વચ્ચે પોતાની કાયાની શી ભૂમિકા છે. એવી ખબર તમૅરાને પણ પડેલી.

તમૅરાએ મર્મમાં કહ્યું છે એને હું દોહરાવું છું : આપણે સૌ આપણાં શોષણ થવા જ દઈએ છીએ ….

= = =

[મંગળવાર, તારીખ ૮/૧૦/૨૦૧૯ના રોજ ‘નવગુજરાત સમય'માં પ્રકાશિત લેખ અહીં સૌજન્યસહ મૂક્યો છે]

Loading

...102030...2,6602,6612,6622,663...2,6702,6802,690...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved