Opinion Magazine
Number of visits: 9683539
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વાવલમ્બન કે પરસ્પરાવલમ્બન?

સુમન શાહ|Opinion - Opinion|24 March 2020

જીવનમૂલ્ય શ્રેણી – ૧૧

== ઇન્ટરડિપેન્ડન્સી – પરસ્પરાવલમ્બન – આજે બઝવર્ડ છે ==

== આપવાથી વધે જ વધે અને ન આપવાથી ઘટે જ ઘટે એવી કોઈ ચૉક્કસ વસ્તુ આ સંસારમાં હોય તો તે વિદ્યા છે ==

સ્વાવલમ્બન મોટું જીવનમૂલ્ય છે. સ્વાવલમ્બી વ્યક્તિ કોઈને ભારે ન પડે. જાતે કમાય જાતે ખાય-પીએ ને મૉજમાં પણ જાતે જીવે. માણસ સ્વતન્ત્ર હોય, ન હોય તો થાય, ને પછી સ્વતન્ત્રતાનો સરસ વિનિયોગ કરે તો ક્રમે ક્રમે સ્વાવલમ્બી થઈ જાય. કોઈનો એને ટેકો નહીં. કહેવાય છે ને કે એ તો પોતાના પગ પર ઊભો છે. સ્વાવલમ્બીના સ્વને કેન્દ્ર સાંપડ્યું હોય છે એટલે એ વ્યક્તિ હંમેશાં સૌને સ્વ-કેન્દ્રી લાગતી હોય છે, પણ એ કેન્દ્રને લીધે સ્તો એના જીવનની ત્રિજ્યાઓ વિસ્તરતી હોય છે. એવી વ્યક્તિ જનતાને એકલપેટી અને સ્વાર્થી લાગે. અને કેટલાક દાખલાઓમાં એમ હોય છે પણ ખરું. એવા તેઓ પોતાની જ વાતમાં ડૂબેલા હોય છે. સંસ્કૃત શબ્દ વાપરવો હોય તો એમને ‘આત્મનિરત’ કહેવાય.

રોજિંદા વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે સામાન્ય મુદ્દો હોય તો પણ એ આત્મનિરતો બોલ્યે જ રાખે છે ને આપણને બોલવાની તો તક જ નથી મળતી. ઘણી વાર ઊંધું પણ બને છે. આપણને સાંભળતા હોય પણ એમનો વારો આવે ત્યારે તેઓ પોતાની એ જ વાત ચલાવે છે જે એમને આપણા વારા માટે છોડવી પડેલી ! એટલે કે આપણે બોલતા'તા ત્યારે તેઓ પોતાના મનમાં પોતાની જ વાતને વાગોળતા'તા. આઈ મીન, પોતાના આત્મા જોડે વાતો કરતા'તા ! આપણો ભ્રમ હતો કે તેઓ આપણને સાંભળે છે …

જો કે બીજાને અડ્યા-નડ્યા વિના વ્યક્તિ પોતાનો સ્વાર્થ સાધતી હોય તો શો વાંધો? પણ એ પ્રકારે જો બધાં જ મનુષ્યો સ્વાર્થ સાધતાં થઈ જાય તો શું થાય? એક રીતે સારું થાય : હું મારો સ્વાર્થ સાધું, તમે તમારો, બન્ને સરખેસરખા સ્વાવલમ્બી, આખો સમાજ સ્વાવલમ્બી. પરન્તુ સમાજ નામની વસ્તુ અને સ્વાવલમ્બન? ના, સમાજ એટલે જ, ન માત્ર હું કે ન માત્ર તું કે તમે, બલકે આપણે ! પરસ્પરાવલમ્બન. કેમ કે, નહિતર, મારો સ્વાર્થ તમારા સ્વાર્થની આડે આવે અને તમારો સ્વાર્થ મારા સ્વાર્થની આડે આવે. એવું મોટે ભાગે બને જ છે. વળી એ પણ ખરું કે પ્રકાર પ્રકારની સિસ્ટમ્સ પણ માણસના સ્વાર્થની આડે આવે છે ને એના વિકાસને રૂંધે છે. બને છે એવું કે સ્વાર્થીઓ એ કારણે પણ જીવન હારી જાય છે. આમ, સ્વાવલમ્બન સારી વસ્તુ છે પણ વ્યક્તિને સ્વાર્થમાં દોરી જાય છે ત્યારે અતિ નકામું પુરવાર થાય છે. એટલે લગી કે એવા સ્વાવલમ્બીઓ એકલા પડી જાય છે. જતે દિવસે એકલતા એમને ખાઈ જાય છે.

એટલે જ, સંસારમાં પરમાર્થ અને પરમાર્થીઓની જરૂર પડે છે. પોતા પાસે જે કંઈ હોય એમાંથી થોડું કે આપી શકાય એટલું બીજાને કશા હેતુ વગર અમસ્તા જ આપે, એવી વ્યક્તિઓ પરમાર્થી છે. આમ તો અનેક પરમાર્થો છે, પણ વિદ્યાના ઉપાસક તરીકે મને વિદ્યાવિષયક પરમાર્થની વાત કરવી વધારે ફાવે છે. વિદ્યા બીજાને આપવી, બીજાને ન વેચવી પણ બીજામાં વહેંચવી, બીજાને એનો સહભાગી બનાવવો, એ મોટો પરમાર્થ છે. મોટો એટલા માટે કે એ પરમાર્થથી બીજા નાના નાના પરમાર્થ આપોઆપ થવા માંડે છે. મને કોઈએ સહજપણે કિંચિત્ આપ્યું હોય તો મને એમ જરૂર થવાનું કે હું પણ કોઈ બીજાને મારામાંનું કંઈક તો આપું. વિદ્યા બીજાને આપવાથી હંમેશાં વધે છે. આપવાથી વધે જ વધે અને ન આપવાથી ઘટે જ ઘટે એવી કોઈ ચૉક્કસ વસ્તુ આ સંસારમાં હોય તો તે વિદ્યા છે.

આપણે જે સમયમાં જીવીએ છીએ એમાં ઇન્ડિપેન્ડન્સીનું કે ડિપેન્ડન્સીનું – સ્વાવલમ્બનનું કે પરાવલમ્બનનું – અલગ અલગ અસ્તિત્વ ટકી શકે એમ છે જ નહીં. ટક્યું હશે તો તૂટી પડવાના જોખમમાં હશે. આ દોડતીભાગતી – રનઅવે – દુનિયામાં સ્વાવલમ્બી શી હોડ બકવાનો'તો? કમજોર પડી જવાનો. પરાવલમ્બી કોનો ટેકો લેવાનો? પેલા કમજોરનો? કશો ભલી વાર નહીં. એ પણ બેસી પડવાનો.

આ તો ઇન્ટરનેટ નામની જાળનો યુગ છે. ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક્સથી એ જાળ જીવન્ત રહે છે ને સદા વિકસતી ચાલે છે. હું એમ ખાંડ ખાઉં કે મારા જેવો સ્વાવલમ્બી કોઈ નથી પણ મારું સ્વાવલમ્બન બહારનાં અનેક તત્ત્વોના ટેકે ટક્યું હોય છે. મને લાગે કે મારો ‘હું’ અકબંધ ને એક છે પણ એ બહારનાં અનેક તત્ત્વોથી રસાઈને બન્યો હોય છે. સમજવાનું એ છે કે ઇન્ટરનેટે બહારનાં એ તત્ત્વોને હવા જેવાં ઝડપી બનાવી દીધાં છે. ને એટલે આપણામાં એ આપણી જાણ બહાર ગોઠવાઈ ગયેલાં છે. પુરવાર એ થઈ રહ્યું છે કે વાસ્તવમાં ઇન્ડિપેન્ડન્સી એક લાગણીથી વધારે કંઈ નથી, હકીકતે આપણે ઇન્ટરડિપેન્ડન્ટ છીએ. દરેક 'હું'-માં 'તું' ને 'તે' સન્નિહિત છે. લાચારી એ છે કે 'હું' 'તું' ને 'તે'-ને માટેનો કોઈ એક જ શબ્દ ભાષામાં નથી. બને કે નજીકના ભવિષ્યમાં રચાઈ આવે.

એક જણો પર્વત પર છે, બીજો પર્વતની ધારે. બન્ને એકબીજાના સજાગ અવલમ્બને ટક્યા છે. ઉપરવાળો ન તો ઢીલ છોડશે, ધારે ઊભેલો ન તો જોર કરશે. એમ કરે તો શું થાય તે સમજાય એવું છે. પરસ્પરાવલમ્બનનું સાર્થક ચિત્ર.

લેખનો સાર એ કે ઇન્ટરડિપેન્ડન્સી – પરસ્પરાવલમ્બન – આજે બઝવર્ડ છે. એ અનિવાર્ય થઈ ગયું છે. થાય એટલું એને આત્મસાત્ કરીએ ને જીવનશૈલીમાં જોડી દઈએ.

નાનપણમાં જોયેલું એક દશ્ય, કરુણ છે, પણ એટલે જ યાદ રહી ગયું છે. અમારા ફળિયામાં કાયમથી માગણ આવતા. એક હતું ચાર માગણનું ઝૂમખું. આંધળા બાપના ખભે લંગડી મા પગ લબડાવીને બેઠી હોય જે બાપને આગળ શેનું ધ્યાન રાખવાનું છે તે કહેતી રહે. બાપનો જમણો હાથ ઝાલ્યો હોય દીકરીએ, ટેકો કરવા. ડાબો ઝાલ્યો હોય દીકરાએ, ટેકો કરવા. બાપ સિવાયનાં એ ત્રણેય જણાં ભજન જેવું લલકારતાં હોય ને વચ્ચે વચ્ચે બ્રેક લઈને દીકરો ને દીકરી બન્ને બોલતાં હોય – કોઈ બૅન કઢી દાળબાળ હોય તો આલોઓઓઓ બૅઍઍન …

એમનું એમ બોલવું હું આબાદ બોલી બતાવી શકું એમ છે. પણ એ ચારેયનું પરસ્પરાવલમ્બન નૉંધપાત્ર છે. ખાસ તો, આંધળા બાપ અને લંગડી મા વચ્ચેનું અર્થાત્ લાચાર પતિ અને ઓછી લાચાર પત્ની વચ્ચેનું ખૂબ પ્રેરક છે.

વાત એમ છે કે આપણને જો આપણી લાચારીની ઓળખ હોય તો અન્ધના ખભે પંગુની રીતેભાતે પરસ્પરાવલમ્બનની રમ્ય ઘટના જરૂર ઘટે …

= = =

(March 21, 2020 : Ahmedabad)

Loading

રવિવારે બપોરે

સલિલ ત્રિપાઠી|Poetry|23 March 2020

રવિવાર બપોરે
આ ધબબ ધબબ ધબૂકતો અવાજ –
ધોબીઘાટ પર અફળાતાં કપડાં,
કે નીચે વોલીબોલ રમતા ખ્રિસ્તી યુવકો?
આ કિકિયારી અને કકળાટ –
વીજળીના તાર પર બેઠેલી કાબર
કે રિવર્સ થતી ગાડીનો ઘોંઘાટ?
આ પિયાનોના સૂર –
પેલી ખ્રિસ્તી છોકરીની પ્રેક્ટિસ
કે પાંચેક પારસી માટે રેડિયો પર વાગતો કાર્યક્રમ?
સામેની બારીમાં
યશોમતીબેનનો પાંડુ પોતાના કાન સાફ કરે છે
અને
નીચે મરિયમ ટુવાલ ઉછાળે છે જે વિસ્તરીને
સ્ટૂલપર ચુપચાપ ડાહ્યોડમરો થઇ બેસી જાય છે
અને
રણછોડ સ્કૂટર ચલાવવા મરણિયા પ્રયત્નો કરે છે
કીક મારી મારી ને થાકી જાય છે
ચોકની સામેની બાજુ
પેલા મકાનની દીવાલના
પીળા રંગનું પોપડું ઉખડી રહ્યું છે
એક ધાબુ દેખાય છે,
શ્રીલંકાના નકશા જેવું
અશ્રુબિંદુ જેવું
જમરૂખ જેવું
એની નીચે એક આડી રેખા, ટેનિસની નેટ જેવી –
બાજુમાં દોરેલા ક્રિકેટના ત્રણ સ્ટમ્પ
બારીનો તૂટેલો કાચ
ગટર પાસે ચમકે છે એક કોકાકોલાનું ડબલું
ફેંક્યું જાણે બતાવવા
કે અમે કોકાકોલા પીધું છે
અમારા એવા કોન્ટેક્ટ છે, સાહેબ,
અમને તો આજકાલ કોકાકોલા બી મળે!
સરકારનો બેન હોય કે ન હોય!
આપણું તો બોસ, કાયદેસર!
મારી જમણા હાથની પહેલી આંગળી દુખે છે
ટચલી આંગળી પર છે નાનકડો કાપ
બેમાં અઢાર કમ એટલે કે અઢાર વત્તા સાઈઠ વત્તા સાઈઠ વત્તા ત્રીસ
એટલે કે એકસો અડસઠ મિનિટ – પછી જ મળશે ચા.
વાંચું છું હું દીવાલપર લખાયેલી ઈચ્છાઓ અને ચીતરાયેલાં સ્વપ્નો –
અમિત ઇઝ અ નટ. ઇન્દિરા ગાંધી ઝિંદાબાદ. રાજન+માધવી.
વણસંતોષાયેલી અભિલાષા, અધૂરી મનોકામના
દેખાય છે એક ચિત્ર દીવાલપર
નગ્ન છોકરીનું – ઝડપથી દોરેલું,
કોઈ આવીને ચિત્રકારને દોરતું જોઈ જાય તે પહેલાં,
પકડાઈ જવાય તે પહેલાં,
નગ્ન છોકરી ક્યારે ય જોઈ ન હોય
અને માત્ર કલ્પી હોય, તેવું છે એ ચિત્ર દોરી
ચિત્રકાર પલાયન –
એક સરદારજીનો ચહેરો,
પણ દાઢી એવી તો વિશાળ કે જાણે આયાતોલ્લાહને
વળગેલો મધપૂડો!
આસપાસ આડાઅવળા લીટા ને લપરડા
રડ્યું ત્યાં એક બાળક
આળસ મરડી ઊંઘ બગડયાના ગુસ્સાથી ભરેલી
માએ દીધો એક જબરજસ્ત તમાચો
બાળકે પાડી ચીસાચીસ
ધડાક દઈને માએ દરવાજો અફળાવ્યો
બાળક ગયું દોડી
ભેંકડો તાણ્યો
ઊડી ગઈ પેલી કાબર
હજુ ખોતરે છે પાંડુ એનો કાન
વોલીબોલની રમત ચાલી રહી છે હજુ
હીંચકેથી ઊઠી મેં કબાટમાંથી એક ચોપડી કાઢી
બધા અક્ષર એકસરખા લાગ્યા
મેં વાંચવા પ્રયત્ન કર્યો
પણ કશું સમજાણું નહીં
મારા પોપચા પર છે ખૂબ ભાર
મારી સમક્ષ હવે અંધકાર

November 1979

Loading

फांसी का जश्न

कुमार प्रशांत, कुमार प्रशांत|Opinion - Opinion|23 March 2020

वह हो गया जिसकी कोशिश पिछले 7 से ज्यादा सालों से की जा रही थी – निचली अदालत, उच्च न्यायालय, सर्वोच्च न्यायालय, राष्ट्रपति आदि-आदि की अत्यंत जटिल प्रक्रिया से गुजरती हुई निर्भया वह पा सकी जिसकी कातर मांग उसने तब बार-बार की थी जब वह इंच-दर-इंच मौत के करीब जा रही थी. 23 साल की कच्ची उम्र की उस लड़की का, 16 दिसंबर 2012 को जिस वहशियाना बर्बरता से, चलती बस में 6 युवकों ने बलात्कार किया और उसे मौत तक असह्य पीड़ा और अकथनीय अपमान के समुंदर में धकेल दिया, 13 दिनों की वह कहानी आजाद हिंदुस्तान के इतिहास के सबसे शर्मनाक पन्नों में दर्ज है. अब उन 6 अपराधियों में से 5 जीवित नहीं हैं – निर्भया भी नहीं !

अब हम हिसाब लगाएं कि किसने, क्या पाया; किसने क्या खोया ! निर्भया की मां-पिता ने अपनी बेटी खोई और ऐसा जख्म पाया जो इस फांसी के बाद भी उन्हें पीड़ा देता रहेगा. लेकिन उन्हें यह संतोष जरूर मिला कि उन्होंने अपनी बेटी के हत्यारों से वह बदला ले लिया जिसकी मांग उनकी बेटी ने की थी. दूसरी तरफ देखता हूं कि उन पांचों हत्यारों के परिवारजनों को कोई अपराध-बोध हुआ ? क्या वे समझ सके कि उनके बच्चों ने कैसा अमानवीय अपराध किया था ? क्या वे समझ सके कि ऐसे अपराध की जैसी सजा हमारा कानून देता है वैसी सजा उन्हें ठीक ही मिली ? शायद नहीं; शायद हां ! क्या कानून का पेशा करने वालों को इसका थोड़ा भी अहसास हुआ कि कानून के दांव-पेंच की अपनी जगह है लेकिन ऐसे मामलों में सामाजिक नैतिकता का तकाजा सबसे अहम होता है ?  कानून का पेशा करने वाले क्या यह समझ सके कि जिस तरह इन हत्यारों को बचाने की कोशिश की गई उससे यह पेशा कलंकित हुआ है ? संविधान में किसी की जान बचाने की जितनी व्यवस्थाएं की गई हैं उन सबको आजमाने का अधिकार अपराधी को भी है ही, और काले कोट वालों को भी. लेकिन कोट का काला रंग मन को भी कलुषित करने लगे, यह इस पेशे के लिए शर्मनाक है.       

आज मेरे हाथ के जिस अखबार में इस फांसी की खबर छपी है, मैं देख रहा हूं कि उसी अखबार में देश भर से कम-से-कम 10 बलात्कार की खबरें आई हैं. आज के अखबार में जो नहीं आ सकी हैं, उनकी बात तो कौन जानता है ! इन सभी खबरों में कोई-न-कोई निर्भया मरी है; या जीते जी मर रही है. 16 दिसंबर 2012 से आज तक का हिसाब लगाएं, तो कोई हिसाब ही नहीं है कि कहां, कितनी निर्भया मरी या मर रही है. क्या इस फांसी का उन सब पर कोई असर हुआ ? … होगा ? … किसी के पास कोई जवाब नहीं है. तो क्या इसलिए पहली निर्भया के हत्यारों को फांसी नहीं होनी चाहिए थी ? नहीं, मैं ऐसा नहीं कह रहा हूं. फांसी की सजा अपने आप में ही गलत है, अर्थहीन है और बांझ भी है, यह मानने वाले मेरे जैसे जितने भी लोग हैं उन सबको पता है कि हमारा देश जिस संविधान से चल रहा है उसमें फांसी की सजा है और हमारी अदालतें जिन मामलों को जांच-परख कर उस प्रावधान के भीतर पाती हैं और फांसी की सजा देती हैं, उनको फांसी होगी ही. इसलिए यह मुद्दा है ही नहीं कि फांसी होनी चाहिए या नहीं. यहां मुद्दा यह है कि क्या अपराधियों को फांसी देने का मतलब देश के विवेक को भी फांसी देना होना चाहिए ? क्या हम ऐसा एक समाज बनाना चाहते हैं कि जो लाशों को देख कर तृप्त होता है ?

इसलिए चिंता समाज के मन की है. निर्भया के साथ जो हुआ उसका जितना गुस्सा देश में उभरा था अगर वह गुस्सा संकल्प बन कर हमारे मन में उतर गया होता, हम मन से शर्मिंदा हुए होते तो अब तक महिलाओं की दुनिया बदल गई होती और पुरुषों की दुनिया संवर गई होती. लेकिन वह गुस्सा मोमबत्तियां जला कर काफूर हो गया. न हमारा संकल्प बना, न हमें शर्म आई. जो भी हत्यारे कानून की पकड़ में आए, उन पर मुकदमा चला. हमारा संविधान किसी भी नागरिक को अपने को निर्दोष साबित  करने के जितने भी अवसर देता है, वे सारे अवसर निर्भया के अपराधियों को भी मिले. लेकिन उनका अपराध उन्हें पता था, उसकी सजा हमें पता थी- खास कर वर्मा कमीशन की सिफारिशों को मान्य करने के बाद. इसलिए उनकी तरफ से उनके वकील ने जितनी भी कोशिशें कीं वह अपराधियों को निरपराध साबित करने की नहीं थीं, उनकी सजा टालने की चालाकी भर थी. हम यह शर्मनाक प्रसंग सात सालों से देखते आ रहे थे कि उनका एक-के-बाद-दूसरा क्षद्म टूटता जाता था, उनकी हर बेईमानी औंधे मुंह गिर रही थी और फिर भी यह निकम्मा मुकदमा खींचा जा रहा था. निर्भया के हत्यारों को भारतीय न्याय-व्यवस्था से जो न्याय मिलना था, वह तो मिल चुका था बस उनका वकील उन्हें बता रहा था कि वह कानून को धोखा देने में सफल होगा. वकालत के पेशे के लिए यह शर्मनाक था क्या यह दृश्य आपको उदास नहीं करता है ? कोई मर रहा है या मारा जा रहा है, यह प्रसंग आनंद का कैसे हो सकता है ? किसी की फांसी तिरंगा लहराने, भारत माता की जय के नारे लगाने, जयश्री राम की गूंज उठाने का अवसर कैसे बन सकता है ? 

निर्भया की मां की भावना मैं समझता हूं और उस दर्द का सम्मान भी करता हूं लेकिन उनसे भी कहना चाहता हूं कि इन अपराधियों की फांसी से आपको अपनी बेटी की अंतिम गुहार पूरी करने का संतोष मिला होगा, कहीं बदला लेने का भाव भी तुष्ट हुआ होगा लेकिन फांसी से निर्भया को न्याय कैसे मिल सकता है ? निर्भया के लिए न्याय तो तभी हासिल होगा जब हमारा समाज इतना सावधान बन जाए कि दूसरी कोई निर्भया न बने ! इस फांसी से ऐसा कोई संकल्प देश के मन में, युवाओं के दिल में बना हो या कि बन रहा हो, ऐसा मुझे नहीं लगता है. जब तक ऐसा न हो तब तक निर्भया को न्याय कैसे मिल सकता है ? जान के बदले जान या आंख के बदले आंख का मानस समाज के विनाश का मानस है, न्याय का नहीं.

यह समाज का पाशवीकरण है. जघन्य-से-जघन्य अपराधी का अंत भी हमें आल्हादित कैसे कर सकता है ? हम और हमारा समाज अक्षम है कि वह ऐसे अपराधी पैदा होने से रोक नहीं पाते हैं, और हमारा कानून अभी इनकी हत्या कर देने से आगे का कोई रास्ता खोज नहीं पाया है, इस भाव से हम इन हत्याओं को सह जाते हैं. लेकिन हम इनका जश्न मनाएं, बार-बार इसकी मांग करें कि यह हत्या जल्दी कर दी जाए और व्यवस्था के तमाम पुर्जे इसे न्याय हो जाने का नाम दें क्या यह मानवीय है, शोभनीय है ? क्या यह हमारे भीतर किसी संवेदना का संचार करती है ? क्या यह हमें हर दूसरे के प्रति उदार बनाती है ? अगर नहीं, तो यह उस मानवीय समाज की दिशा नहीं हो सकती है जिसके बिना न वह निर्भया सुरक्षित रही, न आगे की कोई निर्भया सुरक्षित रह सकेगी. 

हम इस सवाल का कभी सामान तो करें कि आखिर बलात्कार बुरा क्यों है ? यह बुरा इसलिए है कि यह बल के बल पर किया जाता है. इसमें स्नेह, संबंध और सहमति की कोई जगह ही नहीं है. जहां स्नेह, संबंध और सहमति की जगह नहीं है, उसका बेशर्त, पूर्ण सम्मान नहीं है वहीं बलात्कार है. इसलिए यह बलात्कार स्त्री के साथ भी होता है, पत्नी के साथ भी, नागरिक के साथ भी, विधर्मी के साथ भी, मजदूर के साथ भी. हम ठीक से समझें तो पाएंगे कि मॉब लिंचिंग भी बलात्कार ही है, और अभी-अभी दिल्ली में जो सांप्रदायिक दंगा हुआ वह भी घनघोर बलात्कार ही था. तो हम सभी तरह के बलात्कार से बचें, उनका निषेध करें और बलात्कारी के बलात्कार से भी बचें. यह काम हमने अपनी न्याय-व्यवस्था को सौंपा है, उसे ही यह करने दें – अपने तरीके से, अपनी गति से !

(23.03.2020)         

Loading

...102030...2,5442,5452,5462,547...2,5502,5602,570...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved