Opinion Magazine
Number of visits: 9575878
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિંદ સ્વરાજના સૈનિક લખનભાઈ

સ્વાતિ|Opinion - Opinion|3 April 2020

સમાજે, આ વ્યવસ્થાએ, વ્યક્તિ, કુટુંબ, સંસ્થા માટે ચોક્કસ માળખાં બનાવ્યાં છે અને તેની અપેક્ષા એવી રહે છે કે બધું તે પ્રમાણે જ ચાલતું રહે. આ વ્યવસ્થા એક વર્ગ – મોટા ભાગે પૈસાદાર અને ઉપલા મધ્યમવર્ગ માટે તો ઉપરથી ખૂબ સારી દેખાય છે. પરંતુ, આ વ્યવસ્થામાં ગરીબ તેમ જ મધ્યમ વર્ગને ભાગે અન્યાય તેમ જ સહન કરવાનું જ આવે છે. આ વિશ્વમાં, આપણા દેશ-સમાજમાં એવા લોકો મળી આવે છે જે પોતાનો નહીં, નીચામાં નીચાનો વિચાર કરે છે. ગાંધીના દેશમાં આમ તો આ વિચારનો પરિચય ન કરાવવાનો હોય, કારણ કે એમણે સમાજસેવા કરનારા, જેમને વિશેષ સગવડો પ્રાપ્ત છે તેવાઓને બીજાઓનો વિચાર કરવાની પ્રેરણા આપી અને સમાજસેવાની પરિપાટી આ દેશમાં ઊભી કરી.

એક આખી જમાત આ દેશમાં ઊભી થઈ, જેમણે પોતાના વ્યક્તિગત સ્વાર્થ, વ્યક્તિગત જીવનો બાજુ પર મૂકીને પોતાનું જીવન સંપૂર્ણપણે સમાજને સમર્પિત કરી દીધું. લખન મુસાફિર – પ્રેમથી જેમને આપણે લખનભાઈ તરીકે ઓળખીએ છીએ તે આ જ જમાતના એક વીરલા છે. કારણ કે તેમણે માળખાંને તોડ્યાં છે. આવા લોકોને દુનિયા પાગલ પણ ગણે છે. તેમને નથી પૈસા કમાવામાં રસ, નથી પોતાનું ‘કરિયર’ બનાવવામાં કે ન પોતાની ‘પ્રોફાઈલ’ વધારવામાં. તેમને રસ છે એક સારી વ્યક્તિ બનવામાં, સમાજ કેવી રીતે વધુ સ્વસ્થ અને ન્યાયી બને તેમાં.

મૂળ ભાવનગર જિલ્લાના વતની લખનભાઈના નવજીવનની શરૂઆત એંશીના દાયકાની શરૂઆતમાં થઈ. વિનોબાજીની પ્રેરણાથી શરૂ થયેલા ગૌવંશ બચાવવાના દેવનાર(મુંબઈ)ના આંદોલનમાં તેઓ જોડાયા. ગાય બચે તો ખેતી બચે અને ખેતી બચે તો ગામડાં બચે, એ હેતુથી શરૂ થયેલ આંદોલનમાં દેશભરના લોકોએ દેવનારના કતલખાના સામે વર્ષો સુધી સત્યાગ્રહ કર્યો હતો.

૧૯૮રની સાલમાં વિનોબાજીના પવનાર આશ્રમમાં સાદગી-સ્વાવલંબનના પાઠ શીખ્યા. ત્યારબાદ ૧૯૮૩થી ૧૯૮૬ સુધી જાણીતા સર્વોદય કાર્યકર ડૉ. દ્વારકાદાસ જોષી સાથે વડનગરમાં રહીને રચનાત્મક કાર્યોમાં જોતરાયા. અહીં તેમણે યુવાશિબિરો, સજીવ ખેતી તરફ ખેડૂતોને વાળવા તથા ગ્રામવિકાસનાં કામો કર્યાં. ત્યાર બાદ ત્રણેક વર્ષ સુધી રાજપીપળા વિસ્તારનાં ગામોમાં બાયોગૅસ તેમ જ પાયખાનાં અને બાથરૂમ બનાવવાનાં કામ કર્યાં તો સજીવખેતીની શરૂઆત પણ તેમણે અહીં કરી.

લખનભાઈ મૂળ મૌલિક વિચાર અને વિવિધ પ્રયોગોના માણસ. છેવાડાનો માણસ પોતાના પગ પર ઊભો રહે, શોષણવિહીન તેમ જ સ્વસ્થ સમાજની રચના થાય, વગેરે હેતુઓને લઈને તેમણે કામો કર્યાં. ચૈતન્યભાઈ ભટ્ટ અને મિત્રો સાથે મળીને ‘લોકમિત્રા’ ઢેઢુકી(જિ. રાજકોટ)માં બાલમંદિર, આંગણવાડી, શિક્ષણ, સજીવ ખેતીનો પ્રચાર-પ્રસાર જેવાં પાયાનાં કામો કર્યાં.

સજીવ ખેતીની વિવિધ પેદાશોની સાથે લખનભાઈનો બીજા એક મૌલિક અને સફળ પ્રયોગ એટલે સજીવ ગોળ. બજારમાં ‘ઊજળો’ ગોળ મળે છે તેમાં અનેક રસાયણો નંખાય છે. ધોવાનો સોડા અને કેટલાક કિસ્સામાં ડીટરજન્ટ પણ વપરાતો હોય છે. કાટીંદ્રા(જિ. ભરૂચ)ના નિવાસ દરમિયાન મિત્રો સાથે મળીને આવાં હાનિકારક રસાયણોને બદલે ખાટી ભીંડીની ભાજીનો રસ નાંખીને ગોળની અશુદ્ધિ સાફ કરવાનો પ્રયોગ કર્યો. આજે હવે છેલ્લા બે દાયકાથી લખનભાઈના મિત્રો દ્વારા આવો સજીવ ખેતીનો ગોળ બનાવાય છે અને ગુજરાતભરમાં લોકોએ તેને અપનાવ્યો છે. કાંટીદ્રા નિવાસ દરમિયાન તેમનો બીજો પ્રયોગ હતો ખેતી દ્વારા જીવનયાપન કરવાનો. સાથે સાથે પર્યાવરણ સુરક્ષા સમિતિના નેજા હેઠળ ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદૂષણને કારણે થતા નુકસાન અંગે લોકજાગૃતિનાં કામોમાં પણ તેમણે મહત્ત્વની ભૂમિકા નિભાવી.

છેલ્લાં પંદર વર્ષથી લખનભાઈ રાજપીપળા વિસ્તારમાં (નર્મદા જિલ્લો) આદિવાસી ખેડૂતો, યુવાનો, બહેનો અને બાળકો સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં જોતરાયેલા છે. અંતરિયાળ માથાવાડી ગામમાં લોકો વચ્ચે રહે છે. આદિવાસીની ખેતી એટલે મહદંશે વરસાદ આધારિત સૂકી ખેતી – વર્ષભરનું અનાજ મેળવવાની મુશ્કેલી. આ ગામોમાં વૉટરશેડનાં કામો દ્વારા તેમ જ ખેતી સુધારણાનાં કામો, સજીવ ખેતી, બીજસંગ્રહ વગેરે કરીને લોકો સ્વાવલંબી બને તેવા પ્રયત્નો કર્યા. તો અગરબત્તી બનાવવાની, નાગલી, લાલ જુવારના પાપડ બનાવવા, સજીવ ખેતીનાં શાકભાજી વગેરે ઉચિત ભાવે વેચવા યુવાનોને-બહેનોને તાલીમ આપી. ઘરે ઘરે હળદર ઉગાડી શકાય તેવો પ્રયોગ પણ આ ગામોમાં તેમણે કર્યો. સાથે સાથે આદિવાસી બાળકોને સારું શિક્ષણ મળે તે હેતુથી નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મળે તે માટે નિયમિતરૂપે તેમને ભણાવે ને વળી ગામના યુવાનોને પણ તેમાં ભેળવે.

લોકો સાથે જીવતો, તેમનાં સુખ-દુઃખનો સાથી આ માણસ જ્યારે જુએ છે કે એક તરફ આદિવાસીઓનાં જીવન વધુ સારાં થાય તે માટે આટઆટલા પ્રયત્નો કરવામાં આવે છે તો બીજી તરફ તેમની જમીન, તેમની રોજીરોટી, તેમનાં જીવનો અને સંસ્કૃતિ ખતમ થઈ જાય તેવા ફેરફારો ખૂબ વેગથી આવી રહ્યા છે, ત્યારે તે અંગે જાગૃતિ ફેલાવવામાં સ્થાનિક મિત્રોની સાથે આ કામમાં પણ તે મંડી પડે છે.

કેવડિયા વિસ્તાર એટલે ગુજરાત અને દેશમાં નર્મદાબંધથી જાણીતો વિસ્તાર. એક જમાનામાં ગુજરાતની જીવાદોરી ગણાનારો નર્મદા બંધ આજે સ્ટેચ્યુ ઑફ યુનિટીની ઝાકઝમાળમાં વિસારે પડી ગયો છે. આજે હવે આ વિસ્તારને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. સફારી પાર્ક, રીવર રાફ્ટિંગ, ક્રૂઝ, ખરીદી માટેના મોલ્સ અને ફાઈવસ્ટાર હોટેલો વિકસાવવામાં આવી રહ્યાં છે.

આદિવાસી વિસ્તારમાં બંધારણના અનુચ્છેદ-પ પ્રમાણે PESA [Panchayat (Extension to Scheduled Areas) Act, 1996] કાયદો લાગુ પડવો જાઈએ, જે આદિવાસીઓને નિર્ણયની સ્વતંત્રતા આપે છે. એટલે કે ગ્રામસભાની પરવાનગી વિના આ વિસ્તારમાં કોઈ પ્રોજેક્ટનું આયોજન થઈ શકે નહીં. તેને બદલે આજે આખો વિસ્તાર સહેલાણીઓ માટેના આનંદ-પ્રમોદનું કેન્દ્ર બનાવી દેવાયો છે. એટલે કે સ્થાનિક રહેવાસીઓ(આદિવાસીઓ)ને ભાગે બાકી રહે પ્રવાસીઓના ફેંકેલા ટુકડા પર જીવવાનું!

ર૦૧ર-૧૩માં ગુજરાત સરકાર દ્વારા કેવડિયા એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટીની રચના કરવામાં આવી. લોકોએ તેનો વિરોધ કર્યો અને સરકારે આ યોજના પડતી મૂકવી પડી. પરંતુ, સરકારે ફેરવી તોળ્યું અને સરદાર પટેલનું પૂતળું તેમ જ પ્રવાસનના ૩૦ પ્રોજેક્ટ લોકોના માથે થોપી દેવાયાં. આટલું ઓછું હોય તેમ લોકોના વિરોધને ક્રૂરતાપૂર્વક ડામી દેવા સરકારે ડિસેમ્બર મહિનામાં ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ઍન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઍક્ટ’ પસાર કર્યો. આ કાયદાથી આદિવાસી વિસ્તારને અનુચ્છેદ-પમાં મળતા વિશેષ અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. આવા કિસ્સાઓમાં અનુભવ એવો છે કે મોટા પ્રમાણમાં લોકોને વિસ્થાપિત કરી દેવાય, વળતર મળે જ નહીં, મળે તો પણ નજીવું.

લોકો આ અન્યાય સામે લડી રહ્યા છે અને પોતાના અધિકારની માંગણી કરી રહ્યા છે. લખનભાઈ જે વર્ષોથી આ વિસ્તારમાં લોકો સાથે એક થઈને રહ્યા છે તે પણ આ લડતમાં ખભેખભા મિલાવીને લડી રહ્યા છે. પોતાનું સર્વસ્વ આપીને લોકોની મુશ્કેલીઓને વાચા આપવા તેઓ બધા પ્રયત્નો કરી રહ્યા છે.

સત્તાને ક્યારે ય તેનો કોઈ વિરોધ ગમે ખરો? કહેવાય છે કે સ્ટેચ્યુ ઑફ યુનિટીનો આખો પ્રોજેક્ટ સરકારનો અને દેશના ઉચ્ચ પદે બેઠેલા નેતાનો ચહીતો પ્રોજેક્ટ છે. તેઓ કોઈ પણ ભોગે અહીં સ્વપ્નાની સૃષ્ટિ રચવા માંગે છે. હા, કોઈ પણ ભોગે! એટલે જ્યારે પણ કોઈ મંત્રી, મુખ્યમંત્રી કે વડાપ્રધાન આ વિસ્તારમાં આવવાના હોય ત્યારે લખનભાઈ તેમ જ ગામોના અન્ય લોકોને જેલમાં પૂરી દેવાય છે, કે નજરકેદ કરી દેવાય છે. તેમના ઉપર ખોટા વાહિયાત કેસ દાખલ કરાય છે. સાવ અકારણ જ વર્ષમાં ઓછામાં ઓછા બે-ત્રણ વાર તો તેમને જેલમાં ઠોકી જ બેસાડાય છે. પરંતુ, આ વખતે સરકારના ગભરાટે માઝા મૂકી.

તારીખ ૮મી માર્ચ રવિવારના દિવસે લખનભાઈને રસ્તા વચ્ચે રિક્સામાં બેઠા હતા ત્યારે નર્મદા, ભરૂચ, વડોદરા, છોડાઉદેપુર તેમ જ તાપી જિલ્લાઓમાંથી તડીપાર કરવાની અરજી નર્મદા પોલીસે બજાવી છે. આ કંઈ નોટિસ બજાવવાની રીત હોઈ શકે!?

લખનભાઈ વિશે પોલીસ કહે છે કે તે પ્રામાણિક રીતે કોઈ કામધંધો કરતા નથી – પોલીસની સમજણ આ બાબતમાં મર્યાદિત હોય તે સમજી શકાય છે. દુનિયામાં કેટલાક લોકો એવા હોય છે જેમને સમાજ હોંશે હોંશે પોતાના ગણી લે છે – તેમની જરૂરિયાતો પૂરી કરવી એ સમાજને લહાવો લાગે છે. લખનભાઈ એ જમાતના છે. આ માણસ પોતાના માટે નહીં, સમાજ માટે જીવે છે. અને તેથી જ તેના યોગક્ષેમની ચિંતા સમાજ કરે છે, આ વાત ભ્રષ્ટાચાર અને જીહજૂરીથી ટેવાયેલા સરકારી તંત્રને ન સમજાય તે સ્વાભાવિક જ છે.

લખનભાઈ પર કરવામાં આવેલા આક્ષેપો તદ્દન બેબુનિયાદ, વાહિયાત અને નિંદનીય છે.

૧. તે મારક હથિયાર લઈને ફરે છે અને તેના વડે તેઓ હુમલો કરે છે.

૨. તે કોમી માનસ ધરાવે છે.

૩. લોકોને ડરાવે છે, તેથી તેમની સામે જુબાની આપવા કોઈ તૈયાર નથી.

૪. અસરગ્રસ્ત અને અસામાજિક તત્ત્વો સાથે મળીને સરકારી યોજનાનો વિરોધ કરે છે, નારા લગાવે છે વગેરે.

૫. સરકારી કર્મચારીઓ સાથે ઝઘડો કરે છે.

અન્ય આક્ષેપો, જેમાં પોલીસ કહે છે કે ‘સ્થાનિક અને બહારના લોકો સાથે મળીને સરકારી પ્રોજેક્ટનો વિરોધ કરે છે.’ આ તો દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે, આમ કરવું તે કંઈ ગુનો નથી. દેશમાં આજે જે એકહથ્થુ શાસન અને દમનનું વાતાવરણ છે તેને લીધે લોકશાહીના ત્રણે સ્થંભો એટલે કે સમાચાર માધ્યમો, સરકારી અધિકારીઓ (બ્યુરોક્રસી) તેમ જ ન્યાયતંત્ર પોતાની ભૂમિકા ન્યાયી રીતે નથી બજાવતા. લખનભાઈને મળેલી તડીપાર થવાની આ નોટિસ એ ઉપર દર્શાવેલા માહોલની નીચેના સ્તર પર થનારી અસર છે.

રાજપીપળા વિસ્તાર નસીબદાર છે કે ત્યાં લખનભાઈ જ નહીં, તેમના જેવા બીજા મિત્રો પણ આ વિસ્તારને પોતાનો માની ધૂણી ધખાવીને બેઠા છે. સમાજસેવામાં ખૂંપી ગયા છે. સાચી વાત તો એ છે કે સમાજે (જેમાં સરકાર પણ આવી જાય) તેમણે આવા લોકોના કામમાં મદદરૂપ થવાનું હોય, તેમની કદર કરવાની હોય. લખનભાઈ જેવી સંપૂર્ણ સમર્પિત વ્યક્તિને પોલીસતંત્રએ બજાવેલી તડીપારની અરજી અત્યંત બેહૂદી, શરમજનક અને અર્થ વિનાની છે. સમસ્ત આદિવાસી સમાજ, કર્મશીલો તેમ જ સંવેદનશીલ નાગરિકો તેનો વિરોધ કરે છે. ૧રમી માર્ચે જ્યારે લખનભાઈને રાજપીપળાની સબડિવિઝનલ કોર્ટમાં હાજર થવાનું હતું ત્યારે રાજ્યના ભૂતપૂર્વ મંત્રી સુરેશભાઈ મહેતા સહિત રાજ્યભરમાંથી કર્મશીલો અને ગામેગામથી મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ હકીકત લખનભાઈની સારપ અને લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે.

હુજરતપાગા, વડોદરા

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2020; પૃ. 08-09

Loading

‘क’ से कोरोना नहीं, ‘क’ से करुणा

कुमार प्रशांत|Opinion - Opinion|3 April 2020

अपनी रोज की चिर-परिचित दुनिया अपनी ही आंखों से बदली हुई, बदलती हुई दिखाई दे रही है. कल तक जो निजी शक्ति के घमंड में मगरूर थे आज शक्तिहीन याचक से अधिक व अलग कुछ भी बचे नहीं हैं. बच रहे हैं तो सिर्फ आंकड़े … मरने के … और मरने से अब तक बचे रहने के. 

कोई हाथ जोड़ कर माफी मांग रहा है जबकि उसकी सूरत व सीरत से माफी का कोई मेल बैठता नहीं है… असहायता व मौत सामने देख कर कितने ही हैं जो महानगरों से भाग चले हैं बिना यह जाने कि वे एक मौत से निकल कर, दूसरों की मौत लिए दूसरी मौत के मुंह में ही जा रहे हैं … और शक्ति की ऊंची कुर्सी पर बैठा कोई उनसे कह रहा है कि आप मेरा शहर छोड़ कर मत जाइए … हम आपके लिए खाने-पानी और निवास की व्यवस्था करेंगे … जनाब, यदि आपने यह पहले ही कहा होता, किया होता तो आज इतने कातर बनने की नौबत ही क्यों आती … पद की ताकत का नशा उतरता है तो सब कुछ इतना ही खोखला और कातर हो जाता है … आप देखिए न, दुनिया के पहले और दूसरे नंबर की इकॉनमी होने का दावा करने वालों के चेहरे पर हवाई उड़ रही है, उनके चेहरे की रंगत बदली हुई है. कोरोना का मुखौटा लगा कर मौत ने सबसे गहरा वार उन देशों पर किया है जो आधुनिक सभ्यता व विकास के सिरमौर बने फिरते थे … और जिनका उच्छिष्ट बटोरने को हम हर दूसरे दिन किसी-न-किसी यात्रा पर निकलते थे … और चंपू लोग कहते थे कि यह नई डिप्लोमेसी है … अब सब कुछ लॉकडाउन है.        

ऐसी दुनिया पहले कब देखी थी हमने ? कभी दादी-नानी बहुत याद कर-कर के बताया करती थीं कि कैसे उनके गांव में हैजा, प्लेग फैला था और  फिर कैसे गांव ही नहीं बचा था; कि कैसे एक दिन बैलगाड़ी पर लाद कर अपना गांव वे सब कहीं निकल गये थे जो निकलने के लिए जिंदा बचे थे … उनकी यादें भी अब उस बहुत पुराने फोटोग्राफ-सी बची थीं जिनका रंग बदरंग हो गया है… जो समय की मार खा कर फट गया है … उसमें जो दीखता है वह आकृतिहीन यादों का कारवां है जिसे वे ही पहचान पाते हैं और कह पाते हैं जिन्होंने उसे कभी ताजादम, रंगीन देखा था … दादी-नानी कहती थीं कि हम तब बच्चा थे न … लंबे समय बाद जब नाना-दादा कोई अपना गांव-घर देखने गये थे तो उन्हें वहां अपना पूरा गांव वैसा ही खड़ा मिला था जैसा छोड़ कर वे गये थे … इससे मेरी समझ में यह बात आई कि जहां आदमी नहीं होता है वहां कुछ भी खराब या बर्बाद नहीं होता है … मैंने यह कहा भी … यादों को समेटती दादी-नानी ने मुझे काटा नहीं, बस इतना कहा कि आदमी नहीं है जहां वहां घर-मकान हो सकते हैं,  जिंदगी कहां होती है … तो तुम्हारे दादा-नाना को गांव के सारे घर-झोपड़े वैसे ही मिले जैसे वे थे… बस नहीं मिला तो कोई आदमी कहीं नहीं मिला… जो मरे और जो मरने से डर कर गांव छोड़ कर चले गये, गांव के लिए तो वे सब मर गये न! … तो गांव अपने घर-झोंपड़े संभाले वैसा ही खड़ा था जैसे इंतजार में हो कि कोई आए तो जीवन आए… वे कहती थीं कि गांव में कहीं कोई कुत्ता या चिड़िया भी आपके दादा-नाना को नहीं दिखाई दिया… फिर खुद को संभालती हुई कहतीं कि आदमी नहीं तो कुत्ता-बिल्ली भी क्या रहेगी … तो कोरोना पहला नहीं है जो आदमी को जीतने या आदमी को हराने आया है. 

बात कुछ यों भी समझी जा सकती है कि सृष्टि के अस्तित्व में आने के बहुत-बहुत बाद आदमी का अस्तित्व संभव हुआ था … यह प्राणी दूसरे प्राणियों से एकदम अलग था … यह रहने नहीं, जीतने आया था … इसे साथ रहना नहीं, काबू करना था … लेकिन सारे दूसरे प्राणी, वायरस या विषाणु आदि कैसे समर्पण कर देते ! सारी सृष्टि आसानी से आदमी के काबू में नहीं आई. जब, जिसे, जहां मौका मिला उसने आदमी पर हमला किया. आप याद करें तो पिछले ही कुछ वर्षों में कितने ही विषाणुओं के हमले की आप याद कर सकते हैं. सबने इसका नामो-निशान मिटाने की कोशिश की. कितनी ही महामारियों ने इसे गंदे दाग की तरह धरती से साफ करना चाहा … प्रकृति ने इसे हर तरह की प्रतिकूलता में डाला … इसने हर तरह की लड़ाई लड़ कर अपना अस्तित्व बचाया … हर जीत के साथ इसे लगने लगा कि अब सारा कुछ उसकी मुट्ठी में है. वह चाहे जैसे जीएगा, उसकी मर्जी … कि तभी कोरोना ने हमला कर दिया … यह उसी लड़ाई का नया मोर्चा है. उस दिन अमरीका में रह रहे किसी भारतीय डॉक्टर ने कहा कि हम हरा तो इसे भी देंगे ही भले इसकी बड़ी कीमत चुकानी पड़े ! … यह जीतने की और हराने की भाषा ही हमारी आदि भाषा है. यह सबसे बड़ा विषाणु है. यह बदलनी होगी.

जीतना और हराना नहीं, छीनना और फिर दया करना नहीं. हम सीखें करुणा ! सबके प्रति, प्रकृति के छोटे-बड़े हर घटक के प्रति करुणा ! दया नहीं, उपकृत करना नहीं, अभय देना नहीं. करुणा से जीना. दया सक्रिय होती है तो करुणा में बदल जाती है. जब गांधी कहते हैं कि प्रकृति से हमें उतना ही लेने का अधिकार है जितना कम-से-कम पर्याप्त है, तब वे हमें करुणा की भूमिका में जीने की बात कहते हैं. और फिर यह भी कहते हैं कि वह जो आवश्यक अल्पतम लिया, वह भी प्रकृति को वापस करना है, यह याद रखना है.

यह सर्वग्रासी सभ्यता लोभ और हिंसा की प्रेरणा से चलती है. सबसे बड़ा, सबसे ज्यादा, सबसे ताकतवर जैसे प्रतिमान करुणा को काटते हैं. सबके बराबर, सबके लिए और सबके साथ जीना सीखना करुणा की पहली सीढ़ी और अंतिम मंजिल है. मनुष्य को सीखना होगा कि जरूरत भर उत्पादन होगा, जरूरतें बढ़ाने के लिए नहीं होगा. ऐसा होगा तो चीन का पागल उत्पादन और उसे समेटने की हमारी पागल होड़ दोनों बंद करनी होगी. जहरीले रसायनों को पी कर जीने वाले विकास को विनाश मानना होगा और उसे बंद करना होगा. यह सब बंद करने के बाद जो बचेगा वही असली और स्वस्थ विकास होगा.

आज के विकास से मालामाल हुआ कोई काइयां पूछेगा : दुनिया की इतनी बड़ी जनसंख्या की भूख आपकी करुणा से तो नहीं मिटेगी ? जवाब इतना ही है कि दुनिया की इतनी बड़ी जनसंख्या को लोभ व हिंसा से विरत कर दो तो इंसानी जरूरत कितनी थोड़ी-सी बचती है ! तुम्हारी सक्रिय करुणा सबको संपन्न भी कर सकती है, संतुष्ट भी. गांधी फिर कहते हैं : प्रकृति हममें से एक का भी लालच पूरा नहीं कर सकती है, लेकिन जरूरत पूरा करने से वह कभी चूकेगी नहीं. तो बदलना क्या है ?  अपना प्रतिमान ! जो सब कुछ हड़प कर, सबसे आगे खड़ा हो गया है वह हमारा प्रतिमान नहीं है, जो सबसे पीछे खड़ा है और सबसे अधिक बोझ उठाए है, वह हमारा प्रतिमान है. कतार के इस सबसे अंतिम आदमी का जिस समाज में स्वाभिमानपूर्ण जीवन संभव व स्वीकार्य होगा, वह करुणामय समाज होगा.  वहां तुम न चाहो तो भी सब एक ही दरी पर आ जाएंगे, और तुम जिसे खोज रहे थे वह समता भरा आनंद भी तुम्हारे हाथ में होगा. 

कोरोना से ग्रसित यह समाज हमसे कह रहा है कि इसे कोरोना से बच कर निकलना है तो वह करुणा के सहारे ही संभव है.

(03.04.2020)

Loading

‘છપાક’ – પહેચાન બદલ જાતી હૈ!

હરેશ ધોળકિયા|Opinion - Opinion|3 April 2020

‘છપાક’ જોઈ? ન જોઈ હોય તો અવશ્ય જોવા જેવી છે. એકી સાથે વેદના અને આનંદનો અનુભવ કરાવે છે. વેદના અને આનંદ – બંનેનો અનુભવ? આ શક્ય છે? એ જ તો આ ફિલ્મની ખૂબી છે. બંનેનો અનુભવ કરાવે છે. ટી.વી. પર તેની પુષ્કળ જાહેરાત થાય છે. પ્રમોશન માટે સતત દીપિકા દેખાય છે. એટલે તેની વાર્તા તો જાણીતી છે. માલતી નામની છોકરી પર ઍસિડ ઍટેક થયો હતો. તેની પીડાની, તેના કેસની અને તેની લડાઈની કથા છે. પણ ફિલ્મનો સમગ્ર સમય પ્રેક્ષક સતત હચમચવા છતાં તલ્લીન થઈ જોયા કરે તેવી ફિલ્મ છે.

પહેલાં વેદનાની વાત કરીએ. માલતી નામની છોકરી પર પોતે જેને ભાઈ માને છે, પણ જે પોતાને તેનો પ્રેમી માને છે તે છોકરો ઍસિડ ફેંકે છે. માલતી આત્યંતિક વેદનામાંથી પસાર થાય છે. સાત સાત ઓપરેશનો પછી તેનો ચહેરો કંઈક જોવા લાયક બને છે. પછી તે ઍસિડ ઍટેક સામે કામ કરતી સંસ્થાઓમાં જોડાય છે અને બીજી બાજુ કોર્ટમાં છોકરા સામે લડે છે અને તેને સજા અપાવીને જ જંપે છે. પણ આ દરમિયાન પોતે જે આત્યંતિક વેદનામાંથી પસાર થાય છે તે દૃશ્યો પ્રેક્ષકને ખળભળાવી નાખે છે. તેની ઍસિડ ફેંકવા સમયની ચીસ અને પછી જ્યારે પહેલી વાર અરીસામાં પોતાનો ચહેરો જુએ છે ત્યારની ચીસ પ્રેક્ષકોના અસ્તિત્વમાં ઘૂસી તેને ઘાયલ કરી નાખે છે. સહન ન થાય તેવી! પણ પછી ધીરે ધીરે તે સ્વસ્થ થાય છે. એક મહિલા તેની સાથે સતત રહે છે. એક વકીલ તેનો કેસ લડે છે. અનેક વાર નિરાશાનો સમય આવે છે, હતાશ પણ થાય છે, છતાં તેઓ વાત મૂકતાં નથી અને સરકારની નીંભરતા વચ્ચે પણ તેમને ન્યાય મળે છે. પણ આ બધા દરમ્યાન માલતીને અનેક તકલીફોનો અનુભવ થયા કરે છે. ઘરમાં પણ તેનો ભાઈ માંદો પડે છે. સંસ્થામાં પગાર વિના કામ કરવું પડે છે. પૈસાની તકલીફ ભોગવવી પડે છે. પણ થોડા લોકોના પ્રોત્સાહનથી તે આગળ વધતી રહે છે. તેનામાં પણ જીજિવિષા છે. લડવાની ખુમારી છે. એટલે સંઘર્ષ ચાલુ રાખે છે અને જીતે છે. આ દરમિયાન નાના નાના વિજયો પણ તે ઉજવે છે. મોટો વિજય મેળવવાની રાહ જોવામાં મળતા નાના વિજયોને તે અવગણતી નથી. આ દૃશ્યો પ્રેક્ષકની આંખો ભીની કરે છે. છેલ્લું દૃશ્ય આ વિજય પછી પણ ઍસિડના ઍટેક ચાલુ છે તે બતાવે છે. બહુ જ કરુણ દૃશ્યથી ફિલ્મનો અંત આવે છે. છેલ્લે કહે છે કે આજે પણ આ ઍટેક ચાલુ છે, વધતા જાય છે. અને સમજાવતાં કહે છે કે આવા ઍટેકનું કારણ છોકરી આગળ વધે છે તે ન ગમતાં તેને તેની ઓકાત બતાવવા આવા હુમલા કરાય છે તે સમાજનું માનસ બતાવે છે.

કાયદા છતાં આવા ઍટેક કેમ ચાલુ રહે છે?

એક તો સરકાર નીંભર છે. અસંવેદનશીલ છે. તેને માનવ જીવનની જરા પણ કિંમત નથી. એટલે જ માંડ માંડ જરૂરી કાયદા પસાર કરે છે. તે પછી પણ અમલ કરવામાં જરા પર રસ બતાવતી નથી. વહીવટ પણ નીંભર છે. અમલ કરવાની તેની દાનત જ નથી. બીજું, સમાજની માનસિકતા પણ રોગી છે. આજે પણ તેને છોકરી આગળ વધે તે નથી ગમતું. છોકરીની સ્વતંત્રતા તેને નથી પચતી. એટલે એક યા બીજી રીતે તે તેને નીચી પાડવા, હેરાન કરવા, ઉત્સુક રહે છે. પાયામાં સમાજની રોગિષ્ટ અવસ્થા ચિંતાજનક છે. તે આજે પણ છોકરાઓને મહત્ત્વ આપે છે. છોકરીઓને, દલિતો જેમ, પાછળ જ રાખવા માગે છે. ખુદ નેતાઓ પણ એવાં એવાં નિવેદનો કર્યા કરે છે કે છોકરીઓએ આમ વર્તવાનું છે અને આમ નથી કરવાનું એમ ઉપદેશ આપ્યા કરે છે. ધાર્મિક લોકોને તો છોકરીઓ જરા પણ નથી ગમતી. તેઓ તો તેને પછાત જ રાખવાનો સતત પ્રયાસ કરે છે. આ તો છોકરીઓ જાગતી જાય છે એટલે આ બધાનો અસ્વીકાર કરી, તેમની અડચણો વચ્ચે પણ, આગળ વધે છે. આ જ સમાજને નથી ગમતું. તેથી આવા ઉપાયો કરે છે. અને જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે પ્રજા, વહીવટ અને સરકાર બધાં નિષ્ક્રિય રહે છે. બહુ થોડા લોકો આ માટે ઝઝૂમે છે.

માની લ્યો કે કાયદો થઈ જાય અને અમલ પણ કરાય તો આવા બનાવો ઓછા થાય?

તેનો જવાબ ‘ના’માં આવે.

કેમ?

સમાજમાં ત્રણ પ્રકારના લોકો રહે છે. દસ ટકા એવા છે જેઓ પ્રતિભાશાળી છે અને તેઓ જ સમાજની પ્રગતિનું કામ કરે છે. સમાજ તેમના કારણે જ આજ સુધી આગળ વધ્યો છે. પણ તેઓ માત્ર દસ ટકા જ છે.

એંસી ટકા એવા છે જેઓ કશું નથી કરતા. તેઓ નિષ્ક્રિય છે. તેઓ સતત બીજાઓથી દોરાયા કરે છે. પોતાની બુદ્ધિ ક્યારે ય નથી વાપરતા. નેતાઓ, ધાર્મિક નેતાઓ, વડીલોથી દોરાયા કરે છે. અને આ બધા, મોટા ભાગે, ખોટે માર્ગે જ દોરે છે. કદાચ ક્યારેક આ લોકો આ સમજે પણ છે. તેમને નથી પણ ગમતું, પણ તેમના પાસે ઇચ્છાશક્તિ નથી હોતી. તેથી લાચાર રહે છે અને ઘસાડાયા કરે છે.

તો બાકીના દસ ટકા એવા છે જેઓ નકારાત્મક વલણ ધરાવનારા છે. તેઓ સમાજ માટે નુકસાનકારક હોય છે. તેઓ સમાજને ખલેલ પહોંચાડવાનું કામ કરે છે. જ્યાં પણ સારું થતું હોય તેમાં વિઘ્ન ઊભાં કરવાનું કામ કરે છે. તેઓ ઇર્ષ્યા, અહંકાર, લોભ વગેરેથી આત્યંતિક પીડાયા કરે છે. તે જ તેમને નુકસાન કરવા પ્રેરે છે. ઍસિડ ફેંકનારા આ લોકોમાંથી આવે છે. ગમે તેવા કાયદા બને કે અમલમાં આવે, પણ આવા દસ ટકા લોકો સમાજમાં રહેવાના જ છે. હંમેશ માટે. તેનો કોઈ ઉપાય નથી. હા, કાયદાનું કડક પાલન થાય તો કદાચ તેઓ થોડા ડરે, પણ અમલ કરાવનારામાં પણ આવા દસ ટકાના લોકો હાજર હોય છે. એટલે તેઓ અમલ કરવા દેતા નથી અને આવા લોકોને ટેકો આપે છે. એટલે આવા લોકો તો રહેવાના જ છે. નુકસાન કરતા રહેવાના જ છે. સરકાર કે પોલીસ સમાજ હિતચિંતકો જાગૃત રહે તો આવાને ઓળખી શકે અને અટકાવવાનો પ્રયાસ કરી શકે. પણ સમાજના મોટા ભાગના લોકો સ્વાર્થી, અજ્ઞાન અને નિષ્ક્રિય હોવાથી તે શક્ય નથી બનતું. ‘મારે શું’નું તત્ત્વજ્ઞાન હોય છે તેમનું. ફિલ્મમાં બધા જુએ છે કે ઍસિડનો ઍટેક થાય છે. છોકરી ચીસો પાડે છે. ફેંકનારને પણ જુએ છે, પણ કોઈ કશું નથી કરતું. એક વ્યક્તિ જ મદદ કરે છે. આ સમગ્ર દૃશ્ય સમાજની મનોસ્થિતિ દર્શાવે છે. એટલે આ તો રહેવાનું જ છે. એવા વકીલો પણ દેખાડ્યા છે જેઓ પીડિતા બદલ ગુનેગારને મદદ કરે છે. આ લોકો પણ આ દસ ટકામાંના જ લોકો છે. પૈસા ખાતર ગમે તે કરવા તૈયાર હોય છે.

પણ સમાંતરે આનંદની ઘટના પણ ફિલ્મ બતાવે છે. પહેલી ઘટના એ બતાવે છે કે આવા કિસ્સાઓમાં પીડિતાને મદદ કરવા અને સંસ્થાઓ કામ કરે છે. છૂટાછવાયા લોકો તે માટે ઝઝૂમે છે. એવા વકીલો પણ છે જેઓ ઊંડાણમાં જઈ મૂળને પકડવા પ્રયાસ કરે છે અને ઍસિડ વેચવા પર નિયંત્રણ જેવાં પગલાં પણ દર્શાવે છે. ભલે જલદી તેઓ સફળ નથી થતાં, છતાં તેઓ ઝઝૂમ્યા કરે છે. આ લોકો પણ પહેલા દસ ટકામાંના છે. આ દૃશ્યો આનંદ પમાડે છે, આશ્વાસન આપે છે. આવાઓને જો ટેકો અપાય તો બહુ ઝડપથી ઉકેલો આવી શકે. હવે જો કે લોકો જાગૃત થતા જાય છે. કદાચ સીધા નથી લડી શકતા,પણ જેઓ કામ કરે છે તેમને મદદરૂપ થવાનો પ્રયાસ કરે છે. કેન્ડલ માર્ચ વગેરે તેનાં જ દૃશ્યો છે. ધીમે ધીમે લોકો સમજવા લાગ્યા છે કે  સમાજને સુધારવો હશે તો પોતે પણ સક્રિય થવું પડશે. ઝડપથી તો નથી થઈ શકતા, પણ, ખાસ કરીને, યુવા પેઢી જાગૃત થતી જાય છે.

બીજું, પીડિતા પોતે પણ નિરાશ નથી થતી. તે પણ લડવાની વૃત્તિ બતાવે છે. જીવનને જેવું છે તેવું સ્વીકારી જીવવાની હામ બતાવતી દેખાય છે. આવી અનેક વ્યક્તિઓ સાથે મળી જીવનને નવપલ્લવિત કરવાની તમન્ના બતાવે છે. હતાશાને પોતાના મનમાં પ્રવેશવા નથી દેતી. અનેક નિરાશાઓનો અનુભવ થવા છતાં સંઘર્ષ કરવાની વૃત્તિ ધરાવે છે. છેલ્લે કોર્ટમાં પીડિતા જે બયાન આપે છે, સ્વસ્થ રીતે, તે તેનું દૃશ્ય છે. તે જ તેના સંઘર્ષને સાર્થક બનાવે છે. સમગ્ર ફિલ્મમાં પીડિતાનો સંઘર્ષ જ ફિલ્મને જોવા લાયક બનાવે છે. તકલીફો વચ્ચે લડે છે. નાના નાના વિજયો માણે છે. પોતા માટે કામ કરનારને હૃદયપૂર્વક પ્રેમ પણ કરે છે. આ બધાં દૃશ્યો ફિલ્મને મજબૂત બનાવે છે અને એક ઉત્તમ સંદેશો આપે છે.

ફિલ્મ શું કહે છે? ઍસિડ ઍટેકની ઘટનાની તો ચર્ચા કરે છે પણ તે તેનો મુખ્ય સંદેશ નથી. આ ફિલ્મ કહે છે કે સમાજે જો સ્વસ્થ રહેવું હશે, પ્રગતિ કરવી હશે, તો જેઓ એ માટે સંઘર્ષ કરે છે, જેઓ સમાજને સ્વસ્થ બનાવવા પ્રયાસ કરે છે, તેમને ટેકો આપતા રહેવું પડશે. સરકાર, વહીવટ જલદી દાદ નહીં આપે. તેઓ તો પોતાના સ્વાર્થ માટે જ જીવે છે. એટલે જેઓ તેના સામે કામ કરે છે તેમને મદદરૂપ થતા રહેવાનું છે. જેઓ નકારાત્મક કામ કરે છે, તેમને કાબૂમાં રાખવાના છે. ક્યારેક તેઓ પૈસાદાર કે સારા વક્તા કે બળવાન હોય છે તેથી ભ્રમિત થઈ જવાય છે અને તેમની વિરુદ્ધ જતાં ખચકાટ અનુભવાય છે, પણ જો સમાજને સ્વસ્થ બનાવવો હોય, પોતાની પુત્રીઓને આવા હુમલાથી બચાવવી હોય કે પોતાના પુત્રોને તેમની ખરાબ અસરોમાંથી મુક્ત રાખવા હોય, તો તેમનો વિરોધ કરતાં શીખવું પડશે.

ફિલ્મનું ગીત કહે છે કે એક છપાકથી પહેચાન બદલાઈ જાય છે. સ્થૂળ રીતે તો તે બને જ છે, તેનો ચહેરો વિકૃત બને છે, પણ આ જ ઘટના પીડિતાને નવું જીવન આપે છે. કદાચ આ ઘટના ન બની હોત તો તે સામાન્ય છોકરી રહી હોત. ઘટના ભલે તેનો ચહેરો વિકૃત બનાવ્યો, પણ તેના જીવનને નવું દર્શન આપ્યું. તેના જીવનમાં નવું સૌંદર્ય પ્રગટ્યું, તેના જીવનની નવી જ પહેચાન બની ગઈ. તેનું જીવન સાર્થક બની ગયું. અને તેના માધ્યમથી સેંકડો છોકરીઓને પ્રેરણા આપી જાય છે.

ભુજ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2020; પૃ. 13 તેમ જ 12

Loading

...102030...2,4922,4932,4942,495...2,5002,5102,520...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved