Opinion Magazine
Number of visits: 9681091
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તાળાબંધી

સલિલ ત્રિપાઠી|Poetry|17 June 2020

તાળાબંધી
સાથે થઇ હુકમની ઘોષણા 

“મોં પર બાંધ બુકાની”
“અજાણ્યા લોકોથી દૂર રહે”
“હાથ ધો”

ત્યારે કોઈએ
કહ્યું નહોતું તને
આંખે પડદા પાડવાનું

સરવા રાખ કાન

બની જા નિરીક્ષક

એક દિવસ
દરવાજો ખુલશે
બુકાની ખરી પડશે
અને
શબ્દો હશે ઉત્સુક
વહેવા ફરી એક વાર

ત્યારે
તું શું બોલીશ?

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2020; પૃ. 16

Loading

यह चीनी बुखार आसानी से उतरता नहीं है

कुमार प्रशांत|Opinion - Opinion|17 June 2020

हमारे चारो तरफ आग लगी है. सीमाएं सुलग रही हैं – चीन से मिलने वाली भी और नेपाल से मिलने वाली भी ! पाकिस्तान से मिलने वाली सीमा की चर्चा क्या करें; उसकी तो कोई सीमा ही नहीं है. बांग्लादेश, लंका और बर्मा से लगने वाली सीमाएं खामोश हैं तो इसलिए नहीं कि उन्हें कुछ कहना नहीं है बल्कि इसलिए कि वे कहने का मौका देख रही हैं. कोरोना ने सीमाओं की सीमा भी तो बता दी है न ! ताजा लपट लद्दाख की गलवान घाटी में दहकी है जिसमें सीधी मुठभेड़ में अब तक की सूचना के मुताबिक 20 भारतीय और 43 चीनी फौजी मारे गये हैं. 1962 के बाद भारत-चीन के बीच यह सबसे बड़ी मुठभेड़ है. सरकार इसे छिपाती हुए पकड़ी गई है. चीन को अपने पाले में लाने की उसकी तमाम तमाम कोशिशों के बावजूद आज चीन सबसे हमलावर मुद्रा में है. डोकलाम से शुरू हुआ हमला आज गलवान की घाटी तक पहुंचा है और यही चीनी बुखार है जो नेपाल को भी चढ़ा है. कहा तो जा रहा था कि चीनी-भारतीय फौजी अधिकारियों के बीच वार्ता चल रही है जबकि सच यह है कि हम कहे जा रहे थे और वे सुन रहे थे. युद्ध की भाषा में इसे वक्त को अपने पक्ष में करना कहते हैं. चीन ने वही किया है.

देश के संदर्भ में सीमाओं का मतलब होता है संबंध ! इसलिए अमरीका से हमारे संबंध कैसे हैं या फ्रांस से कैसे हैं इसका जायजा जब भी लेंगे हम तब यह जरूर ध्यान में रखेंगे कि इनके साथ हमारी भौगोलिक सीमाएं नहीं मिलती हैं. सीमाओं का मिलना यानी रोज-रोज का रिश्ता; तो मतलब हुआ रोज-रोज की बदनीयती भी, बदमजगी भी और बदजबानी भी ! और रोज-रोज का यह संबंध यदि फौज-पुलिस द्वारा ही नियंत्रित किया जाता है तब तो बात बिगड़नी ही है. इसलिए जरूरी होता है कि राजनयिक स्तर पर संवाद बराबर बना रहे और शीर्ष का नेतृत्व गांठें खोलता रहे. यह बच्चों का खेल नहीं है, मनोरंजन या जय-जयकार का आयोजन भी नहीं है. अपनी बौनी छवि को अंतरराष्ट्रीय बनाने की ललक इसमें काम नहीं आती है. सीमा का सवाल आते ही अंतरराष्ट्रीय राजनीति का यह सबसे ह्रदयहीन चेहरा सामने आता है जहां सब कुछ स्वार्थ की तुला पर ही तौला जाता है. 1962 में यही पाठ जवाहरलाल नेहरू को चीन से सीखना पड़ा था और आज 2020 में नरेंद्र मोदी भी उसी मुकाम पर पहुंचते लग रहे हैं. इतिहास की चक्की बहुत बारीक पीसती है.

चीन का मामला एकदम ही अलग है. हमारे लिए यह मामला दूध का जला छांछ भी फूंक-फूंक कर पीता है, जैसा है. हम ‘हिंदी-चीनी भाई-भाई’ के दौर से चल कर 1962 के युद्ध और उसमें मिली शर्मनाक पराजय तक पहुंचे हैं. हमारी धरती उसके चंगुल में है. चीन सीमा-विस्तार के दर्शन में मानने वाला और एशियाई प्रभुता की ताकत पर विश्वशक्ति बनने की महत्वाकांक्षा पालने वाला देश है. हमारे और उसके बीच सीमा का लंबा विवादास्पद भू-भाग है, हमारे क्षेत्रीय, एशियाई और अंतरराष्ट्रीय हित अक्सर टकराते दिखाई देते हैं. हममें से कोई भी आर्थिक दृष्टि से मजबूत हो, उसकी अंतरराष्ट्रीय हैसियत बड़ी हो तो दूसरे को परेशानी होती है. यह सिर्फ चीन के लिए सही नहीं है, हमारे यहां भी ऐसी ‘ बचकानी’ अंतरराष्ट्रीय समझ रखने वाले लोग सरकार में भी हैं और तथाकथित शोध-संस्थानों में भी. इसलिए चीन की बात जब भी हमारे बीच चलती है, आप चाहें, न चाहें इतनी सारी बातें उसमें सिमट आती हैं.

क्या मोदी सरकार ने इन सारी बातों को भुला कर चीन से रिश्ता बनाने की कोशिश की थी ? नहीं, उसने यह सब जानते हुए भी चीन को साथ लेने की कोशिश की थी, क्योंकि उसके सामने दूसरा कोई चारा नहीं था. दुनिया हमारे जैसी बन जाए तब हम अपनी तरह से अपना काम करेंगे, ऐसा नहीं होता है. दुनिया जैसी है उसमें ही हम अपना हित कैसे साध सकते हैं, यह देखना और करना ही सफल डिप्लोमेसी  होती है. इसलिए इतिहास को बार-बार पढ़ना भी पड़ता है और उससे सीखना भी पड़ता है. हम चाहें, न चाहें इतिहास की सच्चाई यह है कि  भारत-चीन के बीच का आधुनिक इतिहास जवाहरलाल नेहरू से शुरू होता है. इस सरकार की दिक्कत यह है कि यह इतिहास पढ़ती नहीं है और जवाहरलाल नेहरू से बिदकती है. इतिहास से ऐसा रिश्ता आत्मघाती होता है.

आजादी के बाद दो बेहद आक्रामक व क्रूर गुटों में बंटी दुनिया में नव स्वतंत्र भारत की जगह व भारत की भूमिका तलाशने का काम जिस जवाहरलाल नेहरू के सर आया था, उनकी दिक्कत कुछ अलग तरह की थी. उनके पास गांधी से मिले सपनों की आधी-अधूरी तस्वीर तो थी लेकिन तलत महमूद के गाए उस गाने की तरह “तस्वीर तेरी दिल मेरा बहला न सकेगी’ का कठोर अहसास भी था. गांधी का रास्ता उनके दिमाग में बैठता नहीं था क्योंकि गांधी और उनका रास्ता, दोनों ही खतरनाक हद तक मौलिक था. उसे छूने के लिए बला का साहसी और आत्मविश्वासी होना जरूरी था. जवाहरलाल ने आजादी की लड़ाई लड़ते वक्त ही इस गांधी को पहचान लिया था और उनसे अपनी दूरी तय कर ली थी. लेकिन यह सच भी वे जानते थे कि भारत की किसी भी नई भूमिका की परिपूर्ण तस्वीर तो इसी बूढ़े के पास मिलती है. इसलिए उन्होंने अपना एक आधा-अधूरा गांधी गढ़ लिया था लेकिन उसके साथ चलने के रास्ते उन्होंने अपने खोजे थे. ऐसा करना भी एक बड़ा काम था. अमरीकी व रूसी खेमे से बाहर तटस्थ राष्ट्रों के एक तीसरे खेमे की परिकल्पना करना और फिर अंतरराष्ट्रीय राजनीति में उसका प्रयोग करना जवाहरलाल से कमतर किसी व्यक्ति के बूते का था ही नहीं. वे थे तो यह प्रयोग परवान चढ़ा. कई देशों को उन्होंने इसके साथ जोड़ा भी. 

नहीं जुड़ा तो चीन. जवाहरलाल की विदेश-नीति के कई आधारों में एक आधार यह भी था कि एशिया के मामलों से अमरीका व रूस को किसी भी तरह दूर रखना. वे जान रहे थे कि ऐसा करना हो तो चीन को साथ लेना जरूरी है. लाचारी के इस ठोस अहसास के साथ उन्होंने चीन के साथ रिश्ते बुनने शुरू किए. वे चीन को, माओ-त्से-दुंग को और साम्यवादी खाल में छिपी चीनी नेतृत्व की पूंजीवादी मंशा को अच्छी तरह जानते थे. चीनी ईमानदारी व सदाशयता पर उनका भी भरोसा नहीं था.  लेकिन वे जानते थे कि अंतरराष्ट्रीय प्रयोगों में मनचाही स्थितियां कभी, किसी को नहीं मिलती हैं. यहां जो पत्ते हैं आपके हाथ में उनसे ही औपको खेलना पड़ता है. इसलिए चीन के साथ कई स्तरों पर रिश्ते बनाए और चलाए उन्होंने. पंचशील उसमें से ही निकला. बात कुछ दूर पटरी पर चली भी लेकिन चूक यह हुई कि रिश्ते एकतरफा नहीं होते हैं सामने वाले को अनुकूल बनाना आपकी हसरत होती है, अनुकूलता बन रही है या नहीं, यह भांपना आपकी जरूरत होती है. चीन को भारत का वह कद पच नहीं रहा था. एशियाई महाशक्ति की अपनी तस्वीर के फ्रेम में उसे भारत कदापि नहीं चाहिए था. उसने तरह-तरह की परेशानियां पैदा कीं. नेहरू-विरोध का जो चश्मा आज सरकार ने पहन और पहना रखा है  उसे उतार कर वह देखेगी तो पाएगी कि यह सरकार ठीक उसी रास्ते पर चल रही है जो जवाहरलाल ने बनाया था. फर्क इतना ही है कि वह नवजात हिंदुस्तान था, युद्ध व शीतयुद्ध से घिरा हुआ और तटस्थता की अपनी नई भूमिका के कारण अकेला पड़ा हुआ सारी शंकाओं व सावधानी के साथ उसे चीन को साथ ले कर इस स्थिति का समाना भी करना था और भारत की एक नई भूमिका स्थापित भी करनी थी; और आज जो हिंदुस्तान हमारे सामने है वह आजादी के बाद के 70 से अधिक सालों की बुनियाद पर खड़ा हिंदु्स्तान है.  इसके सामने एक अलग ही दुनिया है. इस सरकार के पास न तटस्थता जैसा कोई सपना है, न पंचशील जैसी कोई अवधारणा. सत्ताधीश सरकारें ऐसे सपने वगैरह पालती भी नहीं हैं. यह वह दौर है जब अमरीका, रूस और चीन तीनों की अंतरराष्ट्रीय भूमिका सिकुड़ती जा रही है. चीन को साबरमती नदी किनारे झूला झुला कर, और अमरीका को ‘दुनिया’ के सबसे बड़े स्टेडियम में खेल खिला कर हमने देख लिया है कि नेहरू को 1962 मिला था, हमें 2020 मिला है. सीमा पर लहकती आग के साथ अंतरराष्ट्रीय राजनीति में हम करीब-करीब अकेले हैं. यह 2020 का 1962 है. अंतरराष्ट्रीय राजनीति का यह असली चेहरा है. लेकिन क्या कीजिएगा, रास्ता तो इसी में से खोजना है. तो यह सरकार भी रास्ता खोजे लेकिन इसके लिए जवाहरलाल नेहरू को खारिज करने की नहीं, उनका रास्ता समझने की जरूरत है.

(16.06.2020)                                                      

My Blog : http://kumarprashantg.blogspot.in/

Loading

ઓઠું

રવીન્દ્ર પારેખ|Opinion - Short Stories|16 June 2020

‘પોણી આયું સ, પોણી’

બૂમ પડી. એ ઘરડી બૂમ તરફ બધાં જ બજાણિયા દોડયાં. નજીક ગયાં તો એક વહેળો આકાશ તાણી જતો વહેતો હતો. મુખીએ મૂછે તાવ દેતાકને ગાડામાંથી જમીન પર કૂદકો માર્યો. ભારેખમ જોડાં ઠોકાતાં ધૂળ ઊડી. બાજુમાં ઊભેલા તિમ્કાને ઈશારો કર્યો ને તેણે બધાની સામે જોયું. તે સાથે જ ભૂરું પ્લાસ્ટિક જમીન પર પથરાવા માંડ્યું. તેમાં અગાઉથી ખોસેલાં સળિયાઓ ધૂળમાં ખૂંપ્યા ને થોડીવારમાં તો ટેન્ટ ખડા થઇ ગયા. કમરેથી વળો નહીં તો એમાં જવાય પણ નહીં, પવનથી પથરાયેલી ભૂરાશ ખખડી. બેચાર પુરુષો માથેથી ફાળિયું ખોલતાં વહેળા તરફ જવા લાગ્યા. બેચાર ડોશીઓ ય ચણિયા ફફડાવતી વહેળામાં ઊતરી. પોલકાંની કસ ખૂલવા લાગી. છૂંદણાવાળા ચહેરાને છાલક અડતાં જ ચામડી તાંબુ થઈને બહાર પડવા લાગી. ધૂળિયા ચહેરા ધોવાવા માંડ્યા. પુરુષોનાં દાઢીમૂછ પલળતાં વધુ કાળાં ચમકવાં લાગ્યાં. એકાદ પાસે ટમ્બલર હતું. તેનાથી ઉઘાડી પીઠ પર પાણી રેડાવા લાગ્યું. પછી તો મુખી ને તેની જાજરમાન વહુ ને ગોઠની ગંદીગોબરી છોકરીઓ ય લીંટ લૂંછતી, ધૂળ ઉરાડતી પાણી ભેગી થઇ ગઈ. આ એ છોકરીઓ હતી જે દોરડા પર ચાલીને કરતબ બતાવતી હતી. એ બધી આઠ દસ વર્ષથી જૂની ન હતી.

તડકો આછરતો જતો હતો ને ખુલ્લાં મેદાનમાં થઈને તે પશ્ચિમ તરફ દોડવા લાગ્યો હતો. એક સફેદ વાદળું પસાર થઇ ગયું. ચામડી ચોળીને બધાં ધીમે ધીમે વહેળામાંથી બહાર આવવાં લાગ્યાં.

મુખી લચી પડેલી છાતી ઘસતો બહાર ઊઠ્યો. તેનાં બાવડાં પર બાંધેલા કેરબા ને માંદળિયાં કાળુંરૂપું ચમક્યાં. કાજળ લંબાઈને બહાર તરી નીકળ્યું. હાથ પરનું પાણી ઝટકતો તે ટેન્ટમાં ઘૂસ્યો એટલામાં રાની પશુઓના અવાજ તડકામાં ચળાઈને વહેળામાં ઊતરી જતા લાગ્યા. આ અકાળના અવાજો હતા. વધુ કંઈ વિચારે ત્યાં તો સવલી સામે જ ભટકાઈ,’ સોડી, ના’વું નથ?’

‘ના’ઇને ય ગોબરાં તો થાવાનું જ ને!’

‘અરે, સોડી! પોણી મલે સ તો ના’ઈ લે. મ’ઈનો થિયો ના’વાને! આપણને આપણી વાસ તો ના ઓ’ય, પણ તું તો બઉ જ વાસ માર સ!’

‘‘તી બાપુ તમે તો અત્તરના બનેલા અ’સો નય?’ મુખી, હાથ, મોં આગળ રાખીને હસતો હસતો ડામચિયે ટેકવાયો. સવલી પણ ગોબરું ગોબરું હસી. તેના દાંત તડકામાં પીળકું ચમક્યા. મુખીને પોતાને સમજાતું નો’તું કે સવલી ના’વામાં દાંડાઈ કેમ કરતી હતી? બજાણિયાની જાત! તેને વળી ના’વાનું કેવું? – તેવું તો મુખી ય માનતો હતો. પણ પાણી ના હોય ને ના’વાનું ન બને ત્યાં કરવાનું શું? પણ સવલીને ના’વાની ચિંતા ન હતી. તેની ઉંમરમાં અઢારનો ભરાવો થતો જતો હતો ને કાલ ઊઠીને ક્યાંક વળાવવાની થાય તો એને દવરાવશે કોણ એ વિચારે મુખીની છાતી બેસી જતી હતી. તેને તો ફાળ પડતી હતી કે છોડી આયખું આ કબીલામાં જ કાઢશે કે શું?

કબીલામાં ય બેત્રણ છોકરાઓ તો હતા જ, તેમાંના કોઈને વરાવાય તો ચાલે ને એમ ઘીના ઠામમાં ઘી પડી રહે, પણ છોકરાઓ જ સવલીથી દૂર ભાગતા હતા. એવું નો’તું કે સવલી દીઠી ગમતી નો’તી, પણ એવી ફૂવડ હતી કે વાત ન પૂછો.

સવલીને ય પોતાની વાસ તો આવતી જ હતી, પણ તેણે ગંધાવાનું ઠાની જ લીધું હતું, કદાચ! એ ખરું કે ગંધારો બજાણિયાઓની ઓળખ હતી, પણ સવલી તો જરા વધારે જ –

મુખીને આ ગમતું નો’તું. છોકરી નાક વગરના ને જ ચાલે એ તો કેમ ચાલે?

એકવાર તો મુખિયાણીએ સવલીને લાકડે લાકડે ઠમઠોરી લીધેલી, 'મે’ર મૂઈ! તારા કરતાં તો છાણ હારું,’ બોલતાં સવલીને તેણે ખરોચી જ કાઢેલી. કપડાં ધોવાનો ગુડલક ઘસી ઘસીને સવલીનું અજવાળું બહાર લાવી દીધેલું. કોઈનું આપેલું ઘાઘરું, પોલકું પહેરાવીને મુખિયાણી, મુખીની સામે પટકી ગયેલી, ’હાસવો સોડીને!’

મુખીએ વાળ વચ્ચેથી ઉંચકાતી ડોક જોઈ હતી, 'સવલી, મારી જોગમાયા, આવું હારું રૂપ લીધું છે તો આવી ગંધાતી કેમ રે’સે?’ સવલીનો અંબાર જોઇને મુખી તો હોલવાઈ જેવો ગયો હતો. આટલું બધું રૂપ! ને તે ઉકરડો થવા જન્મ્યું છે! મુખી સવલીની પાસે આવ્યો. તેને બાવડેથી ઊભી કરી. હેતથી માથે હાથ ફેરવ્યો, 'મારી વા’લકુડી, માવડીએ આટલું રૂપ દીધું સ તો અવતાર કેમ બાળ સ?’ સવલીને ખભે છેડો નાખી ને મુખી બહાર નીકળી ગયેલો.

પણ, તે પછી ય સવલી ચહેરે છાણ ચોપડતી જ રહેલી. છાણ સુકાઈને ખરવા માંડે કે વળી માટી લપેડી લેતી. તે પતે કે કોઈ વાર રાખથી ય મોઢું માંજી લેતી. તડકામાં મેલના દોરા બાઝતા. નહાવાની આળસુ તે ધીમે ધીમે ગટર થઇ રહેતી.

બજાણિયાઓમાં કોઈ આટલું મેલું રહેતું ન હતું. બધાં જ સવલીને ટોકતાં. પણ ખબર નહીં કેમ, સવલી, નવલી થવા માંગતી ન હતી. મુખી પણ કંટાળતો, બબડતો, પણ સવલી વહાલી બહુ હતી એટલે … જો કે એ ગંધરીની ગૂણપાટ તો દૂરને ખૂણે જ પડતી, ઢોરની બગાઈઓ પાસે. સવલીને તેનો કોઈ હરખશોક ન હતો. ઝીંથરાં ખંજવાળતી તે ઘોરી જ જતી. રાતના ખડિયામાંથી સૂરજ ટમટમતો કે સવલી જાગી જતી. મસ્તીથી તે છાણ-વાસીદું કરતી. છાણ સાફ કરતાં કરતાં કોઈ વાર પોતાને ટપલી ય મારી લેતી, ગાલે.

તે જાણતી હતી કે વહેળો છે એટલે પડાવ વહેલો ઊઠવાનો નથી. એટલે રોજ સવારમાં છોકરાંઓ ઢોલ ઢમકાવતાં બહાર પડતાં. બજાણિયાઓ માથે ફાળિયાં બાંધતાં ને મૂછે તાવ દેતા નીકળી જતા. નવરો હોય તો કોઈ વાર મુખી ય માંકડાં નચવવાં જતો ને સડક વચ્ચે ડફ ઉલટાવીને લોકોમાંથી પૈસા ઉઘરાવી લાવતો. સવલી બહાર જવાનું હોય તો છાણ ઓછું ચોપડતી ને માથે લાલપીળું ફડકું બાંધીને ઠમક્તી રહેતી. ફિલ્મી ગીત ગાતાં ગાતાં એવી લચકાતી કે પાથરેલાં કાપડાંમાં થોડીક નોટો વધારે જ પડતી. સવલીનો અવાજ તીણો હતો, પણ ગાતી તો મીઠું લાગતું.

દોરડે ચાલતી છોકરીઓ સામસામે છેડેથી આવતી ને વચ્ચે બંનેના પડછાયા સડક પર સલામી ઠોકતા ને તાળીઓ પડતી.

જુદે જુદે મહોલ્લે ખેલ ચાલતો. બાળકો હરખાતાં હરખાતાં નાક લૂંછતાં ને બાંયે ઘસી દેતાં. મોટેરાંઓ રૂપિયો, બે રૂપિયા નાખીને તો કોઈ એમ જ સીટી મારીને નીકળી જતાં. થોડીવારે દોરડાં જમીન પર આવતાં ને પોટલામાં સૌ સાંજ સમેટીને ટેન્ટ આગળ રંધાતી ધૂળનો સ્વાદ માણવા આવી ચડતાં. મુખિયાણી ઇંટો વચ્ચેથી ઊઠતા ધૂમાડિયા ભડકા પર નાગલીના રોટલા ટીપતી ને છાલિયાની છાશ ઘટતી જતી. ફોડાતા કાંદાની વાસ આંખે ઊઠતી ને સવલી આંખનું કાજળ ગાલે ઉતારતી. થોડીવારે ખડિયો રામ થતો ને પડછાયાઓ પોઢી જતા.

ખડિયા પર પહેલું કિરણ ફૂટતું ને સૂરજ ટેન્ટનો રંગ ઉઘાડી આપતો. વળી ઢોલ ઢબૂકતા ને ડફલી ઠોકાતી ઠોકાતી આગળ નીકળી જતી. દાતણ થૂંકીને સવલી ઘૂમર ઘૂમર ફરતી આગળ વધતી.

આજે મુખીને ટચાકિયું થયું એટલે સવલી એકલી જ નીકળી. થોડીવારમાં બધી ગોબરીઓને લઈને એક મોટી હવેલી આગળ તે આવી ચડી. મહોલ્લાના છોકરાંઓ રમવાનું છોડી ટોળે વળવા માંડ્યાં. તડકો છાપરેથી ભીંતે ઊતરી આવ્યો હતો. દોરડું ખેંચાયું ને બે છેડે ત્રિકોણિયા વાંસ ખોડાયા. ખેલ શરૂ થયો. માંકડાં આજે ન હતાં એટલે સવલી વધારે ફુદરડી ફરી. તીણા અવાજે તેણે લલકાર્યું, ’મેરી જિંદગીમેં તુમ્હારા ક્યા કામ હૈ? જો હે નામવાલા વો ભી તો બદનામ હૈ … મેરી જિંદગીમેં …’

તીણો અવાજ સાંભળીને અગાશીમાંથી એક જુવાન ડોકાયો. સવલી પીળું ફડકું બાંધતી બરાબરની  ચકરડીએ ચડી હતી, ’જિસકી બીબી કાલી ઉસકા ભી બડા નામ હૈ …’ ત્યાં તો લોકો વિખરાવાં લાગ્યાં હતાં. છોકરાંઓ ફરી રમવા દોડી ગયાં હતાં. જુવાન સવલીને તાકી રહ્યો. તેણે, ‘છૂછૂછ’ કરીને સવલીને બોલાવી. સવલીએ ઊંચે જોયું. પેલાએ ઉપર આવવા ઈશારો કર્યો. સવલીએ ડોકું ધૂણાવી ના પાડી. પેલાએ ઉપરથી બે નોટ બતાવી. લીલો કલર જોઇને સવલી ઊંચકાઈ. તેણે ’આવું છું’નો હાથ કરી સામાન સમેટવા માંડ્યો. છોકરીઓને ત્યાં જ થોભવાનું કહી સવલી હવેલીમાં ઘૂસી. આરસનો દાદર ચડીને તે લોબીમાં આવી. પેલા જુવાને નોટો બતાવી તેને રૂમમાં બોલાવી. નોટો સવલી સામે દૂરથી જ ફેંકી. નોટ સવલી તરફ ઊડી. તેણે આગળ વધી નોટ ઉપાડી લીધી. જરા આગળ આવી જુવાન બોલ્યો, ‘બેસ!’ સવલી ઊભી રહી. જુવાને આગળ ચલાવ્યું, ’મારું માને તો … બીજી ઘણી નોટો આપું.’ સવલીને સમજ ન પડી. તે પાછળ હટી. તેણે ફડકું આંગળીએ વીંટયું ને હથેળીમાં નોટ ચોળતી રહી. જુવાન તેની નજીક આવવા ગયો. તેણે બીજી નોટો ગજવામાંથી કાઢી. સવલી તે લેવા આગળ વધી. નોટની સાથે જુવાન ખેંચાઈ આવવાનો હોય તેમ તે આગળ વહી આવ્યો, ’આવ,’ કહેતો તે સવલીને વળગી જ પડ્યો ને બીજી જ પળે આંચકો ખાઈને પાછળ હટી ગયો, ’કદી ના’ય છે કે નઈ?’ કપડાં ઝટકતાં તેણે નાક દાબ્યું ને સવલીને હાથથી જ જવાનો ઈશારો કર્યો. સવલી પાછી ફરી. પછી ખડખડાટ હસતી દાદર ઉતરવા લાગી ને  ચોળાયેલી નોટો તેણે હવેલીમાં જ …

@     

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : “પરબ”, જૂન,2020; પૃ. 24-27

Loading

...102030...2,3412,3422,3432,344...2,3502,3602,370...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved