રોજ જીવું છું, રોજ મરું છું.
સામા વ્હેણે રોજ તરું છું.
“ભૂલી જવાનું, ગળી જવાનું”
રોજ ટપારું, તોયે સ્મરું છું.
દર દર રખડી રખડી થાકું
તોયે હજી ક્યાં કામ કરું છું.
માણસ નહીં, પડછાયો થઈને
શહેર-ગલીમાં રોજ ફરું છું.
નામ ભૂંસાયાં, ગામ લુંટાયાંઃ
અંધકારમાં રોજ સરું છું.
રોઝા,મસ્જિદ, મઝાર, કિલ્લા
નક્કર છું ને તોયે ખરું છું.
હિજાબ, બુર્ખા, નકાબ, પર્દા
અંદર અંદર થરથરું છું.
‘એ લોકો’ના અચ્છે દિનથી,
કસમ ખુદાકી, ભૌત ડરું છું.
આઘે ને આઘે ઠેલાઉંઃ
આખિર તો ભૈ, જુહાપરું છું.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 02
![]()


દાઉદભાઈ વિશે શું વાત કરવી? આ પુસ્તક નિમિત્તે અને અન્યથા પણ. આપણે બધા એમના એટલા ઓશિંગણ છીએ અને એક લાંબા પથ પર આપણને એમનું એક અજવાળું મળતું રહ્યું છે અને સદ્ભાગ્યે અજવાળું એવું છે કે sound, light put together કારણ કે બુલંદ અવાજ છે અને વિચારની બુલંદી છે. આમ, આ રીતે શરૂઆત કરાય કે નહીં તે હું જાણતો નથી. પણ એકવાર અસગરઅલી એન્જિનિયરે સૈયદ શાહબુદ્દીન વિશે પ્રશ્ન કર્યો હતો, કે તમે ‘મુસ્લિમ ઇન્ડિયન’ છો કે ‘ઇન્ડિયન મુસ્લિમ’ છો? અને પછી કહ્યું, “હું ઇચ્છું કે તમે ઇન્ડિયન મુસ્લિમ હો.” દાઉદભાઈ આ બધા સવાલની બહાર છે, કારણ કે એક નાગરિક તરીકેનું એમનું વ્યક્તિત્વ જે રીતે વિકસ્યું છે એ રીતે એ આ છેડે કે પેલે છેડે કોઈ પણ કુંડાળું કે કોઈ પણ પ્રકારનું exclusion, એમાં તે જઈ શકે નહીં. એમની એ એક મોટી વિશેષતા છે. ખરું પૂછો તો આ સહજ છે, અને એમને માટે આપણે આવો જુદો ઉલ્લેખ સામાન્ય અર્થમાં કરવો પણ પસંદ ન કરીએ. પણ જે દોરમાંથી, જે દિવસોમાંથી, આપણે પસાર થઈ રહ્યા છીએ તેમાં this needs to be stressed એમ મને લાગે છે.

નારાયણભાઈને બહુ સ્પર્શી ગયો હતો. અને દાઉદભાઈનું જે આખું વિશ્વદર્શન, મેં બે કે ત્રણ વાર એમને સાંભળ્યા એ જે વિશ્વદર્શન છે તે આ સંકલિત લેખોમાં પણ દેખાય છે. સંકલિત-સંપાદિત લેખોમાં પણ એ એક ન્યાયી દુનિયાનું છે, નવી દુનિયાનું છે અને જ્યાં ઊભા છીએ ત્યાં સાંકડામાં સમાવાનું નથી એટલે કે દિલ સાંકડા કરવાનું નથી, ચિત્ત સાંકડું કરવાનું નથી. જગ્યા સાંકડી હોઈ શકે પણ એક વ્યાપકતા એટલે કે ઉપનિષદ પરંપરામાં કહીએ કે ભૂમાથી મોટું કોઈ સુખ નથી એ તમને આમાંથી પસાર થતાં પણ દેખાશે.