Opinion Magazine
Number of visits: 9745073
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

एक शब्द !

कुमार प्रशांत|Opinion - Opinion|20 May 2022

मैं पढ़ रहा हूं कि राजीव गांधी की हत्या के अपराधियों में से एक ए.जी. पेरारिवालन की मां अरपुथ्थम अम्माल को एक शब्द की तलाश है ! एक ऐसा शब्द कि जिससे वे उन सबका आभार व्यक्त कर सकें जिन सबने उनके बेटे की 31 साल लंबी कैद के दौरान उन्हें भरोसा, साहस, समर्थन अौर साधन दिए. 75 साल की मां अम्माल को किसी भाषा में वह एक शब्द नहीं मिला कि जिससे वे आभार की अपनी भावना को परिपूर्णता से प्रेषित कर सकें : “ एक ऐसे सामान्य व्यक्ति के समर्थन में खड़ा होने के लिए, जिसकी कोई खास पृष्ठभूमि नहीं है, न्याय के प्रति आपका गहरा जुड़ाव जरूरी है. जिस आदमी से वे लोग कभी मिले ही नहीं, कभी न देखा न बातें कीं, उसके लिए समय और शक्ति लगाना बताता है कि उनके मन में कितना प्यार व अपनापन भरा है… मैं उन एक-एक आदमियों तक पहुंच कर, उनका हाथ पकड़ कर अपना आभार व नमन बोलना चाहती हूं जिन्होंने 31 साल लंबे मेरे संघर्ष के विभिन्न मोड़ों पर मेरा साथ दिया. यह करके भी मैं उस ऋण से उऋण नहीं हो सकती. बस एक ही शब्द है मेरे पास जिसे खुशी, प्यार व सम्मान के आंसुओं से भरी आंखों से मैं कह सकती हूं : आभार !” 75 साल की आयु-जर्जर और 31 साल की कानूनी जंग में अपने अस्तित्व की बूंद-बूंद जला कर क्षत-विक्षत हुई अम्माल अपने होने का ओर-छोर संभालती, 50 साल के अपने बेटे पेरारिवालन की बांह पर निढाल होती हुई कह सकीं… 

अम्माल की तरह मैं भी इस पूरे विवरण को एक शब्द में व्यक्त करने के लिए एक उपयुक्त शब्द खोजता रहा और अंतत: मिला वही एक शब्द मुझे : मां !! मां के अलावा ऐसा कौन हो सकता है ? 

हमारे सर्वोच्च न्यायालय को भी कोई एक शब्द नहीं मिला कि जिससे वे बता पाते कि भारत के पूर्व प्रधानमंत्री राजीव गांधी की हत्या के सिद्ध मामले में फांसी की सजा पाए पेरारिवालन को सजा और कैद से मुक्ति देते हुए वे हमारे संवैधानिक न्याय की किस धारा का पालन कर रहे हैं. न्यायमूर्ति नागेश्वर राव, बी.आर. गवई और ए.एस.बोपन्ना की पीठ ने कहा : “ संविधान की धारा 142 के अंतर्गत मिले अपने विशेषाधिकार का इस्तेमाल करते हुए हम यह निर्देश देते हैं कि हमारी नजर में वादी ने अपने अपराध की सजा पा ली है. वादी, जो पहले से ही जमानत पर है, तक्षण से ही आजाद किया जाता है. जमानत की उसकी अर्जी भी अभी से निरस्त होती है.”

इतना आदेश देने के साथ ही पीठ ने कई बातें साफ कीं, मसलन तमिलनाड मंत्रिमंडल का ऐसा प्रस्ताव करना कि राजीव गांधी के हत्यारे की सजा माफ की जाए, कि ऐसे प्रस्ताव के ढाई साल बाद तमिलनाड के राज्यपाल का उस प्रस्ताव को राष्ट्रपति की स्वीकृति के लिए भेजना किसी भी दृष्टि से संवैधानिक नहीं है. उसने यह भी कहा कि केंद्र सरकार की इस दलील का कोई संवैधानिक आधार नहीं है कि 2014 के सर्वोच्च न्यायालय के ( भारत सरकार बनाम श्रीहरन) निर्देश के मुताबिक ‘वैध सरकार’ को मतलब केंद्र सरकार को ऐसे मामलों में अंतिम निर्णय का अधिकार है. पीठ ने यह भी साफ किया कि धारा 161 के अंतर्गत राज्यपाल को सजा माफ करने, राहत देने, स्थगित करने या पुनर्विचार करने का जो अधिकार है वह अधिकार न्यायिक समीक्षा के दायरे से बाहर नहीं है. पीठ ने इस मामले को राज्यपाल के पास पुनर्विचार के लिए भेजने से भी इंकार कर दिया.

पेरारिवालन को राजीव गांधी हत्याकांड में सीधा लिप्त पाया गया था और लंबे मुकदमे के बाद टाडा अदालत मे 28 जून 1998 को 26 अभियुक्तों को मौत की सजा सुनाई थी जिनमें पेरारिवालन भी थे. 11 मई 1999 को सर्वोच्च न्यायालय ने पेरारिवालन समेत चार अभियुक्तों की मौत की सजा को स्वीकृति दी थी. अगस्त 2011में मद्रास उच्च न्यायालय ने फांसी पर रोक लगा दी. यहां से मां अम्माल ने बेटे को बचाने की वह मुहीम छेड़ी जो 24 साल बाद सफल हुई. अपनी साड़ी पर “ फांसी की सजा खत्म करो” का आह्वान लिख कर अम्माल देश भर की जेलों, अदालतों का चक्कर काटती रहीं और सबकी अंतरात्मा पर चोट करती रहीं.

पेरारिवालन को भी कहने को वह शब्द नहीं मिल रहा था जिससे वे अपना मन खोल सकें. उन्होंने कहा : “अपने जीवन व न्याय के लिए मेरे पास मेरी मां ही एकमात्र आधार थी.” पेरारिवालन ने भी कहा कि फांसी की सजा पर कानूनन रोक लगनी चाहिए. जरूर ही लगनी चाहिए, क्योंकि मैं उन लोगों में हूं जो हमेशा से मानते हैं कि फांसी मनुष्य की सारी संभावनाओं को समाप्त कर देने वाला एक असभ्य चलन है. मेरे लिए इस प्रावधान की समाप्ति का समर्थन करना एकदम सहज व तर्कसंगत है. मैं जानता हूं कि बाजदफा मनुष्य ऐसे अपराध करता है जिसके बाद उसका जीना घृणित हो जाता है. जब हम पाते हैं कि अपने अमानुषिक कृत्य के लिए उसके लिए मन में पश्चाताप का कोई भाव भी नहीं जागता है तो लगता है कि इससे जीने का अधिकार छीन लेना चाहिए. लेकिन मैं यह भी जानता हूं कि इसके बाद भी मनुष्य में सुधार व बदलाव की संभावना को खत्म करना अमानवीय है, और इससे मानवीय अपराध-शास्त्र में कोई नया आयाम जुड़ता नहीं है. पेरारिवालन स्वंय इसके उदाहरण हैं. 19 साल की उम्र में हत्या के अपराधी के रूप में अपनी गिरफ्तारी के बाद से अपने अच्छे व्यवहार, चाल-चलन के कारण, लगातार पढ़ाई में आगे बढ़ते जाने के कारण ही उनके मामले पर अदालत ने अलग से विचार किया. लेकिन पेरारिवालन से मैं पूछना यह चाहता हूं कि भाई मेरे, यदि तुम फांसी की सजा खत्म करवाना चाहते हो तो क्या हत्या का अधिकार बरकार रखना चाहते हो ? कानून को किसी की जान लेने का हक न हो तो क्या व्यक्ति को किसी की जान लेने का हक होना चाहिए ? जान बम से लो या कानून से, मान्यता तो यही मजबूत होती है न कि जान लेना गलत नहीं है फिर वह जान राजीव गांधी की हो या पेरारिवालन की. दोहरा मानदंड कैसे चल सकता है ?

पेरारिवालन की माफी व मां अम्माल की भावनात्मक अभिव्यक्ति की इस पूरी कहानी में मैं भी एक शब्द ही तो खोजता रहा ! तमिलनाड के श्रीपेरंबदूर में 21 मई 1991 को जिस राजीव गांधी की जघन्य हत्या पेरारिवालन व उनके साथियों ने की, वे राजीव भारत के पूर्व प्रधानमंत्री भर नहीं थे बल्कि एक भरे-पूरे परिवार के पिता-पति व जीवन-केंद्र थे. उस हत्या ने पूरे परिवार को सन्निपात में झोंक दिया ! वे उससे कैसे उबरे, कैसे जीवन का एक मकसद व रास्ता खोजा उन सबने वह सब अलग कहानी है. लेकिन एक सच्ची कहानी यह भी तो है कि राजीव गांधी परिवार ने खुद को इस तरह व इतना संभाला कि हत्यारों की इस पूरी टोली को अपनी तरफ से माफ कर दिया. किशोरी प्रियंका ने तब जेल में जा कर हत्या की दोषी नलिनी से मुलाकात की थी और परिवार की तरफ से उसे माफी के प्रति आश्वस्त किया था. पूरे परिवार के अपने पति-पिता के हत्यारों के प्रति अपना भाव फिर कभी नहीं बदला. जो बीत गया, उनके लिए बीत गया. क्या उस हत्या के लिए, उस परिवार के लिए 31 साल के लंबे उतार-चढ़ाव को देखने-भोगने के बाद भी मां-बेटे के पास एक शब्द नहीं है ? यह उनके किसी आंतरिक विकास का प्रमाण नहीं देता है. इस कहानी में एक शब्द छूट रहा है. अम्माल को या पेरारिवालन को यदि खोजे भी वह शब्द न मिल रहा हो तो मैं उनकी मदद करता हूं. वे आसमान की तरफ हाथ उठाएं व उस अदृश्य से कहें : “ माफी ! … अपने कृत्य के लिए हमें अफसोस है.”

इस एक शब्द के बिना यह कहानी अधूरी व मलिन ही रह जाती है.

(19.05.2022)

मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें – https://kumarprashantg.blogspot.com

Loading

નદી ગંધાય છે, નદી સુકાય છે, નદી મરે છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|19 May 2022

તાજેતરના એક જ દિવસના અખબારના પાને, લગભગ બાજુબાજુમાં પ્રગટ થયેલા બે સમાચાર : ગુજરાત હાઈકોર્ટે અમદાવાદંની સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે કરેલી સુઓમોટો પી.આઈ.એલ.માં અમદાવાદ  મહાનગરપાલિકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે વિગતવાર અહેવાલ માંગ્યો છે. અને સાબરમતી રિવરફ્રન્ટ પરથી કાર ડ્રાઈવ કરતી વખતે પાણીથી ભરેલી નદીનું સોંદર્ય માણી શકાય તેવું સરકારી આયોજન અમલના તબક્કે છે. એક જ શહેરની નદી વિશેના આ બે સમાચાર શાસન અને લોકોનું નદી વિશેનું વલણ આબાદ રીતે છતું કરે છે.

લોકમાતા કે જીવનદાયી ગણાતી નદીઓને માનવીએ તેના સ્વાર્થવશ ગટરગંગા બનાવી દીધી છે. નદીઓમાં પ્રદૂષણ એ હદે ફેલાયું છે કે તેનું પાણી પીવાનાં તો ઠીક નહાવાનાં પણ કામનું રહ્યું નથી. શહેરોની ગટરોનું પાણી, માનવ મળ સહિતનો કચરો, ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી, ખેતરોનું રાસાયણિક ખાતરો અને જંતુનાશકો મિશ્રિત માટીનું વરસાદી પાણી, ધાર્મિક આસ્થાના નામે નદીઓમાં વિસર્જિત કરાતી પ્રતિમાઓ અને માનવીના મૃતદેહ કે તેના અવશેષો વહાવીને નદીઓનાં નિર્મળ નીરને પ્રદૂષિત કરવામાં આવ્યું છે.

૨૦૧૫માં દેશના ૩૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૨૭૫ નદીઓના ૩૦૨ પ્રવાહો પ્રદૂષિત માલૂમ પડ્યા હતા. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે ૨૦૧૮માં ૩૫૦ નદીઓને પ્રદૂષિત ઘોષિત કરી હતી. મહારાષ્ટ્રની નદીઓ દેશમાં સૌથી પ્રદૂષિત છે. દેશની પ્રદૂષિત નદીઓમાં ગુજરાતની નદીઓ પાંચમા ક્રમે છે. મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત અસમ, મધ્ય પ્રદેશ, ઓડિસા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને કેરળની નદીઓ પણ સૌથી વધુ પ્રદૂષિત છે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાંથી પસાર થતી ગંગાના શુદ્ધિકરણના પ્રયત્નો એકાદ દાયકાથી ચાલતા હોવા છતાં ગંગા હજુ ય ગંદી ગોબરી જ છે. પવિત્ર ગણાતું ગંગાજળ હવે પવિત્ર તો નથી જ રહ્યું, ચોખ્ખું પણ નથી. ચોમાસા પછીના તરતના દિવસોમાં પણ ગંગાનું પાણી નહાવાલાયક નહોતું જણાયું. કોરોના મહામારીના તાળાબંધીના દિવસોમાં દેશના અનેક ઠેકાણે પ્રદૂષણ ઘટ્યું હતું પણ ગંગા-જમનાનું જળ પ્રદૂષણ યથાવત હતું.

નદીઓનાં પાણીને દૂષિત કરવામાં અનિયંત્રિત અને અનિયોજિત ઔદ્યોગિકરણનો મોટો ફાળો છે. યુનાઈટેડ કિંગડમની યૉર્ક યુનિવર્સિટીએ ભારતના બે સહિત દુનિયાના ૧૦૪ દેશોનાં ૨૫૮ શહેરો નજીકની નદીઓની ૧,૦૫૨ સાઈટ્સના નમૂના એકત્ર કરીને આ નદીઓનાં પાણીમાં દવાના અંશો શોધ્યા હતા. સંશોધકોને નદીઓનાં પાણીમાં ઉત્તેજક દવાઓ સહિતની અનેક દવાઓના અંશો જોવા મળ્યા હતા. આ સંશોધનમાં દિલ્હીની યમુના અને હૈદરાબાદની કૃષ્ણા તથા મુસી નદીઓના નમૂના એકત્ર કર્યા હતા. ભારતનો દવા ઉદ્યોગ વિશ્વમાં અગ્ર હરોળમાં ગણાય છે. ફાર્માસ્યુટિકલ ઈન્ડ્રસ્ટ્રીઝને લીધે નદીઓનાં જળ પ્રદૂષણનો ખતરો સમયસર ઉકેલ માંગે છે.

પ્લાસ્ટિકનો પ્રદૂષણના પ્રસારમાં પ્રમુખ હિસ્સો છે. પાંચ સેકન્ડમાં ઉત્પન્ન કરી શકાતા માઈક્રો કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ભલે પાંચ જ મિનિટનો હોય તેને નાશ પામતા પાંચસો વર્ષ લાગે છે ! ૫૦૦ એમ.એમની ઈલેકટ્રોનિક ટેગવાળી પ્લાસ્ટિકની બોટલોને ભારતના સમુદ્રમાં ફેંકી દીધા પછી તેના પ્રવાસની તપાસ કરતાં જણાયું કે તે ૯૪ દિવસો પછી ૨,૮૫૪ કિલોમીટરનો પ્રવાસ કરીને હેમખેમ હતી. માઈક્રો પ્લાસ્ટિક દરિયામાં પહોંચતા પૂર્વે નદીઓનાં તળિયે સાત વરસ રહી શકે છે. તેના પરથી તે કેટલું ખતરનાક પ્રદૂષણ જન્માવી શકે છે તેનો થોડો અંદાજ મળે છે. ભારતની ૧,૧૬૯ નદીઓ મારફતે વાર્ષિક ૧,૨૬,૫૧૩ મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરો દરિયામાં પહોંચે છે. દુનિયાની મુખ્ય નદીઓમાં ૧૪,૦૪,૨૦૦ ટન પ્લાસ્ટિક કચરો હોવાનો અંદાજ છે. ચીનની યાંગત્જે નદીમાં વિશ્વમાં સૌથી વધુ (૩,૩૩,૦૦૦ ટન) પ્લાસ્ટિક કચરો છે તે પછીના ક્રમે ભારતની ગંગામૈયા છે. જેમાં ૧,૧૫,૦૦૦ ટન પ્લાસ્ટિક કચરો જમા છે.

નદીની પ્રકૃતિ તો અવિરત અને અવિરલ વહેતાં જળની છે. પરંતુ મુક્ત રીતે વહેતી, સાફ-ચોખ્ખું પાણી ધરાવતી નદીઓ દુનિયામાં માત્ર ૧૭ ટકા જ બચી છે અને તેનું કારણ તે સંરક્ષિત વિસ્તારમાં આવેલી હોવાનું છે. ૬૪૦ લાખ કિલોમીટરની નદીઓ કે તેના પ્રવાહમાંથી ૬૦ ટકાએ સમયાંતરે વહેવાનું બંધ કરી દીધું છે. છેલ્લાં ચાળીસ વરસોમાં નદીઓનાં જળ પ્રવાહમાં ત્રણ ટકાનો અને છેલ્લા દાયકામાં દસ ટકાનો ઘટાડો થયો છે. લોકસભા પ્રશ્નના જવાબમાં જણાવાયું હતું કે ૨૦૧૧માં દેશમાં પ્રતિ વ્યક્તિ સરેરાશ વાર્ષિક પાણીની ઉપલબ્ધતા જે ૧,૫૪૫ ક્યુબિક મીટર આંકવામાં આવી હતી. તેમાં ૨૦૨૧માં ૧,૪૮૬ ઘનમીટર ઘટવાની સંભાવના છે. વળી નદીઓનાં પાણીને આંતરીને ડેમ બાંધવામાં આવ્યા છે એટલે નદીઓ સુકાઈ રહી છે. ગંગા નદી પર નાનામોટા ૭૯૫ બંધો છે તેને કારણે ગંગાનો સ્વાભાવિક પ્રવાહ ક્ષીણ થયો છે. ઉનાળાના આરંભે જ ઠેકઠેકાણે ગંગામાં ઘૂંટસસમું પાણી પણ નથી હોતું. બારમાસી નદીઓ જાણે કે બચી જ નથી. આ ઉનાળે ગુજરાતના ૨૦૭માંથી મોટાભાગના બંધો અડધોઅડધ ખાલી છે. એટલે નદીઓ સુકાઈ રહી છે અને બંધો ખાલી પડ્યા છે.

નદીઓમાં વધતાં જળ પ્રદૂષણથી ભૂગર્ભ જળ પણ દૂષિત થયાં છે. દેશની એંસી ટકા ગ્રામીણ અને પચાસ ટકા શહેરી વસ્તી ભૂગર્ભ જળ પર આધારિત છે. નદીનું પાણી શુદ્ધ કરવું જેટલું આસાન છે તેટલું ભૂગર્ભ જળ નથી. પાંચ નદીઓના પ્રદેશ પંજાબમાં પીવાનું પાણી હવે ઝેરી થઈ ગયું છે. પંજાબના કેટલાક વિસ્તારોમાં કેન્સરના દરદીઓ વધી રહ્યા છે તેમાં દૂષિત પાણી પણ મોટું કારણ છે. આર્સેનિકયુક્ત પાણીની દેશના પાંચ કરોડ લોકો પર અસર થઈ છે અને ત્રીસ વરસોમાં દસ લાખ લોકોનાં મરણ થયાં છે. પરંતુ પ્રદૂષિત પાણી ચૂંટણી મુદ્દો બનતો નથી.

સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલ મુજબ વિશ્વમાં શુદ્ધ પીવાનું પાણી ન મળતું હોય તેવા લોકો સૌથી વધુ ભારતમાં છે. ભારતના ૧૨ કરોડ ઘરોને આજે ય પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી. પીવાનાં શુદ્ધ પાણીને સર્વોચ્ચ અદાલતે નાગરિકનો મૂળભૂત અધિકાર ગણ્યો છે અદાલતોએ નદી સહિતની પ્રકૃતિને જીવિત વ્યક્તિનો દરજ્જો આપ્યો છે. પરંતુ સરકારની રહેમ નજર અને લોકજાગ્રતિના અભાવે ફેલાતાં જળ પ્રદૂષણથી જીવનદાયી નદી જીવન હણનાર બની રહી છે.

ગંગા કાંઠાનાં રાજ્યોનાં ગામોને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કરવાની જાણે કે સ્પર્ધા ચાલે છે. પરંતુ માત્ર ઘેરઘેર સંડાસ તાણી બાંધવાથી ગંગા શુદ્ધ થઈ જવાની નથી. ગટરનાં પાણી કરતાં મળ વધુ પ્રદૂષક હોવા છતાં મળના નિકાલની કોઈ ઠોસ યોજના ઘડાતી નથી. ખાળકૂવા સાથેના જાજરૂ કે ટ્વિન પિટ શૌચાલયોના મળના નિકાલની બાબત ગંભીરતાથી વિચારી ન હોઈ ઘરેઘરે શૌચાલય ખાલી નારો જ બની રહ્યો છે.

૨૦૧૧થી ૨૦૧૮ દરમિયાન ગંભીર જળ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોમાં ૧૩૫ ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં ૭૮ ટકા ઉદ્યોગો પ્રદૂષણ ફેલાવે છે. દિલ્હીના ૨૮,૧૧૫ કારખાના યમુનામાં ૩.૫ કરોડ લીટર ગંદુ પાણી છોડે છે. આ ઉદ્યોગો પ્રદૂષણ નિયંત્રણના કોઈ કાયદા-કાનૂન પાળતા નથી અને ભ્રષ્ટતંત્ર અમલ કરાવતું નથી. તેથી પણ સમસ્યા વકરી છે. ઉદ્યોગો કે શહેરી શાસન તંત્ર પાસે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોતા નથી કે તેમની ક્ષમતા ખૂબ ઓછી હોય છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કબૂલે છે કે ભારતમાં માત્ર ૩૭ ટકા જ ગંદા પાણીનું યોગ્ય પદ્ધતિથી શુદ્ધિકરણ થાય છે. એટલે ગંદાં પાણી અને કચરાના નિકાલ અને શુદ્ધિકરણની યોજના પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત ન થાય ત્યાં સુધી નદીઓનું પ્રદૂષણ ઘટાડી શકાશે નહીં.

લખનૌની ગોમતી કે અમદાવાદની સાબરમતી નદીના શહેરી કાંઠાને મજબૂત દીવાલથી બાંધીને નદી કિનારા વિકાસ યોજના બનાવીને ન તો શહેરને રૂપાળુ બનાવી શકાશે કે ન તો નદીને બચાવી શકાશે. નદીઓના સૌંદર્યીકરણના ખોટા ખ્યાલોમાંથી બહાર આવી નદીઓને પ્રદૂષિત થતી બચાવવાની છે. નમામિ ગંગે પ્રોજેકટની સરકારી ગંગા પ્રહરી યોજના કે નદીની આરતીથી નહીં લોકભાગીદારીયુક્ત સાચી જન જાગ્રતિથી ઊભા કરાતાં જળ આંદોલનથી જ આ શક્ય બનશે.

(11.05.2022)

e.mail : maheriyachandu@gmail.com

Loading

મન્તવ્ય-જ્યોત—6

સુમન શાહ|Opinion - Opinion|19 May 2022

જ્યોત ૬ : સાહિત્યસૃષ્ટિ ૩ ઉપખણ્ડ ધરાવે છે :

એમ મનાયું છે કે પૃથ્વી ૭ ઉપખણ્ડ ધરાવે છે : આફ્રિકા. ઍન્ટાર્કટિકા, એશિયા, ઑસ્ટ્રેલિયા / ઓસનિયા, યુરપ, નૉર્થ અમેરિકા, અને સાઉથ અમેરિકા.

ઘડીભર કલ્પી લો કે સાહિત્યસૃષ્ટિ પૃથ્વી છે. કહેવાયું છે કે સાહિત્યસૃષ્ટિ પણ ઉપખણ્ડ ધરાવે છે; એ ત્રણ છે : ઊર્મિ-કવિતા, કથન-કવિતા, અને નાટ્ય-કવિતા. અંગ્રેજીમાં કહેવું હોય તો, લિરિકલ અથવા લિરિક પોએટ્રી, નૅરેટિવ પોએટ્રી, અને ડ્રામેટિક પોએટ્રી.

અહીં ‘કવિતા’ અને ‘પોએટ્રી’ શબ્દોનો અર્થ ‘સાહિત્ય’ એમ લેવાનો છે.

આપણે માણસો સવારથી રાત સુધીમાં અનેક પ્રકારની ઊર્મિઓ અનુભવતા હોઈએ છીએ. બપોરે કે સાંજે કોઈ કોઈ ઊર્મિની એકબીજા આગળ કથાઓ, ઉપકથાઓ કે અમસ્તાં કથન કરીએ છીએ. અને કોઈ કોઈ ઊર્મિનું આપણી રાતોમાં નાટક ભજવાતું હોય છે – કૉમિક કે ટ્રેજિક.

માણસોનું એથી જુદું કશું જીવન નથી હોતું, અને સાહિત્યકલાના સર્જકો પોતાની આગવી રીતે એની જ વાત કરતા હોય છે.

પહેલા ઉપખણ્ડના સાહિત્યમાં, કેન્દ્રવર્તી હોય છે ઊર્મિ અને તે મનુષ્યના ભાવજગત સુધી વિકસતી હોય. બીજામાં, કથા અને તે વસ્તુજગત લગી વિસ્તરતી હોય. ત્રીજામાં, નાટ્ય અને નાટ્યમાં ભાવજગત અને વસ્તુજગત બરાબ્બર ગૂંચવાયાં હોય.

અલબત્ત, દરેક ઉપખણ્ડના સાહિત્યમાં, અન્યનાં વત્તાઓછાં તત્ત્વ નથી ભળ્યાં હોતાં એમ નથી.

સર્જકો ઊર્મિ, કથા અને નાટ્યકેન્દ્રી કૃતિઓ સરજે છે ત્યારે મનુષ્યના વિભાવાદિ ભાવસમૂહને એવી પ્રક્રિયા વડે સંયોજે છે કે એ સંયોગથી – એ ‘સંયોગાત્’ – ભરત મુનિકથિત રસનિષ્પત્તિ થાય છે. ફૉર્માલિસ્ટ થિન્કરો એ જ પ્રક્રિયાને ફૉર્મ કહે છે. ફૉર્મ વડે પણ રસનિષ્પત્તિ જ થાય છે. સુરેશ જોષી સમેતના સૌ સમજદારોએ વરસો પૂર્વે એ પ્રક્રિયાને ‘રૂપનિર્મિતિની પ્રક્રિયા’ કહી છે. સાર તારવ્યો છે કે ફૉર્મ અથવા આકાર એક પ્રક્રિયા છે, સર્જનની પ્રક્રિયા છે, અને અવર નામે તે રસનિષ્પત્તિની પ્રક્રિયા છે.

આ મન્તવ્યવ-જ્યોતમાં સવિશેષે નૉંધપાત્ર મુદ્દો આ છે : સામાન્યપણે એમ કલ્પવામાં આવ્યું છે કે ઊર્મિશીલ સાહિત્ય પદ્યમાં હોય છે. એ જ રીતે, કથા કે નાટ્ય ગદ્યમાં હોય છે એમ કલ્પવામાં આવ્યું છે. આમ તો એ સાચું છે. તેમ છતાં, ઊર્મિશીલ પણ ગદ્યમાં હોઇ શકે છે, કથા અને નાટ્ય પણ પદ્યમાં હોઇ શકે છે. બધું સંમિશ્ર પણ હોઇ શકે છે.

કેમ કે, વિવિધ અને સાત સાત ઉપખણ્ડ ખરા પણ તેમ છતાં જેમ પૃથ્વી અખિલ છે તેમ સાહિત્યસૃષ્ટિ પણ અખિલ છે.

જેમ કે, આ દૃષ્ટાન્તો પરખો :

આટલી મોટી “કાદમ્બરી” બાણે ગદ્યમાં સરજી છે છતાં એમની વર્ણનકલા કવિતામાં હોય એવી છે – એનું દૃષ્ટાન્ત છે, ઘડીએ ને પલકે આવતાં કાવ્યસદૃશ કલ્પનો અને એથી સરજાતો દૃશ્ય શ્રાવ્ય ઘ્રાણ્ય આસ્વાદ્ય કે સ્પર્શ્ય ઇન્દ્રિયપ્રત્યક્ષોનો આલોક. "કાદમ્બરી"-ને 'ગદ્યકાવ્ય' ગણનારાઓએ એ આલોક-દૃષ્ટાન્તને ખાસ આગળ કરવું જોઈએ.

“ધ ગ્રેટ ગૅટ્સ્બી” ફિત્ઝરાલ્ડકૃત કરુણાન્ત નવલકથાનું ગદ્ય ઊર્મિશીલ છે, પણ એમાં મુકાયેલો અન્તસૂચક ભાગ બ્લૅન્ક વર્સમાં છે.

કોઇ પણ બૅલેડમાં કથા હોય છે, પરન્તુ વિલિયમ વર્ડ્ઝવર્થે “લિરિકલ બૅલેડ્સ” લખ્યાં છે. વિનોદ જોશીએ શિખણ્ડીની કથાનું દીર્ઘકાવ્ય રચ્યું છે અને દ્રૌપદી-સૈરન્ધ્રીની કથાનું ચૉપાઇ-દોહરામાં પ્રબન્ધકાવ્ય સરજ્યું છે.

ટી.ઍસ. એલિયટે પાંચ પદ્યનાટકો લખ્યાં છે, એમાંનાં ત્રણ તો પદ્યનાટકનાં ઉત્તમ દૃષ્ટાન્તો છે : “મર્ડર ઇન ધ કૅથેડ્રલ”. “ફૅમિલિ રીયુનિયન”. “ધ કૉકટેઇલ પાર્ટી”. ઉમાશંકર-કૃત “મહાપ્રસ્થાન” જરૂર યાદ આવે. (પદ્યનાટકના આપણા પ્રયાસો વિશે મેં વરસો પર ‘બ્યુટિફુલ આ પદ્યનાટક’ લેખ કરેલો, મારા કયા પુસ્તકમાં સંઘર્યો છે, યાદ નથી આવતું.)

આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની રચનાઓ મોટેભાગે પદ્યમાં છે, પણ માણિક્યસુંદર-રચિત “પૃથ્વીચંદ્રચરિત” ગદ્યમાં છે. કહેવાય છે કે મધ્યકાલીન સાહિત્યમાં, એ એકમાત્ર કૃતિ ગદ્યમાં છે.

સમકાલીન ગુજરાતી સાહિત્યમાં, પદો, ગીતો, સૉનેટ્સ, ખણ્ડકાવ્યો, પદ્યનાટકો, એકાંકી કે અનેકાંકી નાટકો, અ-પૂર્વ લાગે એવી નવલકથાઓ, જીવનકથાઓ કે આત્મકથાઓ નથી.

ઊર્મિ, કથા કે નાટ્ય – એ એકેય ઉપખણ્ડ પર સમકાલીનો નાનું ગામડું ય ઊભું કરી શક્યા નથી.

કીડીને શું જ્ઞાન કે પૃથ્વી કેટલી મોટી છે !

પૂછવું જોઈએ કે સમકાલીન ગુજરાતી સાહિત્યકારો ગદ્યના તેમ જ પદ્યના કેટલા અને કયા સાહિત્યપ્રકારોમાં લખે છે -? ગણવા બેસીશું તો એક આંગળીનાં વેઢાં પણ વધારે લાગશે.

= = =

(May 19, 2022: USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,5491,5501,5511,552...1,5601,5701,580...

Search by

Opinion

  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved