તમે, હરિવર!
ભ્રમણાના કમાડ
પોતે જ ખોલીને –
મેલીને ઉઘાડાં – ફ ટ્ટા ક
ચાલ્યા ગયા તે ગયા જ …
– કોણ માનશે?
તમે જો
મારાં દિવસ-રાત,
શ્વાસ-ઉચ્છવાસ,
ભાન અ-ભાન
– હોત, તો આવું બીજાને મનાવવા –
મનને મનાવવા –
આવતા જતા રહ્યા હોત ને – કોઇક રૂપે, ગુણે!
પણ,
ના રે ના!….. ના .. ના .. ને ના .. જ!
– કોણ માનશે?
પાંચ ખાનાની કાચની પેટીમાં
અંધારાંની ગાગરમાંથી જળ બની
ઠલવાઇને ભરાણા’તા –
તમે – તમારી એક અનુકૂળ હદ સુધી;
– ને પછી જે (જળરૂપ) બચ્યા
– એમાંથી જ વળી
માછલિયાળ
સૅલારા લેવા લાગ્યા …..
– કે નહીં!?
– પણ,
આ
– કોણ માનશે?
તમને શું થઇ ગયું?
શરદી?
– તે લીધો તમે ખીસકોલી અવતાર ..!
મારો તુલસીનો છોડ :
તેનાં પાંદડાં ચાવી ગયા ….
ને કરી મેલ્યો તેને અપર્ણદાસ –
ઠૂંઠો!
"ખીલશે ફરી લીલો કૂજાર!" :
– સૌ કહે આશ્વાસન આપતાં
માંહ્યલો
(- એ તમે જ ને, હરિવર? ….)
માનશે?
તમે માનશો – એ કોઇ માનશે?
કે,
– કોણ માનશે? (કકકકંઈ પણ -)
૦૭.૦૭.’૨૨.
![]()


ચીનની વાત આવે, ત્યારે સામાન્ય રીતે તેની આર્થિક અને લશ્કરી તાકાત માટે અહોભાવ વ્યકત થતો હોય છે, પરંતુ તેના ઇતિહાસમાં અંધાધૂંધી અને તબાહીનો એક ગાળો જો તપાસવામાં આવે, તો તેની વર્તમાન પ્રગતિ કેટલી ઇચ્છનીય છે તેવો પ્રશ્ન થાય. સાંસ્કૃતિક ક્રાંતિ(કલ્ચરલ રિવોલ્યુશન)ના નામે ચીનનો એક દાયકો એવો હતો, જેમાં તેનું અર્થતંત્ર નષ્ટ થઇ ગયું હતું, લાખો લોકોની જિંદગી તબાહ થઇ ગઈ હતી. એ એક આવું ગૃહયુદ્ધ હતું જેના પરિણામે દેશ ભૂખમરા તેમ જ ખૂનામરકીમાં સરકી ગયો હતો.
સાદી ભાષામાં કહીએ તો ચીનના ખેડૂતોએ સરકારના દિશાનિર્દેશો પ્રમાણે સહકારી ધોરણે ખેતી કરવાની અને દેશના ઔધોગિકરણમાં આર્થિક યોગદાન આપવાનું. આ સુધાર ઉપરથી નીચે, જબરદસ્તી લાગુ કરવામાં આવ્યો હતો. માઓની ગણના વિશ્વ ઇતિહાસના સૌથી દૃઢ નેતા તરીકે થાય છે. દૃઢ નેતાની સમસ્યા એ છે કે તમને એ ખબર ન પડે તે એ નાયક છે કે ખલનાયક. તેનું આકલન તેના ગયા પછી ભાવિ પેઢીઓ કરે છે. આપણે હિટલર અથવા સ્ટાલિનની તાનાશાહીના અનેક કિસ્સા સાંભળ્યા છે, પરંતુ ચીનના માઓ તેમનાથી ચાર પગલાં આગળ હતા.