ઓ બળાત્કારી ને હત્યારા, તમોને માફી શાને ?
કેદમાંથી આમ પરભારા, તમોને માફી શાને?
બ્હેરા અસ્તિત્વે કશું વળગે ન તમને, રાજને પણ !
કેમ સરકારો છે આવારા, તમોને માફી શાને ?
પ્રામાણિકને જીવવાનો કોઈ પણ મળતો ન રસ્તો
ભેટમાં તમને દે જન્મારા, તમોને માફી શાને ?
એકી સાથે સૌને છૂટ્ટા મેલી દીધા મ્હાલવાને
શાહુકારો પણ છે પીંઢારા, તમોને માફી શાને ?
મુક્તિના હકદારો બેઠાં છે હજી યે જેલમાં પણ
એમને દીધાં છે અંગારા, તમોને માફી શાને ?
![]()


ખૂબ દુ:ખ થયું હૅપ્પીના અવસાનના સમાચારથી.
દેશ અત્યારે બે ભાગમાં વહેંચાઈ ગયો હોય તેવી સ્થિતિ છે. એક ભાગમાં સરકાર અને તેનું ભક્ત મંડળ છે. સરકાર એક પછી એક વિકાસનાં કામો ગણાવતી જાય છે, આયોજનો, ઉદ્ઘાટનો, લોકાર્પણોનો સિલસિલો ચાલે છે, સરકાર બહુ મહત્ત્વનાં કાર્યો કરી રહી હોય એવું વાતાવરણ છે ને પ્રજાનો મોટો ભાગ તાળીઓ પાડી પાડીને સરકારનું ગુણ સંકીર્તન કરી રહી છે. એને સરકારની કોઈ ખામી જ નથી દેખાતી. બીજો ભાગ એવો છે જેમાં સરકારની કામગીરી સામે અસંતોષ વધતો આવે છે. એમાં વિપક્ષો જ છે એવું નથી, એમાં પ્રજા પણ છે. એને સરકારનું કશું સારું જ નથી દેખાતું. આ બંને સ્થિતિ કુદરતી નથી, કેળવાયેલી છે. ભા.જ.પ.ની સરકારમાં કશું સારું થયું જ નથી એવું નથી, તો બધું જ સારું થયું છે એવું પણ નથી. આ સ્થિતિ માટે પ્રજા જવાબદાર નહીં, પણ નિમિત્ત બની છે. નિમિત્ત એ રીતે કે તેણે 2014માં અને 2019માં ભા.જ.પ.ને એટલી સીટો આપી કે વિપક્ષ ઝાંખોપાંખો જ રહી ગયો. જે કાઁગ્રેસે દાયકાઓ સુધી શાસન કર્યું હતું એ પક્ષ અત્યારે મરવાને વાંકે જીવી રહ્યો છે. જો કાઁગ્રેસની જ આ હાલત હોય તો અન્ય પક્ષોની તો વાત જ શી કરવાની? એને બદલે જો વિપક્ષ ખમતીધર હોત તો શાસકો કાબૂમાં રહ્યા હોત. ભા.જ.પ.ને વિપક્ષ તરીકે પૂરતું મહત્ત્વ સંસદમાં મળ્યું ન હોત તો તે આજની સ્થિતિએ પહોંચ્યો ન હોત. વિપક્ષ મજબૂત હતો એટલે યુ.પી.એ. સરકાર પર એક પ્રકારનું નિયંત્રણ આવ્યું હતું. વિપક્ષ મજબૂત હતો એટલે જ એ 2014માં પ્રચંડ બહુમતીથી સત્તા પર પણ આવ્યો. આજે વિપક્ષ એ સ્થિતિમાં છે કે સત્તામાં આવે? પ્રજાએ એક બોધપાઠ લેવા જેવો છે ને તે એ કે કોઈને પણ એટલી સીટ ન આપવી કે વિપક્ષ જેવું જ ન રહે ને એટલી ઓછી સીટ પણ ન આપવી કે ગઠબંધનવાળી સરકાર જ જન્મે.