ફરી આવ્યો જગત આખું:
ગામ, સીમ, ખેતરો, જંગલો કેટકેટલું પગમાં ભર્યું
રણ ઘરબી દીધાં હાડકાંનાં પોલાણમાં,
સમુદ્ર નીચોવી દીધા આંખની ભીનાશમાં,
શહેર ધણધણાવ્યાં છાતીના ઊંડાણમાં,
વેદના વહેતી કરી રગોમાં,
પશુતા કુદતી કરી ઇંદ્રિયોમાં,
પ્રકૃતિ-વિકૃતિ
સમાવી, પચાવી
રચવા બેઠો કાવ્ય
પણ
મગજ પથ્થર
કાન ગુફા
હૃદય તો ફૂગ છે!
e.mail : umeshsol@gmail.com
![]()


આ શબ્દો છે સાહિત્યનું નોબેલ ઈનામ જીતનાર રશિયન લેખિકા સ્વેતલાના એલેક્સિયેવિચના. સ્વેતલાના પત્રકાર છે. પોતાને ‘હિસ્ટોરિયન ઑફ ધ સોલ’ કહે છે. 1985માં પ્રગટ થયેલું એનું પુસ્તક ‘ધ અનવુમનલી ફેસ ઑફ વૉર’ વિશ્વયુદ્ધમાં લડવા ગયેલી મહિલાઓની સ્મૃતિઓનું ‘કોલાજ’ છે. ત્યારે સોવિયેત આર્મીમાં દસ લાખ જેટલી સ્ત્રીઓ હતી. યુદ્ધ દરમ્યાન અને એ પછી આ સ્ત્રીઓનું શું થયું? સ્વેતલાનાએ એમને મળી, એમના અનુભવોનું રેકૉર્ડિંગ કરી, એનું લિપ્યાંતર કરી આ પુસ્તક તૈયાર કર્યું છે. 2015માં સ્વેતલાનાને નોબેલ મળ્યું અને 2017માં પુસ્તકનું અંગ્રેજી થયું. આ પુસ્તકની ગણતરી દુનિયાના સૌથી દુ:ખી-ઉદાસ પુસ્તકોમાં થાય છે. એનું પોત રશિયન મહિલા સૈનિકોનાં આંસુ અને લોહી વડે વણાયેલું છે. આવી રહેલા મહિલા દિન નિમિત્તે એની જ વાત કરીએ.
‘ધ અનવુમનલી ફેસ ઑફ વૉર’નું એક પાત્ર કહે છે, ‘હું રશિયન છું. હું આપણો રશિયનોનો અનુભવ દુનિયા સાથે શૅર કરવા માગું છું. આપણે વર્ષોથી એ સ્થિતિમાં છીએ કે કાં તો લડતાં હોઈએ, કે પછી લડાઈની યોજના બનાવતા હોઈએ.’ આ પુસ્તક હચમચાવી નાખે એટલું કરુણ છે, યુદ્ધની બિભિષિકામાંથી પસાર થયેલી સ્ત્રીઓના અવાજો એનાં પૃષ્ઠોમાંથી ઊઠે છે.
