શ્રમિક જીવનના પેટગુજારા રફેદફે
ત્યાં સ્વાભિમાન, સ્નેહ, સહારા રફેદફે !
ભૂંડી જ ભૂખ હોય તો ભારે પડે છે શ્વાસ
એ માર્ગમાં ય રોજ ઊતારા રફેદફે !
ખપ પૂરતી જ પંથમાં ઘરવખરી તે છતાં
વિશ્વાસની માળાના ય પારા રફેદફે !
પલડું સદાય ઊંચું રહ્યું રંકનું હજી
તો ત્રાજવામાં ન્યાયના ધારા રફેદફે !
લાખ્ખો અબજ કરોડ મળી સાંત્વના જ 'દાન'
ચાલ્યા છીએ છતાં એકધારા રફેદફે
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 30 મે 2020
![]()


છેલ્લા કેટલાક મહિનાઓથી ટી.વી., રેડિયો, અને છાપાંઓમાં દિવસ ને રાત કોરોના વાયરસ સિવાય બીજું કાંઈ દેખાતું કે સંભળાતું જ નથી. પણ ઇતિહાસમાં આવી વિનાશક ઘટનાઓ બનતી જ રહી છે. છેલ્લાં સોએક વર્ષોમાં જ કૈંક ભૂખમરાઓ, ધરતીકંપ, જંગલોની આગ, પ્રલય સમા પૂર, અને ભયંકર વાવાઝોડાઓ થયાં છે. જો કે આ બઘી હોનારતોમાં કોરોના વાયરસ કૈંક જુદો તરી આવે છે એનું એક કારણ એ છે કે એ વિશ્વવ્યાપી છે. તેમાંથી છટકવું મુશ્કેલ છે. એનાથી બચવા માટે ક્યાં જાવું?