
પ્રીતમ લખલાણી
‘હા, સર, હું જ શ્રીમતી ગુપ્તા છું. તમારે મારું શું કામ પડયું છે?’
‘મારું નામ માર્ક હેન્ની છે. આજ તમારા દ્વારે મને તમારા પુત્રની તેમ જ મારા પિતાશ્રીની મૈત્રી લાવી છે!’
અમે બન્ને પતિ-પત્ની બે ચાર ક્ષણો તેના ચહેરા સામું જોતાં, મનોમન આશ્ચર્ય અનુભવતાં મેં તેને પૂછી જ નાંખ્યું, ‘મિસ્ટર હેન્ની, તમે શું કહીં રહ્યા છો, તે મને સમજાતું નથી. તમે જરા વ્યવસ્થિત રીતે ફોડ પાડીને કહો તો અમે વાતને સમજી શકીએ.’
સરિતાએ મારી વાતને ટેકો આપતાં કહ્યું, ‘તમારા પિતાશ્રીની સાથે અમારા બાળકની દોસ્તી કઈ રીતે હોઈ શકે? અમારો દીકરો તો હજી ફકત સાડા ચાર વર્ષનો છે?’
સરિતાને ઘીરજ આપતાં માર્ક હસતા હસતા બોલ્યો, ‘મને પૂરી ખાતરી છે કે મેં યોગ્ય વ્યકિતના ઘરનું જ દ્વાર ખખડાવ્યું છે’. આ પ્રમાણે કહેતાં તેણે પોતાની બ્રીફ કેસ ખોલી તેમાંથી એક કવર કાઢી તેણે મારા હાથમાં મૂકતાં મને કહ્યું, ‘મિસ્ટર ગુપ્તા, આજથી લગભગ દોઢેક વર્ષ પહેલાં ઉનાળાની એક સાંજે હેન્રીએટા ટાવન પાર્કમાં રમતા તમારા બાળકના મારા પિતાજીએ ફોટા પાડ્યા હતા. તે તમને દેવા માટે આવ્યો છું.’ એક પછી એક રંગીન ફોટાને જોતાં ક્ષણવારમાં તે સાંજ અમારી આંખ સામે તરવરવા માંડી.
ઉનાળાની એક સાંજે કુણાલ ઝરણામાં કાગળની હોડી તરાવતો, મન મૂકીને આનંદવિહાર કરતો રમી રહ્યો હતો એવામાં માથે કાળી હેટ પહેરેલો અને ડોકમાં કેમેરાને ઝુલાવતો એક સાઠ-પાંસઠ વર્ષનો અમેરિકન અમારી તરફ આવ્યો. દૂરથી અમને કેમ છો, પૂછતો તે ઘીમે પગલે વહેતાં ઝરણાં તરંફ જઈને કુણાલ સંગ એક બાળક બની તેની સાથે કાલું ઘેલું બોલતો રમવા લાગ્યો.
કુણાલને તેની સંગે કોઈ પણ સંકોચ વિના રમતો જોઈને અમે વિચારવા લાગ્યાં, ભલા, આ માણસ કોણ હશે? ખાસ કરીને આ દેશમાં ઈશ્વર સમા લાગતા માણસ પરે આપણે કોઈ પણ પ્રકારનો ભરોસો મૂકીને અજાણ્યા માણસ જોડે બાળકને રમવા ન દેવાય. સરિતાએ મને કહ્યું, ‘આલોક, તું અહીં બેસ. હું જરા ત્યાં જઈને જોઉં કે તે માણસ છે કોણ?’
સરિતાને તેમની નજદીક આવેલ જોઈને તેને હસીને આવકારતાં પોતાની ઓળખાણ આપતા કહ્યું, ‘મેમ, મારું નામ બાબ હેન્ની છે. આમ તો હું ફલોરિડાનો વતની છું. અહીંયા હું મારા દીકરાના ઘરે ફરવા આવ્યોછું. જો તમને કશો વાંઘો ન હોય તો હું તમને એક સવાલ પૂછું? તમારા પુત્રનું નામ શું છે? અને તે કેટલા વરસનો છે?’
‘તેનું નામ કુણાલ છે. આગામી નવેમ્બરમાં તે ત્રણ વર્ષનો થશે.’
‘મારે પણ તમારા દીકરા જેવડો મારા દીકરાનો માઈકલ નામનો પુત્ર હતો.’ આટલું બોલતા તેની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. ‘લગભગ આજથી બે વરસ પહેલાં મારા પૌત્ર એક સમી સાંજે અમારી શેરીમાં સાઈકલ ફેરવી રહ્યો હતો. એક નવ શિખાઉ દારુ પીઘેલ યુવાનની કારનું નિશાન બનતાં તે અમને હાથ તાળી આપી સદા માટે રડતાં મૂકી ઈશ્વરના ઘામે ચાલ્યો ગયો.’ આંખોના આંસુ લૂછતાં તેણે કહ્યું, ‘મેમ, જો તમને કોઈ વાંઘો ન હોય તો હું તમારા બાળકના થોડા ફોટા પાડી શકું?’
‘તમે કુણાલના ફોટા ખુશીથી પાડી શકો છો, પરંતુ તમારે મને તેના દરેક ફોટાની એક કોપી યાદગીરી તરીકે મોકલવી પડશે’.
‘જરૂર.’ એક માસૂમ બાળક સમુ ખડખડાટ હસતાં તેને ચારે તરફથી જુદાં જુદાં એગલમાં કેમેરામાં જેટલી ફિલ્મ બાકી હતી એટલા રમતા કુણાલના ફટાફટ ફોટા પાડી લીઘા. ખિસ્સામાંથી સિગારેટનું ખોખું કાઢી તેણે ફાડી તેના પર સરિતા પાસે તેણે અમારું નામ, સરનામું લખાવી અમારો આભાર વ્યકત કરતાં તેણે વિદાય લીઘી.
‘કુણાલના બહુ જ સુંદર ફોટાનો આનંદ અનુભવતાં, માર્કને ઘરમાં અંદર આવવાનું આમંત્રણ આપતાં, સરિતાના હોઠેથી ખુશીના શબ્દો સરી પડ્યાં,’તમારા પિતાજી ખરેખર એક અદ્દભુત પ્રોફેશનલ ફોટોગ્રાફર લાગે છે.’
‘હા, મારા પિતાશ્રી એક પ્રોફેશનલ ફોટોગ્રાફર હતા, તેમણે આખી જિંદગી બાળકોની દુનિયા ડિઝનીલેન્ડમાં ફોટોગ્રાફર તરીકે વિતાવી હતી. થોડા વરસો પહેલાં તેઓ નિવૃત્ત થયા, પરંતુ તેઓ બાળકોની દુનિયાથી બહુ દૂર જઈ ન શક્યા. વાર તહેવારે ખભે કેમેરો નાંખી તેઓ આસપાસના સંગ્રહાલયમાં તેમ જ બાગ બગીચે સવારથી નીકળી જતા. બાળકોના ફોટા પાડીને તેઓ પોતાના દિલને બહેલાવતા હતા’.
(2)
‘જો તમે અમને તમારા પિતાશ્રીનું સરનામું કે ફોન નંબર આપો તો અમે પત્રથી અથવા ફોનથી કુણાલના સુંદર ફોટા યાદ કરીને અમને મોકલવા બદલ અમે તેનો આભાર વ્યકત કરી શકીએ’, સરિતાએ કહ્યું.
‘તમે મારા પિતાશ્રીનો ફોન નંબર તેમ જ સરનામું મારી પાસે માંગી રહ્યાં છો, પરંતુ મારે દુઃખ સાથે જણાવવું પડે છે કે અત્યારે તેઓ જ્યાં છે તેનું ઠેકાણું તો મારી પાસે પણ નથી.’ માર્કનો જવાબ સાંભળી અમે પતિપત્ની આભાં જ બની એકમેકની સામે આંખો ફાડીને જોતાં વિચારવા લાગ્યાં. આ અમેરિકા છે. અહીંયા માનવા ન માનવાનું બઘું જ બની શકે છે. બનવા જોગ છે કે દીકરા પાસે બાપનું સરનામું ન પણ હોઈ શકે! અમને સૂનમૂન એકમેકના ચહેરા જોતાં જોઈને માર્ક બોલ્યો, ‘આજથી પંદર મહિના પહેલાં મારા પિતાજીને સ્ટૃોક આવ્યો. આ સ્ટૃોક તેમના માટે જીવલેણ નીવડ્યો. આ સ્ટૃોકમાં તેઓ લકવાના ભોગ થતાં છેલ્લા સાત આઠ મહિનાથી પથારીવશ હતા. ત્રણેક મહિના પહેલાં તેઓ અમને રડતાં મૂકી મોટી યાત્રાએ ચાલી નીકળ્યા. ગયા મહિને ફલોરિડામાં અમે સપરિવાર મારા પિતાશ્રીના વસિયતનામા મુજબ તેમની સંપત્તિના ભાગ પાડવા ભેગાં થયાં હતાં’.
‘વસિયતનામાના કાગળોની ફાઈલ વચ્ચે મારા નામનું એક કવર નીકળ્યું તેમાં એક ફોટોની ફિલ્મ અને મારા પર લખેલ પત્ર ઉપરાંત એક નાનકડુ કવર મળ્યું, જેના પર તમારા બાળકનું નામ તેમ જ સરનામું લખેલ હતું. પ્રથમ, કવર પર તમારા બાળકનું નામ વાંચી મને તેમ જ અમારા પરિવારને આશ્ચર્ય થયું.’
‘કવરમાં શું હશે? પિતાજીએ, આ કવરને કેમ પોતાના વસિયતનામા સાથે આટલા જતનથી કાળજીપૂર્વક સાચવીને રાખી મૂકયું હશે? મેં મારા નામનું કવર ખોલ્યું તો તેમાં મને સંબોઘીને પિતાજીએ વિગતવાર પત્ર લખેલ હતો.’
‘પ્રિય માર્ક, હું છેલ્લા સાત માસથી પથારીવશ હોવાથી આ કવર સાથેની ફિલ્મ ડેવલપ કરાવી શક્યો નથી. હવે ખબર પણ નથી કે હું આ બીમારીમાંથી ફરી ક્યારે ઊભો થઇશ. જો આ બીમારી દરમ્યાન જ મારી આંખ મીંચાઈ જાય તો તારે મારી આ છેલ્લી ઈચ્છા પૂર્ણ કરવાની છે. તું આ ફિલ્મને ડેવલપ કરાવીને સાથે બીડેલા કવર પરના સરનામે તારી ફુરસદે મોક્લાવી આપજે.
‘આ ફિલ્મમાં મેં જે બાળકના ફોટા પાડ્યા છે તે બાળકની માતાને ફોટા પાડતી વખતે મેં તેમને વચન આપેલ કે હું તમને તમારા દીકરાના ફોટાની એક નકલ મોકલી આપીશ. આ બાળકને ઝરણાં સંગ રમતો જોઈ મને આપણા માઈકલની યાદ આવતી હતી.’
આ પ્રમાણે પત્રની વાત પૂર્ણ કરી માર્કે પોતાના ખિસ્સામાંથી એક નાનકડું કવર કાઢી સરિતાને આપતાં કહ્યું, કે આ કવર તમારા પુત્રના નામે છે. તમે તેને મારા પિતાશ્રીની યાદગીરી તરીકે સ્વીકારો.
સરિતાએ કવર ખોલ્યું તો તેમાં પંચોતેર ડોલર રોકડા તેમ જ શાન્તાકલોઝના નામે એક સુંદર અક્ષરમાં લખેલ પત્ર હતો. ‘શ્રીમતી ગુપ્તા, તમે તમારા પુત્રને આગામી નાતાલ નિમિતે એક સુંદર રમકડું શાન્તા કલોઝ તરફથી અપાવશો. તમને તેમ જ તમારા પરિવારને નાતાલની શુભેચ્છા’.
e.mail : preetam.lakhlani@gmail.com
![]()


ગાંધીજી મુસ્લિમોની તરફેણ કરતા હતા એવી વાત પણ છે, પણ તે હિંદુ કે હિન્દુ ધર્મના વિરોધી હતા એવું નથી. હિન્દુ ધર્મની મર્યાદાઓ એમણે ચીંધી છે, પણ હિન્દુ ધર્મમાંની એમની આસ્થા આવી છે, ’દુનિયાના મહાન ધર્મોના ચાળીસથી વધુ વર્ષના અભ્યાસ પછી મને હિન્દુ ધર્મ નામે ઓળખાતા મહાન ધર્મના જેટલો સંપૂર્ણ, વૈજ્ઞાનિક, દાર્શનિક અને આધ્યાત્મિક કોઈ ધર્મ મળ્યો નથી … મારા અભિપ્રાય પ્રમાણે તો ખ્રિસ્તી ધર્મમાં અને તેથી ઓછા પ્રમાણમાં ઇસ્લામમાં જેમ પરધર્મીને વટલાવીને પોતાના ધર્મમાં લેવાનો વિધિ રહેલો છે તેવી વસ્તુ હિન્દુ ધર્મમાં છે જ નહિ.’ આજની પેઢી ગાંધી વિષે ન જાણે એની કોશિશો ચાલે છે, પણ સત્યની જેને ગરજ હશે, તેમણે ગાંધીજી પાસે જવું પડશે એ નિર્વિવાદ છે. આમ તો ગાંધી ઘણાંને ખપતા નથી, પણ ગાંધીજીની ચલણી નોટો બધાંને ખપે છે.
એનું આશ્ચર્ય જ છે કે સ્ત્રીને કાગળ માનનાર ગાંધીજી સાથે આઠેક સ્ત્રીઓનાં નામ સંકળાયેલાં છે. તેમાં મોખરે સરલાદેવી છે. સરલાદેવી ટાગોરનાં ભાણેજ હતાં ને કુશળ વક્તા હતા. તેમના પતિ રામભજદત્ત સ્વાતંત્ર્ય ચળવળ નિમિત્તે જેલવાસ ભોગવતા હતા, ત્યારે 57ના ગાંધી 47નાં સરલાદેવીને મળે છે ને તેમની બૌદ્ધિકતાથી એવા અંજાય છે કે સરલાદેવીને ‘બૌદ્ધિક પત્ની’ ગણવા લાગે છે. અહીં પ્રશ્ન એ થાય કે પત્ની શારીરિક, માનસિક, બૌદ્ધિક, આર્થિક … એવી પણ હોય? 1920માં તેમણે કબૂલ્યું છે કે તેઓ સરલાદેવી સાથે સંબંધ વિકસે એવું ઇચ્છતા હતા. પછી તો પોતાનું લગ્નજીવન જ જોખમમાં મુકાશે એવું લાગતા તેમણે એ સંબંધ પર પૂર્ણવિરામ મૂક્યું.
વીસમી સદીના મોટા ફિલસૂફ બર્ટ્રાન્ડ રસ્સેલનું ‘અનપોપ્યુલર એસ્સેઝ’ નામનું પોપ્યુલર પુસ્તક છે. એ પોપ્યુલર એટલા માટે છે કે એ સમજવામાં અઘરું પડે એવું શુદ્ધ તત્ત્વજ્ઞાનનું પુસ્તક નથી, પણ એમાં સામાજિક પ્રશ્નો વિશેની વાત છે અને અનપોપ્યુલર એટલા માટે છે એમાં રસ્સેલે જે અભિપ્રાયો વ્યક્ત કર્યા છે એ ચોક્કસ માન્યતાઓગ્રસ્ત લોકોને માફક ન આવે એવા છે. એમાંના એક નિબંધમાં રસ્સેલે કહ્યું છે કે ઈશુનાં ત્રણસો વર્ષ પહેલાં થયેલા ગ્રીક ફિલસૂફ એરીસ્ટૉટલ કહીને ગયો હતો કે પુરુષનાં મોઢામાં ૩૨ દાંત હોય છે અને સ્ત્રીનાં મોઢામાં ૨૮. એરીસ્ટૉટલની આ વાતને સદીઓ સુધી કોઈએ પડકારી નહોતી, કારણ કે એરીસ્ટૉટલે એમ કહ્યું હતું. અજ્ઞાનીએ જ્ઞાનીને પડકારવાની મૂર્ખતા ન કરવી જોઈએ અને એમાં જ તેની નમ્રતા છે. જો પાત્રતા હોય તો જ્ઞાનીની વાતને ગ્રહણ કરવી જોઈએ. સદીઓ સુધી નમ્રતાપૂર્વક ગ્રહણ કરવામાં આવ્યું કે પુરુષને ૩૨ દાંત હોય છે અને સ્ત્રીને ૨૮. સદીઓ સુધી કુતૂહલ ખાતર પણ કોઈને એમ ન થયું કે ચાલો એકવાર પોતાનાં અને પત્નીનાં દાંત ગણી જોઈએ. કોઈ સ્ત્રીને પણ વિચાર ન આવ્યો કે પોતાનાં દાંત ગણી જોઈએ.