આવા ઉપાલંભ આપવાના બંધ કરીએ એ જરૂરી છે.
કારણ કહું ? એક હજાર ‘ને એક છે, બોલો છે તૈયારી સાંભળવાની ?
૧. કોઈ પશુ, પક્ષી કે પ્રાણી પોતાને નર કે માદા અવતરશે એ જાણવા તપાસ કરાવવા જાય છે? અને જો જાણ થાય તો માદા આપનાર ઈંડાને સેવે નહીં કે ઈંડામાંથી માદા નીકળતી જુએ તો તેની ડોક મરડી નાખે એવું જાણ્યું નથી હોં, ભાઈ !
૨. પ્રાણી પોતાના બચ્ચાં માટે મારણ લાવીને, પક્ષી ચણ લાવીને અને જીવ જંતુ નાની જીવાત લાવીને ભરણ-પોષણ કરે અને બીજા ભક્ષકોથી એમનું જતન કરે છે. કોઈ દી હાથી કે હાથણી પોતાના મદનિયાને જન્મ આપતા જ જંગલની કેડીઓ પર મૂકીને રફુચક્કર થઈ ગયા હોય એવું છાપામાં આવ્યું નથી.
૩. મનુષ્ય બુદ્ધિ અને વાણીનો સ્વામી હોવાને કારણે અન્ય પ્રાણીઓથી પોતે ઉચ્ચતર કોટિનો છે એમ માને છે. બંધુઓ, એ જ એક એવી જાત છે જે પોતાના બચ્ચાંને સાચવવા ભાડૂતી માણસો રોકે છે, જયારે બીજા પ્રાણીઓમાં એ કામ જન્મ આપનાર પોતે જ કરે છે (કોયલનો દાખલો આપશો મા, એ પણ કુદરત નિર્મિત નિયમનું પાલન કરે છે).
૪. જળચર, ભૂચર અને ખેચર એવા તમામ પ્રાણીઓ પોતાનાં બચ્ચાંઓને જીવન ટકાવવા માટે ખોરાક કેમ મેળવવો એ ય જાતે જ શીખવે છે, કંઈ એને માટે બીજા પ્રાણીઓને નોકરીએ રાખીને એમને ‘ડોનેશન’ના નામે લાંચ આપીને પોતાની સંસ્કૃિતને એ લોકો લાંછન નથી લગાડતા. સાચ્ચું ને?
૫. સિંહ પોતાનું અને પોતાના બચ્ચાંનું પેટ ભરવા હરણ કે ઝેબ્રા મારશે પણ કોઈ દી સાંભળ્યું છે કે બે સિંહને એક બીજા સાથે દુશ્મનાવટ થઈ અને એકે બીજાનો વિના કારણ જાન લઈ લીધો? માણસ આવું કામ કરી દે, હો ભાઈ !
૬. પ્રાણી જગતમાં માદા પર પોતાનો અધિકાર જમાવવા બે નર વચ્ચે ખુલ્લે આમ લડાઈ થાય છે, તેની ના નહીં. પણ એક બળદની ગાય પર બીજો બળદ બદનજર નાખે, એને ભગાડીને લઈ જાય કે એના પર બલાત્કાર કરે એવું તો કળિયુગમાં ય નથી બનતું. પણ માનવ જાતને તો આમાંનું કાંઈ પણ કરતા થડકારો ન થાય, ભાઈ.
૭. વાનર જાત કેટલાંક શસ્ત્રો વાપરતાં શીખી છે, જેમ કે પત્થરનો ઉપયોગ લીલાં-સૂકાં ફળો તોડવાં અને ઝાડની ડાળનો ઉપયોગ મધપૂડામાંથી મધ મેળવવા કરે છે. પણ કોઈ દી વાનરે એ સાધનો કોઅલા બેરને વેંચ્યાનું સાંભળ્યું છે, મારા વીરા? માણસ જ એક એવી કજાત છે જે શસ્ત્રો બનાવી પોતાની જ જાતના લોકોને મારે, અને એનાથી ધરાયો ન હોય એમ વધુ શસ્ત્રો બનાવી બીજા દેશોને વેંચે! મોતનો વેપાર કરવાની સૂઝ કેળવવા બદલ ધન્ય છે એને.
૮. દરેક પશુ-પક્ષી પોતાના રહેઠાણ માટે બખોલ બનાવે, માળો બાંધે કે પોતાની સરહદો નક્કી કરીને એનું રક્ષણ કરે. બીજા જીવોને મારીને અને અમુક ચરાણમાંથી ઘાસ ખાઈને પોતાનું તથા પોતાના બચ્ચાંનું ભરણ-પોષણ કરે, પણ એ કુદરતના નિયમોને અનુસરીને એની નક્કી કરેલી મર્યાદામાં રહીને જીવે. ગાયની ગમાણમાં ઘોડા ચડી આવે, ઝપાઝપી થાય અને ગાયો વિસ્થાપિત થાય, નિરાશ્રિત બને એવી કલ્પના આવે છે?
૯. કીડીને કણ અને હાથીને મણ જોઈએ એ ખરું. આમ જુઓ તો માનવેતર હર જીવ સૃષ્ટિ રોજે રોજનો ખોરાક મહેનત કરીને મેળવે છે. તમે કીડીને ક્યારેય કણની બદલે મણ જેટલો ખોરાક એકઠો કરીને સંતાડતી નહીં જુઓ. તેમ હાથી ય મણ જેટલાં ઝાડ-પાનની જગ્યાએ દસ મણ ઝાડ-પાનનો સોથ વાળી, એ જથ્થાને દબાવીને બેસી નહીં જાય તેના પર. આવું તો માણસ જ કરે, ભાઈ.
૧૦. જીવો જીવસ્ય ભોજનમ એ કુદરતના ક્રમ ઉપર સમગ્ર જીવ સૃષ્ટિ ટકી રહી છે. આ શૃંખલામાં માનવ જાત સહુથી ઉપર છે એટલે બીજાં કોઈ પ્રાણીઓનું એ ભક્ષ્ય નથી બનતો. આ સ્થિતિનો લાભ લઈને એ પરસ્પર વૈમનસ્યના વાવેતર કરીને છુટ્ટે હાથે આતંકવાદ વેરે છે. સૌથી વધુ ઝેરી, વિકરાળ કે મહાકાય પ્રાણીઓ, પક્ષીઓ કે જંતુઓ પણ પોતાની કે બીજી જાત ઉપર માણસની જેમ પદ્ધતિસરનું આક્રમણ કરીને જાનહાનિ નથી કરતાં, એ સર્વ વિદિત છે.
૧૧. તમામે તમામ જીવ સૃષ્ટિ જીવન ટકાવવા અને સંવર્ધન કરવા પ્રાકૃતિક સંસાધનોનો પોતાના ખપ પૂરતો – (અહીં ખપ પૂરતો શબ્દ નોંધવા વિનંતી છે) ઉપયોગ કરે છે, જેમાં એક માનવ જાત અપવાદ છે. પ્રાણીની એક પણ જાત એવી નથી જે કુદરતે આપેલ હવા પાણી અને ખોરાકને ચાર હાથે લૂંટે અને બદલામાં કાંઈ ન આપે.
આપણી આસપાસ નજર કરીશું તો ખ્યાલ આવશે કે અન્ય જીવસૃષ્ટિનો એક પણ પ્રકાર એવો નથી કે જે ખોરાક મેળવવા કે ખાધા પછી, મળ-મૂત્રના વિસર્જન પછી કે પોતાની જીવન રીતિના પરિણામ રૂપ ગંદકીના એવા ઢગ સર્જતા હોય જેને કારણે પોતાનું અને બીજા જીવોનું સ્વાસ્થ્ય માત્ર નહીં, પણ સમૂળગું અસ્તિત્વ પણ જોખમાય. પૃથ્વી પરની ગંદકી અને પ્રદૂષણ જોઈને માનવને થોડી બુદ્ધિ અને વાચા આપ્યા બદલ બ્રહ્માને પેટ ભરીને પસ્તાવો થતો હશે.
માનવીની ઉણપો બતાવતા પાસાઓના આટલા ઉદાહરણો આપીને આજે અટકું. બાકીના ૯૯૦ દાખલા વાચકોને અવશ્ય સ્ફુરશે. હવે કયારેય પણ તમારા પરિચિત/અપરિચિત વ્યક્તિ કે સમૂહને સમાજના ધોરણ, કાયદા કે નીતિ નિયમો વિરુદ્ધ વર્તન કરતા જુઓ તો ‘આ તો સાવ જાનવર જેવો છે’ કે ‘આ તો ઢોરથી પણ બદતર છે’ એવા ઉદ્દગાર કાઢતાં વિચાર કરજો. માનવ જાત જેવો અત્યાચારી, દૂરાચારી, અનાચારી, ભ્રષ્ટાચારી અને વ્યભિચારી બીજો કયો પ્રાણી સમૂહ છે એની ભાળ મળે તો બીજાને ય જાણ કરજો. ક્યારેક વિમાસણ થાય કે ઉત્ક્રાંતિની ફલશ્રુતિ સ્વરૂપ માનવ જાત અસ્તિત્વમાં આવી અને તે પછીની સહસ્ત્રાબ્દીઓમાં પહેલેથી ભ્રુણ હત્યા કરતો આવ્યો હશે? પોતાના જ સંતાનો પ્રત્યે ક્રુરતા આચરવી, એનો ઉછેર ભાડૂતી લોકો પાસે કરાવવો, એનું શિક્ષણ નિષ્ઠા-શૂન્ય શિક્ષણ પદ્ધતિને હવાલે કરવું એ જ એની પ્રગતિનો માપદંડ બન્યો? અન્ય દેશો પર આક્રમણ, આતંકવાદનો ફેલાવો અને શસ્ત્રોનો વેપાર એ શું માનવની યુગો જૂની પ્રવૃત્તિ રહી હશે? હવસખોરી શું એની પ્રકૃતિનું અંગ હશે? સંઘરાખોરી, ગંદકી અને પ્રદૂષણ માનવ જાતના આભૂષણ ક્યારથી બન્યાં હશે?
માનવી પોતે ‘સંસ્કૃત’ થયો એમ માનવા લાગ્યો ત્યારથી એની પ્રકૃતિમાં વિકૃતિ આવવા લાગી એમ પૂરવાર થાય છે. મનુષ્ય માત્રએ અગણિત ક્ષેત્રોમાં અદ્દભુત સિદ્ધિઓ મેળવી છે પરંતુ માનવેતર પ્રાણી જગત પાસેથી આપણે ઘણું શીખવાનું છે અને તેના શ્રીગણેશ પ્રાણીઓને આપણાથી ઉપરતી કોટીના ગણીને આપણા દુષ્કૃત્યોને ઢોર સાથે સરખાવવાનું બંધ કરવાથી કરવા રહ્યા. જો પ્રાણીઓને વાચા હોય તો એક ગાય બીજી ગાયના કપાસિયાના તગારા પર તરાપ મારે તો પહેલી ગાય, ‘અરે, સાવ માણસ જેવી ભૂખાળવી કાં થા? જરા ગાયની સંસ્કૃિત સાચવ, નહીં તો ગાયોના ધણમાંથી ગઈ સમજ!’ એવું કહેતી સંભળાય તો નવાઈ નહીં. આવું બને તે પહેલાં જ મનુષ્ય જાતિને શોભે તેવું વર્તન કરતા થઈએ.
e.mail : ten_men@hotmail.com
("અોપિનિયન", 26 માર્ચ 2013)
![]()


અા શાનદાર શહેરમાં એક પંજાબી શાયર હતા. નામ હતું ઉસ્તાદ દામન. એ એક સારા દરજી હતા, અાપણા સુરતના ગોપી પરાવાળા ગની દહીંવાળા જેવા. ગનીભાઈ સિદ્ધહસ્ત કવિ હતા. તેમની કેટલીક ગઝલો તો અભૂતપૂર્વ ગણાય છે. અનોખી શૈલી, અદ્દભુત ખયાલ ! ગનીભાઈ અને ઉસ્તાદ દામનમાં કેટલુંક મળતાપણું હતું. એ બન્ને ખુશમિજાજ, યારોના યાર અને દુનિયાથી બેપરવા હતા. ઉસ્તાદ દામનની લાહોરમાં ટેલરિંગ શોપ હતી, જે 1947માં ઉપખંડને અાઝાદી મળી ત્યારે વિરોધીઅોએ બાળી નાખી હતી. કહે છે કે અા અાગમાં કપડાંભેગું, તેમનું ઘણું સાહિત્ય પણ બળી ગયું હતું. અા ઘટનાના તીવ્ર અાઘાતે તેમને વિરક્ત કરી નાખ્યા હતા. અને ત્યાર પછી તેમણે કલંદરાના જિંદગી ગુજારી હતી. 1984માં તેમની વફાત થઈ હતી.
મતલબ કે મનુષ્યએ તેની શક્તિને પરખવી જોઈએ, તેના પર ભરોસો કરવો જોઈએ અને કમ્મર કસીને અાગેકૂચ કરવી જોઈએ. જાણવું જોઈએ કે જ્યાં ગતિ ત્યાં પ્રગતિ, જ્યાં હિમ્મત ત્યાં સરજત ! સંઘર્ષ વિશે ને હામ – હિમ્મત બાબત ફયઝ અહમદ ફયઝ શું કહે છે ?
‘ઝટ્ટ ડોળિ નાંખો રે, મનજળ થંભ થયેલું’
ઓગણીસમી સદીના સાહિત્યના વિવેચન વિશે વાત કરતાં સૌથી પહેલી જરૂર જણાય છે તે ઓગણીસમી સદીના પૂર્વાર્ધ પર સવિશેષ ધ્યાન આપીને એ સમયગાળામાં પ્રગટ થયેલાં પુસ્તકો અને સામયિકોના મહત્ત્વને સમજવાની અને સ્વીકારવાની. આપણા સાહિત્યમાં અર્વાચીન યુગની શરૂઆત નર્મદ-દલપતનાં લખાણોથી જ થઈ એવી માન્યતા આપણા વિવેચનમાં ઘર કરી ગઈ છે. નર્મદ અને દલપત એ આપણા સાહિત્યના અર્વાચીન યુગના બે મુખ્ય અને મહત્ત્વના પુરસ્કર્તા ખરા, પણ સમય દૃષ્ટિએ પહેલા પુરસ્કર્તા નહીં. અર્વાચીનતાનાં વૃત્તિવલણોનો સીધો સંબંધ બે સાહિત્યેતર ઘટનાઓ સાથે રહેલો છે. કાળક્રમે જોતાં આમાંની પહેલી ઘટના તે મુદ્રણનું આગમન અને બીજી ઘટના તે બ્રિટીશ પદ્ધતિના શાળા-શિક્ષણની અને પછી ઉચ્ચ શિક્ષણની શરૂઆત. આ શરૂઆત ૧૯મી સદીના પૂર્વાર્ધમાં મુંબઈમાં થઈ. ૧૮૦૮માં પહેલવહેલું છપાયેલું ગુજરાતી પુસ્તક મુંબઈમાં છપાઈને પ્રગટ થયું ત્યારથી ૧૮૫૨ સુધીમાં આપણી ભાષામાં ઓછામાં ઓછાં ૩૦૦ પુસ્તકો પ્રગટ થયાં હતાં. તેમાંનાં મોટા ભાગનાં પદ્યમાં નહીં, ગદ્યમાં લખાયેલાં હતાં. અને છતાં અર્વાચીન ગુજરાતી ગદ્યની શરૂઆત ૧૮૫૦માં પ્રગટ થયેલા દલપતરામના ‘ભૂત નિબંધ’થી કે ૧૮૫૧માં પ્રગટ થયેલા નર્મદના નિબંધ ‘મંડળી મળવાથી થતા લાભ’થી થઈ, એમ આપણે વર્ષોથી માનતા-મનાવતા આવ્યા છીએ. વાત જો સર્જનાત્મક ગદ્યની જ કરવાની હોય તો તો આ બંને કૃતિઓનું ગદ્ય પણ સર્જનાત્મક ગદ્ય નથી જ. હકીકતમાં અર્વાચીન ગુજરાતી ગદ્યનો આરંભ ૧૮૫૦ કરતાં ઘણો વહેલો પારસીઓ, પાદરીઓ, અને પરદેશી અમલદારોને હાથે થઈ ચૂક્યો હતો. અલબત્ત, તેમાંનું ઘણુંખરું ગદ્ય કાં અનુવાદ માટે, કાં ધર્મપ્રચાર માટે, કાં શાલેય શિક્ષણ માટે પ્રયોજાયું હતું, પણ તેથી એ અર્વાચીન ગદ્ય નહોતું એમ કેમ કહી શકાય? પણ આપણા સાહિત્યના ઇતિહાસમાં થોડા અપવાદોને બાદ કરતાં આપણે પારસીઓ, પાદરીઓ, અને પરદેશીઓના પ્રદાનની તો અવગણના જ કરી છે. ૧૮૪૪માં સુરતથી પ્રગટ થયેલા ‘પિલગ્રિમ્સ પ્રોગ્રેસ’ના અનુવાદ ‘યાત્રાકરી’નો અને અનુવાદક ફાધર વિલિયમ ફ્લાવરનો ઉલ્લેખ આપણા સાહિત્યના ઇતિહાસમાં ક્યાંય જોવા નહીં મળે. ચાલો, એ તો અનુવાદ હતો, પણ ૧૮૪૪માં જ પૂરાં સાતસો પાનાંમાં કાવસજી સોરાબજી કાવસજી પટેલે ‘ચીનનો અહેવાલ’ નામનું પ્રવાસ વર્ણનનું પુસ્તક મુંબઈથી પ્રગટ કરેલું. તેની વાત કોઈએ કરી છે? કરીએ તો તો પછી નર્મદ-દલપતનો ગદ્યના પ્રારંભક હોવાનો હક્ક લૂંટાઈ જાય ને? પણ ખુદ નર્મદે પોતે ગુજરાતી ગદ્યને જન્મ આપ્યાનું માન કેપ્ટન જર્વિસને આપ્યું છે અને ૧૮૨૮ના વરસથી ‘ગદ્યમાં લખવાનું શરૂ થયું’ એમ કહ્યું છે. પણ આ કેપ્ટન જર્વિસ કોણ હતો, એણે શું શું લખેલું એની ભાળ મેળવવાનો પ્રયત્ન કોણે કર્યો છે? ૧૮૬૭માં પ્રગટ થયેલા અભિજ્ઞાન શાકુંતલ નાટકના ઝવેરીલાલ યાજ્ઞિક અને દલપતરામ ખખ્ખરના બે અનુવાદ સંસ્કૃતમાંથી થયેલા પહેલા અનુવાદ તરીકે ઓળખાવાતા આવ્યા છે. પણ એ બંને મહાનુભાવોનો જન્મ પણ નહોતો થયો ત્યારે, છેક ૧૮૨૪માં સંસ્કૃતમાંથી પંચતંત્રનો અનુવાદ ‘પંચોપાખીઆંન’ નામે ફરદુનજી મર્ઝબાનજીએ કર્યો હતો એ વાત સાહિત્યના ઇતિહાસ કે વિવેચનમાં કોઈએ નોંધી છે? ૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટી શરૂ થઈ તે પછી કેટલાંક વર્ષો સુધી આ ‘પંચોપાખીઆંન’ પાઠ્યપુસ્તક તરીકે ભણાવાતું હતું અને ૧૮૮૨ સુધીમાં તેની છ આવૃત્તિ પ્રગટ થઈ હતી. તેનાથી પણ પહેલાં, ૧૮૨૧માં બાયબલના નવા કરારનો અનુવાદ સુરતમાં છપાઈને પ્રગટ થયો હતો. જેમ્સ સ્કિનર અને વિલિયમ ફાઈવી નામના લંડન મિશનરી સોસાયટીના બે પરદેશી પાદરીઓ ગુજરાતી ભાષા શીખીને બાયબલનો અનુવાદ ગુજરાતી ગદ્યમાં કરે, જ્યારે નર્મદનો જન્મ પણ થયો નહોતો અને જ્યારે દલપતરામની ઉંમર માંડ દોઢેક વર્ષની હતી ત્યારે કરે, એ હકીકત આપણા વિવેચને કે ઇતિહાસે નોંધી પણ છે? પણ આ બે પાદરીઓ પણ પહેલા ગદ્યકાર નથી. તેમના પહેલાં ‘કમતરીન ખાકસાર મુનશી ડોશાભાઈ મોબેદ શોહરાબજી ભરવચી’એ કરેલો ‘મોગલાઈ ઊનાની હકીમ લોકોનો ઊહવાલ તથા તે લોકોની નશીહતો’ નામનો અનુવાદ ૧૮૧૮માં મુંબઈના ફરદુનજી મર્ઝબાનજીના છાપખાનામાં છપાઈને પ્રગટ થયો હતો. અને આ જ ફરદુનજી મર્ઝબાનજીએ ૧૮૧૫ના ડિસેમ્બરની ૨૫મી તારીખે પોતે કરેલા અનુવાદનું ૪૧૦ પાનાંનું પુસ્તક પોતાના છાપખાનામાં છાપીને પ્રગટ કર્યું હતું. એનું નામ ‘દબેસ્તાનુલ મઝાહેબ.’ કોઈ પુસ્તકનો અનુવાદ પ્રગટ કરતાં પહેલાં કોઈ જાણકાર પાસે તેની ચકાસણી કરાવવાનું આજે પણ આપણને બહુ જરૂરી લાગતું નથી, અને પરિણામે કઢંગા અનુવાદો ખડકાતા જાય છે. ફરદુનજી પોતે ફારસીના સારા જાણકાર હતા, ગુજરાતી તો તેમની માતૃભાષા હતી, છતાં પોતે ફારસીમાંથી કરેલા આ અનુવાદની ચકાસણી તેમણે ત્રણ-ત્રણ જાણકારો પાસે કરાવી હતી અને તેમનાં પ્રમાણપત્ર પ્રસ્તાવનામાં આમેજ કર્યાં હતાં. અને છતાં ગુજરાતી ગદ્યલેખન અંગે આટલી સભાનતાભરી કાળજી રાખનારનું નામ પણ આપણે લેતા નથી. અર્વાચીન મરાઠી સાહિત્યના વિકાસ અને ઘડતરમાં પરદેશીઓ અને પાદરીઓએ આપેલા ફાળા અંગે સંશોધન કરી, અભ્યાસપૂર્વક લખાયેલાં પુસ્તકો પ્રગટ થયાં છે. પણ આપણે પુસ્તકો લખવાની વાત તો દૂર રહી, પરદેશીઓ અને પાદરીઓના ફાળાની નોંધ પણ કેટલી લીધી છે? પારસીઓની ભાષાને ‘અશુદ્ધ’નું લેબલ લગાડીને આપણે પહેલાં તેમના સાહિત્યને મુખ્ય પ્રવાહથી અલગ માનવાનું અને પછી એ અલગ પ્રવાહની અવગણના કરવાનું શરૂ કર્યું. આ વલણની શરૂઆત પોતાની કૃત્રિમ રીતે સંસ્કૃતમય ભાષાનો ફાંકો ધરાવતા પંડિત યુગના કેટલાક લેખકોથી થઈ અને ભાષાશુદ્ધિના આગ્રહી એવા ગાંધી યુગના કેટલાક લેખકોએ એ વલણને વધુ દૃઢ બનાવ્યું. એક ઉદાહરણ રૂપે આ વાક્ય જુઓ : ‘૧૮૨૨માં ગુજરાતની સાહસિક પારસી કોમના એક નબીરાએ ‘મુમબઈ સમાચાર’ નામે અઠવાડિક કાઢવા માંડ્યું … ભલે મુંબઈથી શરૂ થયેલું, પણ આ ગુજરાતી ભાષાનું સાહસ હતું.’ ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રગટ કરેલા બહુખંડી ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ના ત્રીજા ભાગની ભૂમિકામાં યશવંત શુકલે આ શબ્દો લખ્યા છે. બીજે ક્યાંય નહીં ને સાહિત્યના આવા વિસ્તૃત ઇતિહાસમાં પણ આમ નામ વગર મભમ વાત થાય એ કેવું? ‘૧૮૬૪માં એક નાગર નબીરાએ ‘ડાંડિયો’ નામે સામયિક કાઢવા માંડ્યું’ એમ કોઈ લેખક લખે ખરો? ૧૯૭૬માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિમાં આમ છપાયું. ૨૦૦૫માં બીજી શોધિત-વર્ધિત આવૃત્તિ પ્રગટ થઈ ત્યારે પણ એ પારસી નબીરાનું નામ આપવાનું ન તો બીજી આવૃત્તિના વિદ્વાન સંપાદક કે પરામર્શકને જરૂરી લાગ્યું, કે ન તો પ્રકાશક સંસ્થાને જરૂરી લાગ્યું.
નર્મદે પોતાનો પહેલો ગદ્યલેખ ભાષણ રૂપે મુંબઈની બુદ્ધિવર્ધક સભામાં રજૂ કર્યો હતો એટલા પૂરતી આપણે એ સભાને યાદ કરીએ છીએ, પણ આ સભાની પણ વિગતે વાત આપણે કેટલી કરીએ છીએ? હકીકતમાં, ૧૮૫૧માં, લગભગ એક જ વખતે, લગભગ સરખા નામવાળી બે સંસ્થાઓ શરૂ થઈ હતી. તેમાંની એક તે નર્મદે શરૂ કરેલી ‘જુવાન પુરુષોની અન્યોઅન્ય બુદ્ધિવર્ધક સભા’. કોલેજનો અભ્યાસ પડતો મૂકીને નર્મદને સુરત જવું પડ્યું અને તેની દોરવણી વગર આ સભા ઝાઝો વખત ચાલી શકી નહીં. બીજી બાજુ ગંગાદાસ કિશોરદાસે એલ્ફિનસ્ટન કોલેજના પ્રોફેસર પાટન સાથે મસલત કરીને ૧૮૫૧ના આરંભમાં ‘બુદ્ધિવર્ધક હિંદુ સભા’ની સ્થાપન કરી. તેના પહેલા પ્રમુખ હતા પ્રાણલાલ મથુરાદાસ, સેક્રેટરી હતા મોહનલાલ રણછોડદાસ ઝવેરી, જ્યારે ગંગાદાસ પોતે હતા ખજાનચી. ૧૮૫૧ના ફેબ્રુઆરીના ઉત્તરાર્ધમાં નર્મદ મુંબઈ છોડી સુરત ગયો તે પછી ૧૮૫૧ના માર્ચની ૩૦મી તારીખથી તેણે સ્થાપેલી મંડળી પ્રાણલાલ મથુરાદાસવાળી ‘બુદ્ધિ વર્ધક સભા’માં ભળી ગઈ. લગભગ ૧૮૭૦ સુધી આ સભા અને તેનું સામયિક ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ વધતે ઓછે અંશે કાર્યરત રહ્યાં હતાં. ૧૮૯૪-૯૫માં થોડા વખત માટે તે સંસ્થા ફરી સક્રીય બની ત્યારે તેના નામમાંથી ‘હિંદુ’ શબ્દ કાઢી નાખવામાં આવ્યો. છેવટે ૧૯૩૪ના જુલાઈની ૨૯મી તારીખે તે ફાર્બસ ગુજરાતી સભામાં વિલીન થઈ ગઈ. આજે ફાર્બસ ગુજરાતી સભાનું પુસ્તકાલય ઔપચારિક રીતે ‘બુદ્ધિવર્ધક પુસ્તકાલય’ તરીકે ઓળખાય છે એટલા પૂરતું હજી એ સંસ્થાનું નામ રહ્યું છે. પણ આ સંસ્થાના ઇતિહાસ અને કામગીરીની આપણે ઝાઝી ચિંતા કરી નથી. ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ની લગભગ આખી ફાઈલ મુંબઈની કે.આર. કામા ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં સચવાઈ છે. એકના એક ચવાઈ ગયેલા વિષયો પર પીએચ.ડી. માટે ‘શોધનિબંધ’ લખનારાઓની નજર આજ સુધી તેમાં દટાયેલા ખજાનાને શોધી શકી નથી.