આજે પહેલી વાર જ “ઓપિનિયન” પર ગયો. પણ ત્યાં કોમેન્ટ આપવાની સુવિધા ન હોવાથી, અહીં, મૈલથી, ટિપ્પણ કરું છું.
કામિની સંઘવીના ‘સાચો માનવી’ નામક લેખમાં અાવું વાંચ્યું : ‘પેલા ચાચીને એમ જ પૈસા વગર બેસાડવાના ઈરાદાથી જ બેસાડયાં હતાં. હવે, તેમના પૈસા લઉં, તો મારું ઈમાન ખોટું પડે. ખુદાનો હું ગુનેગાર બનવા નથી ઇચ્છતો.’
મને ઉપરના શબ્દો બહુ જ ગમી ગયા. કામિનીબહેનની નિખાલસતા અને સ્વદોષ નિરીક્ષણની વૃત્તિ પણ બહુ જ ગમ્યાં. આ બહુ જ જવલ્લે જોવા મળતા ગુણો છે. રિક્સા ડ્રાઈવરની માનવતાને સો સલામ.
સમાજમાં ફૂલી ફાલી ગયેલી સ્વલક્ષિતામાં કદાચ આવા સ્વાનુભવો જ અમૃતનાં છાંટણાં કરી શકે.
કોમેન્ટની જગ્યાએ આવા સક્રિય પ્રતિભાવો મૂકવાની તમારી શૈલી ઘણી ગમી.
બીજી વાત, .. “ઓપિનિયન” પર સબ્સ્ક્રાઈબ કરવાની સવલત આપો તો? તો નવી સામગ્રીની ઇ.મેલથી ખબર મળી જાય.
e.mail : sbjani2006@gmail.com
![]()


એમની કેટલીક રચનાઓ 'પુલકિત' નામનાં અકાદમીનાં પુસ્તકમાં વાંચી છે. 'ચિતલે માસ્તર' અને ' બટાકાની ચાલ' તો હૃદય પર અંકિત થઈ ગયેલાં છે. આજે વ્યક્તિચિત્રો આધારિત 'ભાત ભાત કે લોગ' (અનુવાદ: શકુંતલા મહેતા) વાંચવાનું શરુ કર્યું છે. પહેલી જ રચના 'નારાયણ' વાંચીને આંખ ભરાઈ આવી. ચાર્લ્સ ડીકન્સ યાદ આવી ગયો, જે કહેતો, : હું આંખમાં આંસુ સાથે ઇન્દ્રધનુષનો વૈભવ નિહાળું છું. વિનોદ ભટ્ટ કહે છે તેમ Humour is a dry tear. હાસ્યની કઈ કક્ષા હોઈ શકે અથવા તો કઈ કક્ષા સુધી હાસ્યને લઈ જવાનું છે, તે આવા હાસ્યલેખો વાંચીને સમજાય છે. અંગ્રેજીનાં નિવૃત્ત પ્રાધ્યાપક અને સૌમ્ય તથા અભિજાત જોશીના પિતાશ્રી એવા, જયંત જોશીના ઘરમાં, પુ.લ. દેશપાંડેનો ફોટો દીવાલ પર જોવા મળે. એમની પાસેથી જાણ્યા મુજબ, અભિજાત જોશી તો પુ.લ. દેશપાંડેને સાક્ષાત્ દંડવત્ પ્રણામ કરતા હતા.
‘બનાવટી ફૂલોને’ – પ્રહ્લાદ પારેખ. ના, પ્રહ્લાદ જેઠાલાલ પારેખ. જન્મ તારીખ ૨૨/૧૦/૧૯૧૧ : સમયગાળો : ૧૯૧૧થી ૧૯૬૨. આઝાદીની ચળવળના લડવૈયા, દક્ષિણામૂર્તિ અને શાંતિનિકેતનમાં અભ્યાસ. ગાંધીયુગના નોંધપાત્ર કવિઓમાંના એક.