વિજયભાઈ જોશીનો ‘લિપિનો ઇતિહાસ’ નામે લેખ વાંચ્યો અને બહુ જ મજા આવી. ઇતિહાસ મારો પ્રિય વિષય છે. એટલે ભાષાના ઇતિહાસની આ વાત બહુ જ ગમી.
અમેરિકાની 'ચરોકી' જાતિના 'સિકોઈયા'એ, અંગ્રેજોની લેખનકળા જોઈ, પોતાની ભાષા માટે જાતે લિપિ બનાવી હતી; અને બહુ જ જફા વહોરીને ચરોકી લોકોમાં તે વપરાતી કરી હતી. પછી તો એ મહાન જાતિએ એ લિપિ અને ભાષામાં ચોપડીઓ પણ લખી અને છાપાં પણ બહાર પાડ્યાં.
યુરોપિયન અમેરિકનોની નીચ, સ્વાર્થી અને ક્રૂર નિયતોને કારણે, કમભાગ્યે, યુરોપિયનોની સારી બાબતો અપનાવનાર અને શાંતિપ્રિય એ જાતિની હકાલપટ્ટી જ્યોર્જિયાથી છેક ઓક્લાહામા સુધી કરવામાં આવી. 'Trail of Teras'નો એ ઇતિહાસ બહુ જ કરુણ છે.
આજે આખી દુનિયાને નીતિના પાઠ ભણાવનાર અમેરિકનોની અનીતિની કાળી તવારીખનો દુનિયાના ઇતિહાસમાં, કદાચ, જોટો નહીં હોય. પણ સામાજિક ચેતનાનું આમૂલ પરિવર્તન કેટલું થઈ શકે, એ પણ અમેરિકાએ દુનિયાને બતાવી આપ્યું છે.
લિપિ વિશે એક અવલોકન કરાની રજા લઉં છું. વિજય જોશીના લેખમાં ઇજિપ્તમાંથી નેપોલિયનના લશ્કરના એક કેપ્ટનને મળેલા 'રોઝેટા સ્ટોન'ની વાત પણ ઉમેરી હોત તો ઠીક રહેત … એનો સંદર્ભ મેં મારા બ્લૉગ પર અામ અાપ્યો છે. વાચકમિત્રોને રુચશે : http://gadyasoor.wordpress.com/2013/01/15/rosetta/
17.05.2013; e.mail : sbjani2006@gmail.com
![]()


અમારો આ પ્રવાસ એટલે મહેશ શાહ અને વિનોદ શાહના શ્રમનું અધ્યાત્મ અને આનંદના રસે રચ્યું ‘પેકેજ ડીલ’. તેમાં જે પડીકાઓ મળે, તેના સ્વાદ માટે મનરસના સતત રસળતી રહે. આ પડીકાઓ એટલે મધુના અર્ક સમા જીવંત પાત્રો. જયશ્રી-દીપિકા, શોભના-વિજય, રાજેન-ભારતી, છાયા-ચંદ્રકાંત, ભૂપત-પટેલ, વીણા-દિનેશ અને આ બધાનાં ગુણાનુરાગી અમે શીલુ-કનુ. બધાં પરસ્પર શુદ્ધ સ્નેહ અને પ્રકૃતિપ્રેમના સમાનભાવની શૃંખલાથી પળેપળ સંકળાયેલાં. સમગ્ર પ્રવાસમાં બધું જ ઉત્તમ. કેમેરા-વીડિયોની સતત ચંપાતી ચાંપોથી નિર્દેશ મળતો હતો કે હૈયાનાં સ્મૃિતસંગ્રહાલયમાં જમા થતી દરેક પળ સાથે અન્ય સ્નેહીસંબંધીઓને સહભાગી કરવાનો અને સ્વયં પણ ફરી વાગોળી શકે તે માટેનો પ્રયાસ થતો હતો. પ્રવાસ મુંબઈથી શરુ કર્યો. ક્યાંથી ક્યાં કેવી રીતે પહોંચ્યાં એ વિગતોમાં ઉતરવું નથી.
