હૃદયના ઘાવ કોઈનેય બતાવી શકતો નથી.
ને ઉરની સઘળી શબ્દમાં લાવી શકતો નથી.
મારાં જ બનીને કર્યો છે વિશ્વાસઘાત જેણે,
એને પણ એકાએક સાવ છોડી શકતો નથી.
જગતની સારપ સઘળી સ્વાર્થની બુનિયાદે,
મધમીઠી એની જબાનથી મોહી શકતો નથી.
ભૂલ એટલી જ મારી કે સરળતા વધારે રહી,
કાવાદાવાની મગજમારીને સહી શકતો નથી.
મારેય હોય એક વહેણ પોતાનું આગેકૂચનું,
તેથી જ તો ટોળાંની સાથે ભળી શકતો નથી.
સંકુચિતતા સ્વાર્થ તણી ના લલચાવી શકતી,
માર્ગ મારો સનાતન બીજે વળી શકતો નથી.
પોરબંદર
e.mail : joshichaitanya568@gmail.com
![]()



ટ્રમ્પે નિરંતર ચાલતા રહેલા યુદ્ધો અટકાવવાની માંગ કરી છે. નાટોને ગણતરીમાં ન લેનારા ટ્રમ્પ રશિયા અને યુક્રેઇન વચ્ચેના સંઘર્ષને અટકાવવા કોઈ પણ પગલું લેવા તૈયાર છે. આમ કરવામાં તે અમેરિકાનો સ્વાર્થ જૂએ છે, જેથી વૈશ્વિક સ્તરે અમેરિકાની સુરક્ષા અને સૈન્ય કામે ન વળગે અને પોતાના રાષ્ટ્ર માટે જ કામ કરે. તે માને છે કે નાટોના સાથીઓએ પોતાની સુરક્ષા માટે વધારે પૈસા ચૂકવવા જોઇએ જેથી અમેરિકાનો બોજ ઘટે. ટૂંકમાં બીજા લડે અને અમેરિકાના સ્રોત એમાં ખર્ચાય એમાં ટ્રમ્પને કોઇ રસ નથી. ટ્રમ્પ ધાક-ધમકી અને પ્રતિબંધની ભાષા વાપરે છે જેને લીધી વૈશ્વિક સ્તરે તણાવ વધી જ શકે છે.
આપણા ભક્તો દુઃખી છે કે નવઘોષિત વિશ્વગુરુએ આપણા સ્વઘોષિત વિશ્વગુરુને સોગંદવિધિમાં બોલાવ્યા નહીં. વિદેશ પ્રધાને આમંત્રણ મેળવવા અમેરિકા જઇને ઘણી મહેનત કરી, પાંચ દિવસ ધામા નાખ્યા, પણ આમંત્રણ ન મળ્યું તે ન જ મળ્યું. આમાં આશ્ચર્યની કોઈ વાત નથી. જે થઈ રહ્યું છે અને થવાનું છે એ અપેક્ષિત હતું. માત્ર ભક્તોને સમજાતું નથી અને જો કોઈ કાનમાં તેલ રેડીને સમજાવે તો સમજવા માગતા નથી. લોસ એન્જલસનો દાવાનળ હજુ બુઝાયો પણ નહોતો, જે આગ ચાલીસ હજાર એકરમાં ફેલાયેલી હતી, જેમાં ૧૨,૦૦૦ મકાનો બળી ગયાં, હોલીવૂડ ખાખ થઈ ગયું, ૫૦ અબજ અમેરિકન ડોલરનું નુકસાન થયું છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા પેરીસ સમજૂતીમાંથી નીકળી જશે. પર્યાવરણ પરિવર્તન બોગસ છે અને જો કોઈને એમ લાગતું હોય કે પર્યાવરણનું સંતુલન જાળવવું જોઈએ તો એ દેશ પોતાના પૈસે જાળવે, અમેરિકા શું કામ ખર્ચો ભોગવે? આપણા વિશ્વગુરુએ પણ ૨૦૧૪માં વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા કહ્યું હતું કે પર્યાવરણમાં પરિવર્તન થઈ રહ્યું છે એ ખોટી વાત છે. આપણી ઉંમર વધે તો ઠંડી વધારે લાગે કે નહીં? બસ એના જેવું. જે દેશ અગ્નિતાંડવના મુખ પર બેઠો છે અને તાંડવ નજર સામે ચાલી રહ્યું છે ત્યારે તેનો નવો નક્કોર વિશ્વગુરુ કહે છે કે પર્યાવરણ કોઈ પ્રશ્ન જ નથી.