જાતે જ સૂઇ ગયા
રેલવેને પાટા ઉપર
નહીં પહોંચાય પગપાળા
વતન સુંધી
તેની મજબૂરીમાં
અને તેમાં ય
ભૂખ મારી નાખે ત્યાં સુધી
મોતની રાહ જોવાનું
અઘરું હતું
મહામારીનો વાંક
કાઢશો નહીં સાહેબ
મહામારીએ તો
રોજગારી છીનવી હતી
જિંદગી નહીં
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 09 મે 2020
![]()


મહિલાઓ પર ઘરમાં થતા અપરાધ હંમેશાં એક સામાજિક સમસ્યા રહી છે, પરતું તાળાબંધીના સમયમાં આ સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. દુનિયાના અલગ અલગ ભાગોમાંથી ઘરેલુ હિંસા વધવાના સમાચાર આવી રહ્યા છે. વુહાન કે જ્યાંથી વાઇરસ ફેલાયો છે ત્યાં ત્રણ ગણો, ટ્યુનેશિયામાં પાંચ ઘણો અને બ્રાઝિલમાં ૪૦થી ૫૦ ટકા વધારો ઘરેલુ હિંસામાં નોંધાયો છે. સૌથી વધુ મુશ્કેલી તો એવી મહિલાઓ પર છે જેમની સાથે તાળાબંધી પહેલાં પણ શોષણ થતું હતું.