
રાજા હરિસિંહ
કાશ્મીર સમસ્યાના ખરા ગુનેગાર તો હિન્દુ રાજા હરિસિંહ છે. તેમને તો આઝાદ કાશ્મીર જોઈતું હતું. તેમને નહોતું ભારતમાં જોડાવું કે નહોતું પાકિસ્તાનમાં. પછી પાકિસ્તાને આક્રમણ કર્યું. તેનો સામનો કરવાની પોતાની તાકાત નહોતી, એટલે ભારત સરકારને પોતાને બચાવવા વિનંતી કરી. એટલે નેહરુ સરકારે શરત મૂકી કે, ભારતમાં જોડાવ તો બચાવીએ. પછી હરિસિંહની સાન ઠેકાણે આવી.
આ તવારીખ જુઓ:
(૧) એપ્રિલ-૧૯૪૭થી ઓગસ્ટ-૧૯૪૭ દરમ્યાન અનેક દેશી રજવાડાં ભારતમાં ભળી ગયેલાં.
(૨) દેશ આઝાદ થયો ૧૫-૦૮-૧૯૪૭.
(૩) પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું: તા.૨૨-૧૦-૧૯૪૭.
(૪) હરિસિંહે તેમનું રાજ્ય ભારતમાં ભેળવવા માટેના પત્ર પર સહી કરી: તા.૨૬-૧૦-૧૯૪૭.
હરિસિંહ સહી કરે અને ભારતમાં કાશ્મીર ભળે ત્યાં સુધીમાં તો પાકિસ્તાને એ ઘણું કબજે કરી લીધેલું. એટલે એ પાછું લેવા માટેની જવાબદારી આવી ભારત સરકાર પર. હરિસિંહે તો સહી કરીને હાથ ખંખેરી નાખ્યા. ખરો ઝઘડો ત્યારે પાકિસ્તાન અને ભારત વચ્ચે શરૂ થયો.
આમ, ઘણું ગુમાવેલું કાશ્મીર હરિસિંહે ભારતને આપ્યું. બળતું ઘર કૃષ્ણાર્પણ.
જો હરિસિંહે પહેલેથી જ ભારતમાં ભળી જવાનું અન્ય રાજાઓની જેમ સ્વીકાર્યું હોત તો, પાકિસ્તાન હુમલો કરવાની હિંમત જ ન કરત કદાચ. કારણ કે પાકિસ્તાને ત્યારે ભારત પર હુમલો કરવાનો થાત, કાશ્મીર પર નહિ; અને એની એવી હિંમત ન થાત.
એટલે, પાકિસ્તાને જે આક્રમણ ૧૯૪૭-૪૮માં કરેલું એ ત્યારના ભારત પર નહોતું કરેલું, ત્યારના કાશ્મીર પર કરેલું કે જે ભારતનો ભાગ થયું જ નહોતું.
હરિસિંહે ભારતમાં ભળવા માટેના પત્ર પર સહી કરી, પછી ભારતે જેટલું લડીને પાછું મેળવ્યું કાશ્મીર એટલું મેળવ્યું, બાકી રહ્યું તે PoK.
અને માની લો કે, પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું જ ન હોત તો? તો કદાચ કાશ્મીર એક અલગ દેશ હોત, કારણ કે હરિસિંહને તો ભારતમાં આવવું જ નહોતું. એટલે એમ કહેવાય ખરું કે, જેટલું કાશ્મીર ભારત પાસે છે તેટલું છે કારણ કે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું અને હરિસિંહને તેથી ભારતમાં ભળવાની ફરજ પડી?
હવે, આ વાતને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે, એક સોસાયટીમાં ૫૦ ઘર છે. બધા એક બિલ્ડરને આખી સોસાયટી વેચવા તૈયાર છે. પણ એક જણ ના પાડે છે. બાકીના બધા આખી સોસાયટી પેલા બિલ્ડરને વેચી મારે છે. હવે બિલ્ડરને માથે આવ્યું કે પેલા એક જણને કેવી રીતે એનું ઘર ખાલી કરાવવું.
જો કે, PoK કોઈ ખાલીખમ પ્રદેશ નથી. એમાં હાલ બાવન લાખ લોકો રહે છે.
હિંદુ રાજા હરિસિંહે બહુ મોડું કર્યું એ પણ એક ખરો, ખરખરો કરવા જેવો, ઇતિહાસ છે.
૩૦-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()




બાનુ કહેતાં હોય છે કે વ્યંગનો પ્રયોગ એ વિચારપૂર્વક પસંદ કરેલી શૈલી છે કારણ કે એ રીતે પિતૃસત્તા, ધર્મ અને રાજકારણથી ઊભા થતાં સત્તાના ઢાંચાને પડકારી શકે છે, જો ગંભીર શબ્દોમાં આ જ વાત કરવી હોય તો એના પ્રત્યાઘાત માટે તૈયાર રહેવું પડે. વર્ષ ૨૦૦૦માં તેઓ ફતવાનો સામનો કરી ચુક્યાં છે. તેમણે કહ્યું હતું કે સ્ત્રીઓ માટે મસ્જીદમાં પ્રવેશ કરવાનો ઇસ્લામમાં નિષેધ નથી. આ પિતૃસત્તાક પ્રથા ગેરકાનૂની છે. તેમના આવા વિધાનથી ધર્મગુરુઓ નારાજ થયા અને તેમની પર સામાજિક પ્રતિબંધ મુકવામાં આવ્યા. એ કાળ એમને માટે કપરો હતો. પણ બાનુ અને અન્ય પ્રગતિશીલ લોકોએ ઉઠાવેલા પરિણામો આજે ઘણી મહિલાઓને મસ્જીદ પ્રવેશની મંજૂરી આપે છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વાર્તા પરિવર્તનનું સાધન બની શકે છે. વાર્તા થકી લોકોને તેમના અધિકાર અંગે જાણ થાય, એ પ્રત્યે સભાનતા ઊભી થાય, લોકો ચુપ્પી તોડીને બોલવાનું શરૂ કરે અને હક માટે સંઘર્ષનો રસ્તો અપનાવી શકે. આ ધીમું પરિવર્તન વાર્તા કે કોઈ પણ કળા દ્વારા આવી શકે છે.
‘લેટિન અમેરિકન સ્ત્રીઓની પ્રેમ વ્યક્ત કરવાની એક ખાસ રીત છે.’ આ વાક્ય ટાગોરે જેને માટે કહ્યું હતું એ હતી વિક્ટોરિયા ઓકામ્પો. તેણે ટાગોરને એક આરામખુરશી ભેટ આપેલી. 1924માં ટાગોર વિક્ટોરિયા ઓકામ્પોના અતિથિ હતા ત્યારે આ આરામખુરશી પર બેસતા. આ ખુરશી ટાગોર બ્યુએનોસ એરિસથી ભારત લઈ જાય એવી વિક્ટોરિયાની ઈચ્છા હતી. પણ ખુરશી એટલી મોટી હતી કે ટાગોરની સ્ટીમર-કૅબિનમાં ગઈ નહીં. વિક્ટોરિયાએ કૅપ્ટનને બોલાવી કૅબિનનો દરવાજો તોડી મોટો બનાવવાનું ફરમાન કર્યું. એટલું જ નહીં, પોતાની વગનો ઉપયોગ કરી ટાગોર માટે બે બેડરૂમવાળી ખાસ કૅબિનની વ્યવસ્થા કરી. આ બધું જોઈ ટાગોરે ઉપરનું વાક્ય કહ્યું હતું.
ટાગોરની ઉંમર ત્યારે 63 વર્ષની. 34 વર્ષની વિકટોરિયાના સંપર્કથી તેમનામાં નવી ઊર્જાનો સંચાર થયો. તેમની સર્જકતા પ્રજ્વલિત થઈ ઊઠી. વિક્ટોરિયા ઓકામ્પો લેખિકા હતી, પિતૃસત્તાક આર્જેન્ટિનાની એકેડમી ઑફ લેટર્સની તે પ્રથમ સ્ત્રીસભ્ય હતી, એક સાહિત્યસામયિક ચલાવતી, દુનિયાભરમાં ફરતી અને યુરોપના – ખાસ કરીને ફ્રાંસના કલાવિશ્વમાં પંકાતી. ‘ગીતાંજલિ’ વાંચીને તેને સળગતા હૃદય પર ઝાકળબિંદુઓનો છંટકાવ થયો હોય તેવી રાહત થઈ હતી. ટાગોરની રચનાઓને તે ‘મેજિકલ મિસ્ટિસિઝમ’ કહેતી. તે બાળપણથી જે ઈશ્વરને ઓળખતી હતી તે કઠોર માગણીઓ કરતો ને બદલો લેતો જાલિમ હતો. ટાગોરે વર્ણવેલું ઈશ્વરનું સૌમ્ય, પ્રેમપૂર્ણ, આનંદ અને પવિત્રતાનાં કિરણો પ્રસારતું કલ્યાણકારી રૂપ તેને ગમી ગયું. ટાગોરની બૌદ્ધિક અને આધ્યાત્મિક ઊચ્ચતાથી તે અભિભૂત હતી અને તેમની પાસે નાના બાળકની જેમ શરમાતી, ભાગ્યે જ બોલતી અને ચાતકની જેમ તેમની વાતો સાંભળ્યા કરતી. પછીથી તેણે ટાગોરના સેન અસીડ્રા નિવાસ પર એક લેખ અને એક પુસ્તક લખ્યાં હતાં. વિક્ટોરિયા ટાગોરના પૂરબી કાવ્યોની પ્રેરણા હતી, તેમાં તેમણે તેને ‘વિજયા’ કહી છે અને આ કાવ્યો તેને અર્પણ કર્યાં છે.
ટાગોરમાં રહેલા ચિત્રકારને બહાર લાવનાર પણ વિક્ટોરિયા જ હતી. બ્યુએનોસ એરિસમાં ટાગોરના રેખાંકનો જોઈને તેણે ટાગોરને ગંભીરતાપૂર્વક ચિત્રો કરવા પ્રેર્યા. મે 1930માં તેણે ટાગોરનાં ચિત્રોનું પહેલું પ્રદર્શન પેરિસમાં પોતાના ખર્ચે દબદબાપૂર્વક યોજ્યું હતું. આ તેમની બીજી અને છેલ્લી મુલાકાત હતી. ત્યાર પછી બન્ને કદી મળ્યાં નહીં, પણ ટાગોરના મૃત્યુ સુધી બન્ને વચ્ચે પત્રવ્યવહાર ચાલુ હતો,