પાંચમા નોરતે મા આદ્યશક્તિને પ્રાર્થના :
ગરબે રમતી નાર એ તો નોરતાનો જીવ કહેવાય.
પણ વર્ષમાં આ નવ દિવસ ગરબા રમવા સિવાય મહિલાઓ કંઈ રમતી હોય એવું મનમાં નથી આવતું, મા !
મેદાનો ક્રિકેટ રમતાં છોકરાઓથી ભરેલાં હોય છે. ક્રિકેટ રમતી છોકરીઓથી ભરેલાં મેદાનો તો જવા દો, પણ ઘણી છોકરીઓ જ્યાં એકદમ છૂટથી રમતી-કૂદતી હોય તેવી જગ્યાઓ માડી, કેટલી દેખાય છે ?
રમવું તો મન અને શરીર બન્નેનાં આનંદ તેમ જ તંદુરસ્તી માટે બહુ જરૂરી છે. પણ એ તો જાણે છોકરાઓ માટે જ ! મેદાની રમતોની હરીફાઈઓમાં ભાગ લેતી છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં ય ઘણીએ ઓછી.
હે મા ! તમને એવી પ્રાર્થના કે અનેક દેશોમાં એવો માહોલ બને કે જ્યાં શેરી, રસ્તા, કૉમનપ્લૉટ કે મેદાનમાં પોતાની પસંદગી મુજબ મન મૂકીને રમવું એ પ્રવૃત્તિ, છોકરાઓ સાથે જેટલી સહજ રીતે જોડાયેલી છે, એટલી જ છોકરીઓ સાથે પણ જોડાયેલી હો !
21-10-2020
![]()


ભારતમાં મૃત વ્યક્તિનાં ગુણગાન જ ગાવાની પરંપરા છે. તે પણ જાતિ આધારે નક્કી થાય છે. જો મૃત રાજકીય નેતા બિનદલિત અને તેમાં ય બ્રાહ્મણ હોય તો તેના વખાણ અને તેમની સ્મૃતિમાં વ્યક્ત થતી ભાવનાઓમાં ઘણી અતિશયોક્તિ કરાય છે. અગર જો નેતા સામાજિક રીતે નીચલા વર્ણનો હોય તો તેની મજાક ઉડાવાય છે. તાજેતરમાં અવસાન પામેલા રામવિલાસ પાસવાન રાજકીય હવામાનવિજ્ઞાની હોવાની વાત આ દિવસોમાં તેમની સ્મૃતિમાં સતત કહેવાતી રહી છે.