ઉચ્ચ શિક્ષણની એક સંસ્થામાં અનિકેત અને કમલ અધ્યાપક તરીકે સાથે નોકરી કરે. બંનેની વિદ્યાશાખા જુદી. અનિકેત વિનયન અને કમલ વાણિજ્ય વિદ્યાશાખામાં ભણાવે. ટી બ્રેક કે લંચ બ્રેકમાં સાંપ્રત પ્રવાહોની ચર્ચા થાય. કમલ વોટ્સએપ દ્વારા સંચિત સમજ-ગેરસમજને ગુજરાતી અંગ્રેજી મિશ્રિત બોલીમાં ઠાલવે. એને શૅરબજારમાં રસ પડે એટલો બીજી વાતમાં ન પડે. ઑન સ્ક્રીન માર્કેટમાં ફરી વળતા કમલ પાસે ‘ધેટ્સ ઇટ ! ઓકે’ ને ‘યા યા !’ના છમકારવાળું મસાલેદાર શબ્દભંડોળ. અનિકેત સૂતરના તાંતણે સમજણનો સેતુ રચ્યા કરે.
એક વખત બન્યું એમ કે ગાંધીજી અને મહાદેવભાઈ દેસાઈની વાત નીકળી. કમલે અત્યંત સહજતાથી કહ્યું, ‘આઈ ડૉન્ટ નો અબાઉટ મહાદેવભાઈ’. બી.કોમ સુધી ગુજરાતી માધ્યમમાં ભણેલા પીએચ.ડી. પદવીધારી અધ્યાપકને મહાદેવભાઈ વિશે તદ્દન અજ્ઞાન પ્રગટ કરતો જોઈ અનિકેતે મહા આશ્ચર્ય વ્યક્ત કર્યું . જવાબમાં કમલે કહ્યું, ‘સો વ્હૉટ ? ડુ યુ નો અબાઉટ વૉરેન બફેટ ?’ આ સવાલ કરતી વખતે વર્તમાનવિશ્વના મહાન ધનવાન વિશે પોતે અનિકેત કરતાં કંઈક વધારે જાણે છે, એવો ગર્વિષ્ઠ ભાવ કમલના ચહેરા પર તરી આવ્યો.
અનિકેતને કમલની સજ્જતા અને સમજ વિશે સહેજ પણ શંકા નહોતી. તેણે ધીમે રહીને કમલને કહ્યું કે વૉરેન બફેટ વિશે મને તમારા જેટલી જાણકારી નથી પણ એક મહત્ત્વની વાત છે, કદાચ તમને ખબર ના પણ હોય.
કમલના કાન સરવા થયા. અનિકેતની જાણકારી વિશે એને ઊંડે-ઊંડે આદર ખરો.
અનિકેતે વૉરેન વિશે કમલને કહ્યું, ‘સાંભળો સાહેબ ! વૉરેન બફેટનો જન્મ નહોતો થયો ત્યારની વાત છે. વૉરેન હજી ગર્ભસ્થ હતા. માતાના ઉદરમાં ઊછરી રહેલા શિશુમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કાર આવે એવા ઉમદા આશયથી તેમના માટે પિતાએ ભારતના પ્રવાસનું આયોજન કર્યું.’
અનિકેતની આ વાત કમલ માટે સાવ નવીનક્કોર હતી. તેણે સરવા કાને સાંભળવાનું ચાલુ રાખ્યું. અનિકેતે આગળ ચલાવ્યુંઃ ‘ગર્ભસ્થ શિશુના સંસ્કારઘડતર માટે જાગૃત બફેટદંપતીને તેમના ડૉક્ટરે ‘આ દિવસોમાં’ લાંબો પ્રવાસ કરવાની ના પાડી છતાં ડૉક્ટરની સલાહને ગણકાર્યા વગર તેઓ તીર્થભૂમિ ભારતમાં પધાર્યા. સાબરમતી આશ્રમની મુલાકાત લીધી. અમદાવાદથી ભાવનગર તરફ પ્રયાણ કર્યું. ધંધુકાથી સત્યાવીસ કિલોમીટર જેટલા અંતરે વૉરેનની માતાને દુખાવો ઉપડ્યો. ગાડી ઊભી રાખી. ગુજરાતી ડ્રાઇવરે હાઈવે પર ઊભેલા માણસને ડૉકટર કે હૉસ્પિટલ વિશે પૂછ્યું. પરિસ્થિતિ પામી ગયેલા ઠીક-ઠીક જાણકાર એ માણસે કહ્યું, ‘અહીંથી ડાબી બાજુ સાત કિલોમીટર જતાં નાવડા નામનું ગામ આવે છે. ત્યાં ગીતાબહેન નામનાં દાયણ રહે છે. ત્યાં જાવ. કામ થઈ જશે. કરો ફતેહ.’
કમલને આશ્ચર્યમાં ગરકાવ જોઈ અનિકેતે સમાપન કર્યું, ‘સુવાવડ સફળ રહી. વૉરેન બફેટનો જન્મ નાવડામાં થયો. તેમની નાગરિકતા આજે પણ ભારતની છે.’
કમલ માટે આ માહિતી અપૂર્વ હતી. કદાચ કોઈ સેમિનાર કે જ્ઞાનસત્રમાં કામ આવે તેમ સમજી તરત વિગતો વોટ્સએપ કરવા અનિકેતને કહ્યું અને ઉમેર્યું’, બૉસ ! સેલ્યુટ “યાર, તમારા નૉલેજ માટે.”
અનિકેતને જરા પણ નવાઈ ના લાગી. બેહોશ પણ ના થયો. અસત્ય ઘટના આધારિત આ સત્યઘટના વાંચી કે સાંભળીને ગૂગલ સર્ચ કરશો નહીં.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2021; પૃ. 15
![]()


કપરા સમયમાં વ્યક્તિનું, સંસ્થાનું કે શાસનનું સૌથી વરવું કે સૌથી માનવીય સ્વરૂપ જોવા મળી શકે છે. પ્રવર્તમાન મહામારીમાં આવાં અનેક ઉદાહરણો જોવા મળી રહ્યાં છે, અને હજી મળતાં રહેશે. કેમ કે, મહામારીનો કપરો સમય હજી પૂરો થયો નથી. કંઈ કેટલા ય વ્યવસાય અને વ્યાવસાયિકોને વિપરીત અસર થઈ છે, જેનો અંદાજ મેળવવો અઘરો છે. એવે વખતે પ્રજ્ઞા અખિલેશે એક ચોક્કસ વ્યવસાયના લોકો પરની અસર વિશે ધ્યાન દોર્યું છે. પ્રજ્ઞા અખિલેશ દિલ્હીસ્થિત ‘ભીમ સફાઈ ટ્રેડ યુનિયન’નાં રાષ્ટ્રીય સેક્રેટરી અને ‘આર.આર.આઈ.’(રિહેબિલિટેશન રિસર્ચ ઇનિશિયેટિવ)નાં કન્વીનર છે. સફાઈ-કર્મચારીઓના વિવિધ મુદ્દે તેઓ અવાજ ઉઠાવતાં રહ્યાં છે, લખતાં રહ્યાં છે અને વાત પણ કરતાં રહ્યાં છે. આ કારણે તેમને ઉપહાસપૂર્વક અપાયેલું વિશેષણ ‘ટૉઇલેટ વુમન ઑફ ઇન્ડિયા’ હવે તો તેમની આગવી ઓળખ બની ગયું છે. તાજેતરના એક લેખમાં તેમણે મૃતકોનાં હાડકાં એકઠાં કરતા લોકો વિશે વાત કરી છે.
કેળવેલા છે અને સીધા તેમને એ પહોંચાડે છે. લૉકડાઉન દરમિયાન અસ્થિના વેપારીઓ પોતાના એજન્ટોને બારોબાર અંતિમ વિધિનાં સ્થળે મોકલી રહ્યા છે, જેમનું કામ મૃતકના અવશેષોમાંથી અસ્થિ વીણવાનું છે.
૨૦૦૭માં ધર્મશાલામાં દલાઈ લામાને મળવાનો અવસર મળ્યો ત્યારે તેમણે અમને કહ્યું હતું કે, “મારી જિંદગી અને ચીનની સરમુખત્યારશાહી વચ્ચે ઊંધી ગણતરી (કાઉન્ટડાઉન) ચાલી રહી છે. મને ખબર નથી કે પહેલાં મારી જિંદગીનો અંત આવશે કે પછી ચીની સામ્યવાદી સરમુખત્યારશાહીનો.’ મેં તેમને કહ્યું હતું કે અત્યારે વિશ્વસમાજનો મિજાજ જોતા તમે ચીનમાં લોકશાહી જોઇને જશો એની મને ખાતરી છે.
મુસલમાનો લોકશાહીની માંગણી સાથે રસ્તા ઉપર ઉતર્યા હતા. તેમને બંધારણીય રાજ જોઈતું હતું. તેમને કાયદાનું રાજ જોઈતું હતું. બીજા શબ્દોમાં કહીએ તો ત્યાની પ્રજાને બંધારણને, ન્યાયતંત્ર અને પ્રજાને જવાબદાર પ્રજાસત્તાક રાજ્ય જોઈતું હતું. ભારતમાં પણ ૨૦૧૧માં રાજ્યને વધારે જવાબદાર બનાવવા માટે આંદોલન થયાં હતાં એ તમને યાદ હશે.