સંવેદનાની સફરમાં
મિ. સનત ઝવેરી, તમે નિત્યક્રમ પ્રમાણે પ્રહ્લાદનગર ગાર્ડનમાં ચાલવાને આવો છો. તે મુજબ આજે પણ સવારના ૭ વાગે નિત્યક્રમ જાળવી રાખ્યો છે. તમે એક ખૂબ જ પ્રતિષ્ઠિત વેપારી છો. પ્રહ્લાદનગર સામે જ આર્યવ્રત-૨-માં બંગલામાં તમારું બહોળું કુટુંબ રહે છે. સવારના ૭થી ૯ સુધી પ્રહ્લાદનગર ગાર્ડનમાં ચાલવા સાથે તમે અનેક મિત્રોને મળો છો. ૨૦ મિત્રો સાથે બેસી પ્રહ્લાદનગરની ગાર્ડનની લોનમાં બેસી ગોષ્ટિ કરો છો. તમે દરરોજ આ ગાર્ડનમાં ચાલવા આવો છો, તે મુજબ એક વૃદ્ધ કપલ પણ દરરોજ સાતના ટકોરે આજ ગાર્ડનમાં લાકડીના સહારે – ટેકે બન્ને પતિપત્ની ચાલતાં હોય છે. તમારી જેમ, રોજ ૭૦ વર્ષ આસપાસ પહોંચી ગયેલાં આ વદ્ધ કપલે પણ નિયમિત ચાલવાનો નિત્યક્રમ જાળવી રાખ્યો છે. અનેક લોકો સવારના આ ગાર્ડનમાં ચાલતા હોય છે, પણ સવારના ૯ વાગ્યા પછી ચાલવાવાળાં લગભગ બધાં જ ઘરે પાછા જતાં રહે છે.
મિ. સનત ઝવેરી, એક દિવસ તમે બધા મિત્રોએ રવિવારે આજ ગાર્ડનમાં એક પાર્ટ રાખેલી હોય છે, અને લગભગ ૨૦ મિત્રો બધા જ ગાર્ડનમાં સવારે ચાલવાવાળા લોકો સાથે બહુ ખુશ્નુમા વાતાવરણમાં પાર્ટી એન્જોય કરો છો. લગભગ ૧૨ વાગ્યા સુધી તમારી પાર્ટી ચાલે છે. સંગીતના જલસા સાથે, અનેક સારી વાનગીઓ ગાંઠિયા, જલેબી, ગોટા વગેરે સાથે તમારી પાર્ટી પૂરી થાય છે, અને તમે બધા જ મિત્રો એકબીજાને હસ્તધૂનન કરી પોતપોતાના ઘરે પોતપોતાના વાહનમાં ચાલ્યા જાવ છે. એ મુજબ તમે પણ પ્રહ્લાદનગર ગાર્ડનની સામે જ આવેલા આર્યવ્રત બંગલા તરફ પ્રયાણ કરો છો, પણ ત્યાં તમારી નજર પેલા વૃદ્ધ કપલ તરફ પડે છે. ગાર્ડનમાં લગભગ કોઇ નથી. માત્ર આ વૃદ્ધ કપલ એક છાયડે લોનમાં બેસી એકબીજાં સાથે વાત કરતાં હોય છે. આટલા મોડે સુધી આ કપલ બેઠું છે તેની નોંધ લો છો. પણ કેાઇ પણ જાતના પ્રતિભાવ વિના તમે તમારા બંગલા પર પહોંચી જાવ છો – તમારો ચાલવાનો નિત્યક્રમ અને આ વૃદ્ધ કપલનો પણ ચાલવાનો નિત્યક્રમ બન્ને યથાવત છે.
મિ. સનત ઝવેરી, દરરોજ આ કપલને લાકડીના ટેકે ચાલતા જૂઓ છો અને દરરોજ તેમની નિયત જગ્યા પર ઝાડને છાયડે પ્રેમથી વાતો કરતાં જૂઓ છો. લગભગ ૯ વાગે બધા જ ચાલવાવાળા ગાર્ડનમાંથી પોતપોતાના ઘરે જતાં રહે છે. મિ. સનત ઝવેરી, તમે જૂના સમાજશાસ્ત્રના વિદ્યાર્થી છો. સમાજ સાથે નિસ્બત ધરાવતી વ્યક્તિ તરીકે તમે અન્ય લોકો કરતાં બીજા લોકોની વર્તણૂક તરફ વધારે ધ્યાન દેવા ટેવાયેલા છો. તે મુજબ એક દિવસ તમારી ઓફ સી.જી. રોડ પર આવેલી ફર્નિશ્ડ ઓફિસ પર જતાં પહેલા ફરીથી બાર વાગે ગાર્ડન પર જાવ છો, અને કુતૂહલવશ તમે પેલા વૃદ્ધ કપલને ગાર્ડનમાં બેઠેલાં ગોષ્ટિ કરતાં જૂઓ છો. ૧૨ વાગે લગભગ ગાર્ડનમાં આ કપલ સિવાય કોઇ તમને દેખાતું નથી એટલે તમે પેલા વૃદ્ધ કપલ પાસે જઇને આત્મીયતાથી નમ્રતાપૂર્વક વંદન કરી પૂછો છો કે દાદા આટલા મોડે સુધી આપ બન્ને કેમ બેઠાં છો ? આપ આપના ઘરે કેમ જતાં નથી ? આપ ક્યાં રહો છો ?
વૃદ્ધ દાદા એકાએક કોઇ વ્યક્તિ આ રીતે પોતાનામાં રસ લે છે તે જાણીને આશ્ચર્ય પામ્યા પણ ખૂબ જ સહજતાથી જવાબ આપે છે કે બેટા, તે અમારામાં અંગત રસ લીધો એ માટે તારા આભારી છીએ. પણ બેટા. અમારી ખૂબ જ અંગત વાત કરતા હું સંકોચ અનુભવું છું. પણ જ્યારે તું આટલો પ્રેમથી પૂછે છે તો હું જવાબ આપું … અને વૃદ્ધ દાદા વાત શરૂ કરતાં કહે છે કે જો બેટા, અમે આજ વિસ્તારમાં મકરબામાં રહીએ છીએ. અને દરરોજ સવારે ચાલવાના બહાને આ ગાર્ડનમાં આવીએ છીએ, અને બપોરે ૧ વાગ્યા પછી અમારા ઘરે જઇએ છીએ. પણ પાછા સાંજે ૬ વાગ્યે આ ગાર્ડનમાં આવી રાત્રે ૯ વાગ્યે ઘરે જઇએ છીએ. કારણ કે બેટા, અમે મારા નાના દીકરા સાથે રહીએ છીએ, જ્યાં માત્ર એક રૂમ અને ચાલી છે એક રૂમમાં રસોડું વગેરે છે. એટલે ઘરમાં નાનાં બાળકો તેમ જ દીકરાની વહુ, બધાં સાથે રહીએ એટલે અમે ઘરમાં સંકડાશ હોવાથી મોટા ભાગનો સમય આ ગાર્ડનમાં જ વિતાવીએ છીએ અને રાત્રે ચાલીમાં બન્ને જણા સૂઇ જઇએ છીએ.
મારો દીકરો વહુ બહુ સારાં છે, પણ દીકરાના ટૂંકા પગારમાં અમે બહુ વ્યવસ્થિત સારા મકાનમાં જઇ શકતાં નથી. એટલ વહુ દીકરાને સહકાર આપી, અમારી જિંદગી આ બગીચામાં જ આનંદથી પસાર કરીએ છીએ. મારે બે દીકરા છે. એક દીકરાને મેં ખૂબ જ મહેનત કરી મારી નોકરીના બચતના પૈસા ભેગા કરેલા તે વાપરીને ભણવા કેનેડા મોકલ્યો છે. જે ભણી ગણીને ખૂબ જ હોશિયાર અને પૈસાપાત્ર થયો છે. પણ બેટા, જ્યારથી ભણવા ગયો, ત્યારથી આજ સુધી આ મા-બાપને કોરું પોસ્ટકાર્ડ પણ નથી લખ્યું. તે તેની ખુશીથી જીવે છે અને અમે આ નાના દીકરા સાથે તેને સહકાર આપી પાછલી જિંદગી પણ આનંદથી જીવી રહ્યા છીએ. મારો નાનો દીકરો સવારના ૯થી રાત્રે ૧૧ સુધી નોકરી કરે છે. કાળુપુર પર એક હાર્ડવેરની દુકાનમાં ટૂંકા પગારમાં તેનું જીવનનું ગાડું ચલાવે છે. મારી પાસે કોઇ બચત નથી. મારી જિંદગીની મૂડી મોટા દીકરાને ભણાવવામાં વાપરી નાખી, હું નિવૃત્ત થઇ ગયો છું. ક્યાં ય નોકરી ના કરી શકું અને મારી બેંક બેલેન્સ ઝીરો છે. બેટા, પણ છતાં જિંદગી બોજ નહીં માનીને અમે બન્ને પતિ-પત્ની રાજીખુશીથી આ બગીચામાં જ મોટા ભાગનો દિવસ પસાર કરીએ છીએ.
મિ. સનત ઝવેરી, તમે દાદાની વાત સાંભળી ઘડીભર તો અસમંજસ સ્થિતિમાં મુકાઇ ગયા. મિ. સનત ઝવેરી, તમે પહેલેથી જ પરોપકારી જીવના માણસ છો. તમારો માહ્યલો જાગૃત થઇ ગયો અને તમે તરત જ દાદાને કહ્યું કે દાદા, તમે આજથી મારા દાદા જ છો. મારા બંગલામાં બે આઉટહાઉસ છે. એકમાં મારો ડ્રાઇવર રહે છે અને એક ખાલી છે. દાદા અને બા, તમે બન્ને મારા આઉટહાઉસનો ઉપયોગ કરી શકો છો. આજથી જ તમને હું મારા આઉટહાઉસમાં રહેવાની સગવડ કરી દઉં – બન્નેને માટે પલંગ લાવી દઉં, નાનો સોફો લાવી દઉં અને તમે કાલથી મારા આઉટહાઉસમાં રહેવા આવી જાવ. અને અત્યારે મારા ડ્રાઇવરને કહું છું કે તમને તમારા મકરબાના નિવાસસ્થાને મૂકી જાય. દાદા મારી પાસે ત્રણ મોટરકાર છે એક ગાડી તમારે માટે આપીશ. તમે મારા કુટુંબનામાંના એક મોભી વ્યક્તિ તરીકે રહો. મારાં પત્ની પણ મારી આ દરખાસ્તમાં હા જ પાડશે. અમારા કુટુંબના સભ્યો પહેલેથી જ એવા સંસ્કારમાં તે ઘડાયેલા છે કે અમે હંમેશાં અમારા સિવાય બીજા માટે પણ કંઇક કરી છૂટવાની ભાવના ધરાવીએ છીએ, દાદા. ચાલો, હું તમને મારા બંગલાનું આઉટ હાઉસ બતાડું, જ્યાં તમારે કાલથી રહેવાનું છે. – – મિ. સનત ઝવેરી, તમારી આ દરખાસ્તથી દાદા-દાદી ખુશ ખુશ થઇ ગયાં અને મનોમન વિચારતા થયા કે ભગવાને મને આજે ત્રીજો દીકરો આપ્યો. મિ. સનત ઝવેરી દાદાએ કુતૂહલવશ પૂછી લીધું કે બેટા, આવું તારા પરોપકારી જીવન પાછળનું રહસ્ય શું છે ? આજના જમાનામાં જ્યાં લોકો ભૌતિક સમૃદ્ધિ પાછળ પાગલ છે અને સ્વકેન્દ્રીત સમાજ વ્યવસ્થામાં તને આ પરોપકારી સ્વભાવનો, તારા સિવાય બીજા માટે વિચારવાની પ્રેરણા કેવી રીતે મળી?
મિ. સનત ઝવેરી, પેલા દાદાએ તમને પ્રશ્ન કરી, તમારી આંતરિક સ્થિતિમાં ડોકિયું કરાવી તેમને આનંદવિભોર કરી દીધા. અને મિ. સનત ઝવેરી, તમે પેલા દાદાને બહુ જ નિખાલસતાથી મક્કમપણે જવાબ આપી કહ્યું કે દાદા હું મારા મોસાળ મારા દાદીમાં-નાની પાસે ઉછર્યો છું. અને મારા દાદીમા-નાનીએ મને શિખામણ આપી હતી કે બેટા, સનત જો જિંદગીમાં પૈસા તો બધા બહુ કમાય છે પણ એ પૈસા જ્યાં સુધી પરોપકાર માટે ન વપરાય ત્યાં સુધી એ પૈસા એ પૈસા નથી માત્ર હાથનો મેલ છે. એટલે જિંદગીમાં બેટા તારી પોતાની જાત સિવાય બીજા માટે પણ કંઇક વિચારવું યથાશક્તિ બીજા માટે મનથી હૃદયથી કંઇક કરવું અને એ બીજા લોકોના જીવનમાં ખુશી લાવવી એ જ સાચો ધર્મ છે. ધર્મ માત્ર મંદિરોમાં જઇને દર્શન કરવા પૂરતો સિમિત ન રાખવો, પણ બીજા માટે કંઇક કરી તેમના જીવનમાં ખુશીનો માહોલ પેદા કરી તેમને ઉત્તમ જીવન વ્યવસ્થા સાથે માનવીય મૂલ્યોવાળું જીવન પ્રસ્થાપિત કરવું.
દાદા મારા નાનીમાએ આપેલી આ શિખામણ મારા માટે કરોડો રૂપિયા કરતાં વધારે છે અને એ જ શિખામણ જીવનમાં મને મહુ જ કામમાં આવી છે. અને આજે હું એક બહું જ પ્રતિષ્ઠિત વેપારી તરીકે સ્થાન ધરાવું છું. તેમાં મારા દાદીમાના સંસ્કારનો ફાળો છે. દાદા, ચાલો મારા બંગલે તમને લઇ જઉં. આ વાત સાંભળી, શ્રી સનત ઝવેરી, પેલા દાદા બા બન્નેએ તમારા નાનીમા સુમિતાબહેનને સ્મૃતિ વંદન કર્યાં અને કહ્યું કે બેટા, બધા દીકરાઓને આવા નાની દાદીમા મળજો.
મિ. સનત ઝવેરી, પછી તમે દાદા-બાને બંગલે લઇ જાવ છો. કુટુંબના બધા જ સભ્યોની તેમની સાથે ઓળખાણ કરાવીને કહો છો કે દાદા બા આજથી આપણા કુટુંબના સભ્યો બને છે અને આવતી કાલથી દાદા બા આપણી આઉટહાઉસમાં રહેવા આવશે. તેમની બધી જ વ્યવસ્થા હું કરું છું. કુટુંબના બધા જ સ, મિ. સનત ઝવેરી, તમારી વાત સાથે સંમત થાય છે. અને તમારા ઘરમાં નવા બે બુઝર્ગ વડીલોનો સમાવેશ થશે, તે વાત સાથે આખું કુટુંબ જીવનના એક નવા પ્રયાણ તરફ પ્રવેશે છે. મિ. સનત ઝવેરી, તમારો આ પ્રસ્તાવ પેલા દાદા સહર્ષ સ્વીકારે છે, પણ ખૂબ જ નમ્રતાથી સહજભાવે કહે છે કે જો બેટા, તારો પ્રસ્તાવ હું માથે ચડાવું છું પણ મા-બાપની છત્રછાયા નીચે તૈયાર થતાં બાળકો-દીકરાઓ ખુશનસીબ હોય છે. વડીલોની હાજરી તેમના જીવનમાં નવો રંગ લાવે છે. એટલે બેટા, તારો પ્રસ્તાવ હું સ્વીકારું છું, પણ અમે મારા દીકરાનું ઘર છોડીને તેને એકલો મૂકીને તારા ઘરે હંમેશ માટે નહીં રહી શકીએ. તે દીકરાને મારે હું જીવતો છું ત્યાં સુધી હું તેને અનાથ નહીં થવા દઉં. પણ અમારા નિવાસસ્થાનમાં જગ્યા ઓછી હોવાથી અમે જે સમય ગાર્ડનમાં વિતાવતાં હતાં તે સમય અમે જરૂર તારા બંગલાના આઉટહાઉસમાં રહીશું. પણ બાકીનો સમય તો મારા દીકરા સાથે જ ગાળીશું.
મિ. સનત ઝવેરી, તમે આ વાત સાંભળી આશ્ચર્ય સાથે દાદાના આદર્શ પિતા તરીકેનો રોલ અનુભવ્યો. જિંદગીની નાવમાં તડકા છાયડામાં કુટુંબથી અલિપ્ત કદિ ન થવું. દીકરા વહુ સાથે સમરસતા કેળવવી અને છત્રછાયા નીચે તેમને જીવનના રાહમાં હંમેશાં સહકાર આપવો. તે શિખામણ ઉપદેશ સાથે તમે દાદાને વંદન કરો છો અને તમારા નાની-દાદીમાની શિખામણ જેવી જ આ સોનેરી મૂલ્યનિષ્ઠ શિખામણને માથે ચડાવો છો. અને દાદાને કહો છો કે હા. દાદા. તમારી વાત સાચી છે. તમારા દીકરાથી જુદા નહીં થાવ તમને અનુકૂળ પડે ત્યારે એટલો સમય જરૂર મારા આઉટહાઉસમાં રહો તમને અહીં બધી જ સગવડ મળશે, તેમ કહી મિ. સનત ઝવેરી, તમે તમારી કારમાં દાદાદાદીને દાદાના દીકરાના મકરબાના નિવાસસ્થાને મૂકી આવ્યા. અને એક ઉત્તમ માનવીય મૂલ્યને ઉજાગર કરી, દાદા-દાદીનાં જીવનમાં એક નવી તરાહ ઉમેરી તેમના જીવનને આનંદમય બનાવ્યું.
મિ. સનત ઝવેરી, તમને લાખ લાખ સલામ. તમારી દાદીમા નાનીની શિખામણ આપવા બદલ દિવંગત નાનીને પણ સલામ અને સલામ પેલા દાદાને કે જેમણે પોતાના દીકરાનું ઘર નહીં છોડીને વૃદ્ધત્વના સહારે તેમની છત્રછાયા ચાલુ રાખી ઉત્તમ માનવીય મૂલ્યોને ઉજાગર કર્યા.
જિંદગીની સફરમાં સંવેદના અનુભવવાની હોય છે.
e.mail : koza7024@gmail.com
![]()


गुरु परब या प्रकाश पर्व पर केंद्र सरकार को इतना अंधरा क्यों दिखाई दिया कि उसने अपना रास्ता ही बदल लिया ? ऐसा क्या हुआ कि मुट्ठी भर गुंडे, आतंकवादी, खालिस्तानी, देशद्रोही किसानों के सामने, 2014 में देश को आजाद कराने वाली अजेय सरकार व दुनिया के सबसे बड़े राजनीतिक दल ने घुटने टेक दिए ? ऐसा क्या हुआ कि किसानों को इन स्वर्णिम कानूनों का असली स्वरूप समझाने की 11 दौर की खोखली बातचीत में सरकार जो सत्य खुद नहीं समझ पा रही थी, वह अचानक उसकी समझ में आ गया ? क्यों ऐसा हुआ कि साल पूरा होते-न-होते किसानों का आंदोलन बिखर जाएगा जैसी बात का प्रचार करने वाली सरकार का संकल्प, साल पूरा होने से पहले ही दम तोड़ गया ? और एक सवाल यह भी कि इतिहास बदल देने वाली हर महत्वपूर्ण घोषणा आधी रात को करने वाली सरकार ने यह घोषणा सुबह में क्यों की ? कहीं ऐसा तो नहीं कि सरकार खुद ही देख व समझ रही है कि रात के अंधेरे में की उसकी सारी घोषणाएं रात के अंधेरे में ही बिला कर रह गई हैं ?

