આ સમાચાર છાપો અથવા આ સમાચાર રોકો, તેવી કોઈ પણ સૂચના વગર પત્રકારત્વ કરવા મળે તો મને લાગે છે કે એક પત્રકારના જીવનમાં તે જીવનનો સુવર્ણકાળ હોય છે, અનેકો હકારાત્મક સ્ટોરી પણ કરી, પણ અનેકો સ્ટોરી સરકારનો કાન પકડનારી હતી, કારણ અમને રોકનાર અને ટોકનાર કોઈ નહોતું, કોઈ પણ શાસન માટે સત્ય લખનાર પત્રકાર તેનો વિરોધી છે, તેવું માની લેવામાં આવે છે. અમે પક્ષના વાડાથી દૂર રહ્યા, પરંતુ શાસકપક્ષે અમને વિરોધી માની લીધા હતા, એટલે સરકારની તપાસનો દોર શરૂ થયો, સરકાર અમારી આર્થિક હેસિયત જાણતી હતી, સરકારને ખબર હતી કે આ પ્રકારનું પોર્ટલ ચલાવવા માટે જે આર્થિક વ્યવસ્થા જોઈએ તે અમારી પાસે નહોતી, સરકાર તો આખરે સરકાર હોય છે, meranewsના માલિકોની વિગતો અને વ્યવસાયની માહિતી પહોંચી ગઈ.
એક તબક્કો એવો આવ્યો કે meranewsના માલિકો સામે તેમના વ્યક્તિગત વ્યવસાય સંબંધી એક પછી એક કેસ થવા લાગ્યો, અનેક માનસિક અને શારીરિક યાતનાઓમાંથી તેઓ પસાર થયા, વાંક તેમનો એટલો જ કે તેમણે એક ડર વગરના પત્રકારત્વનો અવકાશ ઊભો કર્યો! આપણી રાજકીય વિટંબણા એવી છે કે જે પક્ષ વિરોધપક્ષમાં હોય, ત્યારે પ્રામાણિક પત્રકારત્વની અપેક્ષા રાખે છે અને તે જ પક્ષ જ્યારે શાસક બને છે, ત્યારે પ્રામાણિક પત્રકારત્વ કઠે છે. આખરે થાકી meranewsના
માલિકોએ ડિસેમ્બર, ૨૦૧૮માં બંધ કરવાનો ર્નિણય કર્યો. અમારી માટે આઘાતજનક બાબત હતી, વાત માત્ર અમારી રોજગારીની નહોતી, પણ લાંબા સમય પછી ગુજરાતી પત્રકારત્વને ખુલ્લા આકાશ જેવી મોકળાશ મળી હતી. તે છીનવાઈ જવાની હતી.
હું પણ વ્યક્તિગત રીતે દુઃખી હતો, ટૂંકા સમયગાળામાં અમે લાંખો વાચકો અહેસાસ અપાવી શક્ય હતા કે અમે તમારા અને તમે અમારા છો, મારા સાથીઓને પણ ઘરપરિવાર હતો, હવે અમારે બધાએ એક નવી સફર શરૂ કરવાની હતી, પણ કુદરત પણ ક્યારેક કમાલ કરે છે. હું વ્યથિતહૃદયે મારા સાથીઓ પાસે પહોંચ્યો, મેં માલિકોની વ્યથા અને તેમના ર્નિણયની જાણ કરી ત્યારે જવાબ મળ્યો આપણે વગરપગારે કામ કરીશું. હું તેમની સામે જોઈ રહ્યો. કારણ, બોલવું સહેલું હોય છે, જીવવું અઘરું હોય છે, એકાદબે મહિનાની વાત નહોતી, સફર લાંબી હતી, ક્યારે અને ક્યાંથી મદદ આવશે, તેની ખબર નહોતી, મારી આંખો વાંચી તેમણે જવાબ આપ્યો, આપણે meranewsને જિવાડવા બીજી નોકરી કરીશું અને અહીંયાં વગરપગારે કામ કરીશું, બહુ મોટો નિર્ણય હતો. પણ વગરપગારે નોકરીની શરૂઆત થઈ. અમારી પાસે પૈસા નથી તેવી ખબર પડી, ત્યારે સામાન્ય રીતે સાથે ઊભા રહેલા માણસો ભાગી જાય પણ તેના કરતાં વિપરીત થયું. ગુજરાતના પત્રકારસાથીઓએ અમને કહ્યું અમે meranews માટે કોઈ પણ પ્રકારના માનધનની અપેક્ષા વગર લખીશું, આ ઈશ્વરની મોટી મદદ અને આશીર્વાદ હતો, છેલ્લાં ત્રણ વર્ષથી meranews આ પ્રકારે જ ચાલે છે. આજે સફર પાંચ વર્ષ પૂરા કરે છે. માર્ગમાં અવરોધ છે, પણ અવરોધ દૂર કરનાર સાથીઓની મદદ કદરને પાત્ર છે. આ સફર દરમિયાન અનેક સાથીઓ આવ્યા અને ગયા પણ તેઓ આજે પણ અમારી સાથે છે. હું પાંચ વર્ષ પૂરા કરવા માટે માલિકો, મારા સાથીઓ અને અમને પ્રેમ કરનાર અને ઘૃણા કરનાર તમામનો આભારી છું, અમને પસંદ નહીં કરનારનો એટલે વિશેષ આભાર. કારણ તેમણે અમને સતત અમારી જાતતપાસની તક આપી છે, કોઈને વ્યક્તિગત નુકસાન પહોંચાડવાનો અને દુ:ખી કરવાનો અમારો ઇરાદો નહોતો, છતાં સંભવ છે તેવું બન્યું જ હશે. તે તેમની પણ ક્ષમાયાચના છે. આખી સફર તો ત્યારે જ મઝાની બની, જ્યારે લાખો વાંચકો અમારી સાથે જોડાયા, અમે રોજ પ્રયત્ન કરીએ છીએ કે વાંચકોની અપેક્ષામાં ખરા ઊતરીએ.
ખબર નથી આ વિકટ પરિસ્થિતિમાં હું અને મારા સાથીઓ ક્યાં સુધી કામ કરીશું, પણ ઈશ્વરમાં ભરોસો છે ક્યારેક કોઈ દરવાજો ખૂલશે, અમારી હિંમત અને જુસ્સો આમ જ જળવાઈ રહે તે માટે તમે ઈશ્વરને અમારી માટે પ્રાર્થના કરશો, ક્યારેક થાક પણ લાગે અને નિરાશા પણ આવે, પણ થાક અને નિરાશા અમને પરવડે તેમ નથી, કારણ અમારી સમસ્યા કરતાં લોકોની સમસ્યા વધારે મોટી છે, જેઓ પણ એક આદર્શ પત્રકારત્વ કરવા માગે છે, તેમને મન જતાં પહેલાં એક એક માણસના જીવનમાં સારું થાય તેવું કંઈક કરવાની છે, તેવો જ એક નાનકડો પ્રયાસ અમે પણ કરી રહ્યા છીએ બસ આજે આટલું જ.
+
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 07
![]()



હતો. ‘લંડનચી બાતમીપત્રે’માં સાવરકરે એ નિવેદનની ભરપૂર પ્રશસ્તિ કરી છે અને વારંવાર ઢીંગરાનું વાક્ય ટાંક્યું છે : I do not plead for mercy; nor do I recognize your authority over me. All I wish is that you should at once give me a capital punishment. ત્યારે તેમણે સપનામાં પણ વિચાર્યું નહોતું કે એક દિવસ આ કથનથી બિલકુલ સામેના છેડાનું કથન તેમણે પોતે કરવું પડશે. માફી પણ માગવી પડશે અને અંગ્રેજોની સત્તાનો સ્વીકાર પણ કરવો પડશે.
તો પછી આ વાત આવી ક્યાંથી? ધનંજય કીર નામના સાવરકરભક્તે ૧૯૫૦માં સાવરકરનું જીવનચરિત્ર લખ્યું હતું, જેનું શીર્ષક હતું; ‘સાવરકર એન્ડ હીઝ ટાઈમ’. નહીં, આ વાત એ સમયે, આઝાદી પછી લખાયેલા એ જીવનચરિત્રમાં પણ કહેવાઈ નથી. એનું કારણ એ હતું કે સાવરકર ગાંધીજીના ખૂનમાં એક આરોપી હતા. ગાંધીજીના હત્યારાઓને ઉશ્કેરવાનો અને મદદ કરવાનો તેમના ઉપર આરોપ હતો. ૧૦મી ફેબ્રુઆરી ૧૯૪૯માં ગાંધી ખૂન કેસમાં તેઓ નિર્દોષ છૂટ્યા હતા. જરાકમાં બચી ગયા હતા અને કેટલાક લોકો આજે પણ કહે છે કે તેમને બચાવી લેવામાં આવ્યા હતા. તેમણે અદાલતમાં બીજા આરોપીઓથી અલગ બેસવાની માગણી કરી હતી અને એ માગણી માન્ય રાખવામાં આવી હતી. અદાલતમાં તેઓ બીજા આરોપીઓ સાથે આંખ પણ મેળવતા નહોતા. આ સ્થિતિમાં ૧૯૫૦માં પ્રકાશિત થયેલી પહેલી આવૃત્તિમાં ઢીંગરા પર સાવરકરનો પ્રભાવ હતો અને વાઈલીના ખૂનમાં સાવરકરે ઢીંગરાને પાછળ રહીને મદદ કરી હતી એમ જો તેના ચરિત્રકાર લખે તો સાવરકર મુશ્કેલીમાં આવી શકે એમ હતા. આમ પણ સાવરકરની ઈમેજ પાછળ રહીને હત્યાઓ કરાવનારની હતી. સરકાર કે બીજું કોઈ ધનંજય કીરના જીવનચરિત્રમાં કહેવામાં આવેલી વાતનો ઉપયોગ કરીને અપીલમાં જાય તો? માટે આઝાદી પછી પણ સાવરકર અને તેમના ચરિત્રલેખક કહેતા નથી કે તેઓ ઢીંગરાના માર્ગદર્શક અને મદદકર્તા હતા.