કલેજું સોરઠના સિંહનું ગાંધી સત્તઅવતાર,
ચિત્રગુપ્તને ચોપડે રહ્યું બાપુ અમર નામ,
ગાંધી સત્તઅવતાર, ગાંધી સત્તઅવતાર.
મનુજના દિલેદિલે સાગર જેવડું સત્,
સાબરમતીથી નીકળ્યો ઘઉંવર્ણ રામ,
ગાંધી સત્તઅવતાર, ગાંધી સત્તઅવતાર.
મીઠાના કાયદાને સવિનય ભંગ કર્યો,
આદરી દાંડી કૂચ છેવટ સુધી ઝઝુમ્યો,
ગાંધી સત્તઅવતાર, ગાંધી સત્તઅવતાર.
હથિયારથી નહિ સમરાંગણે બુદ્ધિથી લડે,
લડત સ્વરાજની લઈ સુવર્ણ માટીમાં મઢે,
ગાંધી સત્તઅવતાર, ગાંધી સત્તઅવતાર.
સ્વરાજનો સંદેશ લઈ ફરિયો ગામે ગામ,
રેંટિયો લઈ હાથ, રાખી રાષ્ટ્રધ્વજની લાજ,
ગાંધી સત્તઅવતાર, ગાંધી સત્તઅવતાર.
એક પહેરણ એક પોતડી પહેરી રણે ચડ્યાં.
જીવવું મર્યા સમાન જો નહિ સ્વતંત્રતા,
ગાંધી સત્તઅવતાર, ગાંધી સત્તઅવતાર.
ટીપું લોહી રેડ્યા વગર દેશ કર્યો આઝાદ,
ગોડસેની ગોળી થયો મોહન લોહી લુહાણ,
ગાંધી સત્તઅવતાર, ગાંધી સત્તઅવતાર.
મુંબઈ – ઘાટકોપર.
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


૨જી માર્ચે મિખાઇલ ગોર્બાચોવનો જન્મદિવસ ગયો. રશિયાના સમાચારોથી આપણા દિવસો ભરેલા હોય ત્યારે ગોર્બાચોવ, તેનું રાજકારણ, તેમના માથે પેલું મોટું નિશાન, યુ.એસ.એસ.આર.ને તોડનાર રાજકરાણી તરીકે બધું યાદ આવે તે સ્વાભાવિક છે. ગોર્બાચોવના શાસનકાળ પછી પહેલીવાર એક રાષ્ટ્ર તરીકે રશિયાએ આક્રમકતા દર્શાવી છે. રશિયાની આ આક્રમકતા માત્ર યુક્રેનને તાબામાં કરવા જેટલી હશે? રશિયાની બીજી શું મહત્ત્વાકાંક્ષા હોઇ શકે?
ગણતરીઓ ચાલતાં નથી. કૉન્સન્ટ્રેશન કૅમ્પની કાંટાળી વાડની બન્ને બાજુ રહેલાં બેઉ પાત્રો કોઈ બનાવટ વિના, પોતાનું ખરું સ્વ લઈને ઊભેલાં હતાં, તેથી પ્રેમ એમના અસ્તિત્વમાં મૂળ નાખી શક્યો.