મિત્રો,
વાત જરા લાંબી છે .. પણ આપ સૌ સામે મૂકવી જરૂરી છે.
આજથી વીસ દિવસ પહેલા ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના મહા મંત્રી તરીકે કાર્યભાર સંભાળતા જાતને વચન આપેલું કે પારદર્શક બની સંવાદ કરીશ … એટલે આજનો સંવાદ …
બંગાળી સર્જક વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની નવલકથા ‘આરણ્યક’નો અંત નાયકની આ ઉક્તિ સાથે આવે છે – “મને માફ કરજે, અરણ્યના હે દેવ …”.
એવી જ પ્રાર્થના આજે સવારે કરીને 106 વૃક્ષ કેટલાક ઘૂની, પ્રકૃતિના ચાહકો સાથે વાવ્યાં. હજી આવતા રવિવારે બીજા 100 વાવવાનાં છે. કુલ 200 વૃક્ષ વાવવાનાં છે. હવે સવાલ એ છે કે આ આંકડો શા માટે? બની ચૂકેલી એક ઘટના … એમાં નથી જવું, કેમ કે આપ જાણો છો અને આપ સૌએ જાગૃત નાગરિક ધર્મ પણ બજાવ્યો છે. પણ આ 200ની સંખ્યાનું એક ઠોસ કારણ છે.
પરિષદને AMC[અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન]ની નોટિસ મળી. મોટો દંડ ભરવો પડે એમ હતો. એકથી વધુ વખત AMCએ તાકીદ પણ કરી. એ નોટિસ અનુસાર દંડ ભરીએ તો વાત પૂર્ણ … પરંતુ એ નોટિસમાં એક બીજો મુદ્દો પણ હતો. જો પરિષદ 200 વૃક્ષ વાવે તો આ દંડ 97% માફ થાય … આ 200ની સંખ્યાનું એક કારણ.
પણ માત્ર આ જ કારણ નથી.
આ વિકલ્પ AMC આપે એ બાબતનું પણ મોટું મૂલ્ય છે … એના પદાધિકારીઓને સલામ. જેટલા કપાયાં એનાથી દસ ગણાં આપણા પરિસરમાં વાવી અને ઉછેરીએ તેનાથી આ આખી વાત સંવેદનશીલ પણ બને છે … મેં મારી જાતને પૂછ્યું કે ઉમાશંકરદાદા જો હોય તો એ આ પરિસ્થિતિમાં શું કરે? આ રસ્તો જ લે …
(ઇમાનદારીથી કહું તો કાર્યભાર સંભાળતી વેળા આ સંખ્યા બાબતે હું અજાણ હતો, પણ મેં સૌથી પહેલા મધ્યસ્થમાં ઉમાશંકર જોશી જન્મદિવસે વૃક્ષારોપણ કરી, હું મારી પ્રવૃત્તિઓ આરંભીશ એવું કહેલું.)
આજની આ સરસ ઘટનામાં રમેશ. ર. દવે, મનીષ પાઠક અને “અમદાવાદ પશ્ચિમ વૃક્ષારોપણ સમૂહ”ના કર્મઠ સાથીઓ (જેમના પ્રત્યે ઘેરો આદર અને સ્નેહ અનુભવું છું) કેન્દ્ર સ્થાને છે. આ સંસ્થા માત્ર વાવતી વેળાએ જ નહીં, ઉછેરમાં પણ આપણી સાથે રહેશે … સલામ.
– રહી વાત બાકીના દંડની – પ્રકાશભાઈ, માધવભાઈ અને પ્રફુલ્લભાઈ તેમ જ પરિષદના ટ્રસ્ટીઓ સાથે વિમર્શ કરી ઉકેલ માંગીશ ….. એટલે મિત્રો, આ મુદ્દો પૂરો કરીએ, કેમ કે હજી ઘણાં પડકારો છે આપણી સામે ….
– છેલ્લી બે વાત .. પરિષદ વિશે, આ ઘટના વિશે તમે સૌ ખરા હૃદયથી ચિંતિત હતા અને તમારી ચર્ચાઓ, તમારો રોષ કે ગુસ્સો, તમારાં સૂચન બધુ આપણી આ મહાન સંસ્થાના ભલા માટે તો જ હતાં. એની સાથોસાથ આપ સૌએ મને માર્ગ પણ બતાવ્યો. કેટલાક મિત્રોએ મને સમયે સમયે ચેતવ્યો પણ છે …. તમને વિનંતી કરું છું સ્વામિનારાયણ સંપ્રદાયના એક ગમતા કવિ ‘પ્રેમસખી’ પ્રેમાનંદના શબ્દોમાં – ‘આવા ને આવા, આવા ને આવા, રહેજો મારી આંખડીમાં આવા ને આવા’.
– અને આગામી સવા વરસ માટે સમીર ભટ્ટ તમને વચન આપે છે કે આગામી સવા વરસ શુદ્ધ સાહિત્ય પ્રીતિથી, સૌને સાથે રાખી ગરિમાપૂર્ણ રીતે પરિષદ પ્રવૃત્તિઓથી છલકાશે … એ ધ્યાન પણ રાખીશ કે પરિષદના પરિસરમાં નર્યું સાહિત્યિક વાતાવરણ નિર્માણ પામે.
સૌજન્ય : સમીરભાઈ ભટ્ટની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


તમારી સૂઈ ગયેલી બેન્કના નમસ્કાર. એક જમાનામાં હું પણ જાગતી બેન્ક હતી, પણ પાર્ટીઓએ ઊઠી જવાનું શરૂ કર્યું એટલે મારે સૂઈ જવું પડ્યું. વાત એવી છે કે હું ઊઠું કે ન ઊઠું, પણ બીજી બેન્કો ન સૂઈ જાય એટલે કેટલીક ટિપ્સ આપવા માંગું છું. જો ગ્રાહકોનાં નાણાં બચાવવાં હોય તો તેનો એક જ રસ્તો છે, ગ્રાહકોને તેનાં નાણાં ઉપાડવા ન દેવા. એથી ગ્રાહકોની સલામતી ઘટશે, પણ બેન્કોની સલામતી વધશે. વ્હાલા ગ્રાહકો, તમે આમાં સહકાર આપો એને માટે આ પત્ર ! તમે કહેશો કે ગ્રાહકોને પૈસા ઉપાડતા રોકવા એ વાજબી છે? નથી, પણ મારા જેવી બેન્કો સૂઈ ગઈ તે કોણે સુવડાવી? તે વાજબી હતું? જવાબ તમને ખબર છે એટલે હું મોં ન ખોલું એમાં જ આપણી બંનેની ભલાઈ છે. એવું નથી કે હું કસ્ટમરની અગેન્સ્ટ છું. જે કષ્ટથી મરી રહ્યો છે તે કસ્ટમર કહેવાય એ હું જાણું છું. એ પણ જાણું છું કે ગ્રાહકો અનેક રીતે બેન્કોથી દુ:ખી છે. એટલે હું એમને પજવવા પણ નથી માંગતી. જાતભાતના ચાર્જ વસૂલવા છતાં ગ્રાહકો ટકી ગયા છે એનું આશ્ચર્ય છે. હું તો સૂઈ ગઈ છું, તો પણ મારી પાસે ઘણી થાપડો, સોરી થાપણો છે ને મારે હવે સૂઈ નથી જવું, લિટરલી મરી જવું છે એટલે ગ્રાહકો જ મારી અંતિમ વિધિ કરે એમ ઈચ્છું છું. મને મારવાના ઉપાયો હું સૂચવીશ. કરવું ન કરવું તમારા હાથમાં છે ને મરવું મારા હાથમાં ! જતાં જતાં અદ્ધર બેન્કોને પણ સદ્ધર કરવી છે. એટલે કેટલીક ટિપ્સ એની પણ આપીશ. માને તો સારું છે, ન માને તો વધારે સારું છે.
ઉપાડવા દેવા એ સારી વાત નથી, પણ ‘મહાસટ્ટા’ ચીને એ પ્રયોગ કર્યો છે. ચીનના હેનાન પ્રાંતમાં બેંક ઓફ ચાઈનાની સુરક્ષા માટે સરકારે, ટેન્કો શાખાની બહાર મૂકવી પડી છે. તે એટલે કે બેન્કો ગ્રાહકોને તેમના પૈસા આપવા માંગતી નથી. એને કારણે છેલ્લા થોડા સપ્તાહથી ત્યાં પોલીસ અને કસ્ટમરો વચ્ચે અથડામણો ચાલ્યા કરે છે. સાચું તો એ છે કે ચીન ઘણા અનર્થો કરવામાં વિશ્વમાં મોખરે છે, એમાંને એમાં તેનું અર્થતંત્ર, અનર્થતંત્ર થઈ ગયું છે. ચીનના હેનાન પ્રાંતની એક નાની બેન્કે ગયા એપ્રિલમાં દેવાળું ફૂંક્યાના સમાચાર છે, એટલે બેન્કોની હાલત ભારતમાં જ ખરાબ છે, એવું નથી. ચીન પણ એમાં પાછળ નથી. લોન પર ગ્રોથ નીતિનો ચીન અમલ કરવા ગયું ને એમાં એ એવું ઊંધું પડ્યું કે લોકો નાણાં ઉપાડે નહીં એટલે બેન્કોની સામે ટેન્કો મૂકી દીધી છે. ગ્રાહક ના’ઈ ઊઠે તો ચાલે, બેન્કો ના’વી ના જોઈએ. ભ્રષ્ટાચાર, ખરાબ સંચાલન અને નબળું રિસ્ક મેનેજમેન્ટ આ સ્થિતિ માટે જવાબદાર છે. 2009 પછી લોન પર ગ્રોથનું પરિણામ એ આવ્યું કે ચીન 264 ટકાના દેવા–જી.ડી.પી.ના રેશિયો પર આવી ગયું છે. ચીનમાં લગભગ 4,000 નાની અને મધ્યમ બેન્કો છે ને એની હાલત પણ ગમે ત્યારે કથળે એમ છે.
1946ની સાલથી વિશ્વમાં યુદ્ધનું પ્રમાણ ઘટતું ગયું, યુ્દ્ધમાં માર્યા જનારાઓની સંખ્યા સ્વાભાવિક રીતે ઓછી થાય. પરંતુ શું આ પછી હિંસાનું અને માનવીય સંઘર્ષનું પ્રમાણ ઘટ્યું? બદનસીબે આનો જવાબ છે ના. યુનેસ્કોના એક અહેવાલ અનુસાર સંઘર્ષ અને હિંસાનું પ્રમાણ વધ્યું છે. પ્રાદેશિક તાણ, કાયદાનો ભંગ, આર્થિક લાભ માટે ગેરકાયદે થતી પ્રવૃત્તિ અને ક્લાઇમેટ ચેન્જને કારણે જ્યારે જીવન જરૂરિયાતની ચીજોની તાણ પડે ત્યારે તે મેળવવા માટે પણ સંઘર્ષ થતા આવ્યા છે. 2016 પછી હિંસક સંઘર્ષનો સામનો કરનારા દેશોની સંખ્યા વધી, અને એટલી હદે વધી કે છેલ્લાં 30 વર્ષમાં આ હિંસક બનાવોની સંખ્યા જેટલી નહોતી તેટલી થઇ. જેમ કે સીરિયાના સિવિલ વૉરમાં શરૂઆતમાં આઠેક જૂથ હતા તે પછી હજારોની સંખ્યાએ પહોંચ્યા. વળી જેમ પ્રદેશોમાં હિંસા થાય તેમ હિંસાનું પ્રાદેશિકરણ પણ થાય – તેમાં રાજકારણ, આર્થિક સામાજિક અને લશ્કરના મુદ્દાઓ સરહદોને પાર પણ પ્રસરેલા હોય જેને કારણે સંઘર્ષો લાંબા ચાલે અને તેનો ઉકેલ જલદી ન આવે કારણ કે પારંપરિક રીતે તે સંઘર્ષોને રોકવાના જે પણ રસ્તા હોય તે પ્રત્યે આ પ્રકારના સંઘર્ષો પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દે છે. આવો એક સંઘર્ષ આપણે એક રાષ્ટ્ર તરીકે કાશ્મીરમાં જોયો છે અને જોઇ રહ્યા છીએ.