આપણાં સાહિત્યિક સામયિકોના સંપાદનકર્મ વિષે કશું કહેવા જેવું નથી ! કારણમાં કેટલાંક કારણો જોઈએ તો સંપાદકે નૈતિક હિમ્મતના અભાવે કેટલીક નબળી કૃતિઓ એક જ સર્જકની હોય તો પણ વધુ સંખ્યામાં પ્રકાશિત કરવી પડી છે, કારણ કે એ સર્જકનું અન્ય સાહિત્યિક સંસ્થાઓમાં પણ વર્ચસ્વ ઘણું ! કેટલીક કૃતિઓ નોકરિયાત સંપાદક પર ઉપરથી ભલામણ-દબાણ આવે એટલે ય જે તે સર્જકની અણગમતી કૃતિઓ ય પ્રકાશિત કરવી પડે ! આપણા મોટા ભાગનાં સાહિત્યિક સામયિકો સાહિત્યિક સંસ્થાના મુખપત્રો છે એટલે એ સંસ્થાના હોદ્દેદારો – મોટાભા-ઓની કૃતિઓની ગુણવત્તા જોયા વિના જ કૃતિ/કૃતિઓની પ્રકાશિત કરવાની લાચારી સંપાદકોની હોય છે ! કેટલીક વાર સંપાદકની આસપાસ ઘેરી વળનારું સર્જકોનું ટોળું હોય છે એટલે સંપાદકની નજરે અન્ય ચહેરાઓ ચડતા જ નથી ! આવા સર્જકોનાં ઓશિંગણ બનતા સંપાદક પણ હોઈ શકે છે. સુરેશ દલાલને સંપાદન માટે ટ્રસ્ટની સ્વતંત્રતા હતી એટલે કેટલાક પ્રસંગે એમણે નૈતિક હિમ્મત બતાવી છે. કહેવાય છે કે રમેશ પારેખે “કવિતા” માટે કેટલાક કરફ્યુ કાવ્યો મોકલ્યા ત્યારે સુરેશ દલાલે એ પરત મોકલતા નોંધ કરી કે “કર ફ્યુ” (ઓછા કર) !
એવું જ સ્વરૂપલક્ષી સંપાદનોમાં ગઝલોનું હરીન્દ્ર દવેનું “મધુવન” જોઇએ તો કેટલીક કૃતિઓ ગઝલેતર પણ લાગે ! (મક્તા-મત્લા, રદીફ-કાફિયા – બે મિસરાથી બનતા શેરની વ્યવસ્થાનો અભાવ વ.) “ઉશનસ્”ની ગઝલોનો ભાગ્યે જ સ્વીકાર થઈ શકે, છતાં ય એમની ગઝલોથી અસંમત થનાર ચિનુ મોદી “ગઝલ ઉસને છેડી”, “ગુજરાતી ગઝલ” વ. સંપાદનમાં એમની કૃતિ સમાવે ! સંપાદનોમાંની ઘણી કૃતિ સંપાદિત પુસ્તક પર બોઝ બનતી અનુભવાય !
સર્જકલક્ષી – સ્વરૂપલક્ષી સંપાદિત પુસ્તકમાં સંપાદકે કોઈ સર્જક – કૃતિનો સમાવેશ ન કર્યો હોય તો એણે સંપાદકીય લેખમાં એના પ્રતીતિકર કારણો જણાવવા જોઈએ.
સંપાદનને બિનજવાબદાર સમજી ડાબે હાથે સંપાદન કરનારનો તોટો નથી; આવા સંપાદકોમાં કેટલાક તો તજ્જ્ઞ પણ હોઈ શકે છે !
તા.ક. આ સંદર્ભે આપણા હાસ્યલેખક વિનોદ ભટ્ટે નોંધેલ એક પ્રસંગ નોંધપાત્ર છે :
એ દિવસોમાં વિનોદભાઈ લેખક તરીકે હજુ નવા જ ગણાય; “નવચેતન” સામયિકમાં એમના લેખો પ્રકાશિત થાય; “નવચેતન”ના તંત્રી અને સંપાદક ચાંપશીભાઈ ઉદ્દેશી.
એક વાર અમદાવાદમાં લાલ દરવાજા પાસે “વીજળીઘર” પાસે બન્ને મળ્યા. ત્યાં જ ચાની હોટલમાં વિનોદભાઈ તંત્રી ચાંપશીભાઈને આગ્રહપૂર્વક ચા-પાણી માટે લઈ ગયા, ચા-પાણી કર્યા બાદ આગ્રહપૂર્વક એના પૈસા પણ વિનોદભાઈએ જ ચૂકવ્યા. ચાંપશીભાઈની સ્પષ્ટવક્તા તરીકેની નૈતિકતાભરી તંત્રીવાણી જૂઓ; એમણે વિનોદભાઈને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું;
“હવે એક મહિના સુધી “નવચેતન” માટે તારો લેખ ન મોકલીશ.”
આપણા સંપાદકો અને તંત્રીઓને માટે આ પ્રસંગ અને ચાંપશીભાઈના આ શબ્દો દીવાદાંડીરૂપ છે.
તા. ૦૬-૦૮-૨૦૨૨
![]()


અમે વાણિયા, નાણાંનું અને નાણાના હિસાબકિતાબનું મૂલ્ય બહુ સમજીએ. પિતાજી નાનપણથી જ ઘડિયા ગોખાવે. મને એકડે એકથી સો, પછી એકા અગિયારા એકવીસા અને થોડાક એકત્રીસા પણ આવડતા’તા; પા અડધા પૉણા ને થોડાક ઊઠા પણ આવડતા’તા. ઘડિયા જ્યાંથી બાકી હોય ત્યાંથી રોજ રાત્રે સૂતાં પહેલાં ગગડાવી જવાની ટેવ પાડવામાં આવેલી, તેનું પરિણામ.
વીસમી સદીના ઍબ્સર્ડ થીએટરમાં અને સવિશેષે ફ્રૅન્ચ આવાં ગાર્દ થીએટરમાં નાટ્યકાર યુજિન આયોનેસ્કો (૧૯૦૯-૧૯૯૪) જગવિખ્યાત નામ છે. એમના એક નાટકનું
પદ્મા દેસાઈને વધારે સમજવાં હોય તો તારે અનુરાધાનું આત્મકથન ‘Unbecoming : A Memoir of Disobedience’ : ખાસ વાંચવું જોઈએ. મારા નિકટના સ્વજને મને ભારપૂર્વક કહ્યું. આમ પણ મેં હાલમાં જ પદ્મા દેસાઈનું આત્મકથન ‘Breaking Out : મુક્તિયાત્રા’ વાંચ્યું હતું. પદ્માબહેનને તો પદ્મભૂષણની નવાજેશ પણ થઈ છે તેનો ઉલ્લેખ એમની આત્મકથામાં નથી, કારણ કે તે આત્મકથા પ્રકાશિત થયા પછીની વાત છે. લલિતાબહેન અને કાલિદાસ દેસાઈથી અનુરાધા ભગવતીની ત્રણ પેઢીને સમજવાની સાથે મૂળસોતાં ક્ષેત્રથી આંતરરાષ્ટ્રીય સ્તરની વિદ્વત્તાને સમજવાનો અમૂલ્ય મોકો અહીં મળે છે. પદ્મા દેસાઈની મુક્તિયાત્રા સાથે અનુરાધાની આંતર ખોજનું અનુસંધાન થતું હોય એવું મને વાંચતી વખતે લાગતું રહ્યું હતું. અનુરાધાની સમગ્ર યાત્રામાંથી પસાર થતાં એની પેઢીનાં સંતાનો માટે ખાસ્સી સમજણ વિકસી એમ કહેવું મને વધારે ગમે છે.
અને અન્યના અનુભવોને વાચા આપી મિલિટરીમાં સ્ત્રી કેન્દ્રિત વલણ-અભિગમ બદલવા અને કાયદા / ધારાધોરણ સુધારવા માટે હિમાયતી તરીકેની સક્રિય ભૂમિકા ભજવનાર અનુરાધાની આકંઠ નિસબત, પ્રતિબદ્ધતા અને અંત સુધી ધ્યેયને સમર્પિત રહેવાની અડગ નિષ્ઠાનો આલેખ એટલે એનું આત્મકથનાત્મક આલેખન ‘અસહ્ય સ્થિતિ : આજ્ઞાભંગનાં સ્મૃતિચિત્રો’ જે મારી દૃષ્ટિએ તો ‘હૈયે તે હોઠે’ તરીકે ઝિલ્યું છે. જ્યારે એણે નક્કી કર્યું કે હું મરીન શાખામાં કારકિર્દી બનાવીશ ત્યારે તો કોઈ ખ્યાલ ન હતો કે ભાવિ શું હશે પરંતુ અહીં તો ડગલું ભર્યું કે ના હઠવું એટલે કડક તાલીમ તો પછી આવી તે પહેલાં સ્નાતક હોવાથી સીધી ભરતી ઓફિસર તરીકે જ થઈ. અત્યંત મહેનતથી ભરચક તાલીમ લઈ લેફ્ટનન્ટ તરીકેના કાર્યકાળ દરમિયાન રંગભેદ અને લિંગભેદના જે કાંઈ અનુભવો થયા છે તેનો સઘળો ચિતાર પુસ્તકમાંથી પસાર થતા મળે છે. અમેરિકન નાગરિક તરીકે જન્મ, ઉછેર અને વ્યક્તિત્વનો વિકાસ છતાં કેવા અનુભવો થયા છે તે તો એમાંથી પસાર થઈએ ત્યારે જ સમજાય. પ્રેમની વિભાવના, શારીરિક અને ભાવનાત્મક જરૂરિયાતો સંદર્ભે અવારનવાર બંધાતા સંબંધો, ઓફિસરોની ક્રમિક સત્તાકીય ભાંજણી અને મિલિટરી દબદબા સાથે જન્મજાત મૌન રહેવાના સંસ્કારનો સીલસીલો છતાં એવી સરહદને અતિક્રમી જઈ નીડરતાપૂર્વક પોતે જે છે તે રીતે વ્યક્ત થવું એ બે વાક્યમાં લખાય કે સમજાય તેવી ગાથા તો ન જ હોય ને ! કારકિર્દીમાં પોતે જે ફરજો અદા કરવાની છે તે અને જાત સાથે સંઘર્ષ દ્વારા આંતર ખોજ થકી પોતે શારીરિક-માનસિક રીતે જે અનુભૂતિ કરે છે તેનું નગ્નસત્ય ઉજાગર કરવાનું અનુને સહેજ પણ કઠિન લાગ્યું નથી. મેલ બેકલેશ અને ધવલવર્ણીય અધિકારીઓ કે સહકર્મીઓનો પ્રતિઘાત કે પ્રતિક્રિયાનો સામનો કરવાનો બેવડો બોજો કેવી રીતે વેંઢાર્યો તેનું યથાવત્ વર્ણન કરવામાં અનુનાં ટેરવાંને જરાપણ હિચકિચાટ થયો નથી.