માનવીમન વિચારોની મૂંઝવણમાં આવી રહ્યું;
અનુભવ મહીં જીવનનું ગણિત શીખવી રહ્યું.
જીવનભર, ભાગદોડમાં વ્યક્તિ ભાગી રહ્યો;
સફળતાની આશે, માનવી દોટના મુકાઈ રહ્યો.
કર્મની ગતિએ વધી આગળ ન્યાય આપી રહ્યો;
ત્યારે રૂપને આપી ઘાટ, વ્યક્તિત્વને કંડારી રહ્યો.
જિંદગીના અર્થે, ભાગ્યને આધીન રહી ગયો;
આંકડાની જાળ મહીં ગણતરીમાં રહી ગયો.
એ મન ઉઘાડી વાચાને સ્થાન આપી ગયો;
પરંતુ નછૂટકે એકલતાને ઘરકાવ કરી ગયો.
એ જન્મ-મરણના ફેરાએ અજાણતાં સેવી ગયો;
અંત ઘડીએ લાલચની માયાજાળમાં ફસાવી ગયો.
માનવીમન વિચારોની મૂંઝવણમાં આવી રહ્યું;
અનુભવ મહીં જીવનનું ગણિત શીખવી રહ્યું.
ભુજ-કચ્છ
e.mail : julisolanki110@gmail.com
![]()



નમક સત્યાગ્રહ – દાંડી સત્યાગ્રહનાં મૂળ ૧૯૨૦-‘૨૨ની સવિનય કાનૂનભંગની પછીતના વિચારમાં ને ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસના ૨૬ જાન્યુઆરી, ૧૯૩૦ના પૂર્ણ સ્વરાજ ને સાર્વભૌમત્વના એલાનમાં ગૂંથાયેલી છે. વાસ્તવિકતા એવી હતી કે દરિયાના કુદરતી ખારા પાણીમાંથી મીઠું પકવી લેતી પ્રજા પર ૧૮૮૨માં બ્રિટિશ સરકારે નમક કાયદા દ્વારા કર ઝીંક્યો ને કુદરતી સંસાધન પરથી લોકોનો હક્ક છીનવ્યો, પરંતુ ગાંધીજીએ છેક ૧૯૩૦માં તેને આંદોલનના મુદ્દા તરીકે કેન્દ્રબિન્દુ બનાવી દુનિયાનું ધ્યાન ખેંચ્યું. જો કે તે પહેલા સુરતમાં વિરોધનો એક આંદોલિત પ્રયાસ થઈ ચૂક્યો હતો જેને ખાસ સફળતા ન મળેલી એવું માની શકાય છતાં બીજ રોપાયેલું તે તો સાચું જ. ટૂંકમાં દાંડી સત્યાગ્રહે ઇતિહાસ રચ્યો. તો પણ કહેવું જોઈએ કે ક્યારે ય દાંડી-ધરાસણા સાથે ન બોલાયું; બાકી ખરી લોકલડત તો ધરાસણાની જ હતી જે કાળની ગર્તામાં વિલીન થઈ ગઈ!