કપરા કાળમાં સંભાળજે મને,
સાદ પાડું ને સામે આવજે મને,
ઊલટી હવા ચાલે છે સંસારની
માર્ગમાં પડું તો તું ઝાલજે મને,
તારા વિના છું અધૂરો ને એકલો
મોસમના રંગોમાં તું પૂરજે મને,
ભવથી સળગું છું તારા વિરહમાં
આવીને જરા તું ઓલાવજે મને,
બંધ હૈયું કરીને બેઠો છું ખૂણામાં
ઘરના ઝાંપા બહાર લાવજે મને,
બધા વરદાન માગે તેની વિપરીત
કંઈક અલગ ભેટ તું આપજે મને,
અલગ થઈ ગયા નજીકના બધાં
“ભાવુક” રસ્તા પર વાળજે મને.
અંજાર કચ્છ
e.mail : bharatgpswami00@gmail.com
![]()


‘… આ વારતા તો મેં દીઠેલાં, માણેલાં જીવનનાં સૌંદર્યોનાં સીધાંસાદાં વર્ણનોની છે. ભાષા, લય, મને મળેલાં લોકો, જીવ-અજીવ પ્રકૃતિની કે મેં દીઠેલાં, અઢળક સૌંદર્યોની મુખ્ય ધારામાં વહેતા રહીને મેદાનમાં ઊતર્યા છીએ એની મોજની છે.’
‘ધરમપુરમાં આ ફકીરે ધૂણી ધખાવી છે’ એવો પોતાનો પરિચય સાંભળતા આપણા નાયક પિંડવળ છોડી દે છે, કેમ કે ‘કોઈ સિક્કો મારી આપે તેવું કે ક્યાં ય બાંધે તેવું ક્યારે ય થવા નથી દેવું’.