ખબર નથી પડતી ને વાગ્યા કરે,
ગોળ ગોળ અવિરત ભાગ્યા કરે,
સમય ને શ્વાસ સાથે મળીને જો
રાત દિવસ બન્ને બસ જાગ્યા કરે,
સાવ એકલો થઈ ગયેલો માણસ
બસ જિંદગીની ભીખ માગ્યા કરે,
રાત દિવસ ઘુમતા કાંટાઓ જાણે
કયાંક જવું હોય એમ લાગ્યા કરે,
નજીકના સંબંધોથી વિખેરાયેલો
‘ભાવુક’ વર્ષોથી બસ સળગ્યા કરે.
અંજાર કચ્છ
e.mail : bharatgpswami00@gmail.com
![]()



‘બાલ પરિમલ’ વાર્તા સંગ્રહમાં રાજુલાની પ્રાથમિક શાળાના શિક્ષક જાગૃતિ રાજ્યગુરુએ બાળકોને મજા પડે તેવી અવનવી કલ્પનાઓ કરી છે. પાંચુ સસલો પ્રાણીઓનાં સરસ ચિત્રો દોરે છે એટલે જંગલમાં વાઘ-સિંહ સહિત કોઈ પ્રાણી એને કશું કરતાં નથી, બધાં એના લાડ કરે છે.