રંગ રહી ગયો. જન્મદિવસની મિજબાની ઉત્સવમાં.
મારો 6 મહિનાનો પૌત્ર આયુષ એની દાદીના ખોળામાં એક બાજુએ અને બીજી બાજુએ બીજો 7 વરસનો પૌત્ર સિદ્ધાર્થ. આયુષને એની સામે બેસીને એના પપ્પા ચમચીથી લન્ચ કરાવે અને ત્યાં જ ….
આયુષનો હાથ બાજુમાંના ટીવીના રીમોટ કંટ્રોલને અડતા જ તે રીમોટ ઉછળીને પપ્પાની ચાના કપમાં સીધેસીધું હનુમાન કૂદકો મારે અને રીમોટમાં ચા ભરાતાં રીમોટ રીસાઈને કાયમી રજા ઉપર જાય, પરિણામે ટીવી પણ ગુસ્સામાં રીમોટ સાથેનો સંબંધ જ તોડી નાખે … ……
ટીવી વિનાનું જીવન અનુભવ્યું છે કોઇએ ….?
કેટલું સુંદર …. શાંત …… અને …. પીન ડ્રોપ સાઈલન્સ ……. વાહ, અભૂતપૂર્વ …..
નવા રીમોટની ડીલીવરી 3 દિવસમાં મળી જશે હોં ……
….. જો થઈ છે …….
દાદુની વર્ષગાંઠે …… જન્મદિન ઉત્સવ દિવંગતના મહા ઉત્સવમાં જ પલટાઈ જાય રીમોટની હરખસ્મૃિતસભા …..
હા …હા …હા …હા …હા …
દિવંગત રીમોટની અંતિમ વિધિ રીસાઈકલીંગ પ્લાન્ટ ખાતે આવતા સોમવારે થશે. ત્યાં સુધી ઘરની શોભામાં અત્યંત બગાડો કરતી એની લાશ ઘરના એક ખૂણે અનાદરપૂર્વક રાખવાની અમને ફરજ પડી છે. મર્યા પછી ચક્ષુદાનની એની ઇચ્છા બિલકુલ ન હોવા છતાં એના પેટમાં મુકેલી નવી બેટરી કાઢીને હેમખેમ સાચવીને મૂકી દેવામાં આવી છે. એનું પ્રત્યારોપણ નવા રીમોટમાં હોંશે હોંશે થશે જ એની અંગત બાંહેધરી હું આપું છું. બેસણું, સાદડી રાખ્યું નથી, લૌકિક રીવાજો બધા જ સદંતર બંધ છે. પોટલી પોટલાં લાવવાનાં નથી જ. રડવા, ફૂટવાનું કે છાજિયા લેવાનું બંધ છે. છતાં ….
રીમોટના મરવાના દુ:ખ કરતાં ય ટીવી જ ચાલતું ન હોવાને કારણે નમોની વાણીના ધોધથી માંડીને મમોની વાણીના ગોકળગાય ગતિના સંવાદો ન માણી શકવાના હૈયાફાટ મૂક છાજિયા વધુ અનુભવાય છે. એ અંગે રડવા, કૂટવા કે છાજિયા લેવા હોંશે હોંશે સહપરિવાર પધારવા હાર્દિક આમંત્રણ જ છે .
જો કે એ બધામાં એક નવીન આશા એ ય પ્રગટી છે કે દિવંગત રીમોટની અંત્યેષ્ઠી પૂરી થાય તે અગાઉ નવા રીમોટનું આગમન પુત્રજન્મના ઉમંગ જેટલા જ આનંદના મહા ઉત્સવમાં ફેરવાઈ જવાની શક્યતાઓ વધુ ઉજળી છે.
આયુષ અને સિદ્ધાર્થ, મારા બેટા, બે ય બાલગોપાલના ધ્વનિ એમના ખડખડાટ હાસ્યની વચ્ચે હજી ય કાને અથડાયા કરે છે 'હેપી બર્થ દે ટુ યુ …દાદા.'
જો થઈ છે …….હા હા હા હા હા …..
(ખાસ નોંધ : કોઈપણ જાતનું '…મું ' કરવાના નથી જ – દશમું, અગિયારમું, બારમું, તેરમું , ઇત્યાદિ – માટે કોન્ટ્રાકટરોએ પાછળ પડી જવું નહિ જ).
11/8/2013
e.mail : gunvantvaidya@hotmail.com
![]()



વિધિની વક્રતા તો જુઓ, મોન્ટગોમરીના વહીવટી વડા મથક વ્હાઈટ હાઉસની બરાબર સામે આવેલ Dexter Avenue Baptist Churchમાં પાદરી માર્ટિન લ્યુથર કિંગ શ્વેત-અશ્વેત વચ્ચેની ભેદની દીવાલ તોડવા, ‘બસ બોયકોટ’ કરવા માટે, ૧૮૬૧-૬૩ની લડાઈના બરાબર સો વર્ષ પછી, ભાષણ કરતા હતા એ તથ્ય માની ન શકાય તેવું છે.
એક મ્યુિઝયમમાં એ બસ અને તેનો ઇતિહાસ આજે પણ લોકોને પ્રેરણા આપે છે.


રચિતે રાજકોટમાં ગાંધીજીનું નિવાસસ્થાન, અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠ, સાબરમતી આશ્રમ અને દિલ્હીમાં બિરલાભવનની મૂલાકાતો લીધેલી છે. ગાંધી જેવા જ એક કર્મશીલની પુણ્ય ભૂમિની યાત્રાએ જવાનું તેનું સ્વપ્ન ફળ્યું. ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે, એ ન્યાયે અમારો પુત્ર ફર્યો એટલે ઘણું જ્ઞાન અને અનુભવનું ભાથું બાંધી લાવ્યો, પણ અમે એનાથી ભૂખ્યાં-વંચિત ન રહી જઇએ તેથી તેણે અમને ધરાઈને વિગતો આપી, જે અમારે મન યાત્રા ધામની મંદિરની પ્રસાદી કરતાં ય વધુ મૂલ્યવાન છે.