(ગૌરી લંકેશને અર્પણ)
એ માનવભક્ષીઓ …
એમનામાં કુદરત મરી પરવારી છે,
ધારણ કરી ચૂક્યા છે રાક્ષસત્વ એમનામાં.
ના, એ બાળકો માટેની પરીકથામાંનું રાક્ષસત્વ નથી.
આ તો પોતાને મારીને માનવે
આદિમ પાશવતામાંથી ખોતરી કાઢેલું રાક્ષસત્વ છે એ.
અને એ જ એમનો ધર્મ છે,
એ જ એમનું કર્મ છે.
તેઓ જેને ધર્મ કહે છે
એ તો ઓઠું છે એમને માટે
રાક્ષસત્વને ઢાંકી રાખવાનું.
અન્યથા સાચને ઉજાગર કરતી કલમ સાથે
હત્યાનો વ્યવહાર?
કે હત્યા એ જ તમારું સાચ છે,
તમારા છળને છાવરતું!
કલમ સામે કલમનો
તાલ મેળવવો અઘરો કેમ પડે છે?
તમારાં કરતૂતો છતાં થાય છે એટલે?
એનું સ્ત્રી હોવું, આટલા નિર્ભીક હોવું,
અને પાછા કલમકર્મી હોવું
સહન ના થયું તમારા રાક્ષસત્વથી
એટલે સ્ત્રીહત્યાના પાપની
તમારી જુગજૂની સંકલ્પનાને પણ ના પાળી!
વાહ કાયરતાની મૂર્તિઓ
માનવબલિઓ તમને સદશે નહીં,
તમારું રાક્ષસત્વ ટકવાનું નથી
સમયને પણ સાચનો ચહેરો પસંદ છે
એની તમને જાણ નથી, અમને માનવોને છે.
E-mail : barinmehta@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2017; પૃ. 14
![]()


રવીન્દ્રનાથ (૧૮૬૧-૧૯૪૧)ની પહેલી રચના ૧૮૭૮માં શાહીબાગ, અમદાવાદ, ગુજરાતમાં અને રવીન્દ્રનાથની ગુજરાતી ભાષામાં ઉતરેલી પહેલી રચના ૧૯૧૮માં મણિભાઈ હરિભાઈ દેસાઈ દ્વારા ‘ગીતાંજલિ’ આમ લાગલગાટ એક સો વરસથી રવીન્દ્રનાથ ગુજરાતીમાં ઊતરતા રહ્યા છે. રવીન્દ્રનાથે ચોથી વિદેશયાત્રા મે ૧૯૧૬થી માર્ચ ૨૦૧૭ સુધીના કુલ અગિયાર મહિનાની કરી તેમાં ત્રણ વ્યાખ્યાનો આપ્યાં, જે Nationalism નામથી ૧૯૧૭માં પ્રસિદ્ધ થયાં, આજે બરાબર એક સો વર્ષ બાદ ભાઈ ત્રિદીપ સુહૃદ દ્વારા ‘રાષ્ટ્રવાદ’ નામથી તે ગુજરાતીમાં ઉતરે છે. ત્રિદીપને અને નવજીવન પ્રકાશનને ધન્યવાદ.