મેં ખાલીખમ ખીસામાં સ્મિત સાચવી રાખ્યું છે,
મુલાકાતમાં લાગ્યું એવું જાણે રામે બોર ચાખ્યું છે.
ખટખટ ખખડાવ્યા કરું છું હું રોજ દરવાજો,
અંદરથી પૂછે મને અહીં તાળું કોણે વાખ્યું છે?
સમજણ પળોજણ લે બધું તારા ચરણોમાં,
હિસાબ ચૂકતેનું બિડાણ સહી સાથે નાંખ્યું છે.
એકવાર બેવાર નહીં રોજેરોજનું થયું હવે,
તે જ તો આ સપનાઓ જોડે મિલન બાંધ્યું છે.
ભૂખની તો વાત જ ક્યાં રહી છે હવે જીવનમાં,
સુખ શાંતિને સંતોષ નામનું ભાથું તે તો રાધ્યું છે.
e.mail : ronakjoshi226@gmail.com
![]()


‘મારી ઇચ્છાઓને પેલે પાર આકાશમાં પહેલવહેલું વાદળું બંધાતું જોઉં છું ને મને થાય છે કે સાંબેલાધારે પાણી વરસતું હોય, ટહુકાના શિખર પરથી મોરલાઓ કેદીની માફક ગબડી પડતાં હોય, મારી છાતીમાં ખીલાની માફક ઠોકાઈ જતું દર્દ વ્હાલુંછમ લાગતું હોય, મારાં વિચારોની અસ્તવ્યસ્ત કેડી ઉપર રખડુ ભરવાડની જેમ પસાર થતા અવાજ જેવું મારું હોવું સાવ વજનરહિત લાગતું હોય, હું ભીંજાતો ભીંજાતો હરિયાળા ખેતરોમાં હડિયાપટી કરતો હોઉં ને મારા પર આકાશમાંથી એક ભયંકર કડાકા સાથે વીજળી પડે ને મારું શરીર ભડથું થઈને ડાંગરની ક્યારીમાં છમકારો બોલાવીને ફેંકાઇ જાય તો એવું ફિલ કરું કે હાશ, મેં શરીર છોડ્યું …’
‘રિડલ્સ ઑફ રામ’ આ દિવસોમાં સાંભરી આવ્યું એના તત્કાળ નિમિત્તની વાત કરું જરી? ગયે મહિને પંક્તિ દેસાઈના પહેલકારી પ્રયાસથી પ્રદર્શન રૂપે ગુજરાતની દલિત ચળવળનો કંઈક ખયાલ લોકમાં રમતો થયો ત્યારે હાલ હયાત દલિત કર્મશીલોમાં કદાચ સૌથી વધુ ઉંમરલાયક, નવાબ્દીએ પહોંચું પહોંચું વાલજીભાઈ પટેલની હાજરી સહજ ધ્યાનાર્હ બની રહી હતી. આ વાલજીભાઈએ આજથી પાંત્રીસ-સાડત્રીસ વરસ પર ‘રિડલ્સ ઑફ રામ’ની પુસ્તિકા અનુવાદ રૂપે રમતી મૂકી હતી. એની એકથી વધુ આવૃત્તિઓ એ વર્ષોમાં થઈ હતી. એમાં, લગભગ છેલ્લી આવૃત્તિ અંગે 1994માં અનુવાદક, મુદ્રક, પ્રકાશક ત્રણે પર કેસ થયો હતો. મુદ્રક ને પ્રકાશક તો આટલે વરસે જીવનમુક્ત થઈ ગયા હતા, પણ વાલજીભાઈ તો આપણી વચ્ચે હતા અને હવે ‘નિર્દોષ’ છૂટ્યા છે. સંપૂર્ણ આંબેડકર સાહિત્ય સરકારી રાહે સુલભ બને અને એનો જ એક અંશ કાનૂની ખટલાનું નિમિત્ત બની કર્મશીલને કનડે … શું કહેવું, શાસનકર્તાઓને – અને હા, નાગરિક સમાજને નાતે આપણને ખુદને પણ?