હિસાબ હોગા, જરૂર હોગા
હર છાલેકા
હર ખૂનકે કતરેકા
હર આંસૂકી બૂંદકા
હિસાબ હોગા, જરૂર હોગા
દિનોં પહેલે ખાઈ ઉસ આખરી રોટીકા
કભી કભી મિલતી પાનીકી એક બૂંદકા
ભીખમેં દિયે ગયે ઉસ આધેઅધૂરે ખાનેકા
કિસીકી દયા પર મિલે ઉન અનાજકે દાનોંકા
હિસાબ હોગા, જરૂર હોગા
ચૈત્રવૈશાખકી કડકતી ધૂપકા
ઔર તપતી ધૂપમેં જલતે જિસ્મકા
કભી અચાનક આતી ઉસ લૂકા
ઔર ઉસસે કાંપ જાનેવાલી રૂહકા
હિસાબ હોગા, જરૂર હોગા
ગઠરીકે આખરી સિક્કોંસે ખરીદી હુઈ ટિકિટકા
બદન પર ખાઈ હુઈ હર એક લાઠીકા
એક એક કર ટૂટતી હર ઉમ્મીદકા
ઔર દમ ઘોંટતી ઉસ આખરી મીલકા
હિસાબ હોગા, જરૂર હોગા
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 19 મે 2020
![]()


લ્યો, આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતી રવિએ ૧૪ મે ૨૦૨૦ની વીડિયો માહિતીમાં સ્પષ્ટતા કરી કે દેશમાં કોરોનાના ટેસ્ટ કરવામાં ગુજરાત અગ્રક્રમે છે : રાજ્યની ૬ કરોડથી વધુ વસ્તીમાંથી કુલ ૧,૨૪,૭૦૯ જણના ટેસ્ટ થયા. એટલે કે કોરોના ટેસ્ટની સરેરાશ ૧ મિલિયન (૧૦ લાખ) વસ્તી દીઠ ૧,૮૫૯ છે, જે દેશની ૧ મિલિયન વસ્તીએ ૧,૩૪૩ ટેસ્ટની સરેરાશ કરતાં વધુ છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને કેરળમાં મિલિયન વસ્તી દીઠ જે સરેરાશ ટેસ્ટ થયા છે એની તુલનામાં ગુજરાત અગ્રક્રમે છે.
સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ 31 માર્ચે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે ‘હાલ કોઈ વ્યક્તિ એવી નથી કે જે તેના વતનના ગામે જવા માટે રસ્તા પર ચાલતી હોય.’ વધુમાં તેમણે પ્રતિજ્ઞાપૂર્વક એવો દાવો કર્યો કે બધાં જ હિજરતી શ્રમજીવીઓને શૅલ્ટર હોમ્સમાં રાખવામાં આવ્યાં છે અને ત્યાં તેમને પીવાનું પાણી, ખાવાનું અને દવાઓ જેવી પાયાની સગવડો પૂરી પાડવામાં આવી રહી છે. તુષાર મહેતાએ અદાલત સમક્ષ આવા દાવા જે દિવસે કર્યા, બરાબર એ જ દિવસની સાંજે ગુજરાતની સરહદે આવેલા વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં સ્ત્રીઓ અને બાળકો સહિત 120 મજૂરો દોજખમાંથી પસાર થઈ રહ્યાં હતાં. તેમને બધી બાજુથી બંધ હોય એવી કન્ટેઇનર ટ્રકમાં બળપૂર્વક ગોંધીને રાજ્યની સરહદની બહાર લઈ જવામાં આવી રહ્યાં હતાં. કન્ટેઇનર ટ્રકમાં સિલિન્ડર આકારનું એક સળંગ બૉડી હોય છે અને તેમાં હવા આવવા-જવા માટે કોઈ જ અવકાશ હોતો નથી.