
વિનાયક સાવરકર
“ભારતમાં પરસ્પર વિરોધી રાષ્ટ્રો એકબીજાની બાજુ બાજુમાં રહે છે. આજે ભારતને એક એકમ અને સમરૂપી રાષ્ટ્ર તરીકે માની શકાય તેમ નથી. તેનાથી વિપરીત, ભારતમાં બે રાષ્ટ્રો છે: હિન્દુઓ અને મુસ્લિમો.”
આ શબ્દો છે વિનાયક દામોદર સાવરકરના કે જે તેમણે ૧૯૩૭માં અમદાવાદ ખાતેના હિન્દુ મહાસભાના અધિવેશનમાં કહ્યા હતા.
“મારે મહંમદ અલી ઝીણાના દ્વિરાષ્ટ્રના સિદ્ધાંત સાથે કોઈ વાંધો નથી. અમે હિન્દુઓ પોતે એક રાષ્ટ્ર છીએ અને એ એક ઐતિહાસિક હકીકત છે કે હિન્દુઓ અને મુસ્લિમો બે અલગ અલગ રાષ્ટ્રો છે.”
આ શબ્દો પણ સાવરકરના છે. તેમણે નાગપુરમાં તા.૧૫-૦૮-૧૯૪૩ના રોજ આ શબ્દો ઉચ્ચાર્યા હતા.
આ છે દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત : એટલે કે હિન્દુઓ અને મુસ્લિમો બે અલગ અલગ રાષ્ટ્રો છે અને તેથી તેઓ સાથે રહી શકે તેમ છે જ નહિ એવો સિદ્ધાંત.
આ સિદ્ધાંતનું પ્રતિપાદન મુસ્લિમ લીગ અને તેના મહંમદ અલી ઝીણા સહિતના નેતાઓએ કર્યું હતું.
આવું કદી પણ મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ કે કાઁગ્રેસ દ્વારા કે તેના અન્ય મહાન નેતાઓ દ્વારા કહેવાયું નહોતું કે આ સિદ્ધાંતને કદી પણ તેમણે ટેકો આપ્યો નહોતો. તેમણે તો નછૂટકે આઝાદી સમયે દેશના ભાગલા સ્વીકારવા પડ્યા હતા.
કાઁગ્રેસ, ગાંધી કે નેહરુ અને સરદારને દેશના ભાગલા માટે જવાબદાર ઠેરવતો એક પણ ઐતિહાસિક પુરાવો પ્રાપ્ત થતો નથી એમ અનેક વિદ્વાનો અને ઇતિહાસકારોનાં સંશોધનો સ્પષ્ટપણે કહે છે.
સાવરકરે ૧૯૩૭માં આ કહ્યું તે પછી ૧૯૪૦માં મુસ્લિમ લીગ દ્વારા લાહોરમાં તેના માર્ચ-૧૯૪૦ના અધિવેશનમાં પાકિસ્તાનની માગણી કરતો ઠરાવ પસાર કરાયો હતો.
હકીકતો આ છે.
તા.૨૮-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()



અને તે નક્કી કરે છે, મા પાસે ચાલ્યો જાઉં. જો કે તેને મા સાથે પણ કદી બહુ ફાવ્યું નથી.

