કરી લે ધમપછાડા ગમે એટલા પરંતુ
મૃગજળ છે એમાંથી જળ નહીં મળે.
નસીબની આ અંધારી ગલીઓ મહીં
અજવાળું જીવ બાળીને પણ નહીં મળે.
આમ તો છું ગુમનામ પહેલેથી જ પરંતુ
એકાંતમાં શાંતિ પણ તને પછી નહીં મળે.
પછી એના સવાલો પૂછીને પણ વેદનાને
કોઈ ઉત્તર એની પાસેથી તને નહીં મળે.
બાકી કહેવામાં શું છે કે રંજ કોઈ નથી
કહી જો એ શબ્દોનો સાથ તને નહીં મળે.
જે માટે જલે છે તું જિંદગીભર અહીં
એ ચીજ તને જિંદગીભર નહીં મળે.
એ-૧ ચંદન એપાર્ટમેન્ટ, દક્ષિણી સોસાયટી, મણિનગર, અમદાવાદ.
e.mail : mahulikarprasad@gmail.com
![]()


કવિ માધવ રામાનુજે આમાં એક ગજબની વાત કરી છે કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ …! માધવભાઈએ અમદાવાદની સી.એન. કોલેજ ઑફ ફાઇન આર્ટસમાંથી કમર્શિયલ આર્ટ વિષયમાં ગવર્નમેન્ટ ડિપ્લોમા ઑફ આર્ટ્સની પદવી મેળવી હતી. ૧૯૭૩થી તેઓ સી.એન. ફાઇન આર્ટસ કોલેજના ઍપ્લાઈડ આર્ટ વિભાગમાં અધ્યાપક હતા અને પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા. તેઓ અચ્છા ચિત્રકાર છે પરંતુ સાહિત્યસર્જનમાં વધુ ખૂંપેલા છે. લયમાધુર્ય અને ભાવોન્મેશ એમની લાક્ષણિક્તા. ગ્રામ્યજીવન, રાધા-કૃષ્ણ અને પ્રકૃતિ કાવ્યો તો એમનાં છે જ પરંતુ, એમનાં ગીતોમાં વિરહ અને પ્રતીક્ષાનો ભાવ સાહજિક પ્રવેશીને ગીતને અપેક્ષિત ઊંચાઈ આપે છે.