કવિતાનું એવું છે કે એ
કોઈ પણ કરી શકે
ગલીનું ગલૂડિયું હોય કે
ગામનો ગમાર
કોઈ પણ ચાલે
એમાં કરવાનું કૈં નથી
કણક બાંધવાનું અઘરું છે
પણ કણસવાનું સહેલું છે
હાલીમવાલી થવાનું મુશ્કેલ છે
પણ કવિ તો ચપટી વગાડતાંમાં થઈ શકાય
દાક્તર થવું હોય તો ભણવું પડે
પણ
કવિતા તો અભણ પણ કરી શકે
ખાવાથી તો કદાચ પેટમાં દુખે
પણ કોઈને કવિતાની કબજિયાત
થયાનું સાંભળ્યું છે?
ફ્લશ કરો કે બધું સાફ
કોઈ ધંધો કરવો હોય
તો રોકાણ કરવું પડે
પણ કવિતામાં તો
થોડા પ્રાસ રોકો કે નફો જ નફો
હાટ લખો તો આખું
બજાર જ આવકમાં …
ઘાટ લખો કે
ઘાત જ જાય
ધારો કે પ્રાસ નથી ફાવતા
તો વાક્ય તોડવામાં તો
કૈં ધાડ મારવાની નથીને!
આખો પેરેગ્રાફ વેરવિખેર કરી નાખો
કે કવિતા તૈયાર!
પણ આ બધામાં થોડા મિત્રો હોય
જે
ખભો ન હોય તો ય થાબડયા કરે
ને જરા તાળીઓથી
ઊંચકી આપે કે બેડો પાર
આપણે એમને ખભે
ને કવિતા આપણે ખભે …
રામ બોલો …
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
![]()


એ વાત બહુ જાણીતી છે કે મહાત્મા ગાંધીના કદાવર પડછાયામાં કસ્તૂરબા ગાંધી કાયમ માટે ઢંકાઈ ગયાં. એ કોણ હતાં અને તેમના વિચારો કેવા હતા, તેનો થોડો ઘણો પરિચય આપણને ગાંધીજી મારફતે મળે છે, પણ સ્વતંત્ર રીતે તેમના વિશે સામગ્રી બહુ ઓછી છે. જેનો પ્રભાવ પૂરી દુનિયાના સમાજ અને રાજકીય જીવન પર પડ્યો હોય, તેવા મહાત્મા બીજા બધાને ઢાંકી દે તે આમ તો સ્વાભાવિક જ છે, પરંતુ મહાત્મા પર એટલું બધું લખાયું છે કે 'મહાત્મામાં નવું શું છે'ની જિજ્ઞાસા કરતાં લેખકો-પત્રકારોને હવે 'કસ્તૂરબા શું કહે છે'માં રસ પડવા માંડ્યો છે.
બોલે તેના બોર વેચાય – એવી કહેવત છે. તે chheમાં મહિમા બોલવાનો છે. તમારી વાત બીજા સુધી પહોંચાડવી હોય તો તે બીજાઓ તરફ વહેતી મૂકવી પડે. તે વિના કોઈને એની ખબર ના પડે. એનો અર્થ એવો પણ ખરો કે બહુ બોલબોલ કરવાથી પણ બગાડ થાય. લવારા તે બોલવું નથી. એટલે જ કહેવત એવી પણ છે કે ન બોલવામાં નવગુણ. અહીં નવ- નકાર સૂચવે છે. આપણામાં ઘણા એવા છે જે બોલવામાં જ સાર જુએ છે. બહુ બોલવાથી માણસ માન ગુમાવે છે ને એમાં ઘણીવાર બેવકૂફ બનવાનું પણ આવે છે. આપણા ઘણા નેતાઓ અસરકારક રીતે બોલે છે તો કેટલાક એવા પણ છે કે એ ન બોલે તો એમની શોભા રહે.