ડાયસ્પોરા …….. એક અકથિત સંવેદના.
કાયમી વસવાટ માટે કેનેડા માઈગ્રેટ થયો ત્યારે સેટલમેન્ટ પ્રોસેસના ભાગરૂપે કેનેડિયન હ્યુમન રિસોર્સીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇમિગ્રન્ટસ માટે ચાલતા વર્કશોપમાં ભાગ લીધેલો. વર્કશોપમાં એક પ્રશ્ન પૂછાયેલો, "વ્હાય યુ કેઈમ ટુ કેનેડા ?" મારી સાથે ભાગ લઈ રહેલ મોટા ભાગનાનો જવાબ હતો …….. "ફોર એ બેટર લાઈફ !" હમણાં જ અંગ્રેજી લેખક વિજય જોશીનો આર્ટિકલ, A Perpetual Sojourn વાંચ્યો. એક ઇમિગ્રન્ટ તરીકે વતનથી જોજનો દૂર વિદેશમાં સ્થળાંતર થઈ સ્થાપિત થયાનો આનંદ અને વતનથી વિસ્થાપિત થયાની વેદનાની મિશ્ર લાગણીઓ વર્ણવતો તેમનો લેખ હૃદય સ્પર્શી ગયો. "ડાયસ્પોરા"ની મૂળ વાતમાં યહૂદી પ્રજાનું મિસરની ગુલામીમાંથી મુક્ત થવા અન્ય સ્થળે વસવાટ કરવા જવાના વર્ણનમાં પણ આજ કથા-વ્યથા છુપાયેલી છે.
ઇમિગ્રન્ટ – આપ્રવાસીઓ અને ઇમિગ્રેશન – દેશાંતર, વેશ્વીક ધોરણે ડાયસ્પોરિક સાહિત્ય સંશોધનનો એક અતિશય સંવેદનશીલ વિષય છે. તેમની અનેક શ્રેણીઓ છે, અનેક પ્રકાર છે. તેમની લાગણીઓ પણ અનેક પ્રકારની અને ખૂબ જ સંવેદનશીલ વાત કહેતી હોય છે ! ‘ઇમિગ્રન્ટ – Immigrant ’ એ આપ્રવાસીઓની એક એવી શ્રેણી છે જે સામાન્ય રીતે પોતાની મરજીથી પોતાનો દેશ છોડીને આવેલા છે. જયારે ‘એમિગ્રે – émigré ’ એ તેનાથી બિલકુલ અલગ પ્રકારની શ્રેણી છે કે જેને અન્ય કારણોના દબાણ હેઠળ પોતાનો દેશ છોડવાની ફરજ પડેલ છે. આ બંને કિસ્સાઓમાં ફરક ઘણો છે પણ સામ્યતા માત્ર એક જ છે …… બેટર લાઈફ …….. બહેતર જીવનની ઝંખના ……. જેમાં હું ય બાકાત નથી !

સ્કીલ્ડ ઇમિગ્રન્ટસ એ ઉચ્ચ શિક્ષણ ધરાવતા આપ્રવાસીઓની સૌથી મોટી શ્રેણી છે. જે તે દેશમાં સ્થાપિત થયા બાદ તેઓ આજીવન એક અજંપો લઈને જીવતા હોય છે ….. બેટર લાઈફ ….. દેશમાં કે પરદેશમાં ? રેફ્યુજી એટલે શરણાર્થી તરીકે આવતા આપ્રવાસીઓ પ્રત્યે મને વિશેષ લગાવ છે. પછી ભલે એ રાજકીય કે બીજા કોઈ જોખમની બીકે પોતાનો દેશ છોડીને આવ્યા હોય. એમના દેશાંતરમાં મજબૂરીની મહાવ્યથા છુપાયેલી છે. એક્સ્પૅટ્રિયટ એટલે કે દેશવટે આવેલ ઇમિગ્રન્ટસનો તો એક એવો વિશિષ્ઠ વર્ગ છે કે જે વિદેશમાં વસે છે, પણ યજમાન સમાજમાં ભળવાથી બચવા માટે સદા સજાગ રહે છે.
અઢારમી સદીના ઉત્તરાધમાં એશિયામાં રાજ કરતા અંગ્રેજોએ બહેતર જીવનનો લોભલાલચ આપીને સ્થાનિક પ્રજાનું વહાણોમાં ઠાંસી ઠાંસીને ભરી તેમનું સ્થળાંતર કરાવેલું. આફ્રિકા અને અમેરિકા ખંડના ટાપુઓ પર તેમને બોન્ડેડ લેબર બનાવી આજીવન તેમનું શોષણ કરેલું. ગયાના ટાપુ પર બંદી બની વસેલા ઉત્તર ભારતની મૂળ પ્રજાની સ્થળાંતરની વેદના વતનના ઝુરાપાની એક ઐતિહાસિક કથા છે. રોજ સાંજ પડ્યે દરિયા કિનારે બેસીને અનંત સાગરમાં મીટ માંડીને રાહ જોતી આ પ્રજાને એમ કે એક દિવસ એક વહાણ આવશે અને તેમને વતન પરત લઈ જશે. માતૃભૂમિના દર્શન માટે ઝૂરતી આ પ્રજાની પ્રથમ પેઢી જીવન પર્યંત આ આશા લઈને જીવેલી.
મધ્યકાલીન યુરોપમાં દેશનિકાલની સજા સૌથી ખરાબ મનાતી. એમાં હીણપત અને ઝુરાપાની વેદના હતી. મહાકવિ દાન્તેને દેશવટાની સજા થઈ ત્યારે એમને તો ફ્લોરેન્સથી માત્ર સોએક માઇલ દૂર વસવાનું હતું પણ એમને મન એ સામાજિક મૃત્યુ હતું. દેશવટે રહીને એમણે ‘ઇન્ફર્નો’ની રચના કરી, તેમાં પણ એમની આ વ્યથાનો પડઘો ઝિલાયો છે. માતૃભૂમિ માટે તેમને એક એવું આંતરિક ખેંચાણ અને અકલ્પ્ય લાગણી હતી કે હવે વતનનાં ઝાડ ફરી જોવા નહીં મળે એનો વસવસો અને વ્યથા લઈને આજીવન અજંપા સાથે જીવેલા.
ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં, વિશ્વના કોઈ પણ ખૂણે સ્થળાંતર થઈ વસેલા આ આપ્રવાસીઓના અનુભવ અને અર્થ સમયની સાથે બદલાતા રહ્યા છે અને બદલાતા રહે છે. દરેક આપ્રવાસીની જેમ મારી ય આજ વ્યથા વેદના છે. લાખ મનાવ્યે ય મન માનતું નથી ને વાતે વાતે ઊડીને એ વતનમાં પહોંચી જાય છે. નવા દેશની દરેક વાતનો સાંધો હું સીધો મારા દેશ જોડે જોડી દઉં છું. એ મારી એક વણઉકેલ સમસ્યા છે. સીએન ટાવરને હું કુતુબ મિનાર સાથે સરખાવવાની અભદ્ર કોશીશ કરું છું. સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને જોઉં છું ત્યારે તાજમહેલ મારા મનમાંથી ખસતો નથી અને નાયગ્રાના ફોલને નિહાળી વિહ્વળ થઈ જાઉં છું કે આટલું બધું પાણી વ્યર્થ વહી જાય છે ને મારા દેશમાં લોકો પાણી માટે વલખાં મારે છે.

વિદેશની નાગરિકતા સ્વીકાર્યા છતાં ય એક આપ્રવાસી તરીકે હું વતન અને વિદેશ બેમાંથી એક પણ દુનિયામાં રહી શકતો નથી. માતૃભૂમિ પ્રત્યેની મારી નિષ્ઠા, પ્રેમ, વફાદારી અને સંસ્કૃિત, બધામાં વિદેશી ભેળસેળ થઈ ગઈ છે. વિદેશમાં એક નવી દુનિયાનો માણસ બની રહેવાનો પ્રયાસ કરું છું. મારા ઘરને હું માતૃભૂમિની પ્રતિકૃતિ બનાવવા માંગું છું. જેમાં મોટા ભાગે મને કોઈ કામયાબી નથી મળતી તો ય એક ત્રિશંકુની જેમ બેવડું જીવન જીવી રહ્યો છે.
થોડા વખત પહેલાંની મારી વતનની મુલાકાતમાં હું મારા શહેરને ખૂણે ખૂણે ફરી વળ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે અહીં તો હવે સાઇબર કૅફે, મૅકડૉનલ્ડ, પાશ્ચાત્ય ફૅશનોનો પ્રચાર પ્રસાર કરતાં બૂટિક, ઊંચી ઇમારતો અને નાઇટ ક્લબો પણ છે ! મારી સ્મૃિતમાં સંઘરાયેલા, સચવાયેલા શહેરનો રડ્યોખડ્યો અંશ પણ માંડ જોવા મળ્યો. દેશની સભ્યતા અને વિદેશી સભ્યતા વચ્ચેની ભેદરેખા લગભગ ભુંસાઈ જવાને આરે હોય એમ બન્ને વચ્ચે ખાસ કઈં અંતર મને જોવા ન મળ્યું.
મને સમજાયું કે મારું વતન મારી સ્મૃિતમાં બહુ ઊંડે બરફની જેમ જામીને સચવાયેલું છે જે મારી અંદર ધબકતું રહેશે પરંતુ હવે ભારતમાં તો એનું અસ્તિત્વ નથી જ. બહુ જ અણમોલ મૂડી ગુમાવ્યાનું દુ:ખ લઈને ત્યાંથી નીકળ્યો ત્યારે જે ભૂમિ પર પાવન થવાં મન ઉભરાતું હતું એ હવે સાવ શમી ગયું લાગે છે. કેનેડાના મૂળિયાં અંકુર ફૂટી આકાર લઈ રહ્યાં છે ત્યારે માતૃભૂમિમાં મન મુકીને સીંચેલા મૂળિયાં હવે પળે પળે સૂકાતાં જાય છે. જેમ સૂકાઈ ગયેલા છોડનાં મૂળિયાંને બાગ સાથે કોઇ સંબંધ નથી રહેતો તેમ ઊખડી ગયેલા છોડની જેમ મારું અસ્તિત્વ કોહવાતું જાય છે. કેનેડાની અતિ વ્યસ્ત જીવનશૈલીએ મને એકલપંડો કરી દીધો છે. અતિશય શાંતિએ મારા મનમાં કોલાહલ પ્રત્યે નફરત ભરી દીધી છે. દર્દની આ એક એવી દાસ્તાન છે, વેદનાનો એક એવો ચિતાર છે જેને અહીંના સો હાસ્યનાં ઊંડાણમાં છુપાવી દે છે. મારાં અસ્તિત્વમાંથી કોઈ કિંમતી વસ્તુ ઝૂંટવાઇ ગઈ હોય એવું લાગે છે તો ય ફરીને ફરી રોજ એ જ આશા સાથે સવારે ઊઠું છું કે કદાચ જીવવા માટે પાછો કોઈ ભ્રમ મળી જાય.
'ભવાટવિ' માં હવે પછી સાંસ્કૃિતક અને સામાજિક દ્રષ્ટિકોણને આધારે હું ડાયસ્પોરાની વાત કરીશ. મારી વાતમાં ગુજરાતી ડાયસ્પોરાની સમસ્યાઓ, સંઘર્ષો, પુનર્વસન માટેના પ્રયત્નો જેવી અનેક બાબતો ઉપરાંત મૂળ દેશની સામાજિક – સાંસ્કૃિતક બાબતો સાથે અપનાવેલ દેશની સામાજિક – સાંસ્કૃિતક બાબતો અને ભૌતિક સંસ્કૃિત, સમકાલીન સંસ્કૃિતને કઈ રીતે પ્રભાવિત કરે છે તેનું નિરૂપણ કરીશ. નીઓ ફ્રોઈડીઅન અભિગમને ધ્યાનમાં રાખીને મારી વાતમાં બદલાયેલા વિશ્વનો તાગ મેળવવાની કોશિશ કરીશ. નીઓ-ફ્રોઈડીઅનો ‘વૈયકતિક મનોવિજ્ઞાન’ને સમાજ અને સાંસ્કૃિતક પ્રવાહો સાથે જોડે છે. સમાજશાસ્ત્રના અભ્યાસી ડેવિડ રીસમનના મતે, સમાજનું સ્વરૂપ બદલાય તેમ વ્યક્તિત્વનાં લક્ષણો પણ બદલાય છે. મનુષ્યની વૃત્તિઓ, અભિવ્યક્તિ અને સંતોષ – અસંતોષ જુદા જુદા સમય અને પ્રદેશના જુદા જુદા સમાજની જીવન પદ્ધતિઓથી પ્રભાવિત થાય છે.

ભારતીય ડાયસ્પોરા વિશ્વના આશરે ૧૧૨ દેશોમાં ફેલાયેલો છે. તેમાંથી ગુજરાતી ડાયસ્પોરા આશરે ૪૪ દેશોમાં વ્યાપ્ત છે. ખાસ કરીને બ્રિટન, અમેરિકા, કેનેડા અને પૂર્વ આફ્રિકાના દેશોમાં વિસ્તૃત રૂપે. ‘ભવાટવિ’માં મને સાંપડેલ પ્રસંગો, પાત્રો અને પરિસ્થિતિઓનું મૂલ્યાંકન બદલાયેલી સામાજિકતા સંદર્ભે આપ સૌની સમક્ષ નિરૂપણ કરવાની નમ્ર કોશિશ સાથે …… હું …
મધુરમ્ જોસેફ મેકવાન, મૂળ ભારતીય ગુજરાતી, રહેવાસી કેનેડા, નાગરિક…….. ઇન્ડો-કેનેડિયન !
(‘ભવાટવિ’)
સૌજન્ય : http://madhurammacwan.blogspot.co.uk/2014/11/blog-post_7.html
![]()


મારા જન્મ પહેલાંથી એટલે ઘણું ખરું છ દાયકાથી સાહિત્ય સેવતા માતબર સર્જક વલ્લભ નાંઢાની વાર્તાકલા વિશે વાત કરવાનો મોકો મળ્યો એનો આનંદ છે. વલ્લભભાઈ વાર્તાકાર તરીકે બ્રિટનના વાર્તાકારોમાં મુઠ્ઠી ઊંચેરા છે. વીસેક વર્ષની વયે ‘ભણેલી વહુ’ નામની વાર્તાથી શરૂ થયેલી સર્જક યાત્રામાં સો ઉપરાંત વાર્તાઓ એમણે લખી હોવાનું જણાય છે.
મુજ અબુધની એટલી શક્તિ નથી કે હું આટલા મોટા ગજાના લેખકની કોઈ મૂલવણી કરું કે નથી તો તમ શ્રોતાઓ સામે મારી એવી કોઈ હેસિયત કે હું તેમની કૃતિઓથી તમને અવગત કરાવું. પરંતુ આ એક વિનમ્ર પ્રયાસ છે કે હું કદાચ આજના આ અવસરનો ઉપયોગ કરી તેમની કૃતિઓનો થોડો રસાસ્વાદ કરાવી શકું અને બાકી આપ સહુને જ્ઞાત કરી શકું કે આપણી વચ્ચે બેઠેલા આ એક ઉમદા વ્યક્તિની કલમ કેટલી વૈવિધ્યસભર છે.
‘વિલાયતી વાર્તા સંચય’ના લોકાર્પણ વિશેના મારા પ્રતિભાવથી શરૂઆત કરું છું. ગુજરાતી સાહિત્ય અકાદમીના રજતજયંતી વર્ષ અંતર્ગત, ગુજરાતી સાહિત્ય અકાદમીએ કેટલાંક મહત્ત્વનાં આયોજનો હાથ પર ધરવાનું વિચાર્યું હતું. તેમાંનું એક આયોજન એ હતું કે બ્રિટનમાં રહીને વાર્તાક્ષેત્રે સર્જન કરતા વાર્તાકારોનો એક સંગ્રહ અકાદમીની ત્રિ-દશક ટાંકણે પ્રકાશિત કરવો. આ આયોજનને કરોબારી સમિતિ તરફથી લીલી ઝંડી મળતાં મને અને ગુજરાતી સાહિત્ય અકાદમીના તત્કાલીન મહામંત્રી વિપુલ કલ્યાણીને એ સંચય સંપાદિત કરવાની જવાબદારી સોંપાઈ હતી. 2008ની સાલમાં વાર્તાઓનું સંપાદન થયું ત્યાં સુધીની વાર્તાઓમાંથી ગુણ અને ઇયતાની કક્ષાએ ‘વિલાયતી વાર્તાસંચય’ માટે વાર્તાઓની પસંદગી થઈ છે. આ પસંદગી કરતી વખતે અમને “ઓપિનિયન”, “ગુજરાત સમાચાર-લંડન”, “ગરવી ગુજરાત”, “નવ બ્રિટન”, “સંગના”, “અસ્મિતા” તેમ જ અડધી સદી પૂર્વે આફ્રિકાથી પ્રગટ થતાં “આફ્રિકા સમાચાર” શા સામયિકોનાં વાંચનમાંથી પસાર થવાનું બન્યું. આટલાં સમસામયિકોમાંથી થોકબંધ વાર્તાઓનું પઠન કર્યા પછી ચાળીસ વાર્તાઓનું પસંદગીકર્મ પણ અત્યંત કઠીન ને પુરુષાર્થ માગનારું રહ્યું. તેમ છતાં સામે પૂર તરીને અમે આ કામ પૂરી તટસ્થા દાખવી પાર પાડ્યું ત્યારે મોટા ભાગની વાર્તાઓથી સંતોષ પામ્યાની સહેજે અનુભૂતિ થઈ. એ સાથે પાંચ-છ દાયકા પહેલાં પૂર્વ આફ્રિકામાંથી પ્રગટ થતાં “શોભા”, “જાગૃતિ”, “મધપૂડો”, “દંપતી” આદિ સામયિકો અપ્રાપ્ય હોવાથી એમાંથી વાર્તાઓ લઈ શક્યા નથી એ બાબતનો અમને રંજ છે. આ સંચયમાં જે કર્તાઓની કૃતિઓની પસંદગી કરવામાં આવી છે તે તમામ વાર્તાકારોનો અત્રે અમે જાહેર ઋણભાવ વ્યક્ત કરીએ છીએ.
I would like to begin by saying how delighted I am to see you all here today. It is indeed a proud moment for me and our family and here I must extend my heartfelt thanks to you for being with us to celebrate the literary achievements of my father on reaching 75 years of age! And….what better way to do this, than in the company of his literary peers!!
વલ્લભદાસ નાંઢા અને વિપુલ કલ્યાણી સંપાદિત ‘વિલાયતી વાર્તા સંચય’ બેશક આવકારદાયક પુસ્તક છે. આ સંપાદનકર્મ ભારતમાં તેમ જ વિદેશમાં વસતા ગુજરાતી સમાજે હરખભેર વધાવવા યોગ્ય છે. કારણ કે આ સંચય વિદેશમાં વસતા ગુજરાતી લેખકોને, તેમની ચાળીસ વાર્તાને સ્વીકૃતિ આપી, તેમને જરૂર સધિયારો આપે છે, પ્રોત્સાહન આપે છે, પોરસાવે છે.
an anvil used by the cobblers

